Home Blog Page 61

“મિશન લાઈફ – પર્યાવરણલક્ષી જીવનશૈલી” વિષય પર વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો

0
ક્રાંતિ સમય

‘પર્યાવરણનું સંવર્ધન એ જ માનવ જીવનનું સંવર્ધન’: ડી.સી.પી. ભગીરથ ગઢવી

સુરત, ૫ જૂન એટલે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીનાં ભાગરૂપે કેન્દ્રીય સંચાર બ્યૂરો, સનરાઈજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાન, સુરત દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ, ઉધના ખાતે “મિશન લાઈફ-પર્યાવરણલક્ષી જીવનશૈલી” વિષય પર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦થી વધુ તાલીમાર્થીઓની સાથે લોકપ્રતિનિધિઓ,અઘિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનાં મુખ્ય અતિથિ ડી.સી.પી. શ્રી ભગીરથ ગઢવીએ પ્રાસંગિક ઉદબોધનમાં તાલીમાર્થીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બની વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાની પ્રેરણા આપી હતી. પર્યાવરણનું સંવર્ધન એ જ માનવ જીવનનું સંવર્ધન છે એમ જણાવી તેમણે યુવાઓને માનવજીવન માટે અતિ આવશ્યક પ્રકૃતિ માટે જાગૃત બનવાની અરજ કરી હતી.

આ પ્રસંગે નિવૃત્ત આઈ.એ.એસશ્રી આર.જે.પટેલે “પર્યાવરણ શરણં ગચ્છામિ”નાં સંસ્કૃત શ્વોક થકી આધુનિકરણના સમયમાં પર્યાવરણ સુરક્ષાનું માહાત્મ્ય સમજાવ્યું હતું. પોતાના અનુભવો વિષે વાત કરી તેમણે આજની યુવાપેઢીને પર્યાવરણ અંગે જાગૃતતા કેળવવાનું આહ્વાન કર્યું હતું. સાથે જ લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે વિજ્ઞાન અને ધર્મનાં સમન્વયની આગવી જરૂરિયાત વિષે સમજાવી ઉચિત વર્તન કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. વિસ્તારનાં નગરસેવક શ્રી સોમનાથભાઈ મરાઠેએ પોતાનાં વિસ્તારમાં ૫ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું તેમજ પર્યાવરણ સંતુલન માટે નવી પેઢીની સક્રિયતાની આવશ્યકતા પર બહાર મૂક્યો હતો.

આ કાર્યક્રમમાં ‘વિશ્વ પર્યાવરણ દિન’ને અનુલક્ષીને ચિત્રકળા, નિબંધ અને પ્રશ્નોત્તરી સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. તેમજ અતિથિઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ અહિં ઉપસ્થિત તાલીમાર્થીઓને સરગવાનો રોપો ભેટરૂપે આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સનરાઇજ આર્મી અને પોલીસ પ્રશિક્ષણ સંસ્થાનનાં પ્રમુખશ્રી પ્રદિપભાઈ શિરસાઠ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાધિકાબેન લાઠીયા, આર.એફ.ઓશ્રી જીગ્નેશભાઈ ગામિત, ભેસ્તાન ફાયર ઓફિસરશ્રી હિતેશભાઈ પાટીલ, રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય શ્રીવિનોદભાઈ પવાર, નગરસેવકશ્રી બળવંતભાઇ પટેલ,ભૂતપૂર્વ નગરસેવકશ્રી સુરેશભાઈ કણસાગરા, મહામંત્રી શ્રીમતી માયાબેન બારડ, PSI(ઉધના) શ્રી ડી.એમ.મૂળયાસિયા,એલ.આઈ. બી ના હે.કો. હરીશભાઈ સોલંકી,ક્ષેત્રિય પ્રચાર અઘિકારીશ્રી ઈન્દ્રવદનસિંહ ઝાલા, એડવોકેટ રિલેશભાઈ લિમ્બાચિયા,બી.એસ.એફ.ના શિવરાજભાઈ સાવલે અને શિક્ષકશ્રીઓ ધર્મેશભાઈ પ્રજાપતિ, કૌશલ બાગડે,કમલેશ શિરસાઠ તેમજ ચંદ્રકાંત ક્ષીરસાગર ઉપસ્થિત રહ્યા હતા.

સુરત રેલ્વે સ્ટેશનને વિકસાવવા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટના ફેઝ-1 ની કામગીરી શરૂ થઈ

0
ક્રાંતિ સમય

સુરત મહાનગર પાલિકા વેસ્ટર્ન રેલવે, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા સુરતના રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ માટેના પહેલા ફેઝના  કામગીરી શરૂ થઈ ગઈ છે. આ પ્રોજેક્ટ માટે વરાછા નજીક આવેલા સૂર્યપૂર ગરનાળાની પૂર્વે તરફે સુરત-કામરેજ વરાછા મેઇન રોડ તરફેથી પ્રોજેકટની એન્ટ્રી-એકઝીટ માટે રેલવે કલવર્ટને પૂર્વે લાગુ 162 ચોરસમીટર વાળી  મેળવવા માટે પાલિકાએ જગ્યા માલિક સાથે વાટાઘાટ થી જગ્યા મેળવવા માટેના પ્રયાસ કર્યો હતો.

પાલિકાએ  ફાઇનલ ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાઇનલ પ્લોટ નં 266/1 ક્ષેત્રફળ 162 ચોરસ મીટર વાળી જમીન મેળવવા જમીન માલિક સાથે વાટાઘાટો કરી હતી. પાલિકાએ જમીન માલિક 21,214 પ્રતિ ચોરસ મીટરનો ભાવની  ઓફર કરી હતી. પરંતુ પાલિકાની આ ઓફર સાથે જગ્યા માલિક સંમત થયા ન હતા. તેઓએ પ્રતિ ચોરસ મીટર અઢી લાખ રૂપિયાના ભાવે જગ્યા આપવા માટેની તૈયારી બતાવી હતી. પરંતુ જમીન માલિકોએ કરેલી ઓફર પાલિકાને ગેરવ્યાજબી લાગતાં  હવે પાલિકાને આ જગ્યા વાતાઘાટ થી નળી મળે તેવું લાગતા આ પ્રોજેક્ટના ઉપયોગમાં આવતી જગ્યા ફરજ્યાત સંપાદન કરવા માટેનો નિર્ણય કર્યો છે અને આ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી છે તેના પર નિર્ણય કરાશે.

સુરત પાલિકાના અઠવા ઝોનમાં કોમન પ્લોટમાં દેરાસરના મુદ્દે વધુ એક વિવાદ, સુમેરૂ રેસિડેન્સી જૈન દેરાસર મુદ્દે હોબાળો

0
ક્રાંતિ સમય

સુરત, સુરત પાલિકા અઠવા ઝોનમાં થોડા સમય પહેલાં એક સોસાયટીના કોમન પ્લોટમાં ટેમ્પરરી સ્ટ્રકચર ના નામે દેરાસર ઉભુ કરી દેવાતાં વિવાદ થયો હતો. આ વિવાદ માંડ શાંત પડ્યો છે ત્યારે સુરત ખાતે આવેલ સુમેરૂ રેસીડેન્સીના કોમન પ્લોટમાં જૈન દેરાસરના નિર્માણ મુદ્દે વિવાદ થયો છે. આ રહેણાંક સોસાયટીમા 120 ફ્લેટ હોલ્ડરો પૈસી 40 ફ્લેટમાં જૈન સમાજના અગ્રણીઓ વસવાટ કરી રહ્યા છે. જેઓ દ્વારા કેમ્પસમાં જૈન દેરાસર બનાવવામાં આવી રહ્યું હોવાને કારણે અન્ય ફ્લેટ હોલ્ડરો દ્વારા આ અંગે ભારે વિરોધ ઉભો કરવામાં આવ્યો હતો. રહેણાક સોસાયટીના કોમન પ્લોટમાં  દેરાસર બનાવી દેવાના મુદ્દે સોસાયટી ના બે મુદ્દા સામસામે આવી ગયા હતા. આજે સવારે અચાનક બે જુથ સામ સામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસની એન્ટ્રી થઈ હતી. પોલીસી દરમિયાનગીરી કરીને બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તો બીજી તરફ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે કોમન પ્લોટમાં દેરાસર મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા ઝોનમાં 200થી વધુ અરજી કરી છે છતાં કોઈ કામગીરી થતી નથી.

સોસાયટીનો એક પક્ષ દેરાસરની તરફેણમાં છે જ્યારે બીજો પક્ષ દેરાસરના વિરોધમાં છે. સોસાયટીના કેટલાક રહીશો એવો આક્ષેપ કરી રહ્યાં છે કે, કોમન પ્લોટમાં ગેરકાયદે દેરાસર અંગે 200થી વધુ વાર અઠવા ઝોનમાં ફરિયાદ કરી છે પરંતુ ઝોન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ઝોન દ્વારા સોસાયટીમાં બેન્કવેટ હોલ અને ગેમ ઝોનનું ડિમોલીશન કરીને જ સંતોષ માનવામાં આવ્યો છે. જ્યારે સીઓપીમાં બની રહેલા જૈન દેરાસર મુદ્દે અઠવા ઝોન દ્વારા કોઈ પગલાં ભરતું નથી. આ મુદ્દે ફરી એક વાર સોસાયટીમાં બન્ને પક્ષના રહીશો વચ્ચે હોબાળો થયો હતો અને તેના કારણે પોલીસે એન્ટ્રી કરવી પડી હતી.  હોબાળા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને પક્ષ વચ્ચે વાટાઘાટ કરીને સમાધાન કરાવ્યું હોવાનું જાણવા મળે છે. જોકે,  સોસાયટીના રહીશો અઠવા ઝોન ની કામગીરી સામે નારાજગી દર્શાવી રહ્યાં છે.

સુરતના અમરોલીમાં ઘરમાં એકલી રહેતી મહિલાનો આપઘાત

0
ક્રાંતિ સમય

સુરત, શહેરના અમરોલી વિસ્તારની એક સોસાયટીમાં એકલી રહેતી મહિલાએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને ગળા ફાંસો ખાઈ લીધો હતો. ફાયર વિભાગ અને અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે આવેલ રઘુવીર સોસાયટીમાં રહેતા મનીષાબેન જગદીશ ચાવડા (ઉ.વ.38 )એ મોડી રાત્રે ઘરમાં હીચકાના હુક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ આપઘાત લીધો હતો. જોકે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને ઘટના અંગે ખબર પડતા સ્થાનિકો ભેગા થઇ ગયા હતા. ત્યારબાદ આ બાબતે ફાયર કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને અમરોલી પોલીસ સ્થળ પર પહોંચી હતી. ફાયરના જવાનોએ દ૨વાજો તોડતા મહિલાનો મૃતદેહ અંદર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. જેને પગલે સ્થાનિકો ચોકી ગયા હતા.

મહિલાનો મૃતદેહ નીચે ઉતારી પોલીસને સોંપવામા આવ્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મનીષાબેનના બે-ત્રણ મહિના પહેલા છૂટાછેડા થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રો છે. જે મુંબઈમાં રહે છે અને અહીં તેઓ એકલા રહેતા હતા. એકલવાયા જીવનથી કંટાળીને આ પગલું ભર્યું હોય એવી હાલમાં શક્યતા લાગે છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચાર દિવસ પહેલાં સાયણમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, ઊંઘ બગાડવા મુદ્દે બોલાચાલી થતાં 2 ભાઈએ રૂમ પાર્ટનરની હત્યા કરી હતી

0
ક્રાંતિ સમય

સુરત, ઓલપાડ પોલીસ સ્ટેસનની સાયણ ચોકીની હદમાં દિન પ્રતિદિન ગંભીર પ્રકારના ગુના બની રહ્યા છે ત્યારે ગુરૂવારન ૩૧ /૦૫/૨૩ ની રાત્રે ફરીવાર યુવકની હત્યા થવાની ઘટનાએ પોલીસ દોડતી થઈ હતી. ઘટનાની વિગતવાર હકીકત મુજબ મૂળ ભાલિયાપલ્લી પોસ્ટ જગમોહન જિલ્લો ગંજામ ઓરિસ્સા અને હાલ રસૂલાબાદ સોસાયટી, સાયણ ખાતે રહેતો રોહિત રામચંદ્ર બહેરા યુ.વ 40 એ ઓરિસ્સા પોતાના વતન જઈને છ દિવસ પહેલા સાયણ ગામે પરત આવેલો. ત્યારે રોહિત અને તેના મિત્ર ટુકુના ઉર્ફે ઓમ દુર્યા બહેરા ઉ.વ ૩૦ તથા તેનો ભાઈ નંદા ઉર્ફે રામ દુર્યા બહેરા ઉ.વ 33 બન્નેવ મૂળ રહે ગૌડિયાબોરડા સાઈ મહોલ્લા થાના બુગુડા ગંજામ ઓરિસ્સા હાલ રહે દેલાડ ગામ ગણેશ ઈન્ડસ્ટ્રી બાપા સીતારામ ટેક્ષટાઇલની રૂમમાં જેઓ ત્રણેવ કારખાનામાં સાથે કામ કરતાં હતા. ત્યારે ગત તારીખ 31 મે ના રોજ બપોરના સમયે ટુકુના અને નંદા એ બનેવ ભાઈ કારખાનામાં રૂમમાં આરામ કરતાં હતા ત્યારે રોહિત તેના અન્ય મિત્ર સાથે તેમના રૂમ પર આવી બન્નેવ ભાઈને ઊંધમાથી જગાડી ડેટા ઉંઘ બગાડવા બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

દિવસે થયેલી બોલાચાલી બાદ તેજ રાત્રિના સાડા આંઠેક વાગ્યાના સુમારે રોહિત અને ટુકુના તથા નંદા ખેતરારી રસ્તા પર ભેગા થતાં તેઓ વચ્ચે ફરી બોલાચાલી સાથે જગડો થતાં ટુકુના ઉર્ફે ઓમ બહેરાએ સંચા મશીનમાં વપરાતો ફટકો રોહિતના માથાના ભાગે મારી જમીન પર પાડી દીધા બાદ નંદા બહેરા એ તેની પાસે રાખેલા ચપ્પુથી રોહિતના ગળાના ભાગે ઘા કરી જીવલેણ ઇજા પહોચાડી બન્નેવ હત્યારા ભાઈ ઘટના સ્થળથી ભાગી છૂટેલા. જયારે ચ્પ્પુના ઘા થી ગંભીર રીતે ઘવાયેલા રોહિતનું સારવાર દરમિયાન મોત થતાં ઓલપાડ પોલીસે હત્યા મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી બન્નેવ હત્યારા ભાઈઓને સાયણ વિસ્તાર માથી પકડી પાડી વધુ પૂછતાછ કરતાં તેઓએ હત્યાના ગુનાની કબૂલાત કરી હતી.

શ્રી ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંતનું હાર્ટ એટેકથી નિધન થતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા

0
ક્રાંતિ સમય

સુરતના પ્રસિદ્ધ શ્રી ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત રાકેશનાથજી મહારાજનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. રાકેશનાથજી મહારાજના અંતિમ સંસ્કાર સોમવારે (તા. 05/06/2023) કરવામાં આવી હતી. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથી શરૂ થઈ અને ક્ષેત્રપાલ મંદિર સાગરપુર થઈને રામનાથ ઘેલા ઉમરા સ્મશાનભૂમિ પહોંચી. સોમવારે (તા. 05/06/2023) તેમના મૃતદેહ પંચમહાભૂતમાં વિલીન થયા.ક્ષેત્રપાળ હનુમાન દાદાના મંદિરના મહંત રાકેશનાથજી મહારાજનું ગત શનિવારના રોજ નિધન થયું છે. તેઓની તબિયત લથડતા તેઓ બે-ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. અહીં શનિવારના રોજ 52 વર્ષની વયે તેઓને હાર્ટ એટેક આવતા તેઓનું નિધન થયું હતું. તેઓના નિધનના પગલે સમગ્ર દક્ષિણ પથંકમાં રહેતા અનુયાયીઓમાં શોકની કાલિમા છવાઈ ગયી હતી.

મોબાઇલમાં ઉતારેલા વીડિયોથી ભાંડો ફુટીયો,‘તમે ગાંજાનું સેવન કરો છો’ની ધમકી આપી નકલી પોલીસે 3 હજાર પડાવ્યા, બંનેની ધરપકડ

0
ક્રાંતિ સમય

સુરત શહેરના અડાજણ-પાલ ખાતે પાલનપુર ગાર્ડનમાં ફરવા ગયેલા રત્નકલાકાર અને તેના મિત્રોને નકલી પોલીસે પાલ પોલીસમાં હોવાની ઓળખ આપી કહ્યું કે તમે ગાંજોનું સેવન કરો છો એમ કહી પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી 3 હજાર પડાવી લીધા હતા. રત્નકલાકારના મિત્રએ મોબાઇલમાં ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. આ વિડીયો રત્નકલાકારે પાલ પોલીસમાં જઈ બતાવતા બન્ને ઠગનો ભાંડો ફુટી ગયો હતો.

પાલનપુર જકાતાનાકા પાસે રહેતા 24 વર્ષીય રત્નકલાકાર ભાવેશ બરોડીયા તેના 3 મિત્રો સાથે ગાર્ડનમાં ગયો હતો. દરમિયાનમાં બે શખ્સોએ ખાનગી કપડામાં ગાર્ડનમાં આવી અમે પાલ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફમાં નોકરી કરીએ છીએ, અહીં કેમ બેઠા છો, તમે ગાંજાનું સેવન કરો છો, એમ કહી ગાળો આપી પાલ પોલીસ સ્ટેશને લઈ જવાની ધમકી આપી હતી. રત્નકલાકારે બન્ને શખ્સો પાસે આઈકાર્ડ માંગતા તે પણ આપ્યો ન હતો. બન્ને શખ્સો પૈકી એકનું નામ સાનીલ અને બીજાનું દીપક આપ્યું હતું. પાલ પોલીસે વિડીયોના આધારે ગુનો દાખલ કરી સાનીલ કમલેશ કઠોરવાલા(22)(રહે,ગોપાલ પાર્ક સોસા, પાલનપુર પાટિયા, રાંદેર) અને દીપક નાનજી બારીયા(22)(રહે, સાગર એપાર્ટ, પાલનપુર પાટિયા, રાંદેર)ની ધરપકડ કરી છે. અગાઉ સાનીલે લોકરક્ષળદળની પરીક્ષા પણ આપી હતી. જેમાં તે ફેઇલ થયો હતો.

જીમમાં ભેટો થયેલા યુવકે યુવતીને બિઝનેશ શરુ કરવાની લાલચ આપી બળાત્કાર આચર્યો

0
ક્રાંતિ સમય

સુરત ના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક યુવતીને જીમમાં કસરત દરમિયાન એક યુવક સાથે મુલાકાત થઈ હતી. 7-8 વર્ષ પહેલા 25 વર્ષની આસપાસની વયની મહિલા સાથે પરિચય થયો હતો. યુવક પોતાની માતાને લઈને જીમમાં આવતો હતો. માતા જીમ કરતી હતી દરમિયાન યુવતી સાથે તેનો પરિચય થયો હતો અને વાત સોશિયલ મીડિયા દ્વારા ચેટિંગ સુધી પહોંચી ગઈ હતી. આ દરમિયાન યુવકે તેને બિઝનેશ શરુ કરવાની વાતો કરી હતી. આમ બંનેએ ધંધો શરુ કરવાની લાલચની જાળમાં ફસાવી પૈસા પડાવી લીધા હતા. વાત આગળ જતા પરિણીત યુવતી સાથે શારીરિક સંબંધ બળજબરી પૂર્વક બાંધ્યા હતા. આરોપી યુવકે પરિણીત યુવતીને પોતાની જાળમાં ફસાવીને કાર અને સોનાના દાગીના પર લોન લેવડાવી હતી. જે લોનની રકમથી બિઝનેશ શરુ કરવાની વાતો કરી હતી. આરોપી યુવકે પૈસા પડાવી લીધા બાદ લોનના હપ્તા ભરવાનુ બંધ કરી દીધુ હતુ અને જેને લઈ યુવતીએ ઉઘરાણી શરુ કરતા જ યુવકે તેને પોતાના ઘરે આ અંગે બોલાવી હતી. જ્યાં તેણે પરિણીતા પર બળજબરી આચરી હતી.

પરિણીતાએ પોતાના નામે બે કાર ઉપર લોન લઈને તેમજ ઘરેણાં ઉપર લોન લીધી હતી. જેના બેંકના હપ્તા ભરવાનું આરોપી યુવક ઈશ્વર પટેલે બંધ કરી દીધેલ જેથી પરિણીતાએ ફોન કરીને તેને બેન્કના કાર લોનના હપ્તા ભરવાનું જણાવ્યુ હતુ. આરોપી ઈશ્વરે યુવતીને પોતાના ઘરે બોલાવી ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં પરિણીતાની મરજી વિરુદ્ધ બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે અંગે ડિંડોલી પોલીસે સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી થઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. યુવતીને બ્લેકમેલ કરી અવારનવાર તેના ઘરે જઈ તેના પતિની ગેરહાજરીમાં બળજબરી કરી શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. સાથે જ તેને રૂપિયા નહીં આપે તો તેના પતિને જાણ કરી બદનામ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ એક દિવસ આરોપી ઈશ્વર ગોપાલ પટેલ ઉર્ફે વિક્રમ રાણા (ઉવ.32, ધંધો- હિરા ઘસવાનો રહે-E/204 સ્વસ્તિક લેક એપાર્ટમેન્ટ, SMC ગાર્ડન પાસે ડીંડોલી સુરત) પીડિતાના પતિની ગેરહાજરીમાં તેના ઘરે ગયેલ અને પીડિતાની દીકરીને જોઈ જતા તેની ઉપર પણ દાનત ખરાબ કરી હતી. આખરે કંટાળી જઈ પીડિતાએ તેના પતિને જાણ કરતા ડીંડોલી પોલીસને ફરીયાદ કરી હતી.

સરથાણામાં રત્નકલાકાર પિતાએ ફાંસો ખાઈ લેતા માતા વિનાની 6 વર્ષની દીકરી અનાથ બની, મહિલા PSI એ નિભાવી જવાબદારી

0
ક્રાંતિ સમય

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં છ વર્ષીય માસૂમ બાળકી નિરાધાર બનવાની હદયદ્રાવક ઘટના સામે આવી છે. સરથાણામાં રત્નકલાકારે પુત્રીને સુવડાવી ફાંસો ખાઈ લીધો હતો. મુળ ભાવનગરના અને અગાઉ લંબેહનુમાન રોડ રેણુકાભવન પાસે રહેતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ(40) અગાઉ હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમના પત્નીનું અગાઉ અવસાન થઈ ગયું હતું. શનિવારે તેઓ તેમની 6 વર્ષીય દીકરી નેન્સી (ઉં.વ. 6) સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી બીઆરટીએસથી વનમાળી જંક્શન બીઆરટીએસ બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં આંબાના ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. રાત્રે દીકરી નેન્સીને સુવડાવી દીધા બાદ ધર્મેન્દ્રભાઈએ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાધો હતો. મોર્નિંગ વોક કરવા માટે નીકળેલા લોકોની નજર પડતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે દીકરીની પુછપરછ કરતા તેણે તેની માતાનું અગાઉ અવસાન થઈ ગયું હોવાનું તેમજ શનિવારે જ વતનથી સુરત આવ્યા હોવાનું અને પિતા હીરાના કારખાનામાં કામ કરવા માટે જવાના હોવાનું જણાવ્યું હતું. જોકે, પિતાએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. ધર્મેન્દ્રભાઈ પાસે એક ડાયરી મળી આવી હતી. જેમાં તેમણે `હું મારી રીતે જાઉ છુ, કોઈનો વાંક નથી કોઈને હેરાન કરતા નહી` તેવી સ્યુસાઈડ નોટ લખી હતી. બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

6 વર્ષની માસૂમ દીકરી નેન્સીએ માતા ગુમાવ્યા બાદ પિતાએ આપઘાત કરી લેતા અનાથ બની ગઈ હતી. નેન્સી માતા- પિતા સિવાય પોતાના કે પરિવારના અન્ય સભ્યો વિશે વધુ કાંઈ જાણતી નથી. માતા-પિતાના મૃત્યુ બાદ હવે માસૂમ નેન્સીનું શું થશે? એવી ચર્ચા ઘટનાસ્થળે હાજર લોકોમાં થવા સાથે આઘાતની લાગણી જોવા મળી હતી. હાલ તો એકાએક નોંધારી બનેલી આ નાનકડી બાળા નેન્સીને પોલીસે પોતાની પાસે રાખી લીધી છે. ‘શી’ ટીમ તેણીની સાર-સંભાળ રાખી રહી છે. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડના સરનામે પોલીસે તપાસ કરાતા ત્યાં કોઈ મળ્યું ન હતું. પરંતુ તેના એક વર્ષના પુત્રને દત્તક લેનારા જૂનાગઢ વિસાવદરના ભટ્ટ પરિવારની માહિતી મળી હતી. જેથી લોકોને પોલીસે અપીલ કરી છે કે આ બાળકીના વાલીવારસને જાણતા હોય તો સરથાણા પોલીસને જાણ કરવા વિનંતી. જો બાળકીના વાલી વારસ નહીં મળે તો આગળની કાર્યવાહી કરાશે.

6 વર્ષની દીકરી નેન્સી નિરાધાર બનતા સરથાણા પોલીસના મહિલા PSI બીડી મારુ માસૂમ દીકરીને પોતાની સાથે લઈ આવ્યા હતા. જ્યાં તેને પ્રેમપૂર્વક જતન કરવાની શરુઆત કરી હતી. મહિલા અધિકારીએ દીકરીને પ્રેમપૂર્વક પોતાની સાથે રાખીને તેને પોતાની સાથે રાખી જતન કરી રહ્યા છે. જેથી સરથાણા પોલીસ પાસે હાલ માસૂમ દીકરી છે. આખો દિવસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ યશોદા બન્યો હોય તે રીતે બાળકીનું લાલન પાલન કર્યું હતું. બાદમાં રાત્રિના સમયે પીએસઆઈ બી.ડી. મારું બાળકીને પોતાના ઘરે લઈ ગયા હતાં. જ્યાં તેણીને નવડાવી ધોવડાવી, જમાડીને બીજે દિવસે વળી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યાં હતાં. હાલ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ બાળકીને કંઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખી રહ્યો છે.

ડુમસ ડેવલપમેન્ટ માટે બંને એજન્સી ક્વોલિફાઇડ, 176 કરોડની સૌથી ઓછી ઓફર

0
ક્રાંતિ સમય

ડુમસ દરિયા કિનારાના વિસ્તારને વિકસવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સી-ફેસ ડેવલપમેન્ટ હવે ધીમે ધીમે આગળ ધપી રહ્યો છે. પાલિકાના સિટી ઇજનેર સેલ દ્વારા ટેન્ડર જારી કરવામાં આવ્યા બાદ બે એજન્સીઓએ ઇકો-ટુરિઝમ ડેવલપમેન્ટ માટે રસ દાખવ્યો હતો અને બંને એજન્સીઓએ પોતપોતાની ઓફર પાલિકાને આપી હતી. ટેન્ડર આવી ગયા બાદ સ્ક્રુટીની ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જ દોઢ મહિનો વિતી ગયો છે ત્યારે બંને એજન્સીઓ ક્વોલિફાઇડ થઈ ગઈ છે.

હવે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ એજન્સી નક્કી કરવાથી લઈ સુધારાને આખરી ઓપ આપશે. શાસકોએ મંજૂર કરેલા 137.72 કરોડના અંદાજ કરતાં પણ આવેલી ઓફરમાં 39 કરોડ વધી ગયા છે. ઈકો-ટુરિઝમ કમ્પોનેન્ટસ અને 5 વર્ષ ઓપરેશન માટે એપ્રિલમાં ટેન્ડર મૂકાયા હતાં, જેમાં બે એજન્સી દોઢ મહિના બાદ ક્વોલિફાઇ થઈ છે. આ પૈકી લોએસ્ટ-1 એમ.પી. બારિયા, વડોદરાની 176.70 કરોડ તથા ક્યુબ કન્સ્ટ્રક્શન, સુરતની 184.45 કરોડની ઓફર મળી છે.