Home CRIME એકલી રહેતી મહિલા સાથે પતિના અનૈતિક સંબંધની જાણ થતાં પત્નીએ પતાવી દીધી

એકલી રહેતી મહિલા સાથે પતિના અનૈતિક સંબંધની જાણ થતાં પત્નીએ પતાવી દીધી

21
0

સુરતમાં પત્નીએ પતિ સાથે અનૈતિક સંબંધ ધરાવતી વેડ રોડની 35 વર્ષીય પરિણીતાને રહેંસી નાખી હતી. હત્યા બાદ બહારથી તાળું મારી ફરાર થઈ ગઈ હતી.પોલીસ-ઇન્સ્પેકટર વી.વી. વાગડિયાએ જણાવ્યું હતું કે આ મામલે પાસોદરા ઓમ ટાઉનશિપમાં રહેતી હર્ષાબેન ચંદુભાઈ કાછાની ધરપકડ કરી હતી. ધક્કો મારતાં સેટી સાથે માથું અથડાતાં મોત થયાનું આરોપીએ કરેલી કબૂલાત કરી હતી. તેના પતિ સાથે કૈલાસબેનને છેલ્લાં 15 વર્ષથી અનૈતિક સબંધ હતા. આ સંબંધને કારણે કૈલાસબેનના છૂટાછેડાં પણ થઈ ગયા હતા. પોતાના પતિ સાથે કૈલાસબેનને સંબંધ હોવાની જાણ થતાં રવિવારે પાંચેક વાગ્યાના અરસામાં તે તેને વોર્નિંગ આપવા આવી હતી. કૈલાસબેનને ધક્કો મારતાં તેનું માથું સેટી સાથે અથડાતાં તે લોહીલુહાણ થઈ ઢળી પડતાં પોતે દરવાજો બહારથી બંધ કરી ફરાર થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here