Home Blog Page 65

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ૪૪મી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

0

વાસ્મોની રૂ.૪.૧૧ કરોડના સુધારેલી વહીવટી મંજૂરી આપતા કલેક્ટર: કામગીરીની કરી સમીક્ષા

સુરત:મંગળવાર: જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં ૪૪મી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વાસ્મોની કામગીરીની સમીક્ષા કરી કલેકટરશ્રીએ વાસ્મોની ૫૨ યોજનાઓમાં રૂ.૪.૧૧ કરોડના સુધારેલી વહીવટી મંજૂરી આપી હતી.
સુરત જિલ્લાના વિવિધ તાલુકાના ૫૨ ગામોની પ્રગતિ હેઠળની યોજનાઓમાં સુધારા કરવાની જરૂર પડતા આયોજિત આ બેઠકમાં સભ્ય સચિવ અને યુનિટ મેનેજરશ્રી એ.પી.ગરાસિયાએ પ્રેઝન્ટેશન આપતાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં રૂા.૨૨૮૦૭ લાખના ખર્ચે મંજુર થયેલી યોજનાઓમાં બારડોલી તાલુકામાં ૧૫૬, ચોર્યાસીમાં ૪૪, કામરેજમાં ૮૬, મહુવામાં ૧૫૩, માંડવીમાં ૨૬૭, માંગરોળમાં ૧૭૨, ઓલપાડમાં ૧૧૨, પલસાણામાં ૭૪ અને ઉમરપાડા તાલુકામાં ૧૭૯ મળી કુલ ૧૨૪૩ યોજનાઓનો સમાવેશ થાય છે. જે પૈકી રૂા.૧૭૫૫૭ લાખની ૧૧૮૮ યોજનાઓ પુર્ણ થઈ છે. જેમાં નળજોડાણ, ટાંકી અને ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન, પમ્પીંગ મશીનરી અને નળ જોડાણ, વીજળીકરણ જેવા કામોનો સમાવેશ થાય છે. જ્યારે ૫૫ યોજનાઓ પ્રગતિ હેઠળ છે.


નલ સે જલ યોજનામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા અને ઉમરપાડા તાલુકામાં ૫૨ યોજનાઓ માટે રૂ.૩૩.૬૭ કરોડ મંજૂર થયા હતા અને તેમા રૂ.૪.૧૧ કરોડનો વધારો કરાયો છે, જે નવી સુધારેલ વહીવટી મંજૂરી સાથે કુલ રૂ.૩૭.૮૦ કરોડ મંજૂર થયા છે. જેમાં કામરેજ તાલુકામાં ૩, મહુવામાં ૧૧, માંડવીમાં ૧૭, માંગરોળમાં ૬, ઓલપાડમાં ૫, પલસાણામાં ૩ અને ઉમરપાડના ૭ ગામો જેમાં ઘર કનેક્શન રિપેરીંગ, નળજોડાણના કનેક્શનમાં વધારો, પાઈપ પ્રાઈઝ વેરિએશનમાં વધારો, પંપીંગ મશિનરી, કેબિન જેવા કામોનો ઉમેરો થયો છે એમ યુનિટ મેનેજર શ્રી એ.પી. ગરાસિયાએ જણાવ્યું હતું.
બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જિલ્લાના છેવાડાના ગ્રામજનો સુધી પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેના માટે તંત્રએ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી છે. પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોની યોજનાથી સરકાર ઘર-ઘર સુધી પાણી પહોચાડવા માટે પ્રયત્નશીલ છે. તેમણે વાસ્મોની ગત વર્ષની કામગીરી અને જિલ્લાની પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરી યોજનાઓને ઝડપભેર અને સમયમર્યાદામાં પૂર્ણ કરવાં સૂચનાઓ આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.કે.વસાવા, વાસ્મોના જિલ્લા સંયોજકશ્રી લવજીભાઈ યુ.સોલંકી સહિત સમિતિના સભ્યો, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવવા ઈ-કેવાયસી અને આધાર સીડીંગ કરાવવુ ફરજિયાત

0

ખેડુતો સત્વરે ઈ-કેવાયસી અને આધાર સીડીંગ કરાવવા અનુરોધ.

સુરતઃભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા લાભાર્થીઓ માટે આગામી એપ્રિલથી જુલાઇના સમયગાળા માટેના ૧૪મા હપ્તાની ચુકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી શરૂ છે. પીએમ-કિસાન યોજનાનો લાભ મેળવવા ભારત સરકારે લાભાર્થીઓનું ઇ-કેવાયસી તથા બેન્ક ખાતાનુ આધાર સીડીંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. આ માટે જે લાભાર્થીઓએ અત્યાર સુધી ઈ-કેવાયસી તથા બેન્ક ખાતાનું આધાર સીડીંગ કરાવેલ બાકી હોય તે તમામ લાભાર્થીઓને તે સત્વરે પૂર્ણ કરવું.

  • ઈ-કેવાયસી જુદી-જુદી ૪ પધ્ધતિથી કરાવી શકાય છે.
    ૧) જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઇલ પર OTP મોડ દ્વારા “e-KYC” ખુબ જ સરળતાથી કરી શકશે.
    ૨) નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર લાભાર્થી રૂ. ૧૫ ચાર્જ ચુકવીને બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા “e-KYC” કરાવી શકે છે.
    ૩) ગામના “ઇ-ગ્રામ” કેન્દ્ર ખાતે લાભાર્થી રૂ. ૧૫ ચાર્જ ચુકવીને વીસીઇ મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટીફીકેશન દ્વારા “e-KYC” કરાવી શકે છે.
    ૪) આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન હોય તો ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઇલ નંબર લીંક કરાવી મોબાઇલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર “e-KYC” કરી શકાય છે.

આધાર સીડીંગ
૧) “e-KYC” ઉપરાંત લાભાર્થીએ જો પોતાનું લાભાન્વિત બેન્ક ખાતું આધાર સીડીંગ કરાવેલ ન હોય તો તેવા લાભાર્થીઓએ તેના લાભાન્વિત બેન્ક ખાતામાં આધાર સીડીંગ કરાવવા માટે લાભાર્થીએ બેન્કમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ કરાવી લેવું. અથવા તો,
૨) ગામની અથવા નજીકની પોસ્ટ ઓફીસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ સાથેનું નવું ખાતુ ખોલાવી લેવું. લાભાર્થીઓએ ઇ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ ૩૦મી એપ્રિલ પહેલા અવશ્ય પુર્ણ કરાવી લેવા જણાવવામાં આવે છે

મહિલા પોલીસ કર્મચારીઓ માટે સ્ત્રી-સ્વાસ્થ્ય તથા માસિક સ્વચ્છતા સંબંધી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

0

દરેક પોલીસ સ્ટેશન, હેડકવાર્ટર તથા ટ્રાફિક વિભાગના કુલ ૨૨૦ થી વધુ મહિલા અધિકારી-કર્મચારીઓને સેનેટરી પેડનું વિતરણ

સુરત: પોલીસ મુખ્ય મથક-તાલીમ કેન્દ્ર ખાતે સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ માટે નાયબ પોલીસ કમિશનર(વહીવટ અને મુખ્ય મથક) શ્રીમતિ સરોજ કુમારીની ઉપસ્થિતિમાં સ્ત્રી-સ્વાસ્થ્ય તથા માસિક સ્વચ્છતા સંબંધી જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવાકીય પ્રવૃત્તિઓ, સેનેટરી પેડ વિતરણ અને મહિલા જાગૃત્તિ માટે કાર્યરત ‘પેડ વુમન’ તરીકે જાણીતા શ્રીમતિ મીનાબેન મહેતાએ સ્વહસ્તે ઉપસ્થિત દરેક પો.સ્ટે., હેડકવાર્ટર તથા ટ્રાફિક વિભાગના કુલ ૨૨૦ થી વધુ મહિલા અધિકારી-કર્મચારીઓને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું.


સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નાયબ પો.કમિ. સરોજકુમારીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં મહિલાકર્મીઓ દિનરાત ફરજ બજાવે છે. પરંતુ જો સ્વાસ્થ્ય ઠીક નહિ હોય તો ફરજ તથા પરિવારને ન્યાય આપી શકાશે નહીં એમ જણાવી સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થવા પ્રેરણા આપી હતી.
‘પેડ વુમન’ મીનાબેન મહેતાએ પોલીસ વિભાગમાં મહિલાઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, મહિલાઓની વધેલી સંખ્યાના કારણે હવે પોલીસ વિભાગ મહિલાઓની સુરક્ષા પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યો છે. મહિલાકર્મીઓ ઘરપરિવારની સંભાળ સાથે ફરજને પણ પ્રાધાન્ય આપી રહી છે તે સરાહનીય છે.
ડો.ધ્વનિ દેસાઈએ પોલીસ મહિલાકર્મી જાતીય સ્વાસ્થ્યની જાળવણી કરવા સાથે પોતાના પરિવાર અને સમાજની તેમજ પોલીસ પાસે મદદ માટે આવતી મહિલાઓને પણ જાગૃત કરે તે જરૂરી છે એવો મત વ્યક્ત કર્યો હતો. 

સચીન ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારના ગોડાઉનમાંથી સબસીડીયુકત નીમ કોટેડ યુરિયાની ૫૨ બેગો સાથે એક ઝડપાયો

0

સુરતની સંયુકત ખેતી નિયામક(વિ.)ને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે શંકાસ્પદ નીમ કોટેડ યુરીયા સંગ્રહ કરેલ હોવાની માહિતી સુરત ડી.સી.બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પેકટરશ્રી એચ.એમ.ગઢવી દ્વારા આપવામાં આવતા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સુરત સીટીના ખેતી અધિકારીશ્રી વિશાલકુમાર કોરાટ તથા અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા તા.૧૩/૦૩/૨૦૨૩ના રોજ ડી..સી.બી પોલીસને સાથે રાખીને સચીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ZIYA TEX CHEM ડી/૧-૨૬,૨૭ના ગોડાઉનમાં તપાસ કરતા સરકારના સબસીડીવાળા નીમ કોટેડ યુરીયા ખાતરની કુલ-૫૪૧ ખાલી બેગો અને સબસીડીયુકત ભાવ પ્રમાણે ૫૦ કિ.ગ્રા વાળી ૫૨ (બાવન) નંગ કુલ.રૂ.૧૫,૩૯૨ની યુરીયા ભરેલી મળી આવી હતી..યુરીયા ભરેલ બેગ તથા ખાલી મળી આવેલ બેગ બાબતે હિમાશું મુકેશચંદ્ર ભગતવાલા(રહે, ૩૮, રામદેવનગર સોસાયટી વિભાગ-૨, પાલનપુર પાટીયા, રાંદેર રોડની પુછપરછ કરતા તેઓએ ક્રીશક ભારતી ક્રોપોરેટીવ લિમિટીડે દ્વારા ઉત્પાદિત ખેત વપરાશ અંગેના સરકારના સબસીડીયુક્ત નીમકોટેડ યુરીયાને અદલા બદલી કરી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરતા હોવાનું જણાવ્યું હતું.

લેબોરેટરીમાં નીમ કોટેડ યુરિયા હોવાનું સાબિત થયું હતું. આ સબસીડીવાળા રાસાયણીક ખાતર નીમ કોટેડ યુરીયા ખેતીના બદલે અન્ય ઔદ્યોગીક વપરાશના હેતુસર પોતાના તાબામાં રાખ્યુ હોય તેમના વિરૂધ્ધ સચીન પોલીસ સ્ટેશનમાં ખેતીવાડી અધિકારી વિશાલ કોરાટે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસ સબ ઈન્સપેકટરશ્રી દિનેશભાઈ સિસોદીયા કરી રહ્યા છે.

સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ

0

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની સુચનાથી ગરીબ તથા જરૂરીયાતમંદોને આપવામાં આવતા અનાજનું કૌભાંડ આચરવાના આ સમગ્ર કેસની બારીકાઇથી તપાસ માટે SIT ની રચના કરાઇ હતી.

અનાજની ગુણોમાંથી બે-ત્રણ કિલો અનાજ કાઢી સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ કરતા ઓછુ અનાજ મોકલી સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ.

સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ

સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.૨૭/૧૦/૨૦૨૨ના રોજ ઘઉંના ૪૫૦ કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૩,૮૭,૫૦૦/-ના મુદ્દામાલ પકડાયો હતો. જેમા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.૦૮/૧૧/૨૦૨૨ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત આ ટોળકીએ સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બતાવ્યુ હતુ. આ અનાજના જથ્થા પૈકી રૂ.૮.૩૨ લાખનો ઘઉંનો ૨૭૦૦ કિવન્ટલ જથ્થો સગેવગે કરી, ઉચાપત કરી હતી. તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી ૭૬૦૬ કિવન્ટલ અને ચણા (MDM) ૬૨ કિલો મળી કુલ રૂ. ૧.૨૮ કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરશ્રીને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગુનાના મૂળ સુધી પહોંચવા SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરી સમગ્ર તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત બંન્ને ગુનાઓમાં સંડોવાયેલા ગોડાઉન મેનેજર પ્રિતીબેન મનુભાઈ ચૌધરી સહિત કુલ-૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનાની તપાસ દરમ્યાન સચીન ગોડાઉન મેનેજર પ્રિતીબેન ચૌધરી તથા DSD (ડોર સ્ટેપ ડીલીવરી) ઇજારદાર રાકેશ પારસનાથ ઠાકુરની ભૂમિકા સમગ્ર સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર તરીકે જણાઇ આવી હતી. તે બંને આ ગુનામાં પકડાયેલા અન્ય સહઆરોપીઓ સાથે મળી રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજની ગુણોમાંથી બે થી ત્રણ કિલો લેખે અનાજ કાઢી લેતા હતા. તેમજ સરકારી પરવાનેદારોને ડિલીવરી ચલણ મુજબ પુરેપુરૂ અનાજ ન મોકલી આ અનાજ ગોડાઉન ખાતે જમા રાખી અલગ ગુણૉમાં પેક કરી મળતિયાઓ મારફતે વેચાણ કરીને સમગ્ર કૌભાંડ આચર્યુ હોવાનું બહાર આવ્યુ છે.

સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલ શર્મા પકડાયો: સસ્તા ભાવે અનાજ લઈને બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ-અલગ રાઈસ મીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હતો
પકડાયેલા બન્ને આરોપી સુનિલ શર્મા અને ધીરેન રાવળના તા.૦૬/૦૩/૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર

સુરત ક્રાઇમબ્રાંચ દ્રારા ઉપરોક્ત ગુનાઓની ઉંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડમાં સરકારી અનાજ ગેરકાયદેસર રીતે ખરીદનાર આરોપી સુનિલકુમાર ભગવતીલાલ શર્મા (રહે.પ્લોટ નં.બી-૬, અનુપપાર્ક સોસાયટી, ગાંધીરોડ, બારડોલી, જી.સુરત)ને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી સુનિલ દ્રારા સચીન ગોડાઉન મેનેજર પ્રીતીબેન ચૌધરી અને અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે અનાજ લઈ તે અનાજની ગુણો બદલી નાંખી બીજી પ્લાસ્ટીકની ગુણોમા ભરી અલગ અલગ રાઈસમીલો તેમજ વેપારીઓને બજાર ભાવે અનાજ વેચી દેતો હતો. આ કૌભાંડ થકી કરોડો રૂપીયાનો આર્થિક લાભ મેળવી આંગડિયા મારફતે તે વ્યવહાર સહ આરોપીઓને પહોંચાડતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યુ છે. એટલુ નહિ, આ આરોપી અગાઉ વર્ષ-૨૦૨૧માં પણ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રીતે અનાજ ટ્રકમાં ભરીને લઈ જતા પકડાય ચુક્યો છે.

• સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેન રાવળની પણ ધરપકડ

તે ઉપરાંત સચીન ખાતેના સરકારી ગોડાઉનમાં પોતાની પત્નિની જગ્યાએ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરી ગોડાઉનમાંથી સરકારી અનાજ સગેવગે કરવા સારૂ ખોટા ડીલીવરી ચલણો બનાવનાર આરોપી ધીરેનભાઈ વિઠ્ઠલભાઇ રાવળ (રહે.ઘર નં.૧૪, નરસિંહનગર સોસાયટી જેરામ મોરારની વાડી પાસે કતારગામ, સુરત)ની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ગેરકાયદેસર રીતે નોકરી કરી કૌભાંડ આચરવામાં મદદગારી કરી હોવાનું બહાર આવ્યુ છે. આ બન્ને આરોપીઓને નામદાર કોર્ટે તા.૦૬/૦૩/૨૦૨૩ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ મંજૂર કર્યા છે. જેની વધુ તપાસ સુરત ક્રાઇમબ્રાંચની SIT કરી રહી છે.

સચીન ના સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરવામાં આવ્યું.

0

સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી દિપાવલી ની રજા ના સમયે તા.27/10/2022ના રોજ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૪/- લાખનો મુદ્દામાલ પકડાયો હતો. જેમા સરકારી અનાજના ગોડાઉનમાંથી નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી ને સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ. સચીન પુલીસ કુલ પાંચ લોકો ને સામે તા.08/11/2022ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. તેના પછી ફરી થી સાત આરોપી ના નામ સામે આવતું તપાસ નું પરિમાણ સામે આવ્યું. જે પછી તપાસ સુરત ક્રાઇમબ્રાંચની SIT કરી રહી છે.

સચીન ખાતે બિનધાસ્તપણે બિનઅધિકૃત રીતે કામગીરીકર્તા ડેવલોપર ના સોસાયટી ના વેરા માટે નું બોર્ડ લગાવામાં આવ્યું.

0

સુરત,સચીન માં આવેલ સાઉથ ઝોન બી-ખાતે અનેક સોસાયટી બિનઅધિકૃત રીતે ડેવલોપર ગ્રામ પંચાયત માં હતું તે સમય દરમ્યાનમાં બિનઅધિકૃત રીતે ચોપડે નોધ કરી ખુલ્લી જમીન ના વેરા વસુલાત કરી લેવામાં આવેલ હતા. પણ તે પછી સુરત મહાનગર પાલિકા માં આવ્યું તે સમય સોસાયટી મંજુરી વગર જ બિનઅધિકૃત નોધવામાં આવેલ વેરા ની વસુલાત માટે હવે સુરત મહાનગર પાલિકા બોર્ડ લગાવામાં આવે છે.

જે થી તે બાબત ની આર.ટી.આઈ માહિતી વિભાગ માં થી માંગવામાં આવે તો માહિતી ઉપલબ્ધ નથી તેવા જવાબ પણ આપવામાં આવે છે. જેથી હવે સોસાયટીમાં બાંધકામ ની મંજુરીમળેલ છે. કે નહી તે પણ તપાસ નું વિષય હોવા થી જવાબદાર વિભાગ તપાસ કરવામાં આવે.

ઉધના માં લારી ચોરનાર ચોર ને પુલીસ ના ભય નથી.હાથલારીઓ પણ સુરક્ષિત નથી

0

જો હાથલારીઓ ની ચોરી ના CCTV ફૂટેજ સામે હોવા છતાં. આરોપી ન પકડાઈ તો કાયદા-વ્યવસ્થા ની શું હાલત હશે લોકો માં સવાલ ?

ઉધના વિસ્તાર ના કાશીનગર ખાતે લારી ચોરી કરી રહ્યા.પુલીસ ના કામગીરી અંગે સવાલ ?સમગ્ર ઘટના CCTVમાં કેદ
ઉધના વિસ્તાર ના કાશીનગર ખાતે લારી ચોરી કરી રહ્યા.પુલીસ ના કામગીરી અંગે સવાલ ?સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતના ઉધના વિસ્તારમાં એક હાથલારીની ચોરી થવાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ઉધના ના તસ્કરો બેફામ બન્યા છે. લોકોના ઘર, ઓફીસમાં તેમજ વાહનોની ચોરી થવાની ફરિયાદો સામે આવતી રહે છે. પરંતુ હવે તસ્કરો પણ વિકાસ ની ગતિ શુરુઆત કર્તા હવે તો લારીને પણ છોડતા નથી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કાશી નગરમાં એક હાથલારી ચોરી થવાની ઘટના સામે આવી છે. લારી માલિક દ્વારા સવારે લારી નહીં મળતા ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું તે જોઇને તે પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે બે ઈસમો રેકી કર્યા બાદ લારીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે ફૂટેજ ના આધરે ઘણા વિડીયો શોશલ મીડિયા માં અને ક્રાંતિ સમય ના માધ્યમ સે ઉધના પી.આઈ. ને જાણ કરવામાં આવેલ કે લારી ચોરી ની ઘટના ની પુલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લેવામાં આવતું નથી.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે રાત્રીના બે વાગ્યાની આસપાસ બે ઈસમો ગલીમાં રેકી કરે છે. ત્યારબાદ લારી પાસે જઈને લારીને લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

જેથી હવે CCTVમાં કેદ થયેલ ત્રીજીવાર ની ઘટના સામે આવતું પુલીસ ફરીયાદ નોધણી કરી હવે તપાસ શરૂઆત કરી છે.

વધુ માહિતી માટે ક્લીક કરો.

ઉધના માં લારી ચોરનાર ચોર ને પુલીસ ના ભય નથી. સીસીટીવીમાં રેકોડીંગ હોવા છતાં પુલીસ પકડ થી કેમ દુર ચોર ?

0

સુરત, સુરત શહેર માં આવેલ ઉધના પુલીસ સ્ટેશન માં ચોર ને ચોરી કર્તા સી.સી.ટીવી. રેકોર્ડિંગ હોવા છતાં. પુલીસ ના ભય વગર ચોરી કરી રહ્યા છે. જેથી પુલીસ વિભાગ ના નાઈટ પેટ્રોલીગ વગર જ પુલીસ ના ઉધના સ્ટાફ ઇન્વે. વિભાગ ની કામગીરી ઊપર સવાલ ઊભા થયા છે.

પુલીસ સ્ટેશન માં ફરીયાદ કરવા માટે જયારે પણ ફરિયાદી જાય છે. ઇન્વે. વિભાગ તરફ થી અરજી લેવામાં આવતું નથી. નાના લારીગલ્લા ચલાવનાર ને હેરાનગતિ કરવામાં આવે છે. જે તે અરજી ના તારીખ ના ઉધના પુલીસ સ્ટેશન ના સી.સી.ટી.વી. કેમરા ચેક કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવે. આ તો ફક્ત સી.સી.ટી.વી. માં રેકોર્ડિંગ થયેલ ચોરી અને ઉધના પુલીસ સ્ટેશન ના સી.સી.ટી.વી. જો પુલીસ વિભાગ ના ઉચ્ચઅધિકારીઓ તરહ થી ચેક (તપાસ) કરવા આવે તો કામગીરી અંગે નું ખ્યાલ ઉચ્ચ અધિકારીઓ ને થાય.

અરજી આપવામાં ગયેલ ફરિયાદી ના અરજીઓ પણ લેવામાં આવેલ નથી.

ચોરી કરી રહ્યા ચોર ના અલગ-અલગ સ્થળ ઊપર ના ચોરી કર્તા સી.સી.ટી.વી. ફૂટેજ

તા.૨૪-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ
તા.૧૧-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ
તા.૧૧-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ
તા.૧૧-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ
તા.૧૧-૦૨-૨૦૨૩ ના રોજ ના ચોરી કર્તા સોશલ મીડિયા માં વિડીયો વાયરલ

ઉધના પી.આઈ. શ્રી ના જાણ કર્તા મોબાઈલ ઊપર સમગ્ર ઘટના અંગે નું પુરાવા.

હવે તપાસ થશે કે નહી તે પણ એક સવાલ ?

પુલીસ સ્ટેશન માં અનેક અરજી તપાસ કર્યા વગર જ તપાસ થઈ ગયા તેવું રિપોર્ટ કરી દેતા હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. કે પુલીસ સ્ટેશનમાં આવતા ફરીયાદઓ ને ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવામાં આવે તો જ સામાન્ય જનતા ના ફરીયાદ લેવામાં આવે છે. કે નહી તો ખબર પડશે.

સુરતના ખજોદ વિસ્તારમાં શ્વાનના હુમલા બાદ બાળકીનું સારવાર દરમિયાન મોત.

0

ત્રણ દિવસથી નવી સિવિલ હોસ્પિટલમાં બાળકી દાખલ હતી.

સુરતના ખજોદ વિસ્તારમાં ગત 19મી ફેબ્રુઆરીના રોજ બે વર્ષની માસૂમ બાળકી પર ત્રણ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. શ્વાનોએ માસૂમ બાળકીને 40થી 50 જેટલા બચકાં ભર્યા હતાં. જેથી છેલ્લા ત્રણેક દિવસથી બાળકીની સારવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ દરમિયાન ગત રાત્રે બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

મૂળ પશ્ચિમ બંગાળના વતની રવીભાઈ કહાર પોતાની પત્ની અને બે બાળકો સાથે ખજોદ વિસ્તારમાં રહે છે. મજુરી કામ પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રવિવારે એટલે કે, 19 ફેબ્રુઆરીના રોજ તેઓની 2 વર્ષીય બાળકી રમી રહી હતી. તે વેળાએ ત્રણ જેટલા શ્વાનોએ બાળકીને બચકા ભર્યા હતા. બાળકી ગંભીર રીતે ઘાયલ થતા તેણીને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ બાળકીની સારવાર કરતા જાણવા મળ્યું હતું કે, બાળકીના માથા અને શરીરના અન્ય ભાગો પર 30થી 40 જેટલા શ્વાનોના કરડવાના ગંભીર પ્રકારના નિશાન હતા. બાળકીની હાલત ગંભીર હોય બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. એટલું જ નહી, બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ 3 દિવસની સારવાર બાદ બાળકીનું ગતરાત્રીના સમયે દુઃખદ નિધન થયું છે. બાળકીના મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

ત્યારે રખડતાં અને આતંકી બનેલા શ્વાનોને કાબુમાં લેવા પાલિકા દ્વારા આકરા પગલાં લેવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે.