Home Blog Page 59

લોકોની ફરિયાદના નિકાલનો દાવો કરતી મ્યુનિ.ના વિભાગના કર્મચારીઓએ જ પાણી માટે બોરીંગ પર નિર્ભર, ફાયર સ્ટેશનમા દોઢ મહિનાથી પાણી પુરતા પ્રેશરથી આવતું નથી

0
ક્રાંતિ સમય

સુરતમાં છેલ્લા કેટલાક વખતથી જુદા જુદા કલરનું અને વાસ મારતું પાણી આવતું હોવાની ફરિયાદ અનેક વિસ્તારમાં આવી રહી છે. આ સમસ્યા અંગે ગણતરીના દિવસોમાં ઉકેલ આવ્યો હોવાનો દાવો તંત્ર કરી રહ્યું છે. જોકે, મ્યુનિ.ની મુખ્ય કચેરીની બરાબર સામે આવેલા ફાયર સ્ટેશન માં પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં તંત્ર વામણું પુરવાર થયું છે. મ્યુનિ. હાલમાં જ સેન્ટ્રલ ઝોનમાં જાન્યુઆરી 2023 માં ફાયર સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

સુરત મ્યુનિ. લોકોના પાણીના પ્રશ્નની ફરિયાદનો નિકાલ ત્વરિત કરવાનો દાવો કરી રહી છે પરંતુ દીવા તળે અંધારું હોય તેમ  સેન્ટ્રલ ઝોનમાં બનેલા ફાયર સ્ટેશનમાં છેલ્લા દોઢ મહિનાથી પુરા પ્રેશરથી પાણી આપી શકતું નથી. આ જગ્યાએ ફાયર સ્ટેશન શરૃ થઈ ગયું છે પરંતુ છેલ્લા દોઢ મહિનાથી આ જગ્યાએ પીવાનું પાણીનું પ્રેશર ઘણું જ ધીમું આવે છે જેના કારણે પુરતું પાણી મળતું ન હોવાથી કર્મચારીઓએ જ બોરિંગના પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આજે મેયરે ફાયર સ્ટેશનની વિઝીટ કરી આ સમસ્યાનો તાકીદે હલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

લિંબાયતના ખ્વાજા નગરમાં આંગણવાડીની બારી સાથે પશુઓને બાંધી દેવાનો વીડિયો વાયરલ, કતલખાને આવતા પશુઓને બાંધી દેવામાં આવતા હોવાની ફરિયાદ

0
ક્રાંતિ સમય

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ખ્વાજા નગર વિસ્તારમાં બાળકોને પોષક ખોરાક મળે તે માટે આંગણવાડી બનાવવામાં આવી છે. આ આંગણવાડીમાં અનેક બાળકો આવે છે અને સ્ટાફ પણ કામગીરી કરે છે. પરંતુ કેટલાક માથાભારે તત્વો દ્વારા કતલખાને આવતા ઢોર આંગણવાડી કેમ્પસમાં બાંધી દેતા હોવાની ફરિયાદ થઈ રહી છે. આ અંગેના વિડીયો સાથે કેટલાક ગૌસેવકોએ પાલિકા અને પોલીસને રજુઆત કરી છે. આ પ્રકારના ગુનાહિત કૃત્ય જોઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે જોકે, હજી સુધી આંગણવાડી માંથી ઢોરનો ત્રાસ દુર કરવામાં તંત્ર સફળ રહ્યું નથી જેના કારણે જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપેલા બાકડા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરે ટેરેસ પર મુકી દીધા

0
ક્રાંતિ સમય

આપમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરનું પરાક્રમ બહાર આવ્યું છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપેલા બાકડા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટરે ટેરેસ પર મુકી દીધા છે. લોકોની સુવિધા માટે અન્ય જગ્યાએ બાકડા મુકવાના બદલે કોર્પોરેટરે પોતાની બિલ્ડીંગની ટેરેસ પર મુકી દેતા વિવાદ ઉભો થયો છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપવામા આવેલા બાકડા બિલ્ડીંગના ટેરેસ પર પહોંચ્યા તેનો વિડીયો વાયરલ થતાં ટેરેસ પર બાકડાં પહોંચાડનારા કોર્પોરેટરે કોઈને ત્યાં પ્રસંગ હોવાથી બાકડાં ટેરેસ પર મુક્યા હોવાનો લુલો બચાવ કર્યો છે. સુરતમાં આમ આદમી પાર્ટીની ટિકીટ પર જીતેલા  કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે અને ત્યાર બાદ વોર્ડ નંબર 4ના કોર્પોરેટર હાલમાં વિવાદમા આવ્યા છે. આપમાંથી ચુંટણી જીત્યા બાદ આપના કોર્પોરેટરોએ બાંકડાના બદલે લોકપયોગી કામમાં ગ્રાન્ટનો ઉપયોગ કરવો તેવો નિર્ણય કર્યો હતો.

પરંતુ હાલમા એ.કે. રોડ પર શ્રીજી નગર સોસાયટીમાં રહેતાં ઘનશ્યામ મકવાણા જે બિલ્ડીંગમાં રહે છે તે બિલ્ડીંગના ટેરેસ પર ત્રણ બાકડા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વિડીયો અંગે કોર્પોરેટર  ઘનશ્યામ મકવાણા કહે છે, અમારી બિલ્ડીંગના ટેરેસ પર બાકડા છે તે વાત સાચી છે પરંતુ તે કાયમ માટે મુકવામા આવ્યા નથી. અમારી બિલ્ડીંગમાં એક વ્યક્તિના ઘરે પ્રસંગ હતો તેથી બાકડાં ટેરેસ પર મુકવામા આવ્યા છે અને હવે પ્રસંગ પુરો થઈ ગયો છે એટલે બાકડાં નીચે ઉતારી દેવામા આવશે. આ બાંકડા ગઈકાલે જ મુક્યા છે અને આજે ઉતરી પણ જશે તેવો પોકળ ખુલાસો તેઓએ કર્યો હતો.

હોમ ડિલિવરી કરાવવા આવેલા વિધર્મી ડિલિવરી બોયે શારીરિક અડપલાં કરતા યુવતી રણચંડી બની, પોલીસે ધરપકડ કરી

0
ક્રાંતિ સમય

બનાવની વિગત એવી છે કે ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવ નગરમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીએ ઓનલાઇન ખરીદી કરી હતી. ઓનલાઇન ખરીદીની વસ્તુ ઘરે ડીલીવરી મેળવવા માટે તેમણે પોતાના ઘરનું એડ્રેસ આપ્યું હતું. જેથી ગતરોજ સાંજે છ વાગ્યાના અરસામાં ફ્લિપકાર્ટ કંપનીમાં કુરિયર બોય તરીકે કામ કરતો સુફિયાન ફિરોજ પટેલ યુવતીએ ઓનલાઈન ઓર્ડર કરેલ કુરિયર આપવા માટે ઘરે આવ્યો હતો.આ દરમિયાન યુવતીના પરિવાર બહાર ગયો હોવાથી તે ઘરમાં એકલી હતી.જેને લઇ કુરિયર બોય યુવકે યુવતીનો એકલતાનો લાભ લઇ છેડતી કરી હતી.

ફ્લિપ કાર્ટનો ડિલિવરી બોય સુફિયાનને અંદાજ આવી ગયો હતો કે યુવતી ઘરમાં એકલી છે. જેથી તેણે આ તકનો લાભ ઉઠાવ્યો હતો.યુવતીએ ઓનલાઈન પેમેન્ટ કરી સ્ક્રીનશોટ બતાવવા માટે બહાર આવી હતી.ત્યારે વિધર્મી સુફિયાન પટેલે યુવતી સાથે શારીરિક અડપલા કરી તું બહુ સુંદર છે તેમ કહીને છેડતી કરી હતી. લોકોએ વિધર્મી યુવક સુફિયાન પટેલને પકડી પાડી મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. જેથી ઉમરા પોલીસ મથકમાંથી પીસીઆર ઘટના સાથે પહોંચી હતી. પોલીસે સુફિયાનની અટકાયત કરી યુવતીની પોલીસ ફરિયાદ લીધા બદ સુફિયાન સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉધના ઝોનના હૈદરી નગરમાં છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી મળતું નથી, મહિલાઓએ માટલા ફોડી રોષ વ્યક્ત કર્યો

0
ક્રાંતિ સમય

સુરત પાલિકાના ઉધના ઝોનમાં ઉન વિસ્તારમાં હૈદરી નગર વિસ્તાર આવ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પીવાના પાણીની અછત છે અને પાણી આવતું ન હોવાથી લોકોનો ગુસ્સો સામતા આસમાન પર પહોંચી ગયો છે. આજે સ્થાનિકો ભેગા થયા હતા અને માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે, ચુંટણી હોય ત્યારે લોકો મતદાન માટે ગાડી લઈને આવે છે પરંતુ હાલમાં પાણી નથી આવતું તો એક પણ રાજકારણી અહી જોવા મળતો નથી.

હૈદરી નગરમાં રહેતા આઇશાબેને જણાવ્યું હતું કે, 8 દિવસથી પાણી નથી આવી રહ્યું. ખૂબ જ તકલીફ થઈ રહી છે. નજીકમાં પણ પાણી ભરવા જઈએ તો કોઈ પાણી પણ ભરવા દેતું નેથી. ઊનાળાના સમયમાં પાણી ન આવે તો કેવી હાલત થાય? તે તો અમને જ ખબર છે. બાળકોને પણ પૂરું પાણી આપી શકાતું નથી.વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે લેતાવો મત માગવા આવી જાય છે. રીક્ષા અને ગાડીઓ લઈને આવી મત આપવા જવા માટે લઈ જતા હતા. અત્યારે કોર્પોરેટર સહિતના કોઈ નેતાઓ અમારી તકલીફમાં મદદે આવી રહ્યા નથી. અત્યારે અમારે જરૂર છે તો કોઈ અહી આવી રહ્યું નથી. હાલમાં આકરી ગરમી પડી રહી છે તેવામા પાણી ન મળતા લોકોની મુશ્કેલી વધી રહી છે. પાલિકા પાણી આપતી નથી અને બોરીંગવાળા પણ પાણી આપતા ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ વિસ્તારમાં પીવા માટે પૂરતું પાણી મળે તે માટેની માંગણી સ્થાનિકો કરી રહ્યાં છે. 

ખુલ્લા પ્લોટ ભાડે આપવાના નામે ભાજપના કાર્યકરોને પ્લોટ ફાળવવાના મુદ્દે ભાજપ શાસક અને મ્યુનિસિપલ કમિશનર સામસામે

0
ક્રાંતિ સમય

સુરત પાલિકાના ખુલ્લા પ્લોટ ભાડે આપવાના નામે ભાજપના કાર્યકરોને પ્લોટ ફાળવી દેવાના મુદ્દે હવે  ભાજપ શાસકો અને મ્યુનિ. કમિશનર સામસામે આવી ગયા છે.  ભાજપના કાર્યકરને આર્થિક રાહત માટે શાસકોએ પાછલી તારીખ માં કરેલો ઠરાવ કમિશ્નરે ફગાવી દીધો છે. લામેલા ફુડ કોર્ટ સાત રુપિયા પ્રતિ ચોરસ મીટર ના બદલે ત્રણ રુપિયા પ્રતિ ચોરસ મીટર માટે ઠરાવ મુદત વીતી ગયા પછી કર્યો હતો. જોકે, ઠરાવ કમિશ્નરે ફગાવી દેતા હવે પુરા પૈસા ભરવા પડશે તે નક્કી થઈ ગયું છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ટીજીબી હોટલ સામે સોનાની લગડી જેવો પ્લોટ ભાજપના મહિલા કોર્પોરેટરની ભલામણથી વોર્ડ પ્રમુખ ને ફાળવી દેવામાં આવ્યો હતો. જોકે, આ પ્લોટ ની મુદત પુરી થતાં રાંદેર ઝોનમાં ઓસી. કમિશ્નર દ્વારા 45 દિવસ ના સમય માટે સાત રુપિયા લેખે પ્લોટ ભાડા માટે આપી દીધો હતો. જોકે, આ સમય મર્યાદા પુરી થયા બાદ પણ ભાડું નહીં ભરાતા પાલિકાએ પ્લોટ સીલ કરી દીધો હતો. જેના કારણે સાત રુપિયા લેખે વોર્ડ પ્રમુખે ચેક આપ્યો હતો પરંતુ તે રિટર્ન થયો હતો. 

જોકે, સ્થાયી સમિતિએ ભાજપના વોર્ડ પ્રમુખ ને આર્થિક ફાયદો થાય તે માટે પાછલી તારીખમાં ત્રણ રુપિયા પ્રતિ ચોરસ મીટરના ભાડે ઠરાવ કરી દીધો હતો. સ્થાયી સમિતિએ આ ઠરાવ કરતાં આ ઠરાવ લઈને વોર્ડ પ્રમુખ બાકીના પૈસા મજરે લેવા માટે ઝોનમાં પહોંચ્યા હતા. જોકે, આ મુદ્દે મ્યુનિ. કમિશ્નરને જાણ થતાં તેઓએ સ્થાયી સમિતિએ કરેલા ઠરાવને માન્ય રાખ્યો નહોતો જેના કારણે હવે ભાજપના વોર્ડ પ્રમુખે સાત રૂપિયા ના ઠરાવ મુજબ જ પૈસા ભરવા પડશે. મ્યુનિ. કમિશ્નરે સ્પષ્ટ કહી દીધું છે કે, પાલિકાના પ્લોટ ફાળવવાની જે નીતિ છે તે 2016માં સરકારે નક્કી કરેલા ધારાધોરણ મુજબ જ ફાળવણી કરી શકાશે. આ નીતિ મુજબ પ્લોટનું ભાડું 13  રુપિયા પ્રતિ ચોરસ મીટરનું રહેશે. આ ઉપરાંત  45 દિવસ માટે જ ફાળવવાનું થાય છે.

પાલિકા કમિશ્નરની આ પ્રકારની સુચના બાદ રાંદેર ઝોનમાં આસી. કમિશ્નરે રાંદેર ઝોનમાં જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે તે તમામની એક બેઠક કરી અને તમામને પ્લોટ ની સમય મર્યાદા પુરી થાય છે ત્યારે પ્લોટ ખાલી કરવા માટે સુચના આપી દીધી છે. પાલિકાએ જે પ્લોટ ફાળવ્યા છે તે મોટા ભાગે ભાજપના જ કાર્યકરો છે તેના કારણે મોટો વિવાદ ઉભો થયો છે.  પ્લોટ ફાળવણી મુદ્દે ભાજપ શાસકો અને મ્યુનિ. કમિશનર સામસામે આવી ગયા છે. મ્યુનિ. કમિશનર સરકારના નિયમ મુજબ પ્લોટ ફાળવવા નો આગ્રહ રાખે છે ત્યારે શાસકો કાર્યકરોને ફાયદો થાય તે માટે ઠરાવ કરવા માટે પ્રયાસ કરી રહ્યા ંછે. જેના કારણે આ મુદ્દે આગામી દિવસોમાં મોટો વિવાદ થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

સબ સ્ટેશનના બાકી સાત કરોડના વેરા મુદ્દે પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે ઉભી થયેલા મંડાગાઠ દૂર થઈ

0
ક્રાંતિ સમય

સુરત શહેરમાં ટોરેન્ટ કંપનીએ મુકેલા સબ સ્ટેશનના બાકી સાત કરોડના વેરા મુદ્દે પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે ઉભી થયેલા મંડાગાઠ હવે દૂર થઈ ગઈ છે. પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે સમાધાન થતા હવે પાલિકા અને ટોરેન્ટ કંપની વચ્ચે થયેલી ચર્ચા મુજબ હવે સબ સ્ટેશનના સાત કરોડ રૂપિયાના વેરાની બાકી ઉઘરાણી પાલિકા અને ટોરેન્ટ કંપની બન્નેના કર્મચારીઓ ઉઘરાણી કરશે. સુરત પાલિકા વિસ્તારમાં ટોરેન્ટ કંપની દ્વારા મુકવામાં આવેલા સબ સ્ટેશનના બાકી મિલ્કત વેરા લાંબા સમયથી બાકી છે. પાલિકાના આ વેરા વધીને સાત કરોડ પર પહોંચી ગયાં છે.

ટોરેન્ટ કંપનીએ વેરા માટે હાથ ઉચા કરી દીધા અને જે સોસાયટીમાં સબ સ્ટેશન મુક્યા છે તે સોસાયટી દ્વારા વેરા ભરવા મા આવશે તેમ કહી દીધું હતું. પાલિકાનો મિલકત વેરો ન આવતાં મ્યુનિ. કમિશ્નરે ટોરેન્ટ કંપનીને ખોદાણ માટેની પરવાનગી ન આપવા માટે આદેશ કયો હતો.આ કિસ્સામાં ઉધના ઝોનના ઝોનલ ચીફે એક હોસ્પિટલને આદેશ છતાં ખોદાણ ની પરવાનગી આપતાં તેની તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી. જોકે, આજે સ્થાયી સમિતિમાં ટોરેન્ટ પાવરના વેરા અંગેની ચર્ચા હકારતમક થઈ હતી. આ ઉપરાંત પાલિકાના બાકી વેરાની વસુલાત માટે ટોરેન્ટ કંપની પણ સહયોગ આપશે તેવું કહેવામાં આવતા હવે પ્રાયોરીટી પ્રમાણે ખોદાણ ની મંજુરી આપવા માટે નિર્ણય કરવામા આવ્યો છે.

કેનાલ રોડ પર પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું કામ થઈ રહ્યું છે ત્યારે ત્યાંથી ફુટપાથ ગાયબ થતા આશ્ચર્ય

0
ક્રાંતિ સમય

સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોર કેનાલ રોડ પર ફુટપાથનો કેટલોક ભાગ ગાયબ થઈ ગયો છે. કેનાલ રોડ પર પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું કામ થઈ રહ્યું છે ત્યાંથી ફુટપાથ ગાયબ થતા આશ્ચર્ય થઈ રહ્યું છે. આ ફૂટપાથ ગાયબ થયો કે કરી દેવામાં આવ્યો તે અંગે અનેક અટકળો શરુ થઈ ગઈ છે. આ વિસ્તારમાં લોકો રોંગ સાઈડ વાહન પણ દોડાવી રહ્યાં છે તેના કારણે ફુટપાથ ઘણો જ મહત્વનો છે. અકસ્માતથી બચવા માટે લોકો ફૂટપાથ નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ ફૂટપાથ પર ઠેક ઠેકાણે બાવળ ઉગી નીકળ્યા છે.

આટલું જ નહી પરંતુ લોકો વધેલો ખોરાક કે બિલ્ડીંગ મટીરીયલ્સ પણ ફુટપાથ પર જ નાખી રહ્યાં છે. તેમ છતાં લોકો ફૂટપાથ નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ પીરામીડ ટાઉન શીપ અને સાગર સંકુલ એપાર્ટમેન્ટ વચ્ચે બિલ્ડીંગનું કામ થઈ રહ્યું છે તે જગ્યાએ ફુટપાથ પર સળીયા નાંખી દેવાયા છે અને તે વિસ્તારમાં ફુટપાથ તુટી ગયો છે અને બ્લોક પણ નથી. ફૂટપાથની જગ્યા પર સળીયા નાંખી દેવાયા હોવાથી અકસ્માતની શક્યતા વધી રહી છે. આ ઉપરાંત પાલિકાએ બનાવેલો ફુટપાથ કેવી રીતે ગાયબ થઈ ગયો છે તે પણ મોટો પ્રશ્ન છે. જોકે, પાલિકા આવી કામગીરી સામે આંખ આડા કાન કરતી હોવાથી લોકોના માથે અકસ્માતનો ભય રહેલો છે. 

સુરતમાં નાનપુરા સ્થિત જીવન ભારતી મંડળ દ્વારા નાનપુરામાં શાળા શરૃ કરવા મંજુરી લઇ અડાજણમાં શરૃ કરતા રૃા.1 લાખ દંડ

0
ક્રાંતિ સમય

સુરતમાં નાનપુરા સ્થિત જીવન ભારતી મંડળ દ્વારા નાનપુરા ટીમલીયાવાડ ખાતે શ્રીમતી ઉષા અને ઉમાકાંત ડી કોન્ટ્રાકટર શૈશવ કુંજ નામની અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક શાળા શરૃ કરવા માટે મંજુરી લીધી હતી. દરમ્યાન સુરત જિલ્લા શિક્ષણાધિકારીની એક ટીમ આ સ્કુલની ગત દિવસોમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન ટીમને કેટલીક ચોંકાવનારી માહિતી મળી હતી કે ટ્રસ્ટ દ્વારા જે જગ્યાએ એટલે કે ટીમલીયાવાડ ખાતે શાળા શરૃ કરવા માટે મંજુરી લીધી છે. પરંતુ આ સ્થળે તો આ શાળાના કોઇ નામો નિશાન નથી. શાળા મુળ જગ્યાએ કાર્યરત જ નથી. સુત્રોના જણાવ્યા મુજબ ડીઇઓની ટીમે વધુ તપાસ કરતા આ શાળા અડાજણમાં શરૃ કરાઇ હતી. આથી ત્યાં તપાસ કરતા ત્યાં શાળા શરૃ કરવા મંજુરી મળી હોઇ તેવા કોઇ આધાર ટીમ સમક્ષ રજુ કરી શક્યા ના હતા.

આથી ઇન્ચાર્જ સુરત જિલ્લા શિક્ષણાધિકારી દિપક દરજીએ જીવનભારતી ટ્રસ્ટના પ્રમુખને આપનું ટ્રસ્ટ અમાન્ય સ્થળે મંજુરી લીધા વગર શાળા ચલાવે છે. જેથી અમાન્ય શાળા ચલાવવા બદલ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ -૨૦૦૯ મુજબ ટ્રસ્ટને શાળાની મંજુરી મેળવ્યા વિના શાળા ચલાવવા બદલ રૃા.૧ લાખનો દંડ ફટકાર્યો હતો. અને જેટલા દિવસ ઉલ્લધન ચાલુ રહે તે દરમ્યાન દરેક દિવસ માટે રૃા. ૧૦ હજાર દંડ શા માટે ના કરવો તે અંગે ખુલાસો કરવા સાત દિવસનુ અલ્ટીમેટમ આપતી કારણદર્શક નોટીસ ફટકારી હતી. સાથે જ નિયત સમય મર્યાદામાં ખુલાસો મળશે નહીં તો કશુ કહેવા માંગતા નથી તેમ માની શાળા બંધ કરવા અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવા ચીમકી આપી હતી. 

વેસુની શિક્ષિકાને ત્રાસ આપતા પંજાબી સમાજના માજી પ્રમુખ મળી 4 સામે ગુનો

0
ક્રાંતિ સમય

વેસુમાં રહેતી એક શિક્ષિકાને તેના લગ્નના બીજા જ દિવસથી સાસરીયાઓ દ્વારા ત્રાસ આપીને 3 લાખની ઉઘરાણી કરતા હતા, આ ઉપરાંત શિક્ષિકાના પતિની અગાઉ જે યુવતીઓ સાથે લગ્નની વાતો થઇ હતી તેના ફોટા બતાવી માનસિક ત્રાસ અપાયો હતો. શિક્ષિકાએ પંજાબી સમાજના પ્રમુખ રહી ચૂકેલા તેના સાસુ સહિત ચાર સાસરીયાઓની સામે દહેજની ફરિયાદ આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પ્રાચી વિશાલ કપૂર (રહે. રાજમહન કોમ્પ્લેક્સ, હાઇસ્કૂલની પાસે, વેસુ) વેસુની પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા છે. તેણીના લગ્ન 2022માં પંજાબી સમાજના માજી મહિલા પ્રમુખ કવિતાબેન ગીરીષ બગ્ગાના પુત્ર રોનિત બગ્ગા (રહે.આર્શિવાદ વિલા, ન્યુ સિટીલાઇટ રોડ, અલથાણ, વેસુ) સાથે થયા હતા. લગ્ન સમયે પ્રાચીબેનને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના તેમજ અન્ય ઘરવખરીનો સામાન અપાયો હતો.

​​​​​​​લગ્નના થોડા જ દિવસો બાદ પ્રાચીને તેના સાસુ કવિતાએ રોનિતના અગાઉ જે યુવતીઓ સાથે માંગા આવ્યા હતા. તેના ફોટા બતાવીને માનસિક ત્રાસ આપ્યો હતો. લગ્નના એક મહિના બાદ પ્રાચીને તેના પિયરમાંથી બેંક એકાઉન્ટ, જે પ્રોપર્ટીમાં નામ હોય તે તમામ લઇ આવવા માટે દબાણ કરાયું હતું. સાસરિયાઓ તરફથી ત્રણ લાખ લઇ આવવા માટે દબાણ કરીને હેરાન ફરિયાદીને હેરાન કરવામાં આવતી હતી, પ્રાચીબેન શિક્ષિકા હોય તેના ખાતામાં જે રૂપિયા હતા તે રૂપિયા પણ તાત્કાલીક એટીએમમાંથી ઉપાડી લેવા માટે દબાણ કરતા હતા. સાસરીયાથી ત્રાસી ગયેલી પ્રાચીબેને સાસુ કવિતાબેન પણ હેરાન કરતા હતા. ફરિયાદી પ્રાચીબેને પતિ રોનિત, સાસુ કવિતાબેન, સસરા ગીરીષ બગ્ગા તેમજ ગિરીકા અર્જુન આહુજાની વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.