Home SURAT જિલ્લા ચૂંટણી તંત્રનું આગવું આયોજન: ૧૨ જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી...

જિલ્લા ચૂંટણી તંત્રનું આગવું આયોજન: ૧૨ જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે

68
0

મતદાનના દિવસે વ્યસ્ત રહેનાર કર્મચારીઓઓ માટે પોસ્ટલ બેલેટની વિશેષ વ્યસ્વ્થા: ફોર્મ-૧૨D ભરીને કર્મયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકશે

સુરત:રવિવાર: આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર વિવિધ વિભાગના તથા આવશ્યક સેવાઓના અધિકારી-કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લાચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની વિશેષ વ્યવસ્થા કરાશે. આ કર્મયોગીઓ મતદાનના દિવસે ફોર્મ-૧૨D ભરીને મતદાન કરી શકશે. આ સંદર્ભે વેસુના સુડા ભવન ખાતે યોજાયેલી બેઠકમાં પોસ્ટલ બેલેટ નોડલ ઓફિસર જી.એમ.બોરડે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા બાર જેટલી આવશ્યક સેવાઓના કર્મચારી-અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું કે, ચૂંટણી પંચ દ્વારા આ ૧૨ આવશ્યક સેવાઓમાં ઊર્જા વિભાગ, બીએસએનએલ, રેલવે, દુરદર્શન-ઓલ ઇન્ડિયા રેડિયો, આરોગ્ય, જીએસઆરટીસી, ફાયર વિભાગ, ટ્રાફિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ જેવા વિભાગોમાં ફરજ બજાવનાર કર્મયોગીઓ સમાવેશ કરવામાં આવ્યો છે.
પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઈચ્છતા કર્મચારીઓએ કચેરીના વડાને કે નોડલ ઓફિસરને આગામી તા.૯/૧૧/૨૦૨૨ સુધીમાં ફોર્મ-૧૨D ભરીને રિટર્નીંગ ઓફિસરને સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન નિયત વિધાનસભા વિસ્તારમાં ગેઝેટેડ ઓફિસર અને પોલિંગ ટીમની રચના કરી વિધાનસભાની અનુકૂળ જગ્યાએ જ મતદાન થાય તેવી સુવિધા ઉભી કરાશે.
આ બેઠકમાં વિવિધ આવશ્યક સેવાઓના અધિકારીઓ, જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here