રૂસ્તમ જેવી સુપર ડુપર ફિલ્મ આપનાર જોડીની કેમેસ્ટ્રી ફરી જોવા માટે દર્શકો ઘણા વર્ષોથી આતુર હતાં.
પાંચ વર્ષની અથાક રિસર્ચ બાદ સમગ્ર કોલ ખાણ ની એક સત્ય ઘટના કાગળ પર ઉતારી તેને હૂબહૂ દર્શકો સામે રજુ કરવું. કોઈ નાના ગજાની વાત નથી, આપ એક ડિરેક્ટર છો અને આપ દ્વારા વર્ષો પહેલા ઘડાઈ ગયેલી સત્ય ઘટનાને સીને પડદા પર તાદ્રશ્ય ઉતારી હશે તોજ થિયેટરમાં તાળીઓ મળશે અને એ તાળીઓની દાદ મેળવતું કામ નિર્દેશક ટીનુ સુરેશ દેસાઈ એ સાત વર્ષ બાદ અક્ષય કુમાર સાથે કરી બતાવ્યું. રૂસ્તમ બાદ આ ટીનૂની અક્ષય કુમાર સાથે બીજી ફિલ્મ છે અને આ ફિલ્મમાં ટીનુએ ફિલ્મના એક એક ડાયલોગ અને નાનામાં નાના સીન ઑફ સિસ તથા ૮૦ના દાયકાને ધ્યાને રાખી તે સમયની ડીટેલિંગપર પૂરતું ધ્યાન આપી ફિલ્મને નિર્દેશક તરીકે નવો નિખાર આપ્યો છે. “મિશન રાણીગંજ” નું કોઈ પ્રમોશન નથી કરાયું છતાં બધે આ ફિલ્મ માઉથ ટુ માઉથ પ્રચારથી જોવાઈ રહી છે અને એટલેજ ફરી એકવાર ટીનુ સુરેશ દેસાઈ અને અક્ષય કુમારની હિટ કેમેસ્ટ્રી લોકોને જોવા મળી રહી છે.
તા.૬/૧૦/૨૦૨૩ ના રોજ આ પૂજા ફિલ્મના બેનર હેઠળ રીલે થઇ જેમાં જસવંતસિંહ ગિલની દિકરી પૂનમ ગિલનો કોન્સેપ્ટ તથા સ્ક્રીન પ્લે વિપુલ કે રાવલનું છે. ‘મિશન રાનીગંજ’ થિએટરમાં રિલીઝ થઇ ચુકી છે. જેના આજ સુધીના રીવ્યુ પ્રમાણે આ કલાત્મક ફિલ્મ જરૂર જોવા જેવી છે. કેમ કે, દર્શકોના કહેવા પ્રમાણે હાર્ટ ટચિંગ ફિલ્મ બની છે. બે કલાક આપને જકડી રાખે છે. અક્ષય, પરિણીતા ઉપરાંત નાના મોટા દરેક કલાકારે ખુબ સારો કહી શકાય તેવો જીવંત અભિનય કર્યો છે. ફિલ્મમાં 65 મજૂરોના બચાવ્યા રેસ્ક્યુની ની ભારતની ગ્રેટ સત્યકથા છે. ડિરેક્ટર ટીનુ સુરેશ દેસાઈ ની આ ફિલ્મ ‘મિશન રાણીગંજ’ એજ સત્યધટનાથી પ્રેરિત છે. જેનું રિસર્ચ ટીનુએ પાંચ વર્ષ સુધી કર્યું. પછી આ ફિલ્મ ફ્લોર પર લાવ્યો છે. આ ફિલ્મમાં અક્ષય, પંજાબના વતની અને રિયલ લાઈફ હીરો જસવંત સિંહ ગિલનું પાત્ર નિભાવે છે. જશવંત સિંહે પોતાના જીવના જોખમે લગભગ 350 ફૂટ જમીન નીચે પાણીમાં ફસાયેલા 65 ખનન મજૂરોનો જીવ બચાવ્યો હતો. જે દ્રશ્યો આ ડિરેક્ટરે હૂબહૂ ફિલ્મ માં દર્શાવ્યાની કોશિશ કરી છે. જે જોઈને દર્શકો એકસાઇટ થઇ રહ્યા છે. આ ઘટનામાં 1989માં જસવંત સિંહ ગિલે 2 દિવસમાં જમીનના નીચે 350 ફૂટ પર ફસાયેલા 65 જેટલા મજૂરોને જીવતા બહાર કાઠયા હતાં. તે એન્જીનીયરીંગની કલા આજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જોવું જોઈએ.
સમગ્ર ઘટના ક્રમમાં ટીનુ સુરેશ દેસાઈ ડિરેકટરના નિર્દેશનમાં કામ કરતા અક્ષય કુમાર અને બીજા તમામ કલાકારો આપને શરૂઆતથી લઈને છેલ્લે સુધી ખુરશી પરથી ઉઠવા નથી દેતી. વાર્તા પ્રમાણે ભારતમાં પહેલી કોલસાની ખાણ ‘રાણીગંજ’ માં ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે કામ કરનાર બ્રિટિશ અધિકારીઓએ શરૂ કરી હતી. જસવંત સિંહ ગિલ પોતાની પ્રેગ્નેન્ટ પત્ની નિર્દોષની સાથે રાનીગંજ આવે છે. રાણીગંજમાં જસવંતસિંહ કોલ ઈન્ડિયા લિમિટેડમાં રેસ્ક્યુ એન્જિનિયરનું કામ કરી રહ્યા હોય છે. જ્યારે માઈનમાં થયેલા બ્લાસ્ટ બાદ ખાણમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે કૉલ ખાણ જમીનની નીચે ફસાયેલા લોકોને બચાવવાની જવાબદારી જસવંત સિંહે પોતાના પર લીધી હોય છે. ત્યારે ખુદ જસવંત સિંહ આ કપરા મિશનને કેવી રીતે પુરૂ કર્યું તે જોવા માટે તમારે ‘મિશન રાણીગંજ’ ફિલ્મ પરિવાર સાથે જોવી પડશે. આ ફિલ્મ ‘મિશન રાણીગંજ’ની વાર્તા ઘડિયાળના કાંટાની જેમ આગળ વધતી રહે છે. દર્શકો દરેક ક્ષણ, એક એક ફ્રેમ પરથી નજર નથી હટાવી શકતા. એટલી જબરજસ્ત આ રેસ્ક્યુ મિશન વાળી ફિલ્મ ડિરેકટર ટીનુ સુરેશ દેસાઈ અને અદાકાર અક્ષય કુમારે વર્ષૉબાદ સિને જગતને ભેટ ધરી છે.
આ ફિલ્મના દ્રશ્યો અને સંવાદપર આપ હસતા હસતા, રડી પડશો, કેમ કે, આ ફિલ્મમાં જશવંત સિંહ ઉર્ફે અક્ષય કુમાર સાથે પત્નીનું પાત્ર ભજવનાર પરિણીતિ ચોપડા બીજા કલાકારોમાં વરૂણ બડૌલા, કુમુદ મિશ્રા, રવિ કિશન, પવન મલ્હોત્રા અને દિવ્યંદૂ ભટ્ટાચાર્ય જેવા અનેક કલાકારો એ દરેક પાત્રને ટીનુ સુરેશ દેસાઈ નાં નિર્દેશનમાં જીવંત કરીને ભજવ્યા છે. દસકોમાં એકવાર બનતી આવી ફીલ્મ દર્શકોએ જરૂર નિહાળવી જોઇએ,