Home Uncategorized સચીન અનાજ કાંડ માં મુખ્ય સૂત્રધાર નિયામકશ્રી મુકાલાત માટે આશા એ...

સચીન અનાજ કાંડ માં મુખ્ય સૂત્રધાર નિયામકશ્રી મુકાલાત માટે આશા એ નિરાશાજનક રીતે પાછાં ફર્યા,સમગ્ર ઘટના સી.સી.ટીવી. રેકોર્ડ

72
0

સચિનના સરકારી ગોડાઉનમાંથી અનાજ ચોરીનો કૌભાંડ ના કિસ્સો સામે આવતાં જ એમ.ડી શાહના ગાંધીનગરના ફેરા શુરુ કરી

સચીન અનાજ કાંડ કૌભાંડ માં સમગ્ર પ્રકરણમાં ઢાંક-પીછોડો કરવા માટે ‘ગાધીનગર’ના નિયામકને મળવા ગયા હતા પરંતુ નિરાશ પાછા ફર્યા સૂત્રો

સુરતના સચિન વિસ્તારમાં આવેલાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની તસ્કરી ની ઘટના ૨૭-૧૦-૨૦૨૨ ના રોજે સચીન પુલીસ સ્ટેશન ની સામે આવ્યું હોવાચી તપાસ કરતા સમગ્ર ઘટના ની મામલદાર, કલેકટર , અને ગાંધીનગર થી નિયામક શ્રી ની તપાસ ટીમ કામગીરી માં લાગી જવાથી અને પુલીસ જવાબદાર સામે ગુના દાખલ કરવાની કામગીરી શુરુઆત કરતા જ પરિવહન કોન્ટ્રાક્ટર એમ.ડી શાહ ગતરોજ ગાંધીનગર નિયામક (આઇએએસ) અધિકા૨ી ઢોલકિયાને મળવા ગયાં હતાં પરંતુ ત્યાં તેઓ જેવી આશા સેવીને ગયા હતાં તેનાથી ઊંધું થઇ જતાં ‘શાહ’ નિરાશ પરત ફર્યા હોવાની જાણકારી મળી હતી.

દિવાળીની રજામાં ડોર-સ્ટેપ અનાજ વિતરણ કરનારાને સૂચના અપાઇ હતી તેથી તેમણે દિવાળીના શરૂ થાય તે પહેલાં જ લગભગ ડોર સ્ટેપ અનાજનું વિતરણ કરી દીધું હતું. અનાજનું વિતરણ થયાં બાદ તેનું ઓડિટ કામ પણ ‘શાર્પ એન્ડ કંપની’ દ્વારા પૂર્ણ કરી દેવાયું હતું. હવે મહત્વની વાત એવી છે કે જ્યારે ઓડિટ કાર્ય પૂર્ણ થઇ ગયું છતાં ત્યાં અનાજનો જથ્થો આવ્યો કઇ રીતે ? ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી પરીવહન કોન્ટ્રાક્ટર એમ.ડી શાહના સંપર્કમા હોય તેમણે કશેથી માલ ઓડિટ થયાં બાદ મંગાવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સચિનના ગોડાઉનમાં માલ આવ્યો અને તેને બીજે કશેક મોકલવાનું આખુ ષડયંત્ર તૈયાર થઇ ગયું જેથી જો કંઇ લોચો આવે તો સચિન ગોડાઉન ખાતે ડોર-સ્ટેપનો કાર્યભાર સંભાળનારા નાના માણસના માથે આવી જાય તેવી લાઇન-અપ કરાઇ હતી. દિવાળીની રજામાં આ ષડયંત્ર સામે આવતાં સર્વપ્રથમ પ્રીતિ ચૌધરી ભાગી છૂટ્યાં હતાં અને તેમણે પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. રાજકીય પક્ષોએ તેમાં દરમિયાનગીરી કરતાં તંત્રએ સીલ મારવું પડ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. તપાસનો રેલો પોતાની પાસે નહીં આવી તેની બીકે મુખ્ય પરિવહન કોન્ટ્રાક્ટર ગાંધીનગર નિયામક આઇએએસ અધિકારી ઢોલકીયાને મળવા ગતરોજ શનિવારે પહોંચી સમગ્ર પ્રકરણ ઉપર ઢાંકપીછોડો કરવા ગયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે ગાંધીનગરના નિયામક ખોટું કારસ્તાન ચલાવી લેતાં નથી જેને કારણે એમ.ડી શાહને નિરાશાજનક મોઢે પરત ફરવું પડ્યું હતું.

આ સમગ્ર મિલન-મુલાકાત ગાંધીનગરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here