Home Blog Page 64

સુરતમાં ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કારસામાં આરોપી તબીબની જામીન રદ

0
ક્રાંતિ સમય

સુરત, લિંબાયત પોલીસે ગઈ તા. ૮મી મેના રોજ ગેરકાયદે ગર્ભપાત કરાવવાના કારસામાં મુખ્ય સુત્રધાર એવા આરોપી તબીબ વિરેન્દ્ર ભોલાનાથ પટેલ(રે.રાધિકા હોમ્સ એમ્પોરીયા સાહબની સામે,ડીડોલી)ની ઈપીકો-318,312,315,316,336,419,201,120 બી,34 તથા મેડીકલ પ્રેકટીશ્નર એક્ટની કલમ 30,35 તથા મેડીકલ ટર્મિનેશન ઓફ પ્રેગન્સી એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગા કર્યો હતો. આરોપી વિરેન્દ્ર પટેલે શિખા કલીનીક તથા ઓર્થો કેર સેન્ટરના નામની ક્લીનીકમાં સહ આરોપી અંજુબેન,કાનાપાત્ર અન્ય એજન્ટ તથા ડૉ.આસુતોષ વગેરેના મેળાપિપણામાં આર્થિક લાભ મેળવવા ડીગ્રી ન હોવા છતાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા હતા.

આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી વિરેન્દ્ર પટેલે ચાર્જશીટ રજુ થયા બાદ હ્ય્દયરોગની બિમારીના ગ્રાઉન્ડ તથા પ્રથમદર્શનીય કેસના પુરાવાના અભાવે જામીન આપવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ  જણાવ્યું હતું કે આરોપીએ ગુનાઈત મનુષ્યવધ ગણાય તેવા કૃત્યથી ઉગરમાં ફરકતું થયું હોય તેવા અજાત બાળકનું મોત નિપજાવી ગેરકાયદે ગર્ભપાત કરાવીને ગર્ભનો નિકાલ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે.આરોપી મુખ્ય સુત્રધાર હોઈ શિખા હોસ્પિટલમાં ગેરકાયદે લીંગ પરીક્ષણ તથા ગર્ભપાત કરાવીને આર્થિક લાભ મેળવતા હતા.સહ આરોપી ગજાનંદ ગયાવલને પકડવાનો બાકી છે.આરોપીની હોસ્પિટલના ધાબા પરથી ગર્ભપાત કરાવેલા ગર્ભનો ખાડીમાં બાજુ ફેંકી દઈને નિકાલ કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં ઝડપાયા છે.આરોપી વિરુધ્ધ લિંબાયત,સલાબતપુરા,ડીંડોલી તથા મહારાષ્ટ્રના બોરખોડી પોલીસ મથકમાં ખાતે પણ એટ્રોસીટી તથા અન્ય ગુના નોંધાયા છે.ગુનાઈત ઈતિહાસ ધરાવતા આરોપીને જામીન આપવાથી ફરી આવા ગુના આચરે તેમ છે.

વિશ્વ સાયકલ દિવસની ઉજવણીમાં સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના ૫૦૦ વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ

0
ક્રાંતિ સમય

સુરત, સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં ગુરૂકુળના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તા.૩ જૂન-વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષ્યમાં લોકોને પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય જાળવણી માટે પ્રેરિત કરવાં અને સાયકલ ચલાવવાથી થતા અગણિત ફાયદાઓ સમજાવવા આજ રોજ સવારે સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ ઠેસિયા અને ધર્મેશભાઈ સલીયા તેમજ પૂ. ધર્મવલ્લભ સ્વામી, પ્રભુ સ્વામી અને દેવપ્રકાશ સ્વામીની પ્રેરણાથી વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી. પરિવહન માટેના એક સરળ, પોષણક્ષમ અને ખર્ચરહિત, પર્યાવરણની સુરક્ષા માટે અત્યંત અનુકૂળ સાધન એવી સાયકલનો સિમ્બોલ બનાવી ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.

સુરત ઉધના હરીનગર સોસાયટીની જમીનના વિવાદ માં ખર્ચની રકમના મામલે હિંસક હુમલો કરાયો.

0

સુરત, ઉધના હરિનગર સોસાયટી, વિભાગ ૩ માં રહેતો યોગેશ હરિહર દુબે કન્સ્ટ્રક્શન નું કામ કરે છે. 10 વર્ષ પહેલા તેના પિતા જમીન દલાલી નું કામ કરતા હતા ત્યારે ધર્મેશ ગોપાલ સિંગ રાજપૂતના સંપર્કમાં આવ્યા હતા. યોગેશ દુબે તેના મિત્ર વિશાલ પટેલ અને જમીન દલાલ ધર્મેશ રાજપુતતે ઉધનાની શક્તિનગર સોસાયટીમાં પાડવામાં આવેલા પૈકી નંબર મિલકતાર ભારતી જરીવાલા પાસેથી 50 લાખમાં તેની મિલકત ખરીદવાનું નક્કી કરી ૨ લાખ આપ્યા હતા. આ મિલકતમાં યોગેશ દુબે ને કોઈ ભાગ આપ્યો ન હતો. દરમિયાન ભારતી જરીવાલાના પતિ રજનીકાંત જરીવાલા અગાઉ આજ મિલકત પાયલ પ્રકાશ સહાને કબજા સહિત વેચાણ કરારી થી આપતી હતી. જેથી પ્રકાશ પરસામલ સાહે આ અંગે ઉધના પોલીસ મથકમાં અગાઉ ભારતીય જરીવાલા તથા તેના પુત્ર દિવ્યેશ જરીવાલા અને ધર્મેશ રાજપુત સામે ગુનો નોંધાવ્યો હતો. આ પ્રકરણમાં કોર્ટ ખર્ચ ની રકમ ધર્મેશ એ યોગેશ પાસે માંગી હતી. 15 મી મે ના રોજ યોગેશ એકટીવા ઉપર ઉધના પટેલ નગર પાસેથી પસાર થયો હતો ત્યારે ધર્મેશ રાજપૂતે લોખંડના સળિયા થી માર માર્યો હતો.

મિલકતના ભાગ નહીં ધરાવતા યોગેશભાઈ નામના ઈસામ પાસે ખર્ચની માંગણી કરી ધર્મેશ રાજપૂત નામના ઇસ સામે લોખંડના સળિયા થી હુમલો કર્યો.

બાગેશ્વર ધામના લિંબાયત કાર્યક્રમના ફોટામાં મુખ્યમંત્રી જ ફોટામાંથી ગાયબ

0

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન લિંબાયત કાર્યક્રમ માં

સુરતના લિંબાયત વિસ્તારમાં નિલગીરી મેદાનમા 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમ રાજકીય નથી પરંતુ તેના આયોજનમાં મોટા રાજકારણીઓ છે. આ આયોજન સમિતિમાં સંગીતા પાટીલ, સંદિપ દેસાઈ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત તેમજ વિભિન્ન સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ચર્ચાનો વિષય એ ઉભો થયો છે કે જો બેનરોમાં પ્રદેશ અધ્યક્ષનો ફોટો હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હોય અને સ્થાનિક ધારાસભ્યનો ફોટો હોય તો મુખ્યમંત્રીનો ફોટો કેમ મુકવામાં નથી આવ્યો તેને લઈને સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.

આગામી 26 અને 27 મેના રોજ લિંબાયતમાં દિવ્ય દરબારનું આયોજન કરવામા આવશે. તે માટે આયોજન સમિતિ બનાવવામાં આવી છે. તેમાં નરેન્દ્ર મોદી, સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત અનેક નેતાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. પરંતુ તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટાની બાદબાકીથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

સુરત પોલીસ ને ચેલેન્જ સમાન કેસ, જાહેર મંદિર પછી ઘર મંદિરમાં ચોરી

0

એક જ ઘર ને સમયાંતરે અલગ-અલગ સમાન ચોરી કરી પડકાર રૂપે

સુરત,સુરત ક્રાઇમ માં પુલીસ માટે પડકાર રૂપ હોવા છતાં.ચોરી માં પણ એ પણ એક જ ઘર માં સમયાંતરે નિશાનો બનાવી ને ચોરી કર્તા ચોરી ને પુલીસ કેમ આજ સુધી પકડી પડતી નથી. તપાસ કરવા માં આવે છે. કે નથી તેની કોઈ પણ માહિતી પણ સમાન્ય જનતા ને મળતા નથી. તપાસ માટે કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાનું આવે છે. પણ કોઈ પણ ઘટના પુલીસ સ્ટેશન ક્ષેત્ર માં બનતી હોય તો સર્વ પ્રથમ પુલીસ ને ગુના દાખલ કરવાની ફ્રરજ પડે છે.

પણ પુલીસ વિભાગ જ નીતિનિયમ નું ઉલ્લંઘન કરી ને ફક્ત અરજીઓ લઈ ને તપાસ કરી છે, અને અરજીઓ માં થયેલ તપાસ ફક્ત ફક્ત ભષ્ટાચાર ને જ આમત્રંણ આપે છે.અને ચોરો ને ખૂલ્લેઆમ ચોરી કરવાનું પણ આમત્રંણ આપે છે. કોઈ ફક્ત અરજીઓ માં તપાસ થતું હોવાથી કોઈ પણ કાર્યવાહી થતું નથી. જે એક કાયદા ની સામે જ પડકાર રૂપ છે.

ઘટના ફક્ત એકજ ઘર માં અનેક વખત ચોરી

• અલથાણ ડી આર બી કોલેજ ની સામે નેસ્ટ હાઉસ એપાર્ટમેન્ટ ના ફ્લેટ નં સી -1201 માં રેહતા મિતાલી કુણાલભાઈ ખરોસે ના ઘર ના ઘરમંદિર માં મુકેલ માતાજી ના ગાળા માંથી રૂપિયા 50,000 ની કિંમત નુ રિયલ ડાયમંડ નુ મંગળસૂત્ર ચોરાયું
• અગાઉ પણ તારીખ 23/12/2021 ના રોજ ઘર માંથી 8,00000 રૂપિયા ના દાગીના ચોરાયા હતા તેમજ 6 મહિના પેહલા જ 1,00000રૂપિયા ની કિંમત નુ મંગળસૂત્ર ચોરાયું હતું
• જાહેર મંદિરો માં ચોરી થવાના કિસ્સા પછી હવે ઘરમંદિર માં પણ ચોરી થવા માંડી એક ના એક ઘરમાં સતત ત્રીજી વાર ચોરી ની ઘટના બની
• અલથાણ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાય પોલીસ તપાસ નો સિલસિલો ચાલુ. પોલીસ માટે પણ ચેલેન્જ સમાન કેસ

સુરત શહેર સચીન પોલીસ ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડતી.

0

સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ અજાણ્યા ઇસ્મો દ્વારા મોબાઇલ ફોન લુંટ કરવાની કોશીષમાં હત્યા કરવાના બનેલ બનાવમાં યુદ્ધના ધોરણે ગણતરીના કલાકોમાં વાપી રેલ્વે પોલીસની મદદથી આરોપીઓને પકડી ફરી એકવાર પ્રસંશનીય કામગીરી સુરત શહેર સચીન પોલીસે કરી બતાવી….

સચિન : ગઇ કાલ તા.૧૨/૦૪/૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા બારેક વાગેના સુમારે સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ રોડ નં-૧૫ ઉપર આવેલ રાધે ટ્રેન્ડસ કંપની આગળ જાહેરમાં ફરીયાદી સુરેશ બચાઔ શંકર ચૌહાણ ઉ.વ-૨૩ રહેવાસી-રૂમ નં-૫, પ્લોટ નં-૧૧૭, સુડા સેકટર-૨ સચીન સુરતના ભાઇ મરણ જનાર સન્ની બચાઔ શંકર ચૌહાણ ઉ.વ ૨૧ના ઓ કંપનીમાથી પેશાબ કરવા બહાર આવેલો અને પેશાબ કરીને પોતાનો મોબાઇલ ફોન જોતા જોતા કંપનીમાં પરત આવતો હતો. ત્યારે કંપની આગળ જ એક મોટર સાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ મરણ જનારના હાથમાથી મોબાઇલ ફોન લુંટવાની કોશીષ કરી તે મોબાઈલ ન આપતા તેમની પાસેના કોઇ તીક્ષ્ણ હથીયાર વડે હુમલો કરી સંનીના શરીરે ગંભીર ઇજાઓ કરી તેનુ મોત નિપજાવી નાસી જતા સચીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં-પાર્ટ-એ-૧૧૨૧૦૦૫૪૨૩૦૯૦૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૦૨,૩૯૪,૩૯૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ- ૧૩૫(૧) મુજબનો ગુન્હો અત્રેના પો.સ્ટેમાં રજીસ્ટર કરી આ બનાવ ખુબ જ ગંભીર હોય જે બાબતે મહે.પોલીસ કમિશ્નર સુરત શહેર નાઓએ તથા અધિક પો.કમિ.શ્રી તથા અધિક પોલીસ ક.શ્રી સેકટર-૨, અને શ્રી ભાવના પટેલ નાયબ પો.કમિ. ઝોન-૬, અને શ્રી આર. એલ. માવાણી મદદનિશ પો. કમિ.શ્રી “આઇ” ડીવીઝન સુરત શહેરનાઓ દ્વારા એક જ રાત્રીમાં સચીન વિસ્તારમાં થયેલ ઉપરોકત હત્યા અને સાથે સાથે સચીન જી.આઇ.ડી.સી પો.સ્ટે વિસ્તારમાં પણ આજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલ લુંટના બે બનાવો સબંધે આપેલ સુચનાઓ ને ધ્યાને લઇ આ ગંભીર ગુનાઓનો ભેદ યુદ્ધના ધોરણે ઉકેલી આરોપીઓને પકડી પાડી પ્રસંશનીય કામગીરી કરી છે.

સમગ્ર કામગીરી ઉપરોક્ત અધિકારીઓના માર્ગદર્શન અનુસાર પો.ઇન્સ આર.આર. દેસાઇ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ એચ.જે.મચ્છર નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો અને તાબાના માણસો સાથે ઉપરોકત બનાવ બાબતે અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાએ લાગેલ સી.સી.ટી.વી. કેમરા તથા સમગ્ર બનાવના રૂટ ઉપર આવેલા સી.સી.ટીવી કેમેરા ચેક કરી તમામ સ્ટાફના માણસો તથા અંગત ખાનગી બાતમીદારોનાઓને મોકલી આરોપીઓની શોધખોળ દરમ્યાન બનાવમાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ઓળખ છતી થતા જેમાથી પૈકી આરોપી (૧) સત્યમસિંહ ઉર્ફે ગોલુ રાધેશ્યામસિંગ રહે-૧૪૪, ગણેશનગર પાંડેસરા નાને પાંડેસરા પોલીસ દ્વારા પકડી પાડી તેની પાસેથી મોટર સાયકલ રજી નં-GJ-05-MG-7915 તથા ગુનામાં ઉપયોગ થયેલ ચપ્પુ, અને લૂંટના મોબાઇલ ફોન મળી આવતા સ્ટે.ડા નં-૭૨/૨૦૨૩ સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબની કાર્યવાહિ કરવામાં આવેલ છે. તેમજ અન્ય આરોપીઓ (૨) વિકાસ ઉર્ફે સૌરભ વિજયપ્રતાપ ચતુર્વેદિ ઉ.વ-૨૧ રહેવાસી-૧૯૮, ગણેશનગર પત્રકાર કોલની પાંડેસરા સુરત તથા (૩) રોહિત અચ્છેલાલ યાદવ ઉ.વ-૧૮ રહેવાસી-૧૫૩, ગણેશનગર પત્રકાર કોલની પાંડેસરા સુરતનાઓને ખાનગી બાતમીદારો અને ટેકનીકલ સર્વેલંસના આધારે તેઓ રેલ્વે મારફતે મુંબઇ તરફ જતા હોય દરમ્યાન વાપી રેલ્વે પોલીસનો સમ્પર્ક કરી તેઓને આરોપીઓના ફોટાઓ તથા અન્ય જરૂરી વિગતો સહિતની માહિતી પુરી પાડી તેઓ સાથે સંકલનમાં રહિને ઉપરોકત બન્ને આરોપીઓને વાપી ખાતેથી વાપી રેલ્વે પોલીસની મદદથી પકડી પાડવામાં આવેલ છે. હાલ ત્રણેય આરોપીઓનો સાથે રાખી સદર ગુન્હાની આગળની તપાસ જારી રાખેલ છે.

આરોપીઓ વિરૂધ્ધ રજીસ્ટર્ડ થયેલ ગુન્હાઓ (૧) સચીન પોલીસ સ્ટેશન ગુ.ર.નં- પાર્ટ-એ- ૧૧૨૧૦૦૫૪૨૩૦૯૦૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૦૨, ૩૯૪, ૩૯૭,૧૧૪ તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ (૧) મુજબ (૨) સચીન GIDC પોલીસ સ્ટેશન ગુ.ર.નં-પાર્ટ- એ-૧૧૨૧૦૦૦૨૨૩૧૩૨૫/૨૦૨૩ ઇ.પી.કો કલમ-,૩૯૪,૩૯૭, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ (૩) સચીન GIDC પોલીસ સ્ટેશન ગુ.ર.નં-પાર્ટ- એ-૧૧૨૧૦૦૦૨૨૩૧૩૨૬/૨૦૨૩ ઇ.પી.કો કલમ-, ૩૯૪,૩૯૭,૧૧૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫(૧) મુજબ કામગીરી કરનાર ટીમમાં શ્રી ભાવના પટેલ નાયબ પો.કમિ.ઝોન-૬, શ્રી આર.એલ.માવાણી મદદનિશ પો.કમિ “આઇ” ડીવીઝન સુરત શહેર, પો.ઇન્સ શ્રી આર.આર.દેસાઇ, વેસ્ટર્ન રેલ્વે SOG પો.ઇન્સ શ્રી રમેશ પટેલ, વેસ્ટર્ન રેલ્વે પો.સબ.ઇન્સ શ્રી જી.એચ.પઢીયાર, પો.સબ,ઇન્સ શ્રી એચ.જે.મચ્છર, એ.એસ.આઇ રાજેંદ્રભાઇ કેશવભાઇ, એ.એસ.આઇ મુકેશભાઇ દેવીદાસભાઇ, એ.એસ.આઇ પિતામ્બર વ્યંકટભાઇ, અ.હે.કો ગજેન્દ્રદાન ગંભીરદાન, અ.હે.કો રવિકુમાર જગન્નાથ, અ.હે.કો સહદેવસિંહ ગજેન્દ્રસિંહ, અ.હે.કો ઇન્દ્રજીતસિંહ અમરસંગ, અ.પો.કો જયસુખભાઇ કેશુભાઇ, અ.પો.કો મુકેશકુમાર શીવાજી, અ.પો.કો દશરથ માવજીભાઇ, અ.પો.કો નારણભાઇ ભજુભાઇ, અ.પો.કો વિજયસિંહ ભગવાનભાઇ, અ.પો.કો કલ્પેશભાઇ રામભાઇ, અ.પો. કો કિશન જયદેવભાઇ, વુ.પો.કો અંજલી અશોકપરી હતાં જેમણે સરાહનીય કામગીરી કરી ગણતરીમાં આરોપીઓને જેલમાં સળિયા પાછળ ધકેલી પ્રસંશનીય કામગીરી કરી છે.

ખોટા નામો ધારણ કરીને ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી અસલ માલિકની જાણ બહાર પ્લોટોનું વેચાણ કરી કરોડોની છેતરપિંડી આચરનાર લોકોથી સાવધાન

0

કરોડોની છેતરપિંડી આચરનારાઓના વિશે કોઈને પણ જાણ હોય તો તત્કાલ ક્રાઈમ બ્રાંચમાં જાણ કરશો.

સુરતઃગુરૂવારઃ સુરત શહેરની ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ૧૯૮૯-૯૦ના વર્ષમાં (૧)માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ (ર) ચંદ્રકલાબેન માણેકલાલ ચૌહાણ (૩) જગદીશકુમાર બેચરભાઇ રાજપુત કે જે વર્ષોથી ઈંગ્લેંડમાં સ્થાયી થયા છે, તેઓની માલિકીના આઠ પ્લોટની ખરીદી કરી અસલ વેચાણ દસ્તાવેજ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે સબ રજિસ્ટ્રારની કચેરી ખાતે જમા હતા. અસલ દસ્તાવેજના માલિકો વર્ષોથી ઈંગ્લેંડ સ્થાયી હોવાથી એના લાભ ઉઠાવી તેમની જાણ બહાર આરોપીઓએ અસલ દસ્તાવેજો વકીલ રામગોંન્ડ દ્વારા ખોટી સહીઓ કરી છોડાવી લઇ તે અસલ દસ્તાવેજો આધારે તેના અસલ માલિકોના ભળતા નામવાળા ખોટા વ્યકિતઓ ઉભા કર્યા હતા. અને તેમના નામના બનાવટી પુરાવા ઉભા કરી બનાવટી સ્ટેમ્પ પેપર ઉપર પાવર ઓફ એટર્ની કરી પ્લોટોના અસલ માલિકના દીકરા પોતે માલિક હોવાનુ સબ રજિસ્ટ્રારમાં રૂબરૂ જણાવી ખોટા નામધારણ કરી ખોટી રીતે દસ્તાવેજો બનાવ્યા હતા, અને અવેજ મેળવી લઇ બારોબાર અસલ માલિકની જાણ બહાર પ્લોટ વેચાણ કરી ગુનાઓ કર્યા છે.


આ તપાસ દરમિયાન કુલ ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે મુળ માલિકોની જાણ બહાર સ્ટેમ્પ વકીલે છોડાવ્યો હતો, જે વકીલ મુકેશ રામગોન્ડેને આરોપી તરીકે અટક કરી તપાસ કરતાં તેમણે અસલ દસ્તાવેજ છોડાવી શૈલેષ ત્રિવેદીને આપ્યો હતા. તેમણે આ અસલ પ્લોટ માલિકો વતી ખોટા ઈસમો ઉભા કર્યા હશે, જે શૈલેષ ત્રિવેદીનું મૃત્યુ થયું છે. માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ તથા તેમના પત્નિ ચંદ્રકલાબેન માણેકલાલ ચૌહાણની માલિકીના પ્લોટ તેમનો કોઈ હિતેષ નામનો દીકરો ના હોવા છતાં તે ખોટું નામધારણ કરનાર હિતેષ માણેકલાલ ચૌહાણનો ફોટો આ સાથે છે. જગદીશ બેચરભાઇ રાજપુત નામ ધારણ કરનાર અને તેના અસલ માલિક વતી સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રહી દસ્તાવેજ કર્યો તે ફોટો પણ સામેલ છે.
ઉપરોક્ત નામો ધારણ કરનાર અજાણ્યા શખ્સોના ફોટા દસ્તાવેજોમાં ચોંટાડેલા છે. પ્રાથમિક પોલીસ તપાસમાં તેમની ભાળ મળી શકી નથી. જેથી આ શખ્સો વિષે કોઈ ભાળ મળે તો તેની માહિતી શ્રી જી.એન.સુથાર (પી.એસ.આઈ), આર્થિક ગુન્હા નિવારણ શાખા, ક્રાઈમ બ્રાંચ-સુરતને રૂબરૂ અથવા મો.નં. ૯૯૭૯૮૬૭૩૧૬ અને ૯૪૨૬૫૫૪૫૧૩ ઉપર સંપર્ક કરીને માહિતી આપી શકાશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર 8 આરોપી પાસામાં

0

સરકારી અનાજ ભરેલી ત્રણ ટ્રકો પકડાઈ હતી

સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.27/10/2022ના રોજ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.13.87 લાખનો મુદ્દામાલ પકડાયો હતો. જેમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.08/11/2022ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનું બતાવ્યું હતું. આ અનાજના જથ્થા પૈકી રૂ.8.32 લાખનો ઘઉંનો 2700 કિવન્ટલ જથ્થો સગેવગે કરી, ઉચાપત કરી હતી. તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી 7606 કિવન્ટલ અને ચણા (MDM) 62 કિલો મળી કુલ રૂ. 1.28 કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલિવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સુરત જિલ્લા કલેક્ટરને ક્રાઈમ બ્રાન્ચની એસઆઇટી ટીમ દ્વારા અનાજ કૌભાંડ કેસમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટના આધારે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તમામ આરોપીઓ સામે PMB એટલે કે, પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેમશિયલ કોમોડિઝ એકટ 1980 હેઠળ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જે આદેશના પગલે 8 આરોપીઓને રાજ્યના અલગ અલગ જેલમાં મોકલી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં સરકારી અનાજનું કાળા બજારી કરતા અનાજ માફિયાઓમાં કાર્યવાહીના પગલે ફફડાટ ફેલાયો છે.

આ આરોપીઓને પાસા કરાઈ

  • શામલાલ બક્તા રામ-મહેસાણા જેલ
  • દિનેશ બંતીલાલ ખટીક -મહેસાણા જેલ
  • અરવિંદ ઉત્તમ રાજપુત – જામનગર જિલ્લા જેલ
  • રાકેશ પાર્શ્વનાથ ઠાકોર -મધ્યસ્થ જેલ અમદાવાદ
  • બિલકેશ દિનેશ ખટીક -જિલ્લા જેલ નડિયાદ
  • ભેરૂલાલ સોહનલાલ ખટીક- પાલનપુર જેલ
  • શંકર સોહનલાલ પાલરા – ભુજ જેલ
  • પ્રીતિબેન ચૌધરી -(સરકારી અનાજની ગોડાઉન મેનેજર)-રાજકોટ મધ્યસ્થ જેલ

સુરતના નવાગામ ખાડીમાં બ્રિજ પાસે જ રમતા રમતા બાળક ખાડીમાં પડી ગયું,

0

ફાયર ના કલાકો ના શોધખોળ બાદ મુત અવસ્થામાં માં મળ્યા.

સુરતમાં માતા-પિતા માટે વધુ એક ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નવાગામ ખાડીમાં 3 વર્ષનો બાળક પડી ગયો હતો. આ ઘટના ખાડીના બ્રિજ પાસે જ રમતો હતો ત્યારે બની હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતા

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા પરિવારનો 3 વર્ષનો બાળક નવાગામ ખાડીના બ્રિજ પર રમી રહ્યો હતો. અચાનક જ બાળક ખાડીમાં પડી ગયો હતો. બાળક ખાડીમાં પડવાના કારણે બૂમાબૂમ થઈ ગઈ હતી. જેથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જોકે, ખાડીમાં કચરો મોટી સંખ્યામાં હોવાથી કોઈ બચાવવા પડ્યું ન હતું બાળક ખાડીમાં પડવાને લઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ત્યારબાદ JCB દ્વારા 3 વર્ષના બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી. હાલ સાંજ થઈ ગઈ હોવાથી ફાયર વિભાગને પણ શોધખોળ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંતે કલાકો ની શોધખોળ બાદ મુત અવસ્થામાં બાળક મળી આવેલ હતા.

રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો શોભાયાત્રા પર પથ્થરમારો કરનારની અટકાયત કરાઇ

0

વડોદરામાં શોભાયાત્રામાં વધુ એક વખત પથ્થરમારો થયો.કતેપુરામાં કરી રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો. ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડાયા. તથા પોલીસે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યાં. પથ્થરમારાની ઘટના બાદ ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રીએ વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી. જેમાં પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ. વડોદરામાં થયેલા પથ્થરમારા પર હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે વડોદરામાં શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળી હતી. કેટલાક અસમાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. તેમજ પથ્થરમારો કરનાર 15થી વધુ આરોપીની ધરપક્ડ કરવામાં આવી. તેમજ 500થી વધુ કેમેરાથી આરોપીની શોધખોળ થઇ રહી. તમામ ગુનેગારો સામે પગલા લેવાશે. તથા CCTV ચેક કરી એક-એકની ઓળખ કરાશે. અને વડોદરામાં રામજીની શોભાયાત્રા પર પથ્થર ફેંકનારા બીજીવાર ક્યારેય પથ્થર જોશે નહીં.

કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાકલો સ્થળ પર દોડી ગયો.

જોકે, કોમી ભડકો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પરિસ્થીતી ઉપર કાબુ મેળવ્યો હતો. વિએચપી-બજગ દળ દ્વારા યાત્રાનું આયોજન વડોદરામાં આજે રામનવમીની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી. શહેરના સુપ્રસિધ્ધ રામજી મંદિરો સહિત નાના-મોટા રામજી મંદિરોમાં વિવિધ કાર્યક્રમો સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી હતી. તો બીજી બાજુ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામ નવમી નિમીત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.