તા.૫ થી ૧૪ નવેમ્બર સુધી (જાહેર રજા સિવાય) સવારે ૧૧:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા વચ્ચે ઉમેદવારી પત્ર મેળવી તથા ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે
તા.૧૭ નવેમ્બરના રોજ બપોરે ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે
સુરતઃશુક્રવારઃ ગુજરાતની વિધાન સભા સામાન્ય ચુંટણી અંતર્ગત ૧૫૫ ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત ઓફિસર, ઓલપાડ સબ-ડીવીઝન, ઓલપાડ, જિ.સુરતના ચૂંટણી અધિકારીશ્રી સી.કે.ઉંધાડે ૧૫૫-ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ માટે ચુંટણીઓના ફોર્મ બાબતે નોટીસ પ્રસિધ્ધ કરવામાં આવી છે.
જે મુજબ ચૂંટણી અધિકારી ૧૫૫ ઓલપાડ, વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત ઓફિસર, ઓલપાડ સબડીવીઝન, ઓલપાડની કચેરી, પહેલોમાળ, તાલુકા સેવાસદન, હાથીસારોડ, ઓલપાડ, તા.ઓલપાડ, જિ.સુરતને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૧૫૫- ઓલપાડ, વિધાનસભા મતદારવિભાગ અને મામલતદાર ઓલપાડ, મામલતદાર ઓલપાડની કચેરી, પહેલોમાળ, તાલુકા સેવાસદન, હાથીસા રોડ, ઓલપાડ, તા.ઓલપાડ, જિ.સુરત સમક્ષતા ૦૫-૧૧-૨૦૨૨ થી તા.૧૪-૧૧-૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય ) સવારના ૧૧:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજુ કરી શકાશે. જેમા માટે નિયમોનુસાર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૧૫-૧૧-૨૦૨૨ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી ૧૫૫ ઓલપાડ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત ઓફિસર, ઓલપાડ સબડીવીઝન, ઓલપાડની કચેરી, પહેલોમાળ, તાલુકા સેવાસદન, હાથીસારોડ, ઓલપાડ, તા.ઓલપાડ, જિ.સુરત ખાતે હાથ ધરવામાં આવશે.
તા.૧૭-૧૧-૨૦૨૨ના રોજ બપોરના ૩:૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ ઉપરોકત કોઈ પણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. મતદાન તા.૦૧-૧૨-૨૦૨૨ના રોજ સવારે ૮:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા વચ્ચે થશે. તેમ ઓલપાડ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.