સુરતમાં આપઘાતના બનાવમાં લિંબાયતમાં શનિવારે સાંજે નાણાંકીય તકલીફ પડતી હોવાથી આધેડએ આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં ગીરીરાજ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના રવિદંર પુલ્લય્યા અનુમંડલાએ શનિવારે સાંજે ઘરમાં લોકડાના મોભ સાથે લુગ્ગી બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે કહ્યુ કે, રવિદંર મુળ તેલંગણાનો વતની હતો. તે સંચાખાતામાં નોકરી કરતો હતો. જોકે, તે નિયમિત નોકરીએ જતો નહી હોવાથી નાણાંકીય તકલીફ પડતી હતી. જેથી તેણે ટેન્શનમાં આ પગલુ ભર્યું હોવાની શક્યતા છે. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.