Home GUJARAT સરકારી અધિકારી ની પાપ લીલી ની પુકાર પુલીસ સ્ટેશન માં પતિ,...

સરકારી અધિકારી ની પાપ લીલી ની પુકાર પુલીસ સ્ટેશન માં પતિ, પત્ની અને પ્રેમિકા નું કિસ્સો

7
0

પરસ્ત્રી સાથે રહેતો RTO ઈન્સપેક્ટર પતિ રંગેહાથ ઝડપાયો.

RTO ઈન્સપેક્ટર પતિ, ફોરેસ્ટ અધિકારી પત્ની અને યુવતી

સુરત શહેરના કેશવનગર વિસ્તારમાં જે હોબાળો મચ્યો હતો તેમાં જે પતિ છે તે RTOમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેની પત્ની ફોરેસ્ટ વિભાગમાં અધિકારી છે. ઘરકંકાશના કારણે દંપતી અલગ અલગ રહેતા હોવાનું સામે આવ્યું છે. તેની વચ્ચે આજે પત્નીએ કેશવનગર વિસ્તારના એક ફ્લેટમાં યુવતી સાથે રહેલા તેના પતિને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેની પત્ની વચ્ચે તકરાર ચાલી રહી છે. આરટીઓ ઇન્સ્પેક્ટર મહિલા સાથે રહેતો હોવાનો પત્નીનો આરોપ છે. પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પત્ની સુરતમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. બંનેના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. આ લગ્ન ગાળામાં બંનેનો એક ચાર વર્ષનો દીકરો પણ છે.

સુરતના એક ફ્લેટમાંથી પતિને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં પત્નીની સાથે પોલીસકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. પોલીસ જ્યારે પતિને લઈને બહાર આવે છે ત્યારે પતિ પોતાની કારમાં બેસવાનો પ્રયાસ કરે છે પરંતુ, પત્ની તેની ચાવી લઈ લેવા પોલીસને અરજ કરે છે અને પોલીસવાનમાં જ પતિને બેસાડવાની માગ કરતા પોલીસ પોતાના જ વાહનમાં પતિને બેસાડી દે છે. આ સમયે RTO ઈન્સપેક્ટર પતિ પણ પોલીસ અને તેની પત્ની સામે દલીલ કરતો જોવા મળી રહ્યો છે. પોલીસની હાજરીમાં પતિ, પત્ની વચ્ચે સર્જાયેલા આ ઝઘડાના કારણે આસપાસના લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here