સુરતમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો. ત્યાં કામ કરી રહેલા ત્રણ કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો અન્ય બે કામદારને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. હાલ આ મામલે સચિન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, તા.17/06/2023 ના સવારે 9 વાગ્યાની આસપાસ સુરતના સચિન વિસ્તારમાં આવેલી લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો, જેમાં 25 વર્ષીય મજૂર પપ્પુ સફાઈ લાલ યાદવનું મોત નીપજ્યું છે. તે સચિન વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતો હતો.
તેની સાથે બે કામદાર પણ ઈજાગ્રસ્ત થયા હતા. આનંદ રામપ્રકાશ અને બિજેન્દ્ર સિંહની હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બોઇલરમાં ટેમ્પ્રેચર વધી જતાં બ્લાસ્ટયાર્નના બોબીનને બોઇલરમાં મૂકવામાં આવતા હોય છે. તેને નિયત ટેમ્પ્રેચર સુધી ગરમ કરવામાં આવતું હોય છે. નિયત ટેમ્પ્રેચર થતાં એલાર્મ વાગતું હોય છે. જોકે, અહીં બોઇલરમાં કોઈ એલાર્મ વાગ્યું ન હતું અને ટ્રેમ્પ્રેચર વધી જતાં બ્લાસ્ટ થયો હતો. બોઈલર એકદમ નજીક રહેલો પપ્પુ યાદવનું ઝપેટમાં આવી ગયો હતો અને મોતને ભેટ્યો હતો.