Home SURAT સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિની રચનામાં નો-રિપીટેશન

સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિની રચનામાં નો-રિપીટેશન

62
0

આપમાંથી આવેલા બે મહિલાઓને ઉપાધ્યક્ષ બનાવ્યા

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલા ભાજપની સંકલન બેઠક મળી હતી. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા આ સંકલન બેઠકમાં વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિતના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક પ્રમાણે પાલિકાની વિવિધ સમિતિની રચનામાં પણ નો-રિપીટેશન કરવામાં આવ્યું છે. આજે ભાજપની સંકલન બેઠકમાં વિવિધ 12 સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ સાથે સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. તમામ સમિતિમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે આપમાંથી આવેલા બે મહિલાઓને ઉપાધ્યક્ષ બનાવ્યા છે.

સુરત મહાનગરપાલિકાના પદ અધિકારી તરીકેની રેસમાં પાછળ રહી ગયેલા કેટલાક દાવેદારો મહત્વની સમિતિના અધ્યક્ષ તરીકે પ્રબળ દાવેદારી કરતા હતા. આ માટે તેઓએ ભારે લોબિંગ પણ કર્યું હતું. જોકે આજે શહેર પ્રમુખે સંકલન બેઠકમાં નામ જાહેર કરતા જેમના નામ જાહેર થયા છે તે કોર્પોરેટર ખુશાલ થઈ ગયા હતા. જ્યારે જેઓ સમિતિના અધ્યક્ષ બનવા માટે પ્રબળ દાવેદારી કરતા હતા તેઓના મોઢા પડી ગયા હતા.

પાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ આ પ્રમાણે છે

આરોગ્ય સમિતિ અધ્યક્ષ : નેન્સી શાહ ઉપાધ્યક્ષ : દીપેશ પટેલ 

જાહેર બાંધકામ સમિતિ અધ્યક્ષ : ભાઈદાસ પાટીલ ઉપાધ્યક્ષ : કેતન મહેતા

પાણી સમિતિ અધ્યક્ષ :  હિમાંશુ રાવલજી ઉપાધ્યક્ષ :  કુણાલ સેલર

ટાઉન પ્લાનિંગ સમિતિ અધ્યક્ષ : નાગર પટેલ ઉપાધ્યક્ષ : ઉષા પટેલ

સમાજ કલ્યાણ, સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ : સોનલ દેસાઇઉપાધ્યક્ષ : રૂતા ખેની

ગટર સમિતિ અધ્યક્ષ : કેયુર ચોપટવાલા ઉપાધ્યક્ષ :સુધા પાંડે

કાયદા સમિતિ અધ્યક્ષ : નરેશ રાણા ઉપાધ્યક્ષ : ભાવના સોલંકી

હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ : મનીષા આહીર ઉપાધ્યક્ષ : કૈલાશ સોલંકી

ગાર્ડન સમિતિ અધ્યક્ષ : ગીતા સોલંકી ઉપાધ્યક્ષ : રાજેશ્રી મેસુરીયા

લાઈટ એન્ડ ફાયર સમિતિ અધ્યક્ષ : ચિરાગ સોલંકી ઉપાધ્યક્ષ : નરેન્દ્ર પાંડવ

સ્લમ અપગ્રેડેશન સમિતિ અધ્યક્ષ : વિજય ચોમલ ઉપાધ્યક્ષ : બનશું યાદવ

ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ : સોમનાથ મરાઠે ઉપાધ્યક્ષ : નિલેશ પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here