Home SURAT SMS અને સોશિયલ મીડિયાનો દૂરપયોગ અટકાવવા નોડલ અધિકારીની નિમણુંક

SMS અને સોશિયલ મીડિયાનો દૂરપયોગ અટકાવવા નોડલ અધિકારીની નિમણુંક

63
0

SMS/ સોશિયલ મિડીયા નોડલ અધિકારી તરીકે સુરત શહેર સાયબર ક્રાઈમ સેલના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી વાય.એ.ગોહિલ નિમણુંક

સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેઃ

સુરત:રવિવાર: ભારતના ચુંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી જાહેર કરવામાં આવી છે. આ ચુંટણીને ધ્યાને લઈ રાજયમાં તા.૦૧/૧૨/૨૦૨૨ અને તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે.
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અનુસંધાને આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તેવા આશયથી SMS/ સોશિયલ મિડીયાનો દુરપયોગ અટકાવવાની કામગીરી અર્થે SMS/ સોશિયલ મિડીયાના નોડલ અધિકારી તરીકે સાયબર ક્રાઈમ સેલના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી વાય.એ.ગોહિલની નિમણુંક કરવામાં આવી છે.
સુરત શહેર/જિલ્લા ખાતે વાંધા જનક એસએમએસ/સોશિયલ મીડિયા પોસ્ટ કે જેનાથી ચુંટણી કાયદાની જોગવાઈઓ, આદર્શ આચાર સંહિતા અને તેના સંદર્ભમાં જારી કરવામાં આવેલા કમિશનના નિર્દેશો/ સૂચનાઓનું ઉલ્લંઘન કરે અથવા સામાજીક/ધાર્મિક/ કોમી ઘૃણા ઉત્પન્ન કરતી કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જોખમરૂપ હોય તેવી આપત્તિજનક કોમેન્ટ્સ/પોસ્ટ/ વીડિયો કલીપ/ઓડિયોકલીપ/યુ-ટુયુબ વિડીયો/ઓડિયો વગેરે પર વોચ રાખવામાં આવશે.
આદર્શ આચાર સંહિતાના અમલ દરમિયાન કોઈ આપત્તિ જનક કોમેન્ટ્સ/પોસ્ટ/ વીડિયો કલીપ/ઓડિયોકલીપ/યુ-ટુયુબ વિડીયો/ઓડિયો જણાય તો ઈ-મેઇલ:
acp-cyber- sur@gujarat.gov.in અથવા મો.નં:૭૦૬૯૦-૫૨૫૫૫ પર સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરવા મદદનીશ પોલિસ કમિશ્નર, સાયબર ક્રાઇમ સેલ અને નોડલ ઓફિસર SMS/ સોશિયલ મિડીયા,સુરત શહેરની યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here