સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ.
સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર ની પણ પૂછપરછ કરાઈ.
સુરત,ડાયરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ ગુડસ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(DGGI)ના ડાયરેક્ટર હિમાંશુ જોષીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટુકડી દ્વારા બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી રહી છે. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવીને કરોડો રૂપિયાની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. એના માટે તેમણે હજારો બોગસ બિલો પણ જનરેટ કર્યાં હતાં.પ્રાથમિક તપાસમાં જ 200 કરોડથી વધુનાં કૌભાંડની વિગતો સામે આવી રહી છે. આ તપાસમાં આ કૌભાંડોનો અને કૌભાંડીઓનો આંકડો માં વધારો થાય એવી સંભાવના અધિકારીયાઓ ના સૂત્રોના પાસે થી મળી રહ્યા છે .
સમગ્ર દેશમાં 200થી વધુ છેતરપિંડીથી બનાવેલી કંપનીઓ-એકમો સંગઠિત રીતે કામ કરી રહી છે, બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પાસ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આવી પ્રકારની પેઢીઓ બનાવવા માટે બનાવટી ઓળખ અને દસ્તાવેજોનો ઉપયોગ, છેતરપિંડીના રસ્તાઓ અપનાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ પ્રકાર ની આવાં બનાવટી બિલિંગ,બનાવટી દસ્તાવેજો અને અન્ય ખોટી રજૂઆત દ્વારા કરોડો રૂપિયાની આવકને નુકસાન પહોંચાડવા માટે રાષ્ટ્રને નાણાકીય નુકસાન પહોંચાડવા માટે ગુનાહિત કાવતરું કરવા માટે એક મોટું જૂથ કામ કરી રહ્યું છે, જેની હાલ તપાસ ચાલી રહી છે અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.