સુરત, સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા બંબાવાડી ગલીમાં રિક્ષા સ્ટેન્ડ પાસે રાત્રિના સમયે બે યુવકો વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હતો. જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક યુવકને ગંભીર ઈજા પહોંચાડી તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું છે. જૂની બબાલમાં સામાન્ય બોલા ચાલી બાદ ચપ્પુના ઘા જીકી યુવકની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપીઓને ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ સલાબતપુરા વિસ્તારમાં હત્યાની ઘટનામાં 21 વર્ષીય ધનરાજ નામના યુવકની હત્યા થઈ હતી. સામાન્ય બોલાચાલી થતા સામસામે હુમલો થયો હતો. ધનરાજએ આસિફ નામના યુવક પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ આસિફએ ધનરાજ પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી હતી. આસિફને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોધ્યો.
એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ભોગ બનનાર ધનરાજ સપકાલે અને આસિફ રસીદ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય વાતચીતથી શરૂ થયેલો ઝઘડો ગાળા ગાળી બાદ મારા મારી સુધી પહોંચ્યો હતો. જેમાં આરોપી આસિફે ચપ્પુના ઘા ધનરાજની જાઘના ભાગે માર્યા હતા. જેથી લોહી વધુ વહી જવાથી તેનુ મોત થયુ હતુ. આરોપી આસિફનો ગુનાહિત ઈતિહાસ પણ છે. અગાઉ પણ તે અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે નોંધાયો છે. અને તેની ધરપકડ પણ થઈ ચૂકી હતી. મુખ્ય આરોપી સાથે બે ત્રણ અન્ય આરોપીઓ હતા. તેમનો ઇતિહાસ પણ તપાસ કરવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.