Home Blog Page 54

સુરતના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં સર્જાયો અકસ્માત, યાર્ન બનાવતી કંપનીમાં બોઈલર ફાટવાથી એકનું મોત, બે ઘાયલ

0
ક્રાંતિ સમય

સુરતમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો. ત્યાં કામ કરી રહેલા ત્રણ કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો અન્ય બે કામદારને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. હાલ આ મામલે સચિન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, તા.17/06/2023 ના સવારે 9 વાગ્યાની આસપાસ સુરતના સચિન વિસ્તારમાં આવેલી લવકુશ યાર્ન કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થયો હતો, જેમાં 25 વર્ષીય મજૂર પપ્પુ સફાઈ લાલ યાદવનું મોત નીપજ્યું છે. તે સચિન વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતો હતો.

તેની સાથે બે કામદાર પણ ઈજાગ્રસ્ત થયા હતા. આનંદ રામપ્રકાશ અને બિજેન્દ્ર સિંહની હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બોઇલરમાં ટેમ્પ્રેચર વધી જતાં બ્લાસ્ટયાર્નના બોબીનને બોઇલરમાં મૂકવામાં આવતા હોય છે. તેને નિયત ટેમ્પ્રેચર સુધી ગરમ કરવામાં આવતું હોય છે. નિયત ટેમ્પ્રેચર થતાં એલાર્મ વાગતું હોય છે. જોકે, અહીં બોઇલરમાં કોઈ એલાર્મ વાગ્યું ન હતું અને ટ્રેમ્પ્રેચર વધી જતાં બ્લાસ્ટ થયો હતો. બોઈલર એકદમ નજીક રહેલો પપ્પુ યાદવનું ઝપેટમાં આવી ગયો હતો અને મોતને ભેટ્યો હતો.

સુરતમાં તાપી જન્મોત્સવની તૈયારીઓ શરૂ, કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ઘાટની સફાઈ કરાઈ

0
ક્રાંતિ સમય

સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ 25 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં તાપી નદીને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવી છે. જેને કારણે સુરત શહેરને સૂર્યનગર તરીકે ઓળખવામાં આવતું હતું. એકમાત્ર એવી નદી છે કે, જેનો જન્મોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા રૂગંટા પરિવાર દ્વારા આ ચૂંદડી દર વર્ષની માફક આ વર્ષે પણ અર્પણ કરવામાં આવશે. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે આવેલા ઘાટ ઉપર તાપી નદીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ઝીણોધાર ટ્રસ્ટના પ્રમુખ કમલેશ સેલરે જણાવ્યું હતું કે, અષાઢી બીજ સાતમના દિવસે તાપી માતાનો જન્મદિવસ ઉજવવાની પરંપરા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ માતાને ભક્તો દ્વારા 1100 મીટરની ચૂંદડી ચડાવવામાં આવશે. 25 જૂનના દિવસે કાર્યક્રમ પહેલા શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતેના ઘાટની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકો ગાયત્રી પરિવારના લોકો તેમજ અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના લોકો કામે લાગ્યા છે. મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો જોડાશે અને ખૂબ જ આસ્થા અને ભાવપૂર્વક તાપી નદીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. તમામ લોકોને અમારી અપીલ છે કે, તાપી નદીમાં પ્રદૂષણ ન ફેલાય તેના માટેની વ્યક્તિગત રીતે લોકોએ કાળજી લેવી જરૂરી છે.

સચીન ના A.B.D. English School & શ્રી રામચંદ્ર દુબે હિન્દી વિધાયલ DEO ઓફીસ સુરત & ગાંધીનગર પત્ર ની અવહેલનાકરી સ્કુલ ચાલુ રાખી.

0

“બિપરજોય વાવાઝોડા” ને કારણે શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાબત.

સુરત, “બિપરજોય વાવાઝોડા” ના કારણસર સુરત & ગાંધીનગર ના પરિપત્ર ની અવહેલના કરી શૈક્ષણિક કાર્ય ચાલુ રાખી ને સ્કુલ ના સંચાલકો સુરત ની કાયદા-વ્યવસ્થા ને પણ પડકાર આપી છે. કાયદા-વ્યવસ્થા કર્તા ઓળખાણ એ સૌથી મોટી ખાણ છે. જેથી સ્કુલ ચાલુ રાખી ને પત્ર પરિપત્ર ની અવહેલના કરવામાં આવેલ છે.

સુરત જીલ્લા શિક્ષણ અધિકારી ના પરિપત્ર
હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાકજિલ્લાઓમાંબિપરજોય વાવાઝોડા અસરથી પ્રભાવિત જિલ્લાઓમાં આપતિ સામે તૈયાર રહેવા સૂચના આપવામાં આવેલ છે. જે અન્વયે “બિપરજોય વાવાઝોડા”થી આપની શાળાઓમાં આવતીકાલે તા.૧૬/૦૧/૨૦૨૩માં રોજ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેવા સુચના આપવામાં આવે છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાકજિલ્લાઓમાંબિપરજોય વાવાઝોડા અસરથી પ્રભાવિત જિલ્લાઓમાં આપતિ સામે તૈયાર રહેવા સૂચના આપવામાં આવેલ છે. જે અન્વયે “બિપરજોય વાવાઝોડા”થી આપની શાળાઓમાં આવતીકાલે તા.૧૬/૦૧/૨૦૨૩માં રોજ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રહેવા સુચના આપવામાં આવે છે. તેમ છતાં સચીન ના સ્કુલ સંચાલકો કોઈ પણ કાયદા-વ્યવસ્થા માં ન માનવામાં આવે તેવું સ્પષ્ટપણે આ વિડીયોગ્રાફી માં જોઈ શક્ય .

સ્કુલ

ઉધનામાં ત્રીજા માળની દીવાલનો ભાગ ભારે પવનના કારણે તૂટી પડતાં 2 બાળકો ઈજાગ્રસ્ત

0
ક્રાંતિ સમય

શહેર માં ભારે પવનના કારણે ઝુપડા, ઝાડ, ઈલેક્ટ્રીકના થાભલા પડવાના બનાવો બન્યા હતા. સાથે જ ભારે પવનના કારણે દીવાલનો ભાગ તૂટી પડી જવાની ઘટના બની હતા. ઉધના હેડગેવાર વસાહતમાં મકાનનું બાંધકામ ચાલતુ હતું. ગુરુવારે બપોરે મકાનના ત્રીજા માળની દીવાલનો ભાગ ભારે પવનના કારણે તૂટીને બાજુના મકાન પર પડ્યો હતો, જેમાં 2 બાળકો 6 વર્ષીય વંશ વિનોદ પરસે અને 3 વર્ષીય વેંદાસ વિનોદ પરસે દબાઈ ગયા હતા. રહીશોએ બંનેને બહાર કાઢ્યા હતા. બાળકોને માથાના ભાગે ઈજા થઈ હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ ઉપરાંત રાંદેર અને ડિંડોલી ફાયર સ્ટેસન પાસે ઈલેક્ટ્રીકના થાભલા પડવાના બનાવો બન્યા હતા. 38થી વધુ ઝાડ પડવાના બનાવો પણ બન્યા હતા. જેમાં કતારગામ ઝોનમાં સૌથી વધુ 10 જગ્યાએ ઝાડ પડ્યા હતા, જ્યારે સેન્ટ્રલ માં 3, રાંદેરમાં 5, અઠવા માં 7, ઉધનામાં 5, લીંબાયતમાં 2 અને વરાછામાં 6 ઝાડ પડવાના બનાવ બન્યા હતા. જ્યારે રૂસ્તમપુરામાં કબીર મંદિર પાસે એક ઝુપડા પર ઝાડ પડત ઝુપડાને નુકશાન થયું હતું. ઝાડ પડવાના સતત કોલ મળતા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી રસ્તા પર તુટી પડેલા ઝાડ કાપીને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. 

સુમુલ દ્વારા તાપી જિલ્લાની આદિવાસી મહિલાઓને સાથે અન્યાય, સુપરવાઈઝર બનાવ્યા બાદ અચાનક ડીગ્રેડ 

0
ક્રાંતિ સમય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓની વિકાસ માટે તથા નારીઓ આત્મનિર્ભર બને તે હેતુથી બચત જુથ યોજનાનું આયોજન કરતા સુરત તાપી જિલ્લામાં 6000 જેટલી બચત જૂથ યોજના બનાવી એક લાખ જેટલી મહિલાઓની દર મહિને 100 રૂપિયા જેટલી બચત કરતા એક કરોડ ની બચત થાય છે. આ કામગીરી માટે તાપી જિલ્લામાં રિસોર્સ પર્સન તરીકે નિમણૂક કરાઈ હતી. ત્યારબાદ મહિલાઓની સારી કામગીરી જોતા સુમુલ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી તાપી જિલ્લાની 22 આદિવાસી મહિલાઓને 2019 માં સુપરવાઈઝર બનાવી સુમુલમાંથી જ પગાર ચૂકવતો હતો. દરમ્યાન બચત જૂથમાં અન્ય મહિલાઓની ભરતી કરવાનો ઠરાવ કરીને ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ અગાઉ ની 22 મહિલાઓને સુપરવાઈઝર માંથી છૂટા કરીને ફરી પાછા રિસોર્સ પર્સન બનાવી દેતા આ મહિલાઓએ લડત ઉપાડી છે.

મહિલા નીતાબેન ગામીત સહિત તમામે રાજ્યના સહકાર રજીસ્ટારને ફરિયાદ કરી છે કે જૂના ચેરમેન અને નવા ચેરમેન તકરારનો ભોગ અને બન્યા છે. સુમુલ બોર્ડ દ્વારા અમોને છૂટા કરવા અંગેનો કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી.સુમુલ ડેરીના પેટા કાયદા મુજબ મેનેજીંગ ડાયરેકટર અથવા ઈનચાર્જ મેનેજીંગ ડાયરેકટરને કર્મચારીને છૂટા કરવાની કોઈ સતા નથી. સુમુલ બોર્ડે માં પણ આ અંગે ઠરાવ થયો નથી. આ હુકમ ગેરકાયદે હોવાના આક્ષેપ કર્યા છે. સુમુલ દ્વારા જે તાપી જિલ્લાની 22 મહિલા આદિવાસીને સુપરવાઈઝરમાંથી ડીગ્રેડ કર્યા છે. તેમાં ભાજપના એક ધારાસભ્ય ની પત્ની પણ છે. જેઓ પણ સુપરવાઈઝરમાંથી રિસોર્સ પર્સનમાં ડીગ્રેડ કર્યા છે. જે ફરિયાદ થઈ છે.તેમાં ધારાસભ્યની પત્નીની પણ સહી છે. જોકે આ બાબતે ધારાસભ્ય પાસેથી વિગતો જાણવા મળી નથી. આ માટે મહિલાઓ સુમુલ ના રાજકારણ ને જવાબદાર ગણાવે  

ઉધના પોલીસે સંજયનગર માં આવેલા ચાર પાર્સલમાંથી દારૂની 24 બોટલ કબજે કરી અને સત્યનગરના રૂમમાં સંગ્રહ કરેલી બીજી 98 બોટલ કબજે કરી

0
ક્રાંતિ સમય

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના પોલીસને બાતમી મળી હતી કે ગૌરવ કશ્મીરીલાલ ચિટકારા દારૂ વેચવા ઉધના સંજયનગર સ્થિત VRL લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાં મંગાવી સંગ્રહ કરે છે. પ્રાપ્ત બાતમીના આધારે ઉધના પોલીસે ગતસાંજે સંજયનગર સ્થિત VRL લોજીસ્ટીકના ગોડાઉન પહોંચી મેનેજરને પૂછતાં ગૌરવે હરિયાણાના રોહતકથી મંગાવેલું પાર્સલ સવારે આવ્યું છે અને તે હજુ લેવા આવ્યો નથી. પોલીસે મેનેજરને વિશ્વાસમાં લઈ તેની પાસે ગૌરવને ફોન કરી પાર્સલ લેવા બોલાવી ઝડપી પાડી તેણે મંગાવેલા ચાર પાર્સલ ખોલતા તેમાં અનુક્રમે મુકેલી રૂ.1.20 લાખની કિંમતની દારૂની 24 બોટલ મળી હતી. પોલીસે ગૌરવ ની પુછપરછ કરતા દારૂની બોટલ તે પિતરાઈ ભાઈ અજય સુભાષચંદ્ર ચિટકારા સાથે હરીયાણા રોહતકના બંટી જગદીશ નકડા અને મોનુ પાસે મંગાવતા હતા.

બંને ઉપર અને નીચે આખા અનુક્રમે રાખી વચ્ચેના અનુક્રમે કાપી બોટલો એવી રીતે પેક કરી મોકલતા કે કોઈને ખબર પડે નહીં. ત્યાર બાદ તેઓ પાર્સલ પરત રોહતક મોકલતા જેથી તેમાં ફરી દારૂ મોકલાય. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ રોતે દારૂની બોટલ મંગાવી ગૌરવના ઉધના સત્યનગર બિલ્ડીંગ નં.39 રૂમ નં.452 માં સંગ્રહ કરી બાદમાં હોમ ડિલિવરી કરતા હતા.ઉધના પોલીસે આથી ગૌરવના રૂમ પર તપાસ કરતા ત્યાંથી દારૂની રૂ.2,50,200 ની કિંમતની વધુ 98 બોટલ મળી હતી. ઉધના પોલીસે આ અંગે બે અલગ અલગ ગુના નોંધી ગૌરવની ધરપકડ કર્યા બાદ તેના પિતરાઈ ભાઈ અજયની પણ ધરપકડ કરી રોહતકથી દારૂની બોટલ મોકલતા બંટી જગદીશ નકડા અને મોનુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઈ એસ.વી.ચૌધરી કરી રહ્યા છે.

જિલ્લા સેશન્સ જજની બાર એસો.ના સાથે બેઠકમાં સુરત કોર્ટ બિલ્ડીંગના ગેટ પર સલામતીના ભાગરૂપે મેટલ ડિટેકટર મુકવા નિર્ણય

0
ક્રાંતિ સમય

અઠવાલાઈન્સ સ્થિત સુરત જિલ્લા ન્યાયાલય પરિસરની બહાર તાજેતરમાં જાહેર રોડ પર હત્યાનો બનાવ બન્યો હતો. તદુપરાંત કોર્ટ બિલ્ડીંગના ટોયલેટ બ્લોકમાંથી ચપ્પુ મળી આવ્યું હતુ. જેની તપાસમાં કોર્ટ કેસની મુદતે આવનાર કાચા કામના કેદી પર હુમલો કરવામાં આવે તેવું ખુલવા પામ્યું હતુ. ભૂતકાળમાં પણ કોર્ટ બિલ્ડીંગની બહાર ચકચારી અમિત કપાસીયાવાલા હત્યા કેસથી માંડીને સંજય બડગુજર હત્યા કેસ બનવા પામ્યો હતો. સુરત કોર્ટ બિલ્ડીંગની બહાર તાજેતરમાં બનેલા મર્ડરની ઘટનાના પગલે કોર્ટ બિલ્ડીંગમાં અવર જવર કરતાં વકીલો,પક્ષકારો,કોર્ટ કર્મચારીઓ તથા ન્યાયમૂર્તિઓની સલામતીના મુદ્દે વધુ એકવાર ડીસ્ટ્રીક્ટ જજ તથા બાર એસો.ના હોદ્દેદારોની મીટીંગ મળી હતી.

સુરત કોર્ટમાં પક્ષકારો,વકીલો,જજો તથા કોર્ટ કર્મચારીઓની સલામતીના મુદ્દે ડીસ્ટ્રીક્ટ જજ વિમલ કે.વ્યાસ,ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા બાર એસો.પ્રમુખ પી. ટી. રાણા, મંત્રી હિમાંશુ પટેલ સહિતના હોદ્દેદારો વચ્ચે મંત્રણા હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરત કોર્ટ બિલ્ડીંગમાં રોજીંદા કેસોમાં આવતા પક્ષકારો,વકીલો,કાચાકામના કેદીઓ, પોલીસ સ્ટાફ તથા કોર્ટ કર્મચારીઓની સલામતી માટે કોર્ટ બિલ્ડીંગના મુખ્ય ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકવા,મેટલ ડીટેકટર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર્ટ બિલ્ડીંગની મુખ્યગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા બાદ મેટલ ડીટેકટર મુકવામાં આવ્યું નહોતુ. સુરત કોર્ટ બિલ્ડીંગમાં મુખ્ય ગેટ પર મેટલ ડીટેકટર મુકવા સાથે બે મહીલા પોલીસને પણ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે કોર્ટ બિલ્ડીંગમાં પ્રવેશનાર વકીલો,પક્ષકારો,કોર્ટ કર્મચારીઓએ પોતાના આઈકાર્ડ સાથે રાખીને તપાસમાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોર્ટ બિલ્ડીંગમાં આવતા શંકાસ્પદ પક્ષકારોની સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

ગુજરાતનો સૌથી મોટો રથ સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિર ની અંદર તૈયાર કરવામાં આવી રહ્યો છે

0
ક્રાંતિ સમય

સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિર ની અંદર હાલ ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથયાત્રાના દિવસે પ્રથમવાર અત્યાધુનિક ટેકનિક અને સમય પ્રમાણે જે રીતે રથમાં બદલાવ આવવો જોઈએ તે જોવા મળશે. સામાન્ય રીતે રથયાત્રા માટે ખાસ લાકડાથી રથ તૈયાર કરવામાં આવતો હોય છે અને કારીગરો મહિના સુધી આ રથને તૈયાર કરે છે. પરંતુ સુરત વરાછા ખાતે ઇસ્કોન મંદિરમાં ખાસ ટ્રકની નીચેનો ભાગ લઈને તેની ઉપર ભગવાન જગન્નાથજી માટે રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ છે. તેને ચલાવવા માટે ડ્રાઇવરની સીટ પણ જોવા મળશે અને સહેલાઈથી ભરચક વિસ્તારમાં બ્રેક લાગી શકે આ માટેની વ્યવસ્થા પણ આ રથમાં જોવા મળશે. આ રથ છેલ્લા આઠ મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને હાલ તેના રંગરોગાનનું કામ ચાલુ છે. આખા ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ છે. કારણ કે આ ઈલેક્ટ્રીક વાહનની જેમ રોડ પર થી પસાર થશે. તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સમાન્ય રથની જેમ જ આ રથમાં પૈડાં જોવા પણ મળશે.

અષાઢી બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવશે. ગુજરાત ભરમાં આ રથ આકર્ષણનું કેન્દ્ર છે. કારણકે આ રથ ગુજરાતનો સૌથી મોટ રથ છે. જેની ઊંચાઈ 33 ફૂટ છે. લંબાઈ 27 ફૂટ પહોળાઈ 17 ફૂટ છે. હાલ જે આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ આધુનિક અને સમય પ્રમાણે છે. મોટા ટ્રકના નીચેના ભાગ જે હાઇડ્રોલિક પાર્ટ હોય છે તેને લઈ તેની ઉપર આખી સિસ્ટમ અપલોડ કરવામાં આવી છે. રથ ને ચલાવવા માટે એક ડ્રાઇવિંગ સ્ટેન્ડ પણ છે. રથને ભક્તો ચલાવશે. આ માટે તમામ પ્રકારની સુવિધા રથમાં જોવા મળશે. જે રીતે ઈલેક્ટ્રીક ગાડીમાં જે સિસ્ટમ હોય છે, તે જ રીતે આ સિસ્ટમ અમે રથમાં તૈયાર કરી છે. રથયાત્રા કુલ 11 કિલોમીટરની હશે. જે સુરત વરાછા મીનીબજારથી પ્રારંભ થશે અને સરથાણા જકાતનાકા સુધી જશે.

ઉમરા પોલીસે ત્રણ મોબાઇલ સ્નેચરની ધરપકડ કરી તેમની પાસેથી એપલ સહિત 120 મોબાઇલ કુલ 22 લાખ 50 હજાર રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કર્યો

0
ક્રાંતિ સમય

ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે બે મોબાઇલ સ્નેચરની ધરપકડ કરવામાં આવી હતી અને આ બે મોબાઇલ્સ સ્નેચરની ધરપકડ બાદ એક રીસીવરની પણ ભાગળ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આમ કુલ ત્રણ આરોપીની ધરપકડ ઉમરા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં સાહિલ ઉર્ફે શાહિદ, મુફેજ મુલતાની અને સિદ્દીક કાપડિયાનો સમાવેશ થાય છે. સૌપ્રથમ પોલીસે સાહિલ અને મુફેજની ધરપકડ કરી હતી અને ત્યારબાદ બંનેની પૂછપરછ પછી રીસીવર તરીકેની ભૂમિકા ભજવનાર સિદ્દીક કાપડિયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા સિદ્દીકના ઘરમાં રેડ કરતા ડાયરી મળી હતી. ડાયરીના આધારે 13 મોબાઈલ સ્નેચરમાંથી બેને પોલીસ દ્વારા ડિટેઇન પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસને સિદ્દીકના ઘરમાંથી ત્રણ લાખ 50 હજાર રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. આમ પોલીસે 120 મોબાઇલ સાથે કુલ 22.50 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો. એપલ સહિત 120 અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા હતા. આ ઉપરાંત બે વાહનની સાથે પોલીસે કેટલાક હિસાબી ચોપડા પણ જપ્ત કર્યા હતા અને આ મુદ્દા માલમાં એક ડાયરીની અંદર મોબાઈલ સ્નેચરોના ટૂંકા નામ લખવામાં આવ્યા હતા અને આ ડાયરી પણ જપ્ત કરવામાં આવી છે.​​​​​​​

આ ત્રણેય આરોપીની પૂછપરછ અને જપ્ત કરવામાં આવેલા મોબાઈલના આઈએમઇઆઇ નંબરના આધારે પોલીસે તપાસ કરતા ઉમરા, વેસુ, મહીધરપુરા, ગોડાદરા અને અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ સ્ટેચિંગના 20 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ઉપરાંત કડોદરા, લિંબાયત, ચોક બજાર, સલાબતપુરા, ગોડાદરા, મહીધરપુરા, વેસુ, અડાજણ, ખટોદરા, કતારગામ, પાલ, રાંદેર, જહાંગીરપુરામાં નોંધાયેલ ઈ એફઆઈઆરના 18 ગુનાનો ભેદ ઉકેલાયો છે. આમ કુલ 38 ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત નગર પાલિકાની સ્કૂલનો સમાવેશ

0
ક્રાંતિ સમય

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, સામાજિક ભાગીદારીથી શરૂ કરવા માટે આયોજન કર્યું છે. સ્કૂલમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અંતર્ગત સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાએથી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ગુજરાત રાજ્યમાંથી 4,22,325 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેની મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. 

સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વરાછામાં ઈશ્વર પેટલીકર સ્કૂલ ( શાળા ક્રમાંક 16) આવી છે. આ સ્કૂલ માં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. હાલમાં લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં આ સ્કુલની વિદ્યાર્થીનીઓ ઝળકી છે. આ ટેસ્ટમાં સ્કુલની 54 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 51 વિદ્યાર્થી મેરીટમાં આવી છે. જાહેર કરાયેલા પરિણામમાં આ સ્કૂલ સુરત પાલિકાની સૌથી પહેલી સ્કુલ અને રાજ્યની ટોપ ટેન સ્કૂલમાં પાંચમો નંબર આવ્યો છે. શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાનું જ્ઞાન ચકાસવા માટે પરીક્ષા આપી હતી જેમાં તેઓ સફળ થયા છે. થોડા સમય પહેલા આ કન્યા શાળામાં ગુણોત્સવ કરવામાં આવ્યો હતો જેમાં 94 ટકા સાથે રાજ્યમાં બીજા ક્રમે આવી હતી.