Home Blog Page 74

સચીન અનાજ કૌભાંડ કાંડ માં ૧૨ દિવસ પછી આખરે ફરિયાદ નોધવી,સુરત કલેક્ટર શ્રી ના અધીકુત ચોર્યાસી મામલદારએ ગોદામ મેનેજર સહિત અન્ય કસૂરવાર આરોપી કુલ પાંચ આરોપી સામે નામ આવ્યું અને તપાસ ચાલુ

0

મોડી સાંજે ચોર્યાસી મામલતદારે સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો

૧૩.૭૮ લાખનું સરકારી અનાજ સગેવગે કરવા મુદ્દે મેનેજર પ્રીતિ ચૌધરી સામે ગાળિયો કસાયો.

સચિન અનાજના ગોડાઉન પરથી અંતે ૧૨ દિવસ પછી આખરે ફરિયાદ નોધવામાં આવી.સરકારી અનાજ સગેવગે કરવાના કારસ્તાનમાં અંતે સચિન પોલીસ મથકમાં સત્તાવાર ગુનો નોંધાવા પામ્યો છે. ચોર્યાસી મામલતદાર જિગ્નેશ પટેલે ગોડાઉન મેનેજર સહિતના કસૂરવારો સામે સોમવારે મોડી સાંજે ફોજદારી ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ૧૩.૭૮ લાખનું સરકારી અનાજ સગેવગે થયું હોવાનો ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવાળી ટાણે એટલે કે તા .૨૭-૧૦-૨૦૨૨ ના રોજે સચિન સરકારી અનાજના ગોડાઉન પરથી ત્રણ ટેમ્પો ભરીને અનાજ સગેવગે કરાઈ રહ્યું હતું. ગરીબોના હક પર તરાપ મારી પોતાના ગજવા ગરમ અનાજમાફિયાઓની કાળી કરતૂતો મુદ્દે કરી રહેલા પુરવઠા અધિકારીને ફરિયાદ કરાતા તેમણે તાત્કાલિક પુલીસ શ્રી પી.આઈ અને એસીપી શ્નારી તપાસ હાથ ઘરતા જ તપાસ કરાવી હતી. દરમિયાન અનાજ ભરી બારડોલી તરફ રવાના કરાયેલા બે ટેમ્પો મળી આવ્યા હતા. જ્યારે એક ટેમ્પો સચિન સરકારી ગોડાઉનની પાછળના ભાગે સંતાડીને રાખ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું. હતું. ત્રણ ટેમ્પો ભરીને સરકારી અનાજ સગેવગે થઈ રહ્યું હોવાનું બહાર આવતા પુરવઠા અધિકારીએ સચિન ગોડાઉન પર સરકારે ફાળવેલા સરકારી અનાજના જથ્થા સામે સ્ટોકની ઊલટતપાસ કરી હતી. આ તપાસમાં અંદાજિત દોઢ કરોડ રૂપિયાનું સરકારી અનાજ સગેવગે થઈ ગયું હોવાનું સામે આવ્યું હતું.

જે સમય ગોદામ માંથી મેનેજર પ્રીતિ ચૌહાણ ગાયબ થઈ જતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા હતા. ઘટના ની જાણ સુરત કલેકટર શ્રી ની ટેલિફોનિક જાણ કરવામાં આવતું. ડીએસઓ ને તપાસ કરવાનું કહતા જ મામલદાર ને તપાસ માટે સ્થળ ઉપર મોકલવામાં આવેલ હતા.

કરોડોનું સરકારી અનાજ બારોબાર વગે કરી દેવાનું કારસ્તાન ઝડપાતા.

પુરવઠા અધિકારીએ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ગોડાઉન મેનેજર સહિતના અનાજમાફિયાઓ સામે ગુનો નોંધાવવા ચોર્યાસી મામલતદારને અધિકૃત કર્યા હતા. દરમિયાન સોમવારે મોડી સાંજે ચોર્યાસી મામલતદાર જિગ્નેશ પટેલે ચિન પોલીસ મથકમાં ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સહિતના સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં પોલીસના ચોપડે ત્રણ ટેમ્પો ભરીને સગેવગે કરાયેલું અંદાજિત ૧૩.૭૮ લાખ રૂપિયાના સરકારી અનાજ મુદ્દે ગુનો નોંધાયો છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સચીન અનાજ કાંડ માં મુખ્ય સૂત્રધાર નિયામકશ્રી મુકાલાત માટે આશા એ નિરાશાજનક રીતે પાછાં ફર્યા,સમગ્ર ઘટના સી.સી.ટીવી. રેકોર્ડ

0

સચિનના સરકારી ગોડાઉનમાંથી અનાજ ચોરીનો કૌભાંડ ના કિસ્સો સામે આવતાં જ એમ.ડી શાહના ગાંધીનગરના ફેરા શુરુ કરી

સચીન અનાજ કાંડ કૌભાંડ માં સમગ્ર પ્રકરણમાં ઢાંક-પીછોડો કરવા માટે ‘ગાધીનગર’ના નિયામકને મળવા ગયા હતા પરંતુ નિરાશ પાછા ફર્યા સૂત્રો

સુરતના સચિન વિસ્તારમાં આવેલાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની તસ્કરી ની ઘટના ૨૭-૧૦-૨૦૨૨ ના રોજે સચીન પુલીસ સ્ટેશન ની સામે આવ્યું હોવાચી તપાસ કરતા સમગ્ર ઘટના ની મામલદાર, કલેકટર , અને ગાંધીનગર થી નિયામક શ્રી ની તપાસ ટીમ કામગીરી માં લાગી જવાથી અને પુલીસ જવાબદાર સામે ગુના દાખલ કરવાની કામગીરી શુરુઆત કરતા જ પરિવહન કોન્ટ્રાક્ટર એમ.ડી શાહ ગતરોજ ગાંધીનગર નિયામક (આઇએએસ) અધિકા૨ી ઢોલકિયાને મળવા ગયાં હતાં પરંતુ ત્યાં તેઓ જેવી આશા સેવીને ગયા હતાં તેનાથી ઊંધું થઇ જતાં ‘શાહ’ નિરાશ પરત ફર્યા હોવાની જાણકારી મળી હતી.

દિવાળીની રજામાં ડોર-સ્ટેપ અનાજ વિતરણ કરનારાને સૂચના અપાઇ હતી તેથી તેમણે દિવાળીના શરૂ થાય તે પહેલાં જ લગભગ ડોર સ્ટેપ અનાજનું વિતરણ કરી દીધું હતું. અનાજનું વિતરણ થયાં બાદ તેનું ઓડિટ કામ પણ ‘શાર્પ એન્ડ કંપની’ દ્વારા પૂર્ણ કરી દેવાયું હતું. હવે મહત્વની વાત એવી છે કે જ્યારે ઓડિટ કાર્ય પૂર્ણ થઇ ગયું છતાં ત્યાં અનાજનો જથ્થો આવ્યો કઇ રીતે ? ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી પરીવહન કોન્ટ્રાક્ટર એમ.ડી શાહના સંપર્કમા હોય તેમણે કશેથી માલ ઓડિટ થયાં બાદ મંગાવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. સચિનના ગોડાઉનમાં માલ આવ્યો અને તેને બીજે કશેક મોકલવાનું આખુ ષડયંત્ર તૈયાર થઇ ગયું જેથી જો કંઇ લોચો આવે તો સચિન ગોડાઉન ખાતે ડોર-સ્ટેપનો કાર્યભાર સંભાળનારા નાના માણસના માથે આવી જાય તેવી લાઇન-અપ કરાઇ હતી. દિવાળીની રજામાં આ ષડયંત્ર સામે આવતાં સર્વપ્રથમ પ્રીતિ ચૌધરી ભાગી છૂટ્યાં હતાં અને તેમણે પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. રાજકીય પક્ષોએ તેમાં દરમિયાનગીરી કરતાં તંત્રએ સીલ મારવું પડ્યું હતું અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. તપાસનો રેલો પોતાની પાસે નહીં આવી તેની બીકે મુખ્ય પરિવહન કોન્ટ્રાક્ટર ગાંધીનગર નિયામક આઇએએસ અધિકારી ઢોલકીયાને મળવા ગતરોજ શનિવારે પહોંચી સમગ્ર પ્રકરણ ઉપર ઢાંકપીછોડો કરવા ગયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે ગાંધીનગરના નિયામક ખોટું કારસ્તાન ચલાવી લેતાં નથી જેને કારણે એમ.ડી શાહને નિરાશાજનક મોઢે પરત ફરવું પડ્યું હતું.

આ સમગ્ર મિલન-મુલાકાત ગાંધીનગરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

જિલ્લા ચૂંટણી તંત્રનું આગવું આયોજન: ૧૨ જેટલી આવશ્યક સેવાઓના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે

0

મતદાનના દિવસે વ્યસ્ત રહેનાર કર્મચારીઓઓ માટે પોસ્ટલ બેલેટની વિશેષ વ્યસ્વ્થા: ફોર્મ-૧૨D ભરીને કર્મયોગીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકશે

સુરત:રવિવાર: આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર વિવિધ વિભાગના તથા આવશ્યક સેવાઓના અધિકારી-કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લાચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની વિશેષ વ્યવસ્થા કરાશે. આ કર્મયોગીઓ મતદાનના દિવસે ફોર્મ-૧૨D ભરીને મતદાન કરી શકશે. આ સંદર્ભે વેસુના સુડા ભવન ખાતે યોજાયેલી બેઠકમાં પોસ્ટલ બેલેટ નોડલ ઓફિસર જી.એમ.બોરડે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા બાર જેટલી આવશ્યક સેવાઓના કર્મચારી-અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું કે, ચૂંટણી પંચ દ્વારા આ ૧૨ આવશ્યક સેવાઓમાં ઊર્જા વિભાગ, બીએસએનએલ, રેલવે, દુરદર્શન-ઓલ ઇન્ડિયા રેડિયો, આરોગ્ય, જીએસઆરટીસી, ફાયર વિભાગ, ટ્રાફિક પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ જેવા વિભાગોમાં ફરજ બજાવનાર કર્મયોગીઓ સમાવેશ કરવામાં આવ્યો છે.
પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઈચ્છતા કર્મચારીઓએ કચેરીના વડાને કે નોડલ ઓફિસરને આગામી તા.૯/૧૧/૨૦૨૨ સુધીમાં ફોર્મ-૧૨D ભરીને રિટર્નીંગ ઓફિસરને સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન નિયત વિધાનસભા વિસ્તારમાં ગેઝેટેડ ઓફિસર અને પોલિંગ ટીમની રચના કરી વિધાનસભાની અનુકૂળ જગ્યાએ જ મતદાન થાય તેવી સુવિધા ઉભી કરાશે.
આ બેઠકમાં વિવિધ આવશ્યક સેવાઓના અધિકારીઓ, જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SMS અને સોશિયલ મીડિયાનો દૂરપયોગ અટકાવવા નોડલ અધિકારીની નિમણુંક

0

SMS/ સોશિયલ મિડીયા નોડલ અધિકારી તરીકે સુરત શહેર સાયબર ક્રાઈમ સેલના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી વાય.એ.ગોહિલ નિમણુંક

સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેઃ

સુરત:રવિવાર: ભારતના ચુંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી જાહેર કરવામાં આવી છે. આ ચુંટણીને ધ્યાને લઈ રાજયમાં તા.૦૧/૧૨/૨૦૨૨ અને તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાનાર છે.
વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અનુસંધાને આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તેવા આશયથી SMS/ સોશિયલ મિડીયાનો દુરપયોગ અટકાવવાની કામગીરી અર્થે SMS/ સોશિયલ મિડીયાના નોડલ અધિકારી તરીકે સાયબર ક્રાઈમ સેલના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી વાય.એ.ગોહિલની નિમણુંક કરવામાં આવી છે.
સુરત શહેર/જિલ્લા ખાતે વાંધા જનક એસએમએસ/સોશિયલ મીડિયા પોસ્ટ કે જેનાથી ચુંટણી કાયદાની જોગવાઈઓ, આદર્શ આચાર સંહિતા અને તેના સંદર્ભમાં જારી કરવામાં આવેલા કમિશનના નિર્દેશો/ સૂચનાઓનું ઉલ્લંઘન કરે અથવા સામાજીક/ધાર્મિક/ કોમી ઘૃણા ઉત્પન્ન કરતી કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જોખમરૂપ હોય તેવી આપત્તિજનક કોમેન્ટ્સ/પોસ્ટ/ વીડિયો કલીપ/ઓડિયોકલીપ/યુ-ટુયુબ વિડીયો/ઓડિયો વગેરે પર વોચ રાખવામાં આવશે.
આદર્શ આચાર સંહિતાના અમલ દરમિયાન કોઈ આપત્તિ જનક કોમેન્ટ્સ/પોસ્ટ/ વીડિયો કલીપ/ઓડિયોકલીપ/યુ-ટુયુબ વિડીયો/ઓડિયો જણાય તો ઈ-મેઇલ:
acp-cyber- [email protected] અથવા મો.નં:૭૦૬૯૦-૫૨૫૫૫ પર સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરવા મદદનીશ પોલિસ કમિશ્નર, સાયબર ક્રાઇમ સેલ અને નોડલ ઓફિસર SMS/ સોશિયલ મિડીયા,સુરત શહેરની યાદીમાં જણાવાયું છે.

જિલ્લામાં ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર માટે જાહેર અને ખાનગી માલ-મિલકતના ઉપયોગ પર વિવિધ અંકુશો મુકાયા

0
અધિકારીઓ સાથે બેઠક

સુરતઃ રવિવારઃ- વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા ચૂંટણીલક્ષી પ્રચાર અર્થે લોકોની માલ, મિલકતોમાં પોસ્ટરો, હોર્ડગ્સ વગેરે માટે અંકુશો મુકવામાં આવ્યા છે.
આ જાહેરનામા અનુસાર કોઈપણ સરકારી જગ્યા કે મિલકત, મકાન પર પોસ્ટર, પેપર્સ, કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ ચોંટાડવા કે પ્રદર્શિત કરવા નહીં. કોઈ જાહેર સ્થળે કાયદા અનુસાર સૂત્રો, પોસ્ટર્સ, કટ આઉટ, હોર્ડિંગ્સ, બેનર્સ વગેરે ચુકવણીના ધોરણે કે અન્ય રીતે પ્રદર્શિત કરવાની છૂટ હોય તો તે અંગેના પ્રવર્તમાન સ્થાનિક કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. જાહેર કે ખાનગી મકાન, મિલકત, જમીન, દિવાલ કે કમ્પાઉન્ડ પર માલિકની પરવાનગી વગર ધ્વજ/પતાકા, બેનરો, નોટિસો, સૂત્રો, લખાણ કે કોઈપણ ચૂંટણીલક્ષી પ્રચાર માટેનું કાર્ય કરીને મિલકતને નુકસાન કરી શકાશે નહિ. જાહેર કે ખાનગી મકાનો પર સૂત્રો લખવા, પોસ્ટર્સ, પ્રચાર સામગ્રી ચોંટાડવા કાયદાનો ચુસ્તપણે અમલ કરવો. રાજકીય પક્ષના કાર્યકરો કે ટેકેદારોએ અન્ય રાજકીય પક્ષો દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેમના પક્ષનું સાહિત્ય વિતરણ કરી ખલેલ પહોંચાડી શકશે નહિ તેમજ એક પક્ષ દ્વારા લગાવવામાં આવેલ પોસ્ટર્સ બીજા પક્ષના કાર્યકરો કે ટેકેદારો દૂર કરી શકશે નહીં.
આ જાહેરનામાના ભંગ બદલ ભારતીય દંડ સહિતની કલમ-૧૮૮ મુજબ કાર્યવાહી થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

ધાર્મિક સ્થળો પરથી ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ

0

સુરતઃ રવિવારઃ- વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના કાર્યકરો દ્વારા ધાર્મિક સંસ્થાઓનો ઉપયોગ કરવા પર જરૂરી નિયંત્રણો મુકવામાં આવ્યા છે.
જાહેરનામાં અનુસાર સુરત જિલ્લામાં સમગ્ર વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના કાર્યકરો, સમર્થકોએ ચુંટણી પ્રક્રિયા દરમિયાન ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરૂદ્વારા જેવા ધાર્મિક સ્થળો/સંસ્થાઓ/સંસ્થાઓ અથવા કોઈપણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરવો નહી. આ હુકમ તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

સુરત જિલ્લામાં ચૂંટણીના પ્રચાર અર્થે ઉપયોગમાં લેવાતા વાહનો સંદર્ભે જાહેરનામુંઃ

0

સૂરતઃરવિવારઃ- વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે સુરત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓકે એક જાહેરનામા દ્વારા રાજકીય પક્ષો માટે ચુંટણી પ્રચારમાં વાહનોના ઉપયોગ સંદર્ભે નિયંત્રણો મુકયા છે.
જાહેરનામા અનુસાર પોલિસ કમિશનરશ્રીની હકુમત સિવાયના સમગ્ર જિલ્લાના વિસ્તારોમાં કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ કે કાર્યકર ધ્વારા ચુંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે ચક્રીય/ત્રણ ચક્રીય/ચાર ચક્રીય વાહનોનો ઉપયોગ કરી શકાશે. સુરત ગ્રામ્ય વિસ્તારના જાહેર રસ્તાઓ ઉપર દસથી વધુ વાહનોના કાફલામાં સાથે જઈ શકાશે નહી અને આવો કાફલો જો કોઈ કિસ્સામાં દસથી વધુ વાહનોનો હોય તો તેને દસ વાહનોથી વધુ ન થાય તે રીતે ભાગ પાડી અલગ કરવાના રહેશે. આવા ભાગ પાડેલા બે કાફલા વચ્ચે પણ ઓછામાં ઓછુ ર૦૦ મીટરનું અંતર રાખવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

સચિન અનાજ તસ્કરી કૌભાંડમાં સસ્પેન્ડેડ પ્રીતિ ચૌધરી અને શાહ કાકા-ભત્રીજા રડારમાં,કમ્યુટર ઓપરેટર નું શું ભૂમિકા

0

સચિન અનાજ તસ્કરી કૌભાંડમાં કાંડમાં સોમવારે રિપોર્ટ સબમીટ થશે ત્યારે ઘણાના ચહેરા-નામો ખુલી શકે

સચિન સ્ટેશન વિસ્તારમાં આવેલાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની તસ્કરી મામલે એક નામ શોધો ત્યાં બીજા પાંચ નામો સામે આવી રહ્યાં છે. આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એમ.ડી શાહ સહિત તેના ભત્રીજા રાકેશ શાહ સંપૂર્ણ રીતે કાયદાની રડારમાં છે. સોમવારે સિંચન પોલીસને સમગ્ર રીપોર્ટ સબમીટ થવાનો છે ત્યારે પોલીસ તમામ આરોપીઓને શોધી કાઢી તેમની આકરી પૂછપરછ કરે તેવાં આકરા એંધાણ વર્તાય રહ્યાં છે. ક્રાંતિ સમય દૈનિકમાં અનાજની તસ્કરી મુદ્દે અહેવાલો પ્રકાશિત થતાં સચિન ગોડાઉનમાંથી અનાજની તસ્કરી કરનારા ચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જોકે, ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરી સસ્પેન્ડ છે પરંતુ તેના વિરૂદ્ધ પણ કેસ દાખલ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. અને અન્ય લોકો જે પર્દા પાછળ ની કામગીરીમાં સામેલ છે તેની સામે પણ કાર્યવાહી થવાનું વિભાગ તરફ થી તપાસ કરવામાં આવી રહ્યા છે.

સચિન સ્ટેશન નજીક આવેલાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની તસ્કરીનો કિસ્સો તા.૨૭-૧૦-૨૦૨૨ રોજે સામે આવ્યું છે. તેમાં ક્રાંતિ સમય ના તરફ થી કરવામાં માં આવેલ ફરિયાદ ના આધારે ભારત ના પ્રધાનમંત્રી કાર્યલાયમાં આ બાબત ની જાણ કરતા. ગુજરાત માં થી સુરત જીલ્લા , તાપી જીલા, વલસાડ જીલ્લા ના પુરવાડા અધિકારી અને જિલ્લા અને ગાંધીનગરની ટીમે તપાસ કરતાં સ્ટોકના આધારે અનાજની મોટી ઘટ ઉતરી આવી છે. આ રીપોર્ટના આધારે હવે પોલીસ સોમવારથી હરકતમાં આવશે અને આ ચોરીના પ્રકરણમાં ચેઇન સિસ્ટમમાં જોડાયેલાં કેટલાંય લોકોના માથા સપાટી ઉપર આવી ઓળખાય જશે. જેમાં હાલ આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એમ.ડી શાહ અને તેના ભત્રીજા રાકેશ શાહ કાયદાની રડારમાં છે. આ સાથે સરકારી અનાજ ગોડાઉનના મહિલા મેનેજર પ્રીતિ ચૌધરી સસપેન્ડ છે

પરંતુ તેમના વિરૂધ્ધ પણ કેસ ફાઇલ થવાની અનેક ઘણી શક્યતાઓ છે. જોકે, તમામ ટોળકી પોતાને બચાવવા માટે આમ તેમ ફાંફાં મારી રહી છે પરંતુ તેમનું હાલ કંઇ ઉગતું હોય તેવું નથી. વર્ષ-૨૦૧૩માં સુરત જિલ્લા કલેક્ટર રહી ચૂકેલાં જયપ્રકાશ શિવહરેએ અનાજની તસ્કરી કરનારા રાકેશ શાહ ઉપર ‘પીબીએમ’નો કેસ કરી નાંખ્યો હતો. રાકેશ શાહ શાસકપક્ષના અમુક નેતાઓ સાથે સાંઠગાંઠ ધરાવે છે. સચિન સ્ટેશન બજાર વિસ્તારમાંથી જ્યારે અનાજની ગાડીઓ પકડાઇ ત્યારે પોલીસની બીકે ગોડાઉન મેનેજર ગોડાઉન ખૂલ્લુ મૂકી ભાગી છૂટ્યા હતાં અને પોતાનો ફોન સ્વીચ ઓફ પણ કરી દીધો હતો જેને કારણે શાહ કાકા-ભત્રીજા ખીચડી બનાવી શક્યા નહી જેથી આખુ ભોપાળું ખુલીને છટ્ટાપાટ સામે આવી ગયું હતું. જો પ્રીતિ ચૌધરી ભાગે નહીં તો શાહ કાકા-ભત્રીજા આ પ્રકરણને પણ રોલા-પીડા કરીને ઠંડુ પાડી દેત એવું વિશ્વસનીય શાહ સૂત્રએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે અંદાજે ૬૭૩ મેટ્રીક ટન અનાજનો લોચો તપાસમાં અધિકારીઓએ પકડ્યો હોવાનું જાણવા મળ્યું છે અને આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર એમ.ડી શાહનું નામ છાશવારે આવતું હોવાથી તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે વાતને રફેદફે કરવા માટે પોતે રાજકોટ હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેમને એવું જણાવવામાં આવ્યું કે તમે જે કહેશો તે લખી દેવાશે અને તમારો ફોન રેકોર્ડિંગ મોડ ઉપર છે ત્યારે તેમણે રૂબરૂ મળીને ચર્ચા કરવાનું જણાવ્યું હતું.

દિવાળીમાં ૨૦મી ઓક્ટોબરના રોજ ઓડિટ કાર્ય પૂર્ણ થયું હતું

દિવાળી દરમિયાન લાંબી રજાઓ આવતી હતી જેને કારણે ઉચ્ચકક્ષાએથી ડોર સ્ટેપ અનાજ સપ્લાય કરનારા વાહનચાલકોને સ્પષ્ટ સૂચના હતી કે માંગણી મુજબનું અનાજ પહોંચાડી દેવું અને તે સમય દરમિયાન એટલે ગત.૨૦મી ઓક્ટોબર-૨૦૨૨નાં રોજ શાર્પ એન્ડ કંપનીના ઓડિટરે સચિન ગોડાઉનનું ઓડિટ કાર્ય પણ કરી નાખ્યું હતું. હવે ઓડિટ થઇ ગયાં પછી સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ નીકળતું હોય તો આ વાત ક્યાં તો ઓડિટરને શંકાનાં દાયરામાં લાવે છે અથવા તો ઓડિટ થઇ ગયા બાદ સ્પેશિયલ અનાજની તસ્કરી કરવા માટે અનાજને સિંચન ગોડાઉનમાં લવાયું હોઇ શકે! સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે ઓડિટ રીપોર્ટ ગાંધીનગર ઉચ્ચ કચેરીએ પણ પહોંચી ગયો છે અને તેમાં હવે ફેરફાર થવાની શક્યતાઓ નહીવત બરાબર છે, અને જો ઓડિટ રીપોર્ટમાં ચેનચાળા થાય તો એવું ચોક્કસપણે બહાર આવી શકે કે સરકારી તંત્રના અમુક અધિકારીઓ પણ તસ્કરીના કિસ્સામાં અંદરો-અંદર સામેલ છે.

કમ્યુટર ઓપરેટર નું શું ભૂમિકા:

સચીન અનાજ કૌભાંડમાં કોઈ પણ જગ્યા ગોદામ માં કામગીરી કરતા કમ્યુટર ઓપરેટર ની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવે તો અનેક પરિબળોની ભૂમિકા નું ખુલાશો થશે અમે લાગી રહ્યા છે.

જે આવનાર સમય માં જ તેનું ખુલ્લાશો થશે જે સમય પુલીસ વિભાગ તરફ થી તપાસ કરી ને યોગ્ય રીપોર્ટ કાનૂની પ્રકિયા અંતગર્ત કરવામાં આવશે.

જાહેર સ્થળો પર પોસ્ટર કે કટ આઉટ લગાડવા પર પ્રતિબંધઃ

0

સુરતઃશનિવાર: ભારતના ચૂંટણી આયોગ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ના અનુલક્ષીને સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરએ એક જાહેરનામું પ્રસિધ્ધ કયુ છે. તે મુજબ સુરત પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઇપણ રાજકીય પક્ષ અથવા વિધાનસભાની ચુંટણીના ઉમેદવાર દ્વારા અથવા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત દ્વારા રાજ્ય સરકાર, મહાનગર પાલિકા, નગરપાલિકાએ અથવા બોર્ડ, નિગમો, પંચાયતોના રસ્તાઓ, માર્ગો, મકાનો અથવા તેઓના હસ્તકની જગ્યાઓ ઉપર કોઇ પણ રાજકીય પક્ષ અથવા ચુંટણીના ઉમેદવાર દ્વારા સમાચાર, બોર્ડ અથવા જાહેર નોટીસ ન હોય એવા કોઇ પણ પ્રકારના કટ આઉટ જાહેરાત પાટીયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મુકી શકશે નહીં. સાથે આ દિવાલો પર ચિત્રો દોરાવી શકશે નહીં કે કમાનો દરવાજા વિગેરે ઉભા કરી શકશે નહીં. કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા વ્યકિત દ્વારા કોઈ પણ ખાનગી મિલકત ઉપર રાજકીય નેતાઓના કટઆઉટ, જાહેરાતના પાટિયા, બેનર્સ વગેરે તે જગ્યાના માલિકની પૂર્વ મંજુરી વગર મુકી શકાશે નહી. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે, જેથી આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર સાથે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન શહેરમાં હથિયારબંધી

0

સુરતઃશનિવાર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ ના સંદર્ભમાં અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે, જાહેરનામાં અનુસાર સુરત પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર કે શસ્ત્રો, તલવાર, ભાલા, ઘોડા, બંદુક, છરા, ચપ્પુ, લાકડી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકાય તેવું કોઈ પણ યંત્ર, શસ્ત્ર કે સાધન, કોઈપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઈ જવું નહિ, પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓને ફેંકવા કે નાંખવાનાં યંત્રો, શસ્ત્રો અથવા સાધન સાથે લઈ જવું નહિ તેમજ મનુષ્યો અથવા આકૃતિઓ અથવા પુતળાં દેખાડવા નહિ, જેનાથી સુરૂચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવભાવ કે ચેષ્ટા કરવી નહિ, ચિત્રો, પત્રિકા કે પ્લે કાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવી નહિ અથવા તેનો ફેલાવો કરવો નહિ, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ અને લોકોને અપમાનિત કરવાના ઈરાદે જાહેરમાં બુમો પાડવી નહિ, ગીતો ગાવા નહીં કે વાદ્ય વગાડવા ઉપર પ્રતિબંધ કરાયો છે.


અહી સરકારી અધિકારી અથવા ચુંટણી કામગીરીમાં કામે આવું કોઈ હથિયાર લઈ જવા ફરમાવ્યું હોય અથવા આવું કોઈ હથિયાર લઈ જવાની જેમની ફરજ હોય, જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ અથવા તેમના દ્વારા અધિકૃત કરેલ પોલીસ અધિકારી દ્વારા જેની શારિરીક, અશકતતાને કારણે શરીરને ટેકો આપવા લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપવામાં આવી છે. આ જાહેરનામું તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે, જેથી આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.