Home Blog Page 63

નર્મદ યુનિવર્સિટીમાં બાંધકામ બાદ કન્સલ્ટન્સી દ્વારા કરાયેલા કામની તપાસની માંગ

0
ક્રાંતિ સમય

નર્મદ યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષમાં મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલ છે. અને કેટલાક પ્રોજેકટો પૂર્ણ થઇ ગયા છે. અને અમુક પ્રોજેકટો પણ કામ ચાલી રહ્યુ છે. આ પ્રોજેકટોને લઇને સેનેટ સભ્ય ભાવેશ રબારીએ કુલપતિ અને રાજયપાલને પણ ફરિયાદ કરી હતી. જેમાં આ પ્રોજેકટોમાં મોટાભાગના કામો માત્ર તિરૃપતિ કન્સલ્ટન્સીને આપવામાં આવે છે. આ કંપની દ્વારા હિન્દી, સંસ્કૃત ભવન, ગેસ્ટ હાઉસ અને ગર્લ્સ હોસ્ટેલના ત્રણ પ્રોજેકટો પર કામ કરી રહી છે. અને લાયબ્રેરી બિલ્ડીંગ અને યુટીલીટી બિલ્ડીંગનું કામ પણ આ એજન્સીને સોંપવામાં આવ્યુ છે. સેનેટ સભ્યે ત્યાં સુધી આક્ષેપ કર્યા છે કે યુનિવર્સિટી દ્વારા હિસાબી વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ કરેલા કામ કરતા લાખો રૃપિયા વધારે ચૂકવી આપ્યા હતા. તેમ છતા આ એજન્સીએ છેલ્લા ઘણા સમયથી બન્ને પ્રોજેકટમાં પોતાનું કામ બંધ કરી દીધુ છે. તેને બચાવવા માટે કેટલાક એજન્ટો પણ સક્રિય થયા છે.

તેમજ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ તિરૃપતિ કન્સલ્ટન્સી કંપની  દ્વારા  પાંચ જેટલા પ્રોજેકટો એક સાથે ૧૭ કરોડના ખર્ચે ટેન્ડરની શરતો વિરુદ્ર  કામ કરી રહી હોય ત્યારે  યુનિવર્સિટીએ નિષ્ણાંત વ્યકિતઓ પાસે આ બાબતે તપાસ કરાવવી જોઇએ. સેનેટ સભ્યની આ આક્ષેપિત ફરિયાદના પગલે રાજયપાલ ભવનમાંથી સેકશન ઓફિસર આર.કે તિવારી દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી સારુ રાજય સરકારના અગ્ર સચિવ ( ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ ) શિક્ષણ વિભાગ ગાંધીનગર રવાના કરાઇ છે. આથી આગામી દિવસોમાં તપાસ થશે.

સેનેટ સભ્ય ભાવેશ રબારીની ફરિયાદને લઇને નર્મદ યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે આ ફરિયાદ તદન ખોટી છે. હિસાબી વર્ષ પૂર્ણ થાય તે પહેલા જે લાખો રૃપિયા ચૂકવ્યા છે. તે વાત ખોટી છે. હકીકતમાં યુનિવર્સિટી દ્વારા આ એજન્સીને કામ સોપ્યા બાદ શંકા જતા મશીન લાવીને તપાસ કરતા જે બાધકામ થતુ હતુ. તેની મજબુતાઇ ધારાધોરણ મુજબ ના હતી. આથી એજન્સીએ નહીં પરંતુ યુનિવર્સિટીએ છેલ્લા બે મહિનાથી કામ બંધ કરાવી દીધુ છે. અને જે જગ્યાએ સામાન હતો ત્યાં લોક પણ મારી દીધુ છે. તેમજ ગુણવતાયુકત કામગીરી નહીં કરતા જયાં સુધી ધારાધોરણ મુજબ બાંધકામ થશે નહીં ત્યાં સુધી પેમેન્ટ અટકાવ્યુ છે. 

સુરત વાય જંકશન ખાતે ત્રણેય દિશામાં પાંચ કિલોમીટરના રોડ પર યોગ કરવામાં આવશે, યોજના અંગે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

0

યોગદિન નિમિત્તે ભારત જ નહી, પરંતુ સમગ્ર વિશ્વના અનેક દેશોમાં વ્યાપક કાર્યક્રમો કરીને લોકો યોગદિનની ઉજવણી કરે છે. રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃત્તિ આવે તે માટે સૌ કોઈ યોગમાં જોડાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આગામી નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિનનો રાજયકક્ષાનો કાર્યક્રમ સુરતના આંગણે યોજાનાર છે, ત્યારે 1.25 લાખથી વધુ લોકો એક સાથે યોગદિનમાં જોડાશે. વિશ્વને ભારતીય સંસ્કૃતિની દેન સમી યોગવિદ્યા આજે વૈશ્વિક સ્તરે સ્વીકૃતિ પામી છે, ત્યારે આગામી તા.21મી જૂન- આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે થનાર છે. જેના આયોજનના ભાગરૂપે યુવા, સાંસ્કૃતિક, રમતગમત અને ગૃહ વિભાગના રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત ખાતે બેઠક યોજાઈ હતી.

​​​​​​​સુરતમાં યોગદિન ખાસ બની રહે તે માટે કોઈ મેદાનના બદલે આઈકોનિક એવા વાય જંકશન પર ત્રણેય બાજુએ 5 કિલોમીટર સુધીના રસ્તા પર યોગની ઉજવણી થાય તે માટેનું આયોજન કરવા સંબધિત અધિકારીઓને મંત્રીએ સૂચના આપી હતી. સુરતથી એક મેસેજ સમગ્ર વિશ્વમાં પહોંચે અને ઘરે-ઘરે લોકો યોગ કરતા થાય તે માટે કાર્ય કરવાની હિમાયત કરી હતી. આ ઉજવણીમાં અલગ-અલગ બ્લોક વિભાજન કરીને બાળકો, સગર્ભા મહિલાઓ, દિવ્યાંગો, ઋષિઓની વેશભૂષા, પરિધાન સાથે લોકો યોગમય થશે.

સુરતમાં ક્ષેત્રપાલ હનુમાન મંદિરના રાકેશનાથ મહારાજનું હાર્ટ એટેકથી નિધન

0
ક્રાંતિ સમય

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના 52 વર્ષીય મહંત રાકેશનાથ મહારાજનું મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. મહંતને છેલ્લા બે-ત્રણ દિવસથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દરમિયાન છાતીમાં દુખાવા બાદ અચાનક મોત થતા ભક્તોમાં પણ શોકનો લાગણી ફેલાઈ ગઈ છે. જ્યારે મહંતના અંતિમ સંસ્કાર આગામી સોમવારે પુત્ર અમેરિકાથી આવ્યા બાદ કરવામાં આવશે.રાકેશનાથ મહારાજના પિતા પહેલા ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત હતા. ત્યારબાદ તેમનું નિધન થતાં પુત્ર રાકેશનાથ મહારાજ મહંત બન્યા હતા. જેમને બે પુત્રો છે. પ્રતિક મહારાજ હાલ ક્ષેત્રપાલ મંદિરમાં જ મહંત છે જ્યારે નાનો પુત્ર અમેરિકામાં રહે છે. 52 વર્ષીય રાકેશનાથ મહારાજનું નિધન થતાં તેમના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવ્યો છે. નાનો પુત્ર અમેરિકાથી આવ્યા બાદ આગામી સોમવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુરતમાં સંકટમોચનના સૌથી પૌરાણિક મંદિર સગરામપુરા વિસ્તારમાં 350 વર્ષો જૂનું હનુમાનજીનું ક્ષેત્રપાલ દાદાનું મંદિર આવેલું છે. સંકટમોચન હનુમાન ક્ષેત્રપાલ સ્વરૂપે સ્વયંભૂ બિરાજમાન થયા છે. હનુમાનજી સાથે કાલ ભૈરવદાદા અને શ્રી બટુક ભૈરવનું સ્વયંભૂ પ્રાગટય થયું. આ સાથે ક્ષેત્રપાળ ભૈરવની સ્થાપના કરવામાં આવી. અહીંની ક્ષેત્રપાળ હનુમાન સાથે કાલભૈરવ અને શ્રી બટુક ભૈરવની સ્વયંભૂ પ્રતિમા સંપૂર્ણ સિંદુરમાં જોવા જોવા મળી છે. દૂરથી અહીં ભકતો દર્શન માટે આવે છે.સંકટ મોચન આ ક્ષેત્રપાલ દાદા ભક્તોની પોતાની મનોકામના પૂર્ણ કરે છે.અનેક ભક્તો પોતાની બાધા અને માનતા માનવા અહીં આવે છે.ખાસ કરીને શનિ અને મંગળવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ક્ષેત્રપાલ દાદાના આ મંદિરની સાથે ભગવાન શિવનું મંદિર પણ આવ્યું છે.સાથે ભગવાન શનિદેવનું મંદિર પણ બનાવ્યું છે. ભક્તો ક્ષેત્રપાળ દાદાના દર્શન કરી ભોલેનાથ અને શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૦૬ જૂને રોજગાર ભરતી મેળો યોજાશે

0
ક્રાંતિ સમય

સુરત, સુરત જિલ્લા રોજગાર કચેરી, નર્મદ યુનિ. અને લોકલ વોકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના હોલમાં રોજગાર ભરતી મેળો યોજાશે. યુનિ. કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના સહયોગ અને માર્ગદર્શનમાં આયોજિત આ જોબ ફેરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ(TCS), ICICI બેન્ક, GTPL સર્વિસ લિ. જના ફાયનાન્સ બેન્ક જેવી ૫૦થી પણ વધુ નામાંકિત કંપનીઓમાં ૭૦૦ થી વધારે ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. B.com, M.com, B.B.A., M.B.A., B.Tech, M.Tech, B.C.A., MC.A. અભ્યાસક્રમના રોજગારવાંચ્છુ વિદ્યાર્થીઓ-યુવાનો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક છે. જેથી વધુને વધુ યુવાનો આ ભરતી મેળાનો લાભ લે એમ યુનિ. કુલસચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.

ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત

0

સુરત, ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આધેડ વતન ઉત્તરપ્રદેશથી 10 દિવસ પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશના રાય બરેલીનાં 53 વર્ષીય શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા. શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળે ફોનમાં વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ચોથા માળેથી નીચે પટકાયા હતા. શિવ પ્રસાદ ચોથા માળેથી પટકાતાં સાથી કામદારો દોડી આવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે, ફરજ પરના તબીબે શિવપ્રસાદને મૃત જાહેર કર્યા હતા. હાલ તો વતનવાસીઓ દ્વારા મૃતદેહને વતન ખસેડવાની તૈયારી કરવામાં આવી છે. શિવપ્રસાદનો પરિવાર વતનમાં જ રહે છે, તેને એક સંતાન પણ છે. શિવપ્રસાદનું મોત થતાં પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે.

મોટા વરાછાના યુવાનએ બનાવી લાકડાના વેસ્ટેજને રિસાયકલ કરી ઘડિયાળ

0
ક્રાંતિ સમય

સુરત, સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે રહેતા પરેશ પટેલ અગાઉ પેઈન્ટર હતા, પરંતુ તેમની કળાની કદર કરનાર લોકોનો ન હતાં. જેથી તેઓ વિચાર્યું કે ટેકનોલોજીની મદદથી એક એવી આર્ટ તેઓ તૈયાર કરે જેને જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જાય. તેઓએ પર્યાવરણ અનુલક્ષી એટલે ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ બનાવી છે .તમે વિચારી રહ્યા હશો કે આ ઇકો ફ્રેન્ડલી ઘડિયાળ કઈ રીતે હોઈ શકે ? તો આ ઘડિયાળ જે છે તે લાકડાના વેસ્ટના ભુકામાંથી તૈયાર કરવામાં આવી છે. આ વેસ્ટ જે ફેંકી દેવામાં આવતો હોય છે તેને રિસાયકલ કરીને લાકડામાં પરિવર્તિત કરી આ ઘડિયાળ તૈયાર કરવામાં આવી છે. પરેશ પટેલે કહ્યું કે હું ધોરણ નવ સુધી ભણ્યો છું. ઘડિયાળની ખાસિયત છે કે આ  તારીખ મહિના અને વર્ષ બતાવે છે. અગાઉ હું પેઇન્ટિંગનું કામ કરતો હતો હું આર્ટિસ્ટ હતો પરંતુ તેની ડિમાન્ડ ઓછી થવા લાગી હતી. લોકો વધારે આર્ટિસ્ટની કદર કરતા નથી. એથી વિચાર્યું કે એવી વસ્તુ બનાવું જેનાથી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકું અને લોકોને તે પસંદ આવે.આ ડિઝાઇન બનાવવામાં મને ખાસો સમય લાગ્યો છે. ઘડિયાળ ની ડિઝાઇન માટે વિચાર કરવો પણ એ ખૂબ જ મુશ્કેલ હતો.

વિચાર્યું કે કંઈક જટિલ ડિઝાઇન બનાવું જે ખૂબ જ ખાસ હોય અને ખૂબ જ લોકોને પસંદ આવે. આ ઘડિયાળ જોવા પર તમને મેકેનિકલ ડિઝાઇન લાગશે. ઘડિયાળ એવા લાકડા થી તૈયાર કરવામાં આવી છે જે વેસ્ટેજ ભૂકામાંથી તૈયાર થઈ છે. જે લાકડાનો વેસ્ટેજ ભુકો હોય છે તેને રિસાયકલ કરીને અમે આ તૈયાર કરીએ છીએ. આજ લાકડાનો ઉપયોગ કરીને ઘડિયાળ બનાવવામાં આવી છે. તે એન્વાયરમેન્ટ માટે પણ ખૂબ જ સારું છે. આમાં 250 જેટલા પાર્ટ છે જેને અમે એક જ દિવસમાં બનાવી લઈએ છીએ. આ ઘડિયાળની અન્ય ખાસિયતની વાત કરવામાં આવે તો ઘડિયાળ જોવામાં જેટલી સુંદર દેખાય છે તેને એસેમ્બલ કરવા માટે એટલી તો જટિલતા છે 10, 50 કે 100 નહી પરંતુ અઢીસો જેટલા પાર્ટસ લાગ્યા છે. એક એક કરીને જ્યારે અઢીસો જેટલા પાર્ટને જોડવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ તૈયાર થાય છે. એટલું જ નહીં આ ઘડિયાળ માત્ર સમય જ નથી બતાવતી આ ઘડિયાળ તમને મહિના અને વર્ષની પણ જાણકારી આપે છે. આ ઘડિયાળ જોઈને કોઈ પણ વિચારી શકશે નહીં કે માત્ર ધોરણ નવ સુધી ભણનારા એક વ્યક્તિ દ્વારા આ જટિલ ઘડિયાળ ખૂબ જ સુંદર તરીકે બનાવવામાં આવી છે.

સુરતના સલાબતપુરામાં જૂની અદાવતમાં બોલાચાલી થતા હત્યા

0
ક્રાંતિ સમય

સુરત, સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા બંબાવાડી ગલીમાં રિક્ષા સ્ટેન્ડ પાસે રાત્રિના સમયે બે યુવકો વચ્ચે અંગત અદાવતમાં ઝઘડો થયો હતો. જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક યુવકને ગંભીર ઈજા પહોંચાડી તેને સારવાર માટે ખસેડાયો હતો.જ્યા સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું છે. જૂની બબાલમાં સામાન્ય બોલા ચાલી બાદ ચપ્પુના ઘા જીકી યુવકની હત્યા કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપીઓને ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ સલાબતપુરા વિસ્તારમાં હત્યાની ઘટનામાં 21 વર્ષીય ધનરાજ નામના યુવકની હત્યા થઈ હતી. સામાન્ય બોલાચાલી થતા સામસામે હુમલો થયો હતો. ધનરાજએ આસિફ નામના યુવક પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ આસિફએ ધનરાજ પર ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી હતી. આસિફને પણ ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ​​​પોલીસે હત્યાનો ગુનો નોધ્યો.

એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ભોગ બનનાર ધનરાજ સપકાલે અને આસિફ રસીદ શેખ વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય વાતચીતથી શરૂ થયેલો ઝઘડો ગાળા ગાળી બાદ મારા મારી સુધી પહોંચ્યો હતો. જેમાં આરોપી આસિફે ચપ્પુના ઘા ધનરાજની જાઘના ભાગે માર્યા હતા. જેથી લોહી વધુ વહી જવાથી તેનુ મોત થયુ હતુ. આરોપી આસિફનો ગુનાહિત ઈતિહાસ પણ છે. અગાઉ પણ તે અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે નોંધાયો છે. અને તેની ધરપકડ પણ થઈ ચૂકી હતી. મુખ્ય આરોપી સાથે બે ત્રણ અન્ય આરોપીઓ હતા. તેમનો ઇતિહાસ પણ તપાસ કરવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

0
ક્રાંતિ સમય

સુરત, પાંડેસરામાં ઘર નજીક રમતી 10 વર્ષની બાળકીને ચોકલેટની લાલચે પોતાના ઘરમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી કે, આરોપીએ કુમળી વયની બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોય તેને કડક સજા થવી જોઇએ. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, ભોગ બનનારને ગુદાના ભાગે ઇજા થઈ છે, તે જોતા ઇજાના લીધે તેના માતાપિતાને માનસિક આઘાત અને ઇજા અનુભવી હોય ભોગ બનનારને યોગ્ય રકમનું વળતર ચૂકવવું પણ ઉચિત છે.

સુરજ પાંડેે જામીન પર હોય તેને કોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવાયું હતું, પરંતુ ચુકાદાના દિવસે તે હાજર રહ્યો નહતો, આથી તેની ગેરહાજરીમાં જ કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. આરોપી મૂળ બિહારનો રહેવાસી હોય એક શંકા એ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ફરાર થઈ ગયો હોય. એપીપી દિપેશ દવે કહે છે કે આરોપી હવે ગમે ત્યારે પકડાય ત્યારે તેને સીધો જેલમાં જ મોકલી દેવામાં આવશે.

સુરતમાં આપધાતના ત્રણ બનાવ

0
ક્રાંતિ સમય

સુરત, નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં વડોદગામમાં શાસ્ત્રીનગરમાં રહેતો ૨૨ વર્ષીય બ્રિજેશ સુરેશ સિંગ ગુરુવારે રાતે ઘરમાં છતના પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે કહ્યુ કે બ્રિજેશ મુળ બિહારના બકસરનો વતની હતો. તેના લગ્ન ૧૪ માસ પહેલા થયા હતા. જોકે તેને નાંણાકીય તકલીફ પડતી હોવાની સકયતા છે. પણ તાપસ દરમિયાન હકીકત જાણવા મળશે.

બીજા બનાવમાં કતારગામમાં યોગેશ્વર કોમ્પ્લેક્ષમાં રહેતો ૧૭ વર્ષીય સાવન અશ્વીન ચાવડા ગુરુવારે સાંજે ઘરમાં કોઇ કારણસર છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તેની એક બહેન છે. તેના પિતા નોકરી કરે છે. ત્રીજા બનાવમાં લિંબાયતમાં કેશવનગરમાં રહેતો ૨૬ વર્ષીય હેમરાજ ભાસ્કર નિમજે આજે શુક્રવારે સવારે ઘરમાં અગમ્ય કારણસર પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. તે ત્રણ બહેનનો એકને એક લાડકવાય ભાઇ હતો. તે માર્કેટમાં નોકરી કરતો હતો.

રાજ્ય સરકારની સૈધ્ધાંતિક મંજૂરી, નવા 8 ઓવરબ્રિજ માટે 390 કરોડ મંજૂર, કામ તેજ થશે

0
ક્રાંતિ સમય

સુરત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિથી ‘ઇઝ ઓફ લિવીંગ’ને વેગ આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરોના આઉટગ્રોથ વિસ્તારમાં વિકાસ કામો તથા શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં જન સુવિધા વૃદ્ધિના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. પાલિકા-સુડાના વિકાસ કામો માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજૂ કરેલી 8 ફલાય ઓવર નિર્માણની રૂપિયા 390 કરોડની રિવાઇઝ્ડ દરખાસ્તને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સાથે સુડાને 10 તળાવ વિકાસવાવા 36.69 કરોડ ફાળવાશે. ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસ કામોની પાલિકા અને સુડા સાથે ગાંધીનગરની દરખાસ્તને મંજૂરી આપી છે, જેથી પાલિકાના 8 નિર્માણાધિન બ્રિજો માટે રૂપિયા 390 કરોડની ગ્રાંટ પ્રાપ્ત થશે, જેથી હાલની કામગીરીને વેગ મળશે તથા પાલિકાની તળિયા ઝાટક તિજોરીને રાહત મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડાએ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે રજૂ કરેલી તળાવ વિકાસના 10 જેટલા કામોની રૂપિયા 36.69 કરોડની દરખાસ્તને પણ અનુમોદન આપ્યું છે. સુરત મહાનગરના દિન-પ્રતિદિન વધી રહેલા ટ્રાફિક ભારણના યોગ્ય સંચાલન માટે સુરત મહાનગરપાલિકાએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજુ કરેલી 8 ફલાયઓવર નિર્માણની 390 કરોડ રૂપિયાની રિવાઇઝ્ડ દરખાસ્તને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ 8 બ્રિજ માટે 390 કરોડ મંગાયા હતા. 1.લીંબાયત-નવાગામ રેલવે અંડર પાસ 60. 2.ડીંડોલી માન સરોવર રેલવે બ્રિજ 50. 3. કોસાડ-ક્રીભકો લાઈન રેલવે બ્રિજ 50. 4.ભાઠેના ફ્લાય ઓવર 40. 5.નવીન ફ્લોરિન પાસે ફ્લાય ઓવર 40. 6.ખરવાસા મીડલ રિંગરોડ સાઈ પોઈન્ટ પાસે ઓવર બ્રિજ 50. 7.સચીન GIDC જંકશન પાસે બ્રિજ વાઈડનીંગ 40. 8.ઉધના પત્રકાર કોલોની ઓવર બ્રિજ 60.