Home Blog Page 56

પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયા માટે ખૂની ખેલ ખેલાયો, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

0
ક્રાંતિ સમય

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ઉછીના આપેલા માત્ર 100 રૂપિયા બાબતે ઝઘડો થતાં હમવતનીને રૂમ પાર્ટનરે ઊંઘમાં પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના અંગેની મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટી ગલી નંબર 8 પાસે મૂળ ઓડિશાનો વતની મનોરંજન ઉર્ફે મુન્ના પ્રકાશ મુનિ રહેતો હતો. તે લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો. તેની સાથે તેના વતનનો ભીખા પંચુ સ્વાઈ સાથે રૂમમાં તરીકે રહેતો હતો. એમાં મનોરંજને તેના હમવતની ભીખા સ્વાઇ પાસેથી થોડા સમય પહેલાં 100 રૂપિયા ઉછીના લીધા હતા. એ 100 રૂપિયા ભીખાએ મનોરંજન પાસે પરત માગતાં બંને વચ્ચે બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો અને આરોપીએ મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ દરિમયાન ગત રોજ સવારમાં મનોરંજન ઘરની બહાર ઓટલા પર સૂતો હતો, ત્યારે આરોપીએ ઊંઘમાં જ તેના માથા અને કપાળના ભાગે પથ્થર મારી તેની હત્યા કરી નાખી હતી. સવારમાં મનોરંજન મૃત હાલતમાં મળી આવતાં ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર આરોપી ભીખા પંચુ સ્વાઇની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઓરિસ્સામાંથી સુરતમાં ગાંજો પહોચાડવાનું કૌભાડ ઝડપાયું, ડિલિવરી આપવા ગયાને રંગેહાથ ઝડપાયા

0
ક્રાંતિ સમય

સુરતમાં કોસંબા પોલીસે 75.26 લાખની કિમતનો 752.649 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કોસંબા પોલીસે ચોક્કસ બાતમીના આધારે કુંવરદા ગામની સીમમાં આવેલી શિવ શક્તિ રેસીડેન્સી પાસેથી વાહનોમાં સંતાડેલો 75.26 લાખની કિમતનો 752.649 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે કેદારનાથ પ્રકાશ ચંદ્ર મહંન્તી ,બલરામ કોરાપ્રસાદ મહંતિ,શિબારામ ભાસ્કર ગૌડા અને સંતોષ બાપુજી મહંતિની ધરપકડ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી 75.26 લાખની કિમતનો ગાંજાનો જથ્થો, 99,500ની કિમતના 8 મોબાઈલ અને 5.50 લાખની કિમતના 5 વાહનો અને 36,670 રોકડા રૂપિયા મળી કુલ 82.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ ઘટનામાં માલ મોકલનાર ગૌરીશંકર પ્રકાશચંદ્ર મહંતિ અને કે.આર.ટી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઝડપાયેલા ચારેય આરોપીઓ પૈકી કેદારનાથ પ્રકાશચંદ્ર મહંન્તી છૂટકમાં તથા જત્થાબંધ ગાંજાનું વેચાણ કરતો હોય જેથી તેના ભાઈ વોન્ટેડ આરોપી ગૌરીશંકર પ્રકાશચંદ્ર મહંતિ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો વોન્ટેડ આરોપી કે.આર.ટી. નામના ઇસમ પાસેથી ખરીદીને મોકલતો હતો અને કેદારનાથ જાતે તથા તેનો ભાઈ ફોન પર જેને ગાંજાનો જથ્થો જથ્થાબંધ આપવાનું જણાવી તેનું વેચાણ કરતો હતો. આરોપી કેદારનાથે આ ગાંજાનો જથ્થો સપ્લાય કરવા માટે શીબારામ, સંતોષ તથા બલરામને રાખ્યા હતા અને તેઓ મારફતે તથા જાતે તેના ભાઈ ગૌરી શંકરે ગાંજાનો જથ્થો સપ્લાય કરવા ખરીદેલા છોટાહાથી ટેમ્પો તથા અલ્ટો ગાડી, એકટીવા અને તેના મિત્રની બાઈક મારફતે સપ્લાય કરતા હતા. હાલમાં પકડાયેલો ગાંજાનો જથ્થો ગૌરીશંકરએ કે.આર.ટી.પાસેથી ખરીદી તેના મારફતે ટ્રક દ્બારા કામરેજ વિસ્તારમાં ને.હા. નબર 48 પર આવેલા રાજ હોટેલ પાસેથી છોટાહાથી ટેમ્પામાં ભરી કુંવરદા ગામની સીમમાં આવેલી શિવશક્તિ રેસીડેન્સી ખાતે મકાન ભાડે રાખી ત્યાં ટેમ્પો, અલ્ટો કાર તથા અન્ય એક ટેમ્પામાં ભરી છુપાવી રાખ્યો હતો અને ત્યાંથી છૂટક તથા જથ્થાબંધ વેચાણ કરવાના હતા. હાલ આ સમગ્ર મામલે કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરત શહેર માં 24 કલાકમાં 10 સ્થળે ઝાડ પડવાના બનાવમાં વાહનોને નુકસાન, કોઈ પ્રકાર ની જાનહાનિ નહીં

0
ક્રાંતિ સમય

બિપોરજોય વાવાઝોડાની અસર સુરત શહેરમાં પણ દેખાઈ રહી છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે પવનની ગતિમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં વાવાઝોડાની અસર વર્તાઈ હોય તેમ ભારે પવન ફુકાયો હતો. દરિયામાં પણ કરંટ સાથે ઉચા મોજા ઉછળી રહ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં શહેરમાં 10 જેટલી જગ્યા પર ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં અલથાણ ધીરજ સન્સ પાસે, લસકાણા મારુતિ ઇન્ડસ્ટ્રી પાસે, ઘોડદોડ રોડ આદર્શ સોસાયટી પાસે, અડાજણ પવિત્ર રો હાઉસ પાસે, ન્યુ સીટી લાઈટ રોડ અણુવ્રત દ્વાર પાસે, અઠવા લાઈન્સ ગોકુલમ ડેરી પાસે, રંગર ગોપીનાથ સોસાયટી પાસે, અડાજણ બાપ્સ મંદિર પાસે મળી 10 જેટલી જગ્યા પર ઝાડ પડવાની ઘટના સામે આવી હતી.

અડાજણ આનંદ મહલ રોડ પાસે એક ઝાડ તૂટીને ફોરવ્હીલ પર પડ્યું હતું. જેને લઈને ફોરવ્હીલમાં નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈ પણ જગ્યાએથી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ઝાડ પડવાની ઘટનાને લઈને ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. આગામી કલાકોમાં વાવાઝોડાની વધુ અસર દેખાય તેવી પૂર્ણ શક્યતાઓ છે ત્યારે ફાયર વિભાગ પણ એલર્ટ મોડમાં કામ કરી રહ્યું છે.

સચિનમાં બંધ રસોડુ ખોલતા યુવકનો ગળેફાસો ખાધેલો મૃતદેહ મળ્યો

0
ક્રાંતિ સમય

સુરત શહેર નાં સચીન વિસ્તારમાં 22 વર્ષીય યુવકે રસોડામાં પંખાના હુંફ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ સચિનમાં રહેતો 22 વર્ષીય રવીન્દ્ર વિજયરામ જયસ્વાલ ત્રણ ભાઈ સાથે રહેતો હતો. 1 મહિના પહેલા રોજગારી અર્થે સુરત આવ્યો હતો. સંચા ખાતામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. રવીન્દ્ર અને ત્રણેય ભાઈ અને તેના પરિવાર સાથે ભોજન કર્યા બાદ બે ભાઈ કામ પર ગયા હતા. પાવર કટ થતાં રવીન્દ્ર રસોડામાં જતો રહ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોટો ભાઈ જ્યારે ઘરે આવ્યો ત્યારે દરવાજો બંધ હોવાથી ખોલવા પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ દરવાજો ખુલતા નાનો ભાઈ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. રવીન્દ્રને પરિવારજનોએ નીચે ઉતરી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જોકે યુવકના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરિવારના નાના દિકરાના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. છેલ્લા એક મહિનાથી તે કામ પર જતો અને પરત ઘરે આવી જતો હતો. કોઈ સાથે કોઈ વાતે મનદુઃખ પણ ન હતું.

સિટી બસ નં. 305માં ટિકિટના પૈસા મુદ્દે માથાકૂટ, કંડક્ટરે યાત્રીને માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ

0
ક્રાંતિ સમય

સુરત શહેર ના ઉધના વિસ્તારમાં સિટી બસના કંડક્ટરે રવિવારે બપોરે એક યાત્રીને માર માર્યો હોવાની વાત થઇ રહી છે. 305 નંબરની સિટી બસના કંડક્ટરની દાદાગીરીનો એક વીડિયો સોશ્યિલ મીડિયા પર સામે આવ્યો છે. લોહીલુહાણ હાલતમાં યાત્રીનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો છે. સિટી બસ ઉધનાના બીઆરસી તરફથી આવી રહી હતી. ત્યારે યાત્રીને કંડક્ટર સાથે ટિકિટના પૈસા મુદ્દે માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે. આ અંગે ઈજા પામેલા પોલીસમાં ફરિયાદ કરી ન હતી. જેથી પોલીસ મથકમાં કોઇ ગુનો નોંધાયો ન હતો. પરંતુ બસનો ચાલક અને કંડક્ટર બંને ઉધના પોલીસ સ્ટેશને આવ્યા હતા અને પોલીસને કહ્યું કે યાત્રી પીધેલો હોવાનું અને ટિકિટના પૈસા આપતો ન હોવાની વાત કરી રહીયો હતો. ઈજા પામેલો યાત્રી આવે ત્યાર પછી સાચી હકીકતો બહાર આવી શકશે.

ઘટના મુજબ પેસેન્જર સાથે કંડક્ટરનું ટિકિટ બાબતે પૈસા મુદ્દે બોલાચાલી થઈ હતી. જેમાં કંડક્ટરે કાયદો હાથમાં લઈ યાત્રી પર હુમલો કરી દીધો હતો. યાત્રીને લોહીલુહાણ હાલતમાં રસ્તામાં ઉતારી દીધો હતો. જેના કારણે લોકોના ટોળા એકત્ર થયા હતા અને બસને રસ્તાની વચ્ચે અટકાવી દેવામાં આવી હતી.

સચિનમાં ચોથા માળે ગેલેરીમાં સુતેલો યુવાન ઉંધમાં જ નીચે પટકાતા મોતને ભેટયો

0
ક્રાંતિ સમય

સચિનમાં શુક્રવારે રાતે ચોથા માળે ગેલેરીમા સુતેલો યુવાન ઉંધમાં જ નીચે પટકાતા મોતને ભેટયો હતો. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિન જી.આઇ.ડી.સી રોડ પર ૨૮ વર્ષીય દિપક રાજેશ સીંગ ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલમાં બિલ્ડીગમાં રહેતો અને ત્યાં મજુરી કામ કરતો. ૨૮ વર્ષીય દિપક રાજેશ સીંગ શુક્રવારે રાતે ત્યાં ચોથા માળે ગેલેરીમાં સુતેલો હતો. જોકે દિપક ભર ઉંધમાં જ નીચે પડી જતા ગંભીર ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે સચિન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.

બિમારીના લીધે સચિનના યુવાન નો આપઘાત

0
ક્રાંતિ સમય

સુરત શહરનાં સચિન વિસ્તારમાં બિમારીથી કટાંળી જઇને યુવાએ આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીન જી.આઇ.ડી.સીમાં પાલીગામમાં સાંઇ પેલેસમાં રહેતો ૨૦ વર્ષીય સુજીત લક્ષ્મણ કુસ્વાહ શુક્રવારે સાંજે પેટમાં દુઃખાવો થાય છે. એવુ તેની બહેનને કહીને ઘરે આવ્યો હતો. બાદમાં રાતે બહેન ઘરે આવી ત્યારે સુજીત પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે કહ્યુ કે સુજીત મુળ બિહારનો વતની હતો. તેને પેટમાં દુઃખાવો સહિતની તકલીફ હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે.

ગોડાદરા પોલીસના એક એએસઆઇને ગાળાગાળી કરનાર યુવકે ‘હું તમને જોઇ લઇશ’ કહી તમાચો મારીયો

0
ક્રાંતિ સમય

ગોડાદરા પોલીસને યુવક દ્વારા તમાચો મારવાની ઘટના સામે આવી છે. ગોડાદરામાં બે યુવકો વચ્ચેની માથાકૂટમાં કંટ્રોલરૂમના ફોન બાદ વચ્ચે પડેલી ગોડાદરા પોલીસના એક એએસઆઇને ગાળાગાળી કરનાર યુવકે, હું તમને જોઇ લઇશ કહી તમાચો મારી દીધો હતો.

પોલીસથી મળેલી માહિતી મુજબ પોલીસ કંટ્રોલરૂમ તરફતી ગોડાદરા પોલીસને માહિતી મળી હતી કે, ગોડાદરાના ચિન્મય રો હાઉસ નજીક હળપતિ વાસમાં ઝઘડો થઇ રહ્યો છે. ગોડાદરા પોલીસના એએસઆઇ રજનીકાંત ખુમાભાઇ સહિત અન્ય સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો. ત્યારે ત્યાં ગિરજા શંકર તેરસનાથ યાદવ નામનો વ્યક્તિ ગાળાગાળી કરતો હતો. પોલીસે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ગિરજા શંકર વધુ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે એએસઆઇને રજનીકાંતને તમાચો મારી દીધી હતો. ત્યારબાદ તેને કહ્યું કે, મારા પર અગાઉ પીધેલાનો કેસ કર્યો હોય હું તમને બધાને જોઇ લઇશ. પોલીસે આ ગીરજાશંકરની સામે ફરજમાં રૂટાવકનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દુકાન બહાર મૂકેલું બોક્ષ લેવા બાબતે છોકરાને ઠપકો આપવાની અદાવતમાં મારમાર્યો

0
ક્રાંતિ સમય

સાયણ ગામે મુખ્ય માર્ગ પર આવેલ કોમ્પ્લેક્ષમાં ઇલેક્ટ્રિકના દુકાનદાર પર હુમલો કરવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટવાની ઘટનાએ વિસ્તાર માં ચકચાર મચાવી હતી. ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે મુખ્ય માર્ગને અડીને આવેલા સંકલ્પ એવન્યુ નામના કોમ્પલેક્ષમાં દુકાન નંબર-6 માં પરિયા ગામ શુકન બંગલો ખાતે રહેતા પંકજભાઈ બાબરભાઈ લાડ (52) ની શ્રી સાઈનાથ ઇલેક્ટ્રીક નામની ઇલેક્ટ્રીક સામાન વેચવાની દુકાન આવેલી છે. ગત રોજ શુક્રવારને બપોરે 4.30 વાગ્યાના અરસામાં દુકાન માલિક પંકજભાઈ પોતાની દુકાનમા હતા ત્યારે સંકલ્પ એવન્યુમાં બીજા માળે રહેતા વિધર્મી પરિવારનો દીકરો નીચે આવી પંકજભાઈ ની દુકાન આગળ મૂકેલા એલ.ઇ.ડી સ્ટેટ લાઈના બોક્ષ લઈને ચાલી જતાં તેને ઊભો રાખી ઠપકો આપેલ. ત્યારે પૂછયા વિના લાઈનું બોક્ષ લઈ જનાર સાજીદના દીકરાને ઠપકો આપવાની વાતે તેણે અદાવત રાખી લાકડીના ફટકા સાથે તેના મિત્ર અમજદ સહિત બીજા અન્ય લોકોને પોતાની સાથે લઈ આવી શ્રીસાઈનાથ ઇલેક્ટ્રીક દુકાનમા ધસી આવી દુકાનમા બેઠેલા પંકજભાઈ ને માથાના ભાગે ફટકો મારી લોહી લુહાણ કરી દેવા સાથે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટેલા. ત્યારે નજીવી બાબતે દુકાનદાર પર હુમલો કરવાની ઘટનામાં પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

હજીરાની કંપનીના CISF જવાનની પત્ની સાથે સાથી કર્મચારીનું દુષ્કર્મ

0
ક્રાંતિ સમય

સુરતના હજીરા વિસ્તારમાં એક રાષ્ટ્રીયકૃત કંપનીમાં કામ કરતા CISF જવાનની પત્ની પર તે જ કંપનીમાં કામ કરતા સ્વીપરે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી સ્વીપરની પરિણીત છે અને એક બાળકનો પિતા પણ છે. મામલો પ્રકાશમાં આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, CISFમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા જવાનની પત્ની તથા બે સંતાન સાથે વેસુ વિસ્તારની કોલોનીમાં રહે છે. બે મહિના અગાઉ CISFમાં સ્વીપર તરીકે ફરજ બજાવતા હમવતની સુનિલકુમાર વેદ પ્રકાશ (ઉંમર વર્ષ 32) મૂળ રહે. બબેદ પાણીપત હરિયાણાનો, જે હજીરાની રાષ્ટ્રીયકૃત કંપનીમાં પોસ્ટિંગ થતા ફરિયાદીના પડોશમાં રહેવા આવ્યો હતો. સુનિલનો પરિવાર વતનમાં હોવાથી કોન્સ્ટેબલના ઘરે જમતો હતો. આ દરમિયાનમાં સુનિલે કોન્સ્ટેબલની પત્નીને ઉશ્કેરતા કહ્યું હતું કે, તારો પતિ સવારે મોર્નિંગ વોકમાં જાય ત્યારે મહિલા અને યુવતીઓને જુએ છે. કોઈક સાથે તેને પ્રેમ સંબંધ પણ છે. જે બાદ 24 મેના રોજ જવાન જ્યારે સવા પાંચ વાગ્યે નોકરી પર જવા નીકળ્યો, ત્યારબાદ 15 મિનિટ પછી સુનિલ અચાનક ઘરમાં ઘૂસી ગયો હતો. નિંદ્રાધિન બે સંતાનની હાજરીમાં કોન્સ્ટેબલની પત્ની સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધી કોઈને કહેશે તો મારી નાખવાની ધમકી આપી હતી.

ધમકીથી ડરીને જવાનની પત્નીએ કોઈને કંઈ કહ્યું નહીં. ગત રાતે કોન્સ્ટેબલ નાઈટ શિફ્ટમાં ગયો હતો અને તેની પત્ની તથા બે સંતાન, નણંદ સાથે સુતી હતી. ત્યારે સુનિલ અચાનક સવારે 5:00 વાગ્યાના અરસામાં ઘરમાં ઘૂસી ગયો હતો અને જબરદસ્તી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોન્સ્ટેબલની પત્ની ઇન્કાર કરતા તેને મોઢા તથા કમરના ભાગે ઢીકા-મૂક્કાનો મારમારી નાસી ગયો હતો. નાઈટ શિફ્ટમાંથી પતિ જ્યારે પરત આવ્યો, ત્યારે હમવતની એવા સુનીલની કરતૂત અંગે જાણ થતા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી સુનિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સુનીલ પણ પરણિત છે અને એક સંતાનનો પિતા છે.