Home Blog Page 58

સુરતમાં કોર્પોરેટરો ની ખુલી પોલ, વીડિયો વાઇરલ થતા કાપડ ઢાંકી છૂપાવવાનો પ્રયાસ

0
ક્રાંતિ સમય

સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી લોકોની સુવિધા માટેના બાંકડાનો ઉપયોગ મોટાપાયે ખાનગી થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે. એ.કે રોડ પર કોર્પોરેટર બાદ હવે ડીંડોલીમાં કોર્પોરેટરના સંબંધીએ ઘરના ટેરેસ પર બાંકડા મૂકી દીધા છે. પાલિકાના બાંકડાનો જે રીતે ખાનગી ઉપયોગ થઈ રહ્યો છે તે જોતા બાંકડા મૂકવામાં મોટું કૌભાંડ થયું હોવાની આશંકા થઈ રહી છે. એ.કે.રોડના કોર્પોરેટરે બાંકડા ટેરેસ પર ચડાવી દીધાનો વિડીયો વાયરલ થયા બાદ તેઓએ લોકોને આપવાના બદલે પાર્કિંગમાં મૂકી દીધા હોવાની ફરિયાદ થઈ છે. આ અંગેના અહેવાલ બાદ હવે કોર્પોરેટર અને ધારાસભ્યોના બાંકડાનો ખાનગી ઉપયોગ થઈ રહ્યો હોવાના ફોટા અને વિડિયો લોકો વાઇરલ કરી રહ્યા છે.

 ગઈકાલે ભટાર વિસ્તારની કેટલીક સોસાયટીમાં બાંકડા ટેરેસ પર ચડાવી દીધા હોવાની ફરિયાદ હતી તો આજે ડીંડોલીના શ્રદ્ધા સોસાયટીના એક ઘરના ટેરેસ પર આંકડા હોવાનો વિડીયો વાયરલ થયો છે. કોર્પોરેટર ભાઈદાસ પાટીલે પોતાની ગ્રાન્ટમાંથી બાંકડાઓની ખરીદી કરી હતી. આશ્ચર્યજનક રીતે વીડિયો સામે આવ્યા હતા કે, ડિંડોલી વિસ્તારમાં ભાઈદાસ પાટીલના સંબંધીના ટેરેસ ઉપર કેસરી કલરના બાંકડા ગોઠવી દેવામાં આવ્યા હતા. જેનો વીડિયો વાઇરલ થયો હતો. શહેરભરમાં ભારે ચર્ચા થતાં કોર્પોરેટરના સંબંધીએ બાંકડાને છુપાવવાનો પ્રયાસ કરતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. ટેરેસ ઉપરથી કોઈ તેનો વીડિયોગ્રાફી ન કરે તેના માટે તેને સફેદ રંગના કપડાથી ઢાંકી દીધો હતો.

અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના બાકડાનો ઉપયોગ કેટલા ખાનગી બિલ્ડરો કરીને સોસાયટીમાં બાંકડા મુકતા હોવાની ફરિયાદ હતી.  પરંતુ હવે આ બાકડાનો ઉપયોગ લોકો ખાનગી ધોરણે વ્યાપક રીતે કરતા હોવાનું બહાર આવી રહ્યું છે.

ઉધનાના પટેલનગર હેગડીવાડ વસાહતમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો, મકાન માલિક સહિત દારૂનો વેપલો કરનાર અન્ય 6 વોન્ટેડ જાહેર

0

વિજીલન્સના દરોડાના કારણે કતારગામ પીઆઇને વિશેષ શાખામાં મુકાયા છે, ત્યારે હવે ઉધના પીઆઇની બદલી થાય છે કે નહીં. તેની ઉપર સૌની નજર છે. વિજિલન્સ વિભાગે હાલમાં છ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ઉધનાના પટેલનગર હેગડીવાડ વસાહતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પડાયો હતો. આવિર્ભાવ સોસાયટીની નજીક વિજયનગરમાં રહેતો રાજુ બાલુભાઇ પાટીલ તેમજ ખટોદરાના હાંડી મહોલ્લામાં રહેતો અજય ગોપાલભાઇ રાઠોડને દારૂ વેચતા પોલીસે રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે રૂા. 43 હજાર કિંમતની 225 વિદેશી દારૂની બોટલો, તેમજ રૂ. 1310નો 65 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. 10 મોબાઇલ અને ચાર મોટરસાઇકલ મળી કુલ 2.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનો વેપલો થઇ રહ્યો હોવાની માહિતી છતાં પણ ઉધનાના સ્ટાફે ત્યાં દરોડો પાડ્યો ન હતો અને આખરે વિજિલન્સ વિભાગમાં ફરિયાદ થતા તેઓએ રેડ પાડીને દારૂ પકડી પાડ્યો હતો.

વિજિલન્સ વિભાગે હાલમાં છ આરોપીયો વિશાલ વિનોદચંદ્ર જરીવાલા, દિપક પટેલ, અક્ષય પટેલ, ત્રિલોકચંદ્ર ઉર્ફે તિલક, મુકેશ ઉર્ફે કાલુ, અશોક રાજપુતભાઇ વિશ્વકર્મા – મકાન માલિકને વોન્ટેડ જાહેર કર્યા હતા. ઉધનામાં ખુલ્લામાં વેચાતા દારૂને લઇને કેટલાક લુખ્ખા અને અસામાજીક તત્ત્વો બેફામ દારૂ પીવે છે અને કઢંગી હાલતમાં જ્યાં મન પડે ત્યાં સૂઇ જાય છે. ગંદી ભાષામાં વાતો કરે છે અને મહિલાઓની છેડતી પણ કરતા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. કેટલાક દારૂડિયા ગાળાગાળી અને મારામારી સુધી પણ પહોંચે છે, ઉધના લુહાર ફળિયાની અંદર છેડતીના બનાવો છતાં પોલીસ નક્કર પગલાં લેતી નથી.

સુરત શહેરમાં સ્કૂલ-કોલેજમાં પ્રવેશ શરૂ થતાં જાતિના દાખલા કઢાવવા કચેરીમાં સવારથી લાંબી કતારો લઇગી

0
ક્રાંતિ સમય

શાળા-કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ફોર્મ ભરવાની છેલ્લા તારીખ નજીક હોવાથી વાલીઓએ જાતિના દાખલા કઢાવવા માટે દોટ મૂકી છે. આ માટે નાનપુરાની સમાજ કલ્યાણની કચેરી પર સવારથી જ વાલીઓએ લાઇન લગાવી દીધી હતી. એક દાખલો લેવા વાલીઓએ 4 કલાક સુધી તાપમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. ઘણા વાલીઓ નોકરી ધંધો છોડીને લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. અગાઉ જાતિના દાખલા આપવાની સત્તા શાળાઓને અપાઈ હતી. જોકે, શાળાઓએ આ કામગીરી કરવામાં ઉદાસીનતા દાખવી હતી.

ઉમેશ પંચાલ, એજ્યુકેશન એક્ટિવિસ્ટએ જણાવ્યું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પોર્ટલ હોવા છતાં ઉપયોગ કેમ નથી થઇ રહીઓ છે. જો પોર્ટલ સક્રિય થાય તો વાલી પોતાના ડોક્યુમેન્ટસ અપલોડ કરી શકે અને ગવર્મેન્ટ ટોકન આપે તે તારીખે જઇને દાખલો લઇ શકાય. વાલીયો એ જણાવ્યું કે સવારથી આવી ગયા છે. જોકે અમારા પહેલા પણ ઘણા વાલીઓ આવ્યા હતા. 3 કલાકથી લાઇનમાં ઉભા છે. કંપનીમાં રજા પડવાથી અમારો પગાર પણ કપાઇ જઈ છે. એક વાલીએ જણાવ્યું કે તલાટીએ ડોક્યુમેન્ટસ માંગ્યા હતા. અને સમાજ કલ્યાણની કચેરી પર જવા કહ્યું અને મામલતદારને મળવાનું છે. જે બહાર બે દિવસથી ધક્કા ખાઉં છું.

સુરતના લિંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે પ્રાણીઓનો કતલ કરતાં કસાઈઓ બેફામ બન્યા, ગેરકાયદેસર સરકારી સંપત્તિનો ઉપયોગ કરતા હોવાની ચર્ચા

0
ક્રાંતિ સમય

સુરત શહેરનાં લિંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે પ્રાણીઓની કતલ કરતાં કસાઈઓ બેફામ બની ગયાં છે. ગેરકાયદે કતલ માટે પ્રતિબંધ હોવા છતાં લિંબાયત વિસ્તારમાં અનેક જગ્યાએ પ્રાણીઓની ગેરકાયદે કતલ થઈ રહી છે. આ ઉપરાંત બેફામ બનેલા કસાઈઓ પાલિકા કે પોલીસથી ડરતા ન હોય તેમ પાલિકાની આંગણવાડીનો ઉપયોગ કતલખાનાના ઢોરને બાંધવા માટે કરી રહ્યાં છે. આગામી દિવસોમાં ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આવા માથાભારે કસાઈઓને કારણે સુરતની શાંતિમાં ભંગ પડે તેવી ફરિયાદ કરવામાં આવી છે. ભારતીય ગૌ રક્ષા મંચે સુરત પાલિકા અને પોલીસને આ અંગે ફરિયાદ કરી બેફામ બનેલા કસાઈઓને રોકવા માટેની માગણી કરી છે.

પાલિકા અને પોલીસને કરેલી ફરિયાદમાં ભારતીય ગૌરક્ષા મંચે કહ્યું છે, લિંબાયતના ખ્વાજા નગરમાં ગેરકાયદે કતલખાના આજે પણ ધમધમી રહ્યા છે. જાનવરોની કતલ બાદ વધેલા અંગોને નજીકમાંથી પસાર થતી ખાડીમાં સીધા જ નાખી દેવામાં આવે છે, જેના કારણે ભારે ગંદકી થઈ રહી છે અને ડ્રેનેજની સમસ્યા પણ વધી રહી છે. હવે બેફામ બનેલા કસાઈઓએ પાલિકાની આંગણવાડી જ્યાં નાના ભુલકાઓ જાય છે તેને પણ છોડી નથી અને પાલિકાની આંગણવાડીમાં કતલખાને આવેલા જાનવરોને બાંધી દેવામાં આવે છે. આની માઠી અસર બાળકો પર પડે છે અને સરકારી મિલ્કતનો ગેરકાયદે કતલખાના માટે ઉપયોગ થઈ રહ્યો છે. તે ઘણો જ ગંભીર અપરાધ છે તેથી આવી પ્રવૃત્તિ દૂર કરવા માટેની માગણી કરવામાં ​​​​​​​આવી છે.

કામરેજ તાલુકાના આત્મીય વિદ્યા મંદિરના 8 કર્મચારીઓને છૂટા કરી દેવાતા DEOને ફરિયાદ

0
ક્રાંતિ સમય

કામરેજ તાલુકાના કોળી ભરથાણા ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થા આત્મીય વિદ્યા મંદિર ઇન્ટરનેશલ સીબીએસઇ શાળાના 4 મેન્ટર્સ તેમજ 4 શિક્ષક સહિત 8 કર્મચારીઓને આચાર્યની સહી વાળા રિલીવ લેટર પકડાવી દઈ છૂટા કરી દેવામાં આવ્યા છે. 15 મી એપ્રિલ 2023ના રોજ ચિરાગ ભટ્ટ, પ્રેરક પટેલ, વર્ષા પટેલ, આનંદ દુબે ચાર શિક્ષકો હેમંત દુબે, તેજસ મિસ્ત્રી, નીબ્બા શેવાળે, વર્ષા શેવાળે ચાર મેન્ટર્સ મળી કુલ આઠ કર્મચારીને જાણ કર્યા વગર છૂટા કરી દેવાયા હતા. કર્મચારીએ આચાર્ય દ્વારા છૂટા થવા અંગેના લેટરની અમલવારી કરવાની નથી. એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગત 5મી જૂનના રોજ શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રના આરંભે છૂટા કરી દેવાયેલા કર્મચારીઓ તેમની ફરજના ભાગ રૂપે શાળામાં જતા હતા, ત્યારે તેમને ગેટ પર જ બાઉન્સરો સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા શાળામાં પ્રવેશ બંધી ફરમાવી હતી. જોકે શાળાના આચાર્ય વિજય પટેલની સંપર્ક કરી હકીકત જાણવા સંપર્ક કરવાની કોશિશ કરતા, આચાર્યએ મોબાઈલ ફોન રિસિવ કર્યો ન હતો. ડો. દિપક દરજી, DEO સુરત જિલ્લા એ જણાવ્યું કે આત્મીય વિદ્યા મંદિર સીબીએસસી સ્કૂલ છે. ગુજરાત સરકારની એનઓસી છે. સ્ટાફની ભરતી શિડ્યુલ એ પ્રમાણે કરવામાં આવી નથી. છતાં પણ મે સ્કૂલને નોટીશ આપી છે અને જવાબ માંગ્યો છે. નોટિસનો જવાબ આવે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

0
ક્રાંતિ સમય

સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છરા, ચપ્પુ જેવા હથીયારો લઈને ફરતા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ પ્રકારની કોમ્બિંગ નાઈટ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાની માનસિકતા ધરાવતા ઈસમો પણ ઝડપાઈ રહ્યા છે.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, નાઈટ કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે, ત્યારે સચિન સચિન જીઆઈડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા 35 પોલીસકર્મીઓની 4 ટીમ બનાવી કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્બિંગ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ એન્ટ્રી તથા એક્ઝીટ પોઇન્ટ પર વાહન ચેકિંગ તથા સચિન જીઆઇડીસી ઉન બંગાલી વસ્તી રજ્જા નગર, માધવ પાર્ક જલારામ નગર, સાતવલ્લા ઝુપડપટ્ટી ખાતે સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ નું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અલગ અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી હતી.

આ દરમ્યાન પોલીસે રેમ્બો છરા તથા ચપ્પુ જેવા હથીયાર સાથે 8 જેટલા ઈસમો સામે કાર્યવાહી કરી હતી. 70 જેટલા વાહનોનંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટ વાળા વિરોધ એમ.વી એક્ટ કલમ 209 મુજબ કરેલા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. કોમ્બિંગ દરમિયાન ઈ એફઆઇઆર ના આધારે મહીધરપુરા ચોક બજાર તેમજ સુરત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ત્રણ મોબાઇલ ફોન ચોરી તથા અન્ય 32 મળી કુલ ૩૫ ચોરીના ફોન રૂપિયા કિંમત 3,04,000 ના મળી આવ્યા છે. અલગ અલગ ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓ સાથે જુદા જુદા ગુના ના 138 ગુનો નોંધાયા છે, મોબાઈલ ફોન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડીને ચોરી ના 35 મોબાઈલ પણ પકડી પડાયા.

સુરતમાં ખાનગી ટ્રાવેલ્સ ચાલકની બેદરકારી સામે આવી, ગાર્ડરનો મોટો ભાગ ઉપર હોવા છતાં બસ ચાલકે બસ રોકી ન હતી

0
ક્રાંતિ સમય

સુરતના વેલંજા વિસ્તારનો આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. જેમાં અંડરપાસમાંથી બસ હંકારી ચાલકે ગર્ડર તોડી નાખ્યો હતો. ગર્ડરનો એક ભાગ બસની ઉપર હોવા છતાં ખાનગી બસનો ચાલક રોકાયો નહીં અને લોખંડનો મોટો ભાગ બસના માથે હોવા છતાં મુસાફરોથી ભરેલી હંકારી મૂકી હતી. ખાનગી ટ્રાવેલ્સના ચાલકની આ ગંભીર બેદરકારીના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે તેમ હતું. હાલ, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો છે. વેલંજા પાસેના બ્રિજ નીચેથી અંડરપાસમાંથી કોઈ મોટું વાહન અંદર પ્રવેશી ન જાય તેના માટે ગર્ડર ગોઠવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવો ગર્ડર રેલવે સ્ટેશન અથવા શહેરના કેટલાક પ્રવેશ સ્થળ ઉપર મૂકવામાં આવે છે, જેથી કરીને વધુ ભારે વાહનો આ રસ્તામાં પ્રવેશી ન શકે પરંતુ, અહીં તો હદ થઈ ગઈ.

ઘનશ્યામ ટ્રાવેલ્સના ચાલક દ્વારા પહેલા તો આ રસ્તા પર પ્રવેશ પ્રતિબંધિત હોવા છતાં બસ તે રસ્તા પર નાંખી અને ઓછામાં પૂરું તે રસ્તા પરના ગર્ડરને તોડી નાખી સાથે લેતા ગયા. બ્રિજ નીચેથી પસાર થતી વખતે ગર્ડરની પણ ચિંતા કર્યા વગર સીધી ગાડી હંકારી દીધી હતી અને તેના કારણે ગર્ડર તૂટી ગયો હતો. ખાનગી ટ્રાવેલ્સના ચાલકને જાણે કોઈની ચિંતા ના હોય તે રીતે ગાડી હંકારતો હોવાનું જણાઇ આવ્યું હતું. જ્યાંથી કોઈ મોટું વાહન પસાર થાય એવી સ્થિતિ ન હોવા છતાં તેણે બળજબરીથી પોતાની બસને ગર્ડર હોવા છતાં નીચેથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે ગર્ડર તો તૂટ્યો હતો પરંતુ, તેનો એક ભાગ બસની ઉપર જ હતો. લોખંડનો આ જાડો પટ્ટો ખૂબ જ વજનદાર હોય તે સ્વાભાવિક છે છતાં પણ ઉપરના ભાગે ગર્ડરનો એક ભાગ હોવા છતાં ગાડી હંકારતો રહ્યો, તેને કારણે આસપાસના વાહનચાલકો પણ જોતા રહી ગયા હતા. જો એ લોખંડનો આ જાડો ગર્ડરનો ભાગ કોઈ વાહનચાલક કે રાહદારી પર પડ્યો હોત તો તેને જીવનું જોખમ પણ થઈ શકે પરંતુ, ખાનગી ટ્રાવેલ્સના વાહનચાલકો કેટલી બેદરકારી રીતે ગાડી હંકારતા હોય છે તે અહીં સ્પષ્ટ જોવા મળ્યું છે.

સુરતમાં પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા, લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ 

0
ક્રાંતિ સમય

સુરત શહેરને વધુ સલામત રાખવા માટે સુરત પોલીસ દ્વારા જનભાગીદારીથી શહેરમાં અલગ-અલગ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવવાનું એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે 15,920 જેટલા કેમેરાઓ જન ભાગીદારીથી લગાવ્યા છે. જો કે, વર્ષ 2012માં 700 જેટલા સીસીટીવી કેમેરા સુરતમાં લગાવવામાં આવ્યા હતા. તેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલરૂમથી કરવામાં આવતું હતું. હવે આ નવા જે 15,920 સીસીટીવી કેમેરા જનભાગીદારીથી શહેરમાં લાગ્યા છે, તેને પણ પોલીસની સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટેડ કરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશનરે આજે જણાવ્યું કે, આ નવા સીસીટીવી કેમેરાઓ પોલીસના સીસીટીવી નેટવર્કમાં ઉમેરાયા હોવાના કારણે શહેરના આંતરિક રસ્તાઓ પર પણ પોલીસ હવે સીસીટીવીથી નજર રાખી શકશે. શહેરમાં બનતા મિલકત સંબંધિત કે પછી અન્ય ગંભીર ગુનાઓના ડિટેકશનમાં ઉપરાંત આરોપીઓને પકડવા તેમજ વાહનની ઓળખ કરવા માટે આ કેમેરા પોલીસને મદદરૂપ થશે. આ ઉપરાંત સુરત શહેરમાં ગુનાખોરી અને ગુનેગારોને નિયંત્રણમાં રાખવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તમામ બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નવા હિસ્ટ્રીશીટ ખોલવાની ઝુંબેશ મે 2013માં શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ 249 નવા હિસ્ત્રોશીટ ખોલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને જેમાંથી 127 હિસ્ટ્રીશીટ ખોલવામાં આવી છે અને 122 હિસ્ટ્રીશીટ ખોલવાની કાર્યવાહી શરૂ છે.

શાંત અને સલામત સુરત શહેર મુહિમ અંતર્ગત સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ અટકાવવા તેમજ ગુનાઓને શોધવા માટેની એક મુહીમ પોલીસ દ્વારા ઉઠાવવામાં આવે છે. આ મુહિમ અંતર્ગત સુરત શહેર સેક્ટર-1 અને સેક્ટર-2 હેઠળ આવતા ઝોન-1 થી 6ના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી કારખાના, ઉદ્યોગો, ટેક્સટાઇલ માર્કેટ, શોપિંગ મોલ, દુકાન, પેટ્રોલ પંપ, પાર્કિંગ પ્લોટ, શૈક્ષણિક સંસ્થા અને બેંકો પર સીસીટીવી કેમેરા લોકોના સહકારથી પોલીસ દ્વારા લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સંસ્થાના ટ્રસ્ટીઓ, વેપારી તેમજ અલગ-અલગ એસોસિએશન સાથે બેઠક કરી જન ભાગીદારીથી જાહેર રોડ વ્યુ આવે તે રીતે નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરત શહેર પોલીસની જન ભાગીદારીની સાથે સીસીટીવી કેમેરા લગાવવાની આ ઝુંબેશ ખૂબ સફળ રહી છે. અલગ-અલગ જગ્યા ઉપર જન ભાગીદારીથી 15,920 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં 1,398 જેટલા કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે, આ તમામ સીસીટીવી કેમેરાને સુરત શહેર પોલીસના સીસીટીવી લોકેશન એપ સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે આ તમામ કેમેરાઓનો ઉપયોગ પોલીસ કરી શકશે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતના ઉધના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલી રહ્યો

0
ક્રાંતિ સમય

ઉધના વિસ્તારના લુહાર ફળિયામાં અને એની આસપાસ કેટલાક દારૂના અડ્ડાઓ બે રોકટોક રીતે ચાલી રહ્યા છે. દારૂના અડ્ડા ચાલતા હોવાની સ્થાનિકો દ્વારા વારંવાર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે છતાં પણ પોલીસે કોઈ પગલાં લીધાં નથી. જોકે આશ્ચર્યની વાત એ છે કે દારૂના અડ્ડા ચાલતા હોવાને કારણે વહેલી સવારે અને રાત્રે પણ દારૂડિયાઓ ઘરની આગળ આવીને સૂઈ જાય છે. ગમે ત્યાં મહિલાઓની સામે પેશાબ કરવા ઊભા રહી જાય છે. ગંદી ભાષામાં વાતો કરે છે અને ઘણી વખત તો મહિલાઓની છેડતી પણ કરતા હોવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. ઉધના વિસ્તારમાં ઠેર-ઠેર દેશી દારૂની પોટલીઓ દેખાતી હોય છે, જેના પરથી સ્પષ્ટ માલૂમ થાય છે કે આખા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂના પણ અડ્ડાઓ ધમધમી રહ્યા છે. દેશી દારૂની લતે ચડેલા લોકોના કારણે સ્થાનિક લોકો પણ ખૂબ જ પરેશાન છે.

લુહારનગરના કેટલાક લોકોએ એકત્રિત થઈને તેમને ઉઠાડ્યા હતા અને ત્યાંથી ભગાડ્યા હતા, જેનાં દૃશ્યો સામે આવ્યાં છે, એ ખરેખર ચિંતાજનક છે. પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક યુવતીઓએ જણાવ્યું હતું કે દારૂડિયાઓ દ્વારા અમને હેરાન કરવામાં આવે છે. અમારા ઘરમાં ઘૂસી જાય છે અને મારામારી પણ કરે છે. મહિલાઓની સાથે પણ છેડતીઓ કરે છે. દારૂ પીને આવે છે અને અમારા પરિવારના લોકો તેમને ટોકે તો ઘરમાં આવીને મારામારી પણ કરી જાય છે. મહિલાઓને પણ ગમે ત્યાં સ્પર્શ કરે છે. આ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. પોલીસને જ્યારે આ બાબતે ફરિયાદ કરવા જઈએ છીએ ત્યારે કહે છે કે જ્યારે દારૂનો અડ્ડો ચાલતો હોય ત્યારે અમને ફોન કરજો. દારૂના અડ્ડો ચાલુ થતાં જ અમે ફોન કરીએ છીએ અને પોલીસ આવે છે ત્યારે દારૂનો અડ્ડો બંધ થઈ જાય છે. પોલીસ પછી અમને કહે છે કે, ક્યાં દારૂનો અડ્ડો ચાલે છે? આ પ્રકારનો ખેલ અહીં પોલીસ સ્ટેશનના લોકો અમારી સાથે કરી રહ્યા છે. પોલીસ આવે છે, તપાસ કરે છે અને કહે છે કે અહીં તો કોઈ અડ્ડો ચાલતો નથી. આ પ્રકારની વાતો કરીને જતા રહે છે.

સચિનમાં છ વર્ષની બાળકી સાથે ક્રૂરતા, સેન્ડવીચ શેકવાના મશીન વડે થાપાના ભાગે ડામ આપ્યા

0
ક્રાંતિ સમય

સચિન સ્લમ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં એક શ્રમિક પરિવાર તેના ત્રણ સંતાનો સાથે રહે છે. આ શ્રમિક પરિવારની નજીકમાં જ રહેતા સાહિલ અને તેની પત્ની ખુશી અવારનવાર આ શ્રમિક પરિવારના બાળકો પાસે ગાંજાના પેકિંગો કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાળકીની માતા દ્વારા આક્ષેપ કરાયો છે કે, સાહિલ અને તેની પત્નીને અગાઉ પણ આ બાબતે મનાઈ કરી હતી પરંતુ તેઓ માનવા તૈયાર નથી. આશરે ત્રણ દિવસ પહેલા શ્રમિક દંપતી રાત્રિના સમયે ફેક્ટરી પર કામ કરવા ગયું હતું અને ત્યારબાદ સવારે જ્યારે પરત આવ્યું ત્યારે આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા શ્રમિક દંપતીને કહેવામાં આવ્યું હતું કે, સાહિલ દ્વારા છ વર્ષની બાળકીને માર મારવામાં આવ્યો છે.

જ્યારે પરિવારે આ બાબતે સાહિલને પૂછ્યું ત્યારે સાહિલ અને તેની પત્ની દ્વારા કહેવામાં આવ્યું કે, તારી દીકરી ગાંજો ચોરી ગઈ છે તેથી તેને માર મારવામાં આવ્યો છે પરંતુ આ ઘટનામાં ગાંજો વેચનારા સાહિલ અને તેની પત્ની પર આક્ષેપ છે કે, તેમને આ છ વર્ષની દીકરીને ઈંડા અને સેન્ડવીચ શેકવાના મશીન વડે બાળકીના થાપાના ભાગે ડામ આપ્યા હતા. હાલ આ બાળકીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ અંગે એસીપી આર એલ માવાણીએ જણાવ્યું હતું કે, આરોપી સાહિલ દ્વારા બાળકી પર મોબાઈલ ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકીને પૂછપરછ માટે ઘરે લઈ ગયો હતો. જોકે, સાહિલ તેની પત્ની અને માતાએ બાળકીને થાપાના ભાગે ડામ આપ્યા હતા. આ અંગે તેની માતાની ફરિયાદ આધારે ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી છે.