Home CRIME લગ્નપ્રસંગે પરિણીતાને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ કરનાર બ્રાહ્મણ સામે ફરિયાદ

લગ્નપ્રસંગે પરિણીતાને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ કરનાર બ્રાહ્મણ સામે ફરિયાદ

19
0

કર્મકાંડી બ્રાહ્મણનું પાપ થી કંટાળી પીડિતા ને વારંવાર દુષ્કર્મ કરનાર વિરુધ્ધ માં ફરીયાદ.

સુરત-બારડોલી,એક કર્મકાંડી બ્રાહ્મણ યુવક દ્વારા લગ્નની વિધિ દરમિયાન પરણીતાને પોતાની મોહ જાળમાં ફસાવી અવારનવાર બળાત્કાર કરતા બારડોલી ટાઉન પોલીસ મથકમાં એટ્રોસિટી અને બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. બારડોલી પોલીસ મથકે વિકૃત બારડોલી પોલીસ મથકે વિકૃત હરકત કરતા બ્રાહ્મણ જનક પંડ્યા (રહે., સંગીની સોસાયટી, બારડોલી) વિરુદ્ધ કર્મકાંડી દાખલ થયેલા ગુનાની પ્રાપ્ત વિગત સામે મુજબ બે વર્ષ પહેલા 2022ના નવેમ્બર માસમાં તેઓ કર્મકાંડી બ્રાહ્મણ હોવાના નાતે ગોરપદુ કરવા એક લગ્ન વિધિ કરાવવા ગયા હતા. ગ્રહશાંતિની વિધિ દરમિયાન ભાવિક પંડ્યાએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ ત્યારબાદ એપ્લિકેશન ઉપર સંદેશા મોકલી પરિણીતાને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબુર કરી હતી. પરિણીતાનો પીછો કરી વારંવાર ફોન કરી ધમકી આપતા ગભરાયેલી પરિણીતા બ્રાહ્મણ યુવકને હોટલમાં મળવા ગઈ હતી. જ્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ કરી તેની ઉપર બળાત્કાર ગુજારાયો હતો. સતત બે વર્ષ સુધી અવારનવાર પરણીતાને ધમકીઓ આપી શારીરિક સંબંધ કેળવ્યા બાદ છેલ્લે બારડોલીના ધામડોદ લૂંભા ગામે આવેલી નિમિત રેસીડેન્સી નજીક ના એક ખુલ્લા ખેતર ના કુવાપાસે પરણીતાને બોલાવી બળાત્કાર કર્યો હતો. ધમકીઓથી કંટાળેલી પરણીતાએ ચાર દિવસ પહેલા બારડોલી ટાઉન પોલીસ મથકે અરજી આપી હતી. બારડોલી ટાઉન પોલીસે શનિવારની મોડી સાંજે પરિણીતાની ફરિયાદ લઈ હવસખોર ભાવિક જનક પંડયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here