સુરત, સુરત મહાનગર પાલિકા ના નવા વિસ્તાર માં બનાવામાં આવેલ વોર્ડ ની જુદા જુદા વિસ્તાર, સોસાયટી અને ખુલ્લી જગ્યા ઉપર ચિન્ધીના ગોડાઉનથી લોકો ના સ્વસ્થ માટે જોખમી હોવા છતાં. વિભાગ તરફ થી કોઈ પણ કામગીરી ન કરવામાં આવતું અને જે તે વિસ્તાર ના આગેવાની કોઈ પણ સવાલ કર્યા વગર જ થઇ રહ્યા ની કામગીરી ઉપર સવાલો ઉભો કરી દેવામાં આવેલ છે. જેમાં હાલ જ કનસાડ માં ચિન્ધીના ગોડાઉનથી જ લોકો નું સ્વાગત કરવામાં આવે છે. તેવું લાગી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના વોર્ડ-30મા સમાવિષ્ટ ‘કનસાડ’ ગામમાં પ્રવેશતાન સાથે જ મુખ્યમાર્ગને અડીને ચિન્ધીનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં પડેલાં ચિન્ધીનાં પોટલામાં કેમીકલયુક્ત ચિન્ધી તથા પાણીમાં ભીંજાયેલાં કાપડના પોટલાંથી તીવ્ર દુર્ગંધ આવે છે. રસ્તા ઉપરથી પસાર થનારા અજાણ્યાં વ્યક્તિને પણ ગંધાતુ ચિન્ધીનું
ગોડાઉન વગર સરનામે મળી જાય તેમ છે. આ ગોડાઉનના કારણે ગામના અંદાજે 2500થી વધુ લોકો ત્રસ્ત થઈ ગયાં છે. ખુલ્લેઆમ આવી પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં ગામના પ્રતિનિધિઓ ‘ધૃતરાષ્ટ’ની ભૂમિકામાં રાચી રહ્યાં છે.
વેલકમ-ટુ કનસાડ, ગામમાં પ્રવેશતાની સાથે જ ગામના રહીશો અને મુલાકાતીઓનું સર્વપ્રથમ સ્વાગત દુર્ગંધ મારતું ચિન્ધીનું ગોડાઉન કરે છે. આ ગોડાઉનમાં ઠાલવવામાં આવતાં ચિન્ધીના પોટલાં જાણે પાણીમાં ઘણાં સમયથી ભીંજાયેલાં હોય તથા કેમીકલયુક્ત ચિન્ધી હોવાથી મુખ્યમાર્ગને અડીને આવેલાં આ ગોડાઉનમાંથી તીવ્ર દુર્ગંધ નિકળે છે. આ દુર્ગંધનો સામનો ગામના આશરે 2500થી વધુ લોકો દરરોજ કરે છે. કોઈક ઈસમે પોતાની માલિકીની જગ્યામાં આવી પ્રવૃત્તિ કરવાની પરવાનગી ભાડા-કરારથી આપી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ સામાન્ય ભાડાની રકમ વસૂલવા માટે કેટલાંય લોકોના સ્વાસ્થ્ય સાથે સીધાં જ ચેડાં થઈ રહ્યાં છે. નામ ન જણાવવાની શરતે ગામના એક રહીશે જાણવ્યું હતું કે ચોમાસાની ઋુતુમાં તો આ ગોડાઉને લોકોના નાકમાં દમ લાવી નાંખ્યો હતો. ગોડાઉનવાળી જગ્યાના માલિકને રજૂઆતો કરી છતાં તેઓ ગામના રહીશોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી પણ આ પ્રવૃત્તિ બંધ કરાવવા તૈયાર નથી. બસ તેઓને માત્ર રૂપિયો વાલો હોય તેમ આ પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યાં છે. કેમીકલયુક્ત ચિન્ધીની તીવ્ર દુર્ગંધના કારણે ગોડાઉનની આસપાસ રહેતાં સીનીયર સીટીઝનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપા વોર્ડ-30મા ચાર પ્રતિનિધિઓ વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે તેમાંથી એક તો કનસાડ ગામના જ છે અને તેમણે નગરસેવક તરીકે નગરના હિતમાં યુધ્ધના ધોરણે આ ગોડાઉન ઉભા-ઉભા ચોવીસ કલાકમાં ખાલી કરાવી દેવું જોઈએ પરંતુ એવું આજદિન સુધી થયું નથી.
સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે અને આ ગામે ભાજપને જે પ્રતિનિધિઓ આપ્યાં છે તેઓ આ ગોડાઉન નજીકથી ઘણીવાર પસાર થઈ ચૂક્યાં છે. અખબારી અહેવાલ બાદ દુર્ગંધ મારતું ચિન્ધીનું ગોડાઉન ખાલી કરાશે કે પછી જેવું છે તેવું ચાલ્યાં કરશે તે આવનારો સમય જ કહેશે.