Home Blog Page 72

સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર ખાતે હરિકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા આયોજિત ૧૦મા પારિવારિક લગ્નોત્સવમાં સહભાગી બનતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

0
પ્રભુતામાં પગલા પાડી રહેલા ૩૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા

વ્યવસાયને સમાજસેવા સાથે જોડીને ધોળકિયા પરિવારે સંપત્તિનો સમાજહિત માટે સાર્થક ઉપયોગ કર્યો: રાજ્યપાલશ્રી

પ્રભુતામાં પગલા પાડી રહેલા ૩૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા

સુરત:શનિવાર:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ચોર્યાસી તાલુકાના ઈચ્છાપોર સ્થિત હરિકૃષ્ણ ડાયમંડ કંપની- એચ.કે. હબ ખાતે આયોજિત ૧૦મા‘પારિવારિક લગ્નોત્સવ: સંગાથ ભવોભવનો’માં સહભાગી બન્યા હતા. રાજ્યપાલશ્રીએ પ્રભુતામાં પગલાં પાડી રહેલા ૩૦ નવદંપતિઓને આશીર્વચન પાઠવી સુખી અને મંગળમય દામ્પત્ય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, જેમ બે નદીઓના નીર મળે છે તે ક્યારેય અલગ નથી થઈ શકતા તેમ સમજણ અને સદ્દવિચારોથી યુક્ત જીવન વિવાહિત દંપતિને ક્યારેય અલગ કરી શકે નહીં. ગૃહસ્થાશ્રમના પ્રારંભે સમજણનો દિપક પ્રગટાવી સુખ અને સમૃધ્ધિનો ઉજાસ રેલાવવાની શીખ તેમણે આપી હતી.

સુખનું નામ સ્વર્ગ છે અને દુઃખનું નામ નર્ક છે. સારી વિચારધારા માનવી માટે સ્વર્ગની અનુભૂતિ અને નબળી અને કનિષ્ઠ વિચારધારા જીવનમાં નર્કનું નિર્માણ કરે છે એમ જણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, માતાપિતાની આજ્ઞાનું પાલન કરતા દીકરા-દીકરીઓ હોય છે એ ઘરમાં સ્વર્ગ નિર્માણ થાય છે.

રાજ્યપાલશ્રીએ ધોળકિયા પરિવારની સમાજ સેવાની ભાવનાને બિરદાવતા જણાવ્યું કે, આ પરિવારે વ્યવસાયમાં કાર્યરત સાત હજાર કર્મચારીઓને પરિવારજન બનાવ્યા છે. સભ્ય સમાજના નિર્માણ માટે આ પ્રકારની ઉદાર વિચારસરણી અતિ આવશ્યક છે. વ્યવસાયને સમાજસેવા સાથે જોડીને સવજીભાઈ અને પરિવારે સંપત્તિ અને સમૃદ્ધિનો સમાજહિત માટે સાર્થક ઉપયોગ કર્યો છે.

હરિકૃષ્ણ ડાયમંડ કંપનીના ચેરમેનશ્રી સવજીભાઈ ધોળકિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, છેલ્લાં દસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ‘સંગાથ ભવોભવ’ થીમ પર આયોજિત લગ્નોત્સવમાં ૧૩ જિલ્લાના ૩૪ તાલુકાના ૧૨૦ ગામોના પરિવારો જોડાયા છે. ઈનહાઉસ ટીમના સાથ સહકાર અને આયોજનથી સમૂહલગ્નના આયોજનની સાથે સામાજિક મૂલ્યો અને પરંપરા, કુટુંબજીવનને આત્મસાત કરવાની પ્રેરણા આપવામાં આવે છે એમ જણાવી રાજ્યપાલશ્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ નવદંપતિઓ માટે અમૂલ્ય સંભારણું બની રહેશે એમ જણાવ્યું હતું.

પ્રારંભે સ્વાગત પ્રવચન કરી શ્રી હિતાર્થ ધોળકીયાએ રાજ્યપાલશ્રી અને મહાનુભાવોને આવકાર્યા હતા.

નોંધનીય છે કે, આવતીકાલ તા.૨૦મીના રોજ પણ વધુ ૩૧ સમૂહ લગ્ન યોજાશે. આમ, કુલ ૬૧ લગ્નો સંપન્ન થશે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીના ધર્મપત્ની શ્રીમતી દર્શના દેવી, ઘનશ્યામભાઈ ધોળકિયા, પરિવારના મોભી ધનજીદાદા અને ફૂલીબેન, અગ્રણી સર્વશ્રી રાકેશભાઈ દુધાત, મનહરભાઈ સાસપરા મોટી સંખ્યામાં હરિકૃષ્ણ પરિવાર, કંપનીના કર્મચારીઓ, નવદંપતિઓ અને સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસી બાળકોના જીવનને પ્રકાશતું સેવા કાર્ય – શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન – મુંબઈ નો ‘પ્રોજેક્ટ ઇસ્વરા’

0

સચિન : શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન – મુંબઈ છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે અને માનવ ઉત્થાન અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે નાના મોટા અનેક સેવા કાર્ય કરે છે.હાલમાં શનિવાર તારીખ ૧૨મી નવેમ્બરે સાપુતારા નજીક ડાંગ વિસ્તારમાં આદિવાસી બાળકોના ઉત્થાન માટે કાર્યરત શ્રી પ્રયોશા પ્રતિસ્થાન આશ્રમ અને શ્રી પી.પી.સ્વામીજીના સાથ અને પ્રેરણાથી એક નવા ઉપક્રમની શરૂઆત કરવામાં આવી છે જેનું નામ છે ‘પ્રોજેક્ટ ઇસ્વરા’ આ પ્રોજેક્ટ હેઠળ આદિવાસી સમાજના બાળકોને સ્પોર્ટ્સ ટ્રેનીંગ, આર્મી તાલીમ, આજીવિકા રળવા માટે અન્ય વોકેશનલ ટ્રેનીંગ અને ભણતર સુવ્યવસ્થિત રીતે આપી તેમની આવડત અને શક્તિઓને ખીલવી જીવનમાં આગળ લાવવાનો અવિરત પ્રયાસ કરવામાં આવશે.

‘પ્રોજેક્ટ ઇસ્વરા’ સાપુતારા ખાતે એક સ્પોર્ટ્સ ટ્રેનીગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે અને ચાલીસથી વધુ આદિવાસી બાળકોને જાણકાર અને ક્વોલિફાઇડ કોચ સમીરભાઈ ભાલીયા અનર હસનભાઈ મજગુલ દ્વારા એથલેટીક્સ,કબડ્ડી ,ફૂટબોલ વગેરેની સઘન તાલીમ આપવામાં આવશે.આ સેન્ટર ખાતે આદિવાસી બાળકોને ઉચ્ચકક્ષાની તાલીમ સાથે પૌષ્ટિક આહાર અને રહેવા માટેની વ્યવસ્થા શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે. શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશનના સચીનભાઈ દોશી જણાવે છે કે ; ‘ઇસ્વારા’ શબ્દનો અર્થ છે અંતરમાં રહેલ પ્રકાશ પૂંજ [ સોર્સ ઓફ લાઈટ ફ્રોમ વિધીન] આ આદિવાસી બાળકો જેમની પાસે આગળ વધવાની કોઈ તક નથી, પણ તેમની અંદર ક્ષમતા છે તેમને પ્રોજેક્ટ ઇસ્વરા’ હેઠળ આગળ વધવામાં મદદ કરી તેઓ ગુજરાત રાજ્યનું નામ દેશભરમાં અને ભારત દેશનું નામ દુનિયાભરમાં રોશન કરે અને જીવનમાં આગળ વધે એ જ શ્રી મંજુ મા સેવા ફાઉન્ડેશનનુ લક્ષ્ય છે.

આ લક્ષ્યને સાધવા તરફ પહેલું પગલું લેવામાં આવ્યું તેની ઉજવણી શની-રવિમાં પ્રયોશા પ્રતિષ્ઠાનના ૬૫૦ થી વધુ બાળકોને રંગબેરંગી કુરતા અને કુર્તી ભેટમાં આપી અને સ્નેહપૂર્વક ભોજન કરવી ,આદિવાસી બાળાઓ સાથે નૃત્ય કરી કરવામાં આવી હતી.

આર સી સી ચિલ્ડ્રન ડ્રોઈંગ કોમ્પીટેશન , હૈદરગંજ શાળા સચિનના યોજાઈ…..

0

સચિન : આજે હૈદરગંજ પ્રાથમિક શાળા સચિન ખાતે શાળાના ધોરણ છ થી આઠ ના બાળકો માટે આરસીસી એટલે કે રોટરી કોમ્યુનિટી કોર્પસ સચિન દ્વારા ચિલ્ડ્રન ડ્રોઈંગ કોમ્પીટેશન યોજાઈ હતી જેનો વિષય પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હતો જેમાં 50 વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો તેમાંથી એક થી પાંચ નંબર મેળવનાર વિદ્યાર્થીઓના નામ આ પ્રમાણે છે જેમણે શાળાનું નામ રોશન કર્યું. પ્રથમ આવનાર શિવાની યોગેન્દ્ર શાહ 8 એની વિદ્યાર્થીની સેકન્ડ આવનાર રચના મનોજભાઈ મિશ્રા જે આઠ બી ની વિદ્યાર્થીની અંજની ધર્મેન્દ્રસિંહ ત્રીજો નંબર સાત એની વિદ્યાર્થીની અને આંસુ દિનેશ શર્મા ચોથો નંબર સાત બી નો વિદ્યાર્થી તથા પાંડીએ રાજન શ્રીકાંત પાંચમા નંબરે સેવન બી નો વિદ્યાર્થી હતો આ પ્રસંગ દિપાવવા ખ્યાતનામ ચિત્ર આર્ટિસ્ટ શ્રીમતી ભાવિનીબેન ગોળવાળા કે જેઓ પોતે એક ચિત્ર આર્ટિસ્ટ છે અને તેમણે પોતાના ચિત્રોના અનેક પ્રદર્શન કર્યા છે અને અનેક એવોર્ડથી પોતે સુશોભિત થયા છે તે આજે વિશેષ મહેમાન તરીકે પધાર્યા હતા અને અતિથિ તરીકે શ્રી મયુર ગોળવાળા માજી સેક્રેટરી જી.આઇ.ડી.સી. સચિન પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષિકા જીપ્સાબેન પરમારે કર્યું હતું અને બાળકોને મહેમાનો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. દરેક ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ પ્રસંગ અનુરૂપ ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગને દીપાવવા આરસીસી પ્રમુખ પ્રકાશ ભાવસાર સેક્રેટરી પ્રશાંત દેસાઈ ઉપપ્રમુખ પવન જૈન મોહનભાઈ સોની પ્રવક્તા સુરેશભાઈ પિછોલીયા તથા રમેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ચિત્ર સ્પર્ધાના માર્ગદર્શક તરીકે બેન શ્રી ચિત્ર રેખાએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને વિશેષ આભાર રાજેશ ત્રિવેદી પ્રિન્સિપાલ હૈદરગંજ નો આર સી સી પ્રમુખ ભાવસારે માન્યો હતો..

ધોળકિયા નિર્માણ કમ્યુનિટી સુરતનાં બાળ વૈજ્ઞાનિકોએ કરી કમાલ, દરિયા કિનારે થી વીજળી નિર્માણ કરી બતાવી…..

0
ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઇનોવેશન એન્ડ ઇનવેંશન દ્વારા તારીખ 16 થી 19 નવેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન મડગાવ ( ગોવા) ખાતે

ઇન્ડીયા ઇન્ટરનેશનલ ઇનોવેશન અને ઇન્વેંશન એકસપો ૨૦૨૨ માં સુરત ના બાળકો ના વૈદિક ઈલેક્ટ્રીસીટી પ્રોજેક્ટ ને સિલ્વર મેડલ મેળવી સુરત ગુજરાતનું નામ રોશન કર્યું……

સચિન : ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઇનોવેશન એન્ડ ઇનવેંશન દ્વારા તારીખ 16 થી 19 નવેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું આયોજન મડગાવ ( ગોવા) ખાતે કરવામાં આવેલ હતું.


તેમાં સુરત ખાતે આવેલી ધોળકિયા નિર્માણ કમ્યુનિટી ના બે બાળકો કૌશલ વસાણી અને ભવ્ય દુધાત અને માર્ગદર્શક શિક્ષક ભૌતિક બલર દ્વારા ડુમસ ન દરિયા કિનારે થી વીજળી ઉત્પન્ન કરતાં પ્રોજેક્ટ ને રજૂ કરવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટ માટે ભૌતિક બલર ,સંગીતાબેન દુધાત , મમતાબેન જોગિયા દ્વારા માર્ગદર્શન આપવા માં આવેલું હતું.
આ પ્રોજેક્ટ દ્વારા દરિયા કિનારે થી વીજળી મેળવી શકાય છે એ સિદ્ધ કરી બતાવતા નિર્ણાયકો ખુશ થયા હતાં, ખાસ નોંધવા જેવી બાબત કે આ બાળકો કોઈ પણ કન્વેંશનલ શાળામાં અભ્યાસ કરતા નથી. તે સવજી કાકા ધોળકિયા દ્વારા સ્થાપિત ધોળકિયા ફાઉન્ડેશન સંચાલિત ધોળકિયા નિર્માણ માં પાયારૂપ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી રહ્યા છે અને છતાં આટલા ટેલેંટેડ ચિલ્ડ્રન સાયન્ટિસ બની ગયા
આ સાયન્ટીસ બાળકો અને માર્ગદર્શકો દ્વારા મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટની સફળતા એ ભવિષ્યમાં ઉત્પન્ન થનારી વીજ સમસ્યાનો અંત લાવશે. આ પ્રોજેક્ટની મદદ થી વધુ પ્રમાણમાં અને સસ્તી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. આ માટે આ બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો દ્વારા હજુ આગળ પ્રયાસ શરૂ છે.

સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૧૨૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ

0
સુરતના ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

એસ.એસ.ટી, એફ.એસ.ટી, વી.એસ.ટી, વી.વી.ટી વગેરે ટીમો દ્વારા ક્ષેત્રીય કામગીરી.

સુરત જિલ્લામાં ૬૫ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ૧૨૫ ટીમો તૈનાત.

સુરતઃગુરૂવારઃ વિધાનસભા ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે સુરત જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ૧૨૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ૬૫ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ૧૨૫ ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.
નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સુરતના ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ૧૨૫ SST-સ્ટેટીક સર્વેલન્સ ટીમ, FST-ફલાઇંગ સ્કવોડની ૭૫ ટીમ, ફલાઇંગ સ્કવોડ માટે ૬૧ વ્હિકલ, VST-વિડિયો સર્વેલન્સની ૩૮ ટીમ, VVT- વિડિઓ વ્યુઇંગની ૨૦ ટીમ, ૭ ડિસ્ટિલરીઝ, સુરત એરપોર્ટ ખાતે CISFની એક ટીમ તૈનાત છે.
ઉપરાંત, સુરત શહેરની ૧૧ તથા ગ્રામ્યની ૨૦ પોલીસ ચેક પોસ્ટ દ્વારા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

ઉધના મામલતદાર કચેરી ખાતે ‘સિગ્નેચર અભિયાન’માં જોડાઈને નાગરિકોએ મતદાન કરવાના શપથ ગ્રહણ કર્યા

0

લોકશાહીના ઉત્સવમાં મતાધિકારનો ઉપયોગ કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ.

સુરત:ગુરૂવાર: વિધાનસભા સામાન્ય ચૂંટણી જાહેર થયા બાદ પ્રારંભથી જ સુરત જિલ્લા ચૂંટણી તંત્ર વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો કરી રહ્યું છે. જેના ભાગરૂપે મતદારો આ ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એ માટે ‘સિગ્નેચર અભિયાન’ શરૂ કરાયુ છે. અઠવાલાઈન્સ રોડ પર આવેલી ઉધના મામલતદાર કચેરી ખાતે આવનાર અરજદારો, નાગરિકો મતદાન જાગૃત્તિ સહી ઝુંબેશમાં ભાગ લઈને ‘ હું ભારતના બંધારણને સાક્ષી માની શપથ લઉં છું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં હું કોઈ પણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈ પણ રીતે પ્રલોભિત થયા વિના અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઊજવીશ’ એવી પ્રતિજ્ઞા લઈ રહ્યા છે.


લોકશાહીના ઉત્સવમાં મતાધિકારનો ઉપયોગ કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉધનામાં રહેતા એડવોકેટ શ્રી દેવેન્દ્રભાઈ બોકડીયાએ ‘સિગ્નેચર અભિયાન’માં સહી કરીને મતદાનના શપથ લીધા હતા. તેમણે જણાવ્યું કે, હું પ્રત્યેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરૂ છું. મતાધિકારનું મહત્વ સમજીને સૌએ અચૂક અને નિષ્પક્ષ મતદાનના શપથ લેવા જોઈએ. લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સામૂહિક મતદાનના સંકલ્પ લેવા જોઈએ.
મામલતદાર કચેરીમાં કામ અર્થે આવેલા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા ૪૯ વર્ષીય જયેશભાઈ પટેલે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, હું મારા અસીલોને પણ તા.૧લી ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા માટે જણાવું છું. આપણા એક એક મતનું મૂલ્ય આંકી ન શકાય એટલું અમૂલ્ય હોય છે. લોકશાહીના પર્વ આપણી સભ્ય નાગરિક તરીકે ફરજ બજાવવા માટે તક પૂરી પાડે છે. આપણે જે રીતે દિવાળી, જન્માષ્ટમી, હોળી જેવા તહેવારો ઉત્સાહથી ઉજવીએ છીએ એવી જ રીતે બહોળું મતદાન કરીને લોકશાહીના મહોત્સવની ઉજવણી કરવી જોઈએ. હું જ્યાં મગદલ્લાના બાપુનગર મહોલ્લામાં રહું છું ત્યાંના તમામ રહેવાસીઓને પણ મતદાન માટે પ્રેરણા આપીશ.

ક્રાંતિ સમય /ગુજરાતી/સુરત/સુરેશ મૌર્ય

Indian Oil Corporation Limited સંચાલિત સાંઈ પેટ્રોલિયમ સચીન ડીજીટલ ઇન્ડિયા માં સૌથી આગળ , સૌથી આગળ બિલ ઉપર ૧૭-૦૨-૨૦૩૦ ના બિલિંગ.

0

સુરત, સુરત સચીન ખાતે આવેલ Indian Oil Corporation Limited સંચાલિત સાંઈ પેટ્રોલિયમ સચીન ડીજીટલ ઇન્ડિયા માં સૌથી આગળ એટલે કે ભષ્ટાચાર ની ચરમસીમા પાર કરી નાખેલા છે. એવું લાગે છે. દરેક પેટ્રોલ પંપ ઉપર થોડાક ઓછા પેટ્રોલ ગાડી માં નાખતા જ હોય છે. જે લોકો ના જાણ ના આભવે તેના ફાયદા પેટ્રોલ પંપ ઉપર કામગીરી કર્મચારીઓ લઈ લેતા હોય છે. પણ જયારે બીલ લેવામાં આવે છે. તે સમય બીલ ઉપર બધું બરાબર હોય છે.

પણ હાલ સચીન ખાતે આવેલ Indian Oil Corporation Limited સંચાલિત સાંઈ પેટ્રોલિયમ સચીન ડીજીટલ ઇન્ડિયા માં સૌથી આગળ એટલે કે બીલ ઉપર ૧૭-૦૨-૨૦૩૦ ના તારીખ બતાવે છે. જે ઘણી બાબત નું ખુલાશો કરી જાય છે. કે બીલ ઉપર તારીખ નું ખુલ્લા ચેડાં કરી પેટ્રોલ પંપ ના માપ માં પણ ચેડાં કરી ગ્રાહક નું શોષણ કરવામાં આવેલ છે.જેની તપાસ માટે Indian Oil Corporation Limited સંચાલિત સાંઈ પેટ્રોલિયમ સચીન સેલ્સ અને અરિયા મેનેજર ના સંપર્ક કરતા બધું બરાબર છે અને તેનું નિયમિત તપાસ કરી છે.તેવું રજુઆત કરતા તપાસ માટે આગળ ફરિયાદ કરવામાં આવેલ છે.

હવે તપાસ પછી જ હક્કીત શું છે.તેનું ખ્યાલ આવશે.

પ્રયાગરાજ પાંડેસરા મીલ માં આગ લગતા જ આગ મોટી હોવાથી બ્રિગેડ કોલ જાહેર કરાયો

0

સુરત, સુરત પાંડેસરા જીઆઈડીસી માં આવેલ પ્રયાગરાજ મીલ માં આગ ની ઘટના બનતા જ આગ મોટી હોવાથી ફાયરવિભાગ તરફ થી પ્રયાગરાજ મિલ બ્રિગેડ કોલ જાહેર કરાયો. આગ ફાટી નીકળતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ રાત્રે 8:47 વાગે તેમને આગનો કોલ મળ્યો હતો. જે મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન નજીકમાં સ્થિત પ્રયાગરાજ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલમાં આગ ફાટી નીકળી હતી.પાંડેસરા ફાયર બ્રિગેડ ઉપરાંત શહેરના અન્ય ફાયર સ્ટેશન ની ગાડી ઘટના સ્થળે આવી ગયા હતા. અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન શરૂ કર્યા હતા. જોકે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પરિસ્થિતિ જોતા ફાયર બ્રિગેડે ઘટનાને બ્રિગેડ કોલ એટલે કે આગ મોટી હોવાનો કોલ જાહેર કર્યો હતો. મોટી આગને પગલે સમગ્ર વિસ્તારમાં અફડાતફડી તેમજ ભયનો માહોલ છે.

જે ઘટના સ્થળ ઉપર સ્થાનિક આ નેતાઓ, પુલીસ પ્રશાસન, અને તમામ ઝોન ના ફાયર સ્ટેશન ની વડા સ્થળ પર જોવા મળ્યા.

વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

0

સુરત:સોમવાર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.

        રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ-૮૯ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ અને બીજા તબકકાના કુલ-૯૩ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે જે દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકાશે. 
             આ દસ્તાવેજોમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના  સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે. 
           વધુમાં બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી કરેલ હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત "અસલ પાસપોર્ટ" રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે તેમ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.