દૂધ અને પાણીની બોટલ ખરીદી વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવતો હતો.
વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે મહામહેનતે આરોપીને 11મા દિવસે ઝડપી લીધો હતો, જે હાલ રિમાન્ડ પર છે. પોલીસને ગતરોજ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતાં 4 કલાક લાગ્યા હતા, જેમાં સિરિયલ કિલરે કોલેજિયન યુવતીને કેવી રીતે શિકાર બનાવી જણાવ્યું હતું.
યુવતીની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચરવા દરમિયાન આરોપીએ પોતાના નખ પણ કાપ્યા હતા અને પોતાના કાપેલા નખ વડે યુવતીના મોબાઇલમાંથી સિમ કાર્ડ કાઢ્યું હતું. આ બાદ તે ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો, જ્યાંથી તે દૂધ-પાણીની બોટલ ખરીદી વાડીમાં પડેલી યુવતીની લાશ પાસે પરત આવતો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોની આંબાવાડીની આજુબાજુમાં ગતિવિધિ જોઈને નજીકમાં સંતાઈ ગયો હતો. બાદમાં મોકો જોઇને એક એંગલના સહારે અંદાજિત 10 ફૂટની ઊંચી દીવાલ આરોપી કૂદી ગયો હતો,ઉતાવળમાં તેનો સામાન અહીં રહી ગયો હતો. આ બાદ આરોપી ઉદવાડા રેલવે સ્ટેશન અને હાઇવે વિસ્તારમાં રાત્રે દોઢ વાગ્યા સુધી ફરતો રહ્યો હતો.
રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જાટ છે. તેણે 25 દિવસમાં કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મહારાષ્ટ્રમાં 3 મહિલા અને 2 પુરુષની હત્યા કરી છે. એમાં 2 રેપ વિથ મર્ડર અને 3 હત્યા બાદ લૂંટનો સમાવેશ થાય છે. આરોપી પોતે દિવ્યાંગ હોવાથી તેણે મોટા ભાગની હત્યા વિકલાંગ ડબ્બામાં કરી છે.
લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓએ આરોપીની ઓળખ કરી
સુરતની લાજપોર જેલમાં ઝડપાયેલા કેદીઓ સાથે આરોપીનું વર્ણન ચેક કરવામાં આવ્યું હતું. સુરત લાજપોર સેન્ટ્રલ જેલના કર્મચારીઓ દ્વારા શંકાસ્પદ વ્યક્તિ આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટ રહે,ગામ-મોખરા ખાસ પાના શ્યામ, પો.સ્ટે માહમ, જિ. રોહતક હરિયાણાવાળો હોવાની શંકા વ્યક્ત કરી હતી. એ આધારે શંકાસ્પદ વ્યક્તિ અંગે હરિયાણા રાજ્યના રોહતક જિલ્લાનો રહેવાસી હોય જેથી પોલીસ અધીક્ષક કરણરાજ વાઘેલાએ રોહતક જિલ્લા પોલીસવડા સાથે સંપર્ક કરી આરોપીનું સંપૂર્ણ વેરિફિકેશન કર્યું હતું. આ આરોપીના ગુનાહિત ઇતિહાસ બાબતે ICJS પોર્ટલ પર ચેક કરતાં ગુનાહિત ઈતિહાસ પણ મળી આવ્યો હતો.