સુરતમાં ફરી જાહેરમાં જન્મદિવસની ઉજવણી, તલવારથી કેક કાપી કાયદાના લીરા ઉડાવ્યા
સુરતમાં પોલીસ કમિશનરના જાહેરનામાના છાસવારે લીરેલીરા ઉડતાં હોય તેવો ઘાટ સર્જાયો છે. જયારે પુલીસ દરેક વ્ત્યાયકિત ને કાયદા નું ભય બતાવા માંગે છે. તે સમય ફરીથી એકવાર જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરાતો હોવાનો વધુનો એક વીડિયો વાયરલ થયો છે. કથિત રીતે પાંડેસરાના ઉમિયાનગરનો વીડિયો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. જો કે આ વિડીયોમાં જાહેરમાં તલવારથી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ ઘટના ક્રમ થી આવું લાગે છે કે માથે ભારે વ્યકિતઓ ફેમસ થવા માટે આ પ્રકાર નું કૃત્ય કરી રહ્યા હોય છે. જેથી લોકો માં પુલીસ ની સામે કોઈ પણ ભય નથી એવું સાબિતી કરવા માટે આ રીતે શોશલ મિડીયા માં વિડીયો વાયરલ કરી સુરત પુલીસ કમિશ્રર ના પરિપત્ર નું ખુલ્લેઆમઉલ્લંઘન કરી ને તલવાર થી કેક કાપી કાયદા-વ્યવસ્થા ધજાગરો ઉડયો.
આ યુવાનોમાં પોલીસનો કોઈ પણ ડર ન હોય તેમ જોવા મળી રહ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી અગાઉની જેમ પોલીસ આ મુદ્દે પણ આકરી કાર્યવાહી કરે તેવી માગ સોશિયલ મીડિયામાં ઉઠી રહી છે.