Home Blog Page 53

સુરતના કામરેજમાં ગલતેશ્વર મંદિર પાસે નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા, 1નું મોત

0
ક્રાંતિ સમય

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતી તાપી નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયા હતા. ત્રણ પૈકી બે યુવકોને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા. જ્યારે લાપતા થયેલા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુરતના ડીંડોલી ખરવાસા રોડ પર રહેતા રમાકાંતભાઈ રાધેશ્યામ દુબે શાકભાજીના વેપારી છે. તેઓનો 18 વર્ષીય પુત્ર પીયુષ વરાછા ખાતે રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો.

ગત 21 જૂનના રોજ પીયુષ તેના મિત્રો ચંદ્રેશ, અભિષેક, નીતીશ સાથે કામરેજ ખાતે આવેલા ગલતેશ્વર મંદિરમાં સ્વીમીંગ પુલમાં નાહવા ગયા હતા, પરંતુ સ્વીમીંગ પુલ બંધ હોવાથી ચારેય મિત્રો મંદિરની બાજુમાંથી પસાર થતી તાપી નદીના કિનારે નાહવા ગયા હતા. જ્યાં પીયુષ, અભિષેક અને ચંદ્રેશ ત્રણેય જણા નદીમાં નાહવા પડ્યા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણી સુધી પહોંચી જતા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા હતા. જેથી બુમાબુમ થતા સ્થાનિક માછીમારો ત્યાં આવી ગયા હતા અને ચંદ્રેશ અને અભિષેકને બચાવી લીધા હતા. જયારે પીયુષ ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. લાંબી શોધખોળ બાદ પીયુષનો મૃતદેહ મળ્યો હતો.

બીજી તરફ બનાવની જાણ પીયુષના પરિવારને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યારે પોલીસ અને ફાયર વિભાગે ઘટનાસ્થળે આવીને પીયુષની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન પીયુષની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. પીયુષના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પીયુષના પિતા શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જયારે તેને 14 વર્ષની નાની બહેન અને 7 વર્ષનો એક નાનો ભાઈ છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરતમાં બે લક્ઝુરિયસ કારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, 2નાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત

0
ક્રાંતિ સમય

સુરતમાં નવો રિંગ રોડ બની રહ્યો છે, જેમાં સરથાણા ખડસદ રોડ પર, ચાર રસ્તા પર બે લક્ઝુરિયસ કાર ધડાકાભેર અથડાઈ હતી. અર્ટિગા કાર અને હેરિયર કાર ધડાકાભેર અથડાતાં બન્નેમાં સવાર લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, જેમણે 108 એમ્બ્યુલન્સ મારફત લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બાદમાં ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને પતરાં કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. એમાંથી બે વ્યક્તિનાં ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.  હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં 4 વર્ષની બાળકી પર મધરાત્રે દુષ્કર્મની ઘટના, નરાધમ ઝડપાયો 

0
ક્રાંતિ સમય

સુરતના હજીરા રોડના ઇચ્છાપોર સ્થિત આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં શ્રમજીવી પરિવારની નિંદ્રાધીન 4 વર્ષની બાળકીને અજાણ્યો યુવાન અજ્ઞાત સ્થળે લઈ જઈ દુષ્કર્મ કર્યાની ચોકાવનારી ઘટના બવા પામી છે. મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર સુરતમાં નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 4 વર્ષની બાળકીનો રાત્રિ બે વાગ્યાના અરસામાં રડવાનો અવાજ આવતા પરિવાર ઊંઘમાંથી જાગી ગયો હતો. દીકરીને લોહીલુહાણ હાલતમાં જોતા પરિવાર ચોંકી ગયો હતો. બાળકીની હાલત જોતાં પરિવારે તાત્કાલિક 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108 મારફતે સારવાર અર્થે બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈને તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દાખલ કરી દેવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકીના પ્રાઇવેટ પાર્ટ અને મોઢાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા છે. બાળકીને ઓપરેશન થિયેટરમાં સર્જરી કરી ICUમાં દાખલ કરાઈ છે. જોકે હાલ બાળકી બેભાન છે. ઈચ્છાપોર પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી પરિવારનું નિવેદન નોંધી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બાળકી પર દુષ્કર્મ આચરનાર શખસની ઓળખ થતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી પરિવાર પણ ચિંતામાં સરી પડ્યો છે. પોલીસે આરોપી અજય રાય ની 7 કલાકમાં જ ધરપકડ કરી લીધી છે. આરોપીની ઉમર 21 વર્ષ છે. આરોપી બાળકીના ઘરની નજીક જ રહેતો હતો. અવારનવાર બાળકી અને તેના પરિવારને મળતો હતો. બાળકી આરોપીને ઓળખતી હતી.

એરપોર્ટની સામે ડુમસ રોડ પર પાલિકાની કાર્યવાહી, ભાજપના પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ઇન્દ્રરાજ ફાર્મનું ડિમોલિશન

0
ક્રાંતિ સમય

સુરત એરપોર્ટથી ડુમસ રોડ તરફ ટીપી રોડને નડતરરૂપ મિલકતોને દૂર કરવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે ટીપીને ધ્યાનમાં રાખીને રોડ ઉપર જે બાંધકામ હતા, તે પૈકીના કેટલાક બાંધકામને દૂર કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મનો પણ કેટલોક ભાગ આવતા તેને પણ તોડી પાડીને દૂર કરાયો છે. એરપોર્ટ સામે વિકટોરીયા ફાર્મની બાજુમાં ઝંખના પટેલનું ઇન્દ્રરાજ ફાર્મ આવેલું છે. જેનો કીચન સહિતનો ભાગ રોડ એલાઇમેન્ટમાં હતો. હાલમાં જ ટીપી રોડ ખુલ્લો કરવાની કામગીરી કરાતાં ફાર્મના અમુક ભાગનું ડિમોલિશન કરીને રસ્તો ખુલ્લો કરાયો છે. આ અંગે પૂર્વ ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું હતુ કે, અહિંથી રસ્તો નીકળતો હોવાથી તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના પગલે માત્ર દીવાલ જ નડતરરૂપ હોવાથી તેને સ્વૈચ્છિક રીતે તોડી પાડવામાં આવી છે. 

સુરત ડુમસ રોડ પર થતાં ટ્રાફિકનું ભારણ હળવું કરવા માટે ડુમસ ગામ સહિતના વિસ્તારોને જોડતા કનેક્ટિવ રસ્તાઓને ખુલ્લા કરવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. ઝંખના પટેલના ફાર્મ હાઉસ પાસેથી પસાર થતો રસ્તો સીધો ડુમસ મેઇન રોડથી ડુમસ બજારને જઇને મળે છે. રસ્તો ખુલ્લો કરવા માટે અઠવા ઝોન ‌દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ઝંખના પટેલના ઇન્દ્રરાજ ફાર્મ હાઉસમાં આવેલી ખુલ્લી જગ્યા ઉપર પણ બાંધકામનું આયોજન હોવાનું જાણવા મળ્યું છે. ઝંખના પટેલ જયારે ધારાસભ્ય હતા ત્યારે મનપા દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ પૂર્વધારાસભ્યના દબાણને પગલે ફાર્મનું ડિમોલિશન થઇ શક્યુ નહોવાનું પણ કોર્પોરેશનમાં ચર્ચા ચાલી રહી છે. કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતનો સંકોચ વગર એલાઈમેન્ટમાં આવતા ફાર્મ હાઉસનો ભાગ તોડી પાડ્યો છે

સુરતની હોટલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે ઝડપાયા

0
ક્રાંતિ સમય

સુરત શહેરની નજીક કડોદરાની એક હોટલના CCTVનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક નેતાનો છે. વીડિયો વાઈરલ થતાં રાજકીય વાતાવરણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. વાઈરલ વીડિયોમાં AAPના ધારાસભ્ય હોટલમાં યુવતી સાથે આવે છે અને તેની સાથે રૂમમાં જતાં દૃશ્યો દેખાય છે. આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ વાઈરલ વીડિયોમાં મહિલા સાથે જે વ્યક્તિ ઊભી છે તે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે.

યુવતી સાથે નજીકનો સંબંધ હોવાને લીધે તેઓ અહીં હોટલમાં રૂમમાં સમય પસાર કરી રહ્યા હતા. આ બાબતની જાણ તેના પતિને થતાં તે પોતે અહીં પહોંચી ગયો અને તેના આવતાંની સાથે જ ધારાસભ્ય મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડીને નીકળી ગયા. આ વીડિયો સામે આવતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની વાત રાજકીય રીતે પણ જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે.

પાંડેસરામાં ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી રમતા રમતા બારીમાંથી નીચે પટકાતા મોત

0
ક્રાંતિ સમય

પાંડેસરા વિસ્તારમાં ચોથા માળેથી દોઢ વર્ષની બાળકી રમતા રમતા બારીમાંથી નીચે પટકાતા મોતને ભેટી હતી. પરિવારની એકની એક દીકરીનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા આનંદો હોમ્સ એપાર્ટમેન્ટમાં ચોથા માળે સૌમિલ દેવા પત્ની અને દોઢ વર્ષની દીકરી સાથે રહે છે. સૌમિલ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પુત્રી ત્રીશા આજે સવારે પોતાના ઘરમાં રમી રહી હતી. જ્યારે તેની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી અને પિતા કામ પર ગયા હતા.

દરમિયાન માસુમ બાળકી રમતા રમતા બારી પાસે પહોંચી ગઈ હતી અને બારીમાંથી નીચે પટકાઈ હતી. બાળકી નીચે પટકાવવાની ઘટનાને પગલે આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા. તેમજ તેની માતાને ખબર પડતા તે પણ નીચે દોડી આવી હતી અને દીકરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મરણ જાહેર કરી હતી. ઘટના ના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.

સચિન વિસ્તારમાં ડમ્પરે બાઈક સવાર દંપતીને લીધું અડફેટે, પત્ની પર ડમ્પર ફરી વળતા કચડાઈ થયું મોત

0
ક્રાંતિ સમય

સુરતના સચિન વિસ્તારમાં પૂરપાટ જતા ડમ્પરે બાઈકસવાર દંપતીને અડફેટે લીધું હતું. જેમાં પત્ની પર ડમ્પર ફરી વળતા કચડાઈ મોત થયું હતું. જ્યારે પતિને ઇજા પહોંચી હતી.અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સચિન વિસ્તારમાં આવેલ કનકપુર દમણ ગંગા બિલ્ડિંગમાં રહેતા રાકેશ મિશ્રા કાપડ માર્કેટમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા 15 વર્ષથી પત્ની, બે પુત્ર, એક દીકરી સાથે સચિન વિસ્તારમાં રહે છે. ગત રોજ રાકેશ મિશ્રા તેમની પત્ની માધુરી મિશ્રા સાથે ઘરેથી બાઈક પર કોસંબા ખાતે જવા નીકળ્યા હતા.

દરમિયાન સચિન ખાતે આવેલી એપ્રલ પાર્ક રોડ પાસે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં રાકેશની પત્ની માધુરી મિશ્રાનું કચડાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાકેશને ઇજાઓ થતા તેમને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પત્નીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અકસ્માતની ઘટનાને લઇ ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. હાલ તો સમગ્ર મામલે સચિન પોલીસે ડમ્પર ચાલકની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં યુવકે બસ સામે ઝંપલાવી કર્યો આપઘાત, ઘટના CCTVમાં કેદ

0
ક્રાંતિ સમય

સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસેની ઇશ્વરકૃપા સોસાયટી નજીક પગપાળા જઈ રહેલા યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે એકાદ વાગ્યાના અરસામાં 25 વર્ષીય અજાણ્યો યુવક વરાછા બોમ્બે માર્કેટ નજીક ઇશ્વરકૃપા સોસાયટી પાસેથી પગપાળા જઈ રહ્યો હતો. યુવક અચાનક સામેથી આવી રહેલી સ્કૂલબસની નીચે પડતું મૂકી દીધું હતું. બસચાલક કાંઈ સમજે એ પહેલાં આખી બસ તેના પરથી ફરી વળી હતી. બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને બસના વ્હીલ નીચે કચડાતાં ગંભીર ઇજા પામેલા યુવકને લોકોએ 108ને જાણ કરી સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં રવાના કર્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં વરાછા પોલીસ સ્મિમેર હોસ્પિટલ દોડી ગઈ હતી. અજાણ્યા યુવકે સ્કૂલબસ નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ કરવા માટે સ્થાનિક વિસ્તારમાં તપાસ કરવા સાથે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી છે.

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે મૃતક યુવકની ઓળખ થઈ નથી. તેણે શરીરે બ્લૂ ટી-શર્ટ અને પેન્ટ પહેર્યું છે. તેના જમણા હાથ પર વીંછીનું છૂંદણું ત્રોફાવેલું છે. જોકે યુવકના ખિસ્સામાંથી માત્ર તમાકુની પડીકી મળી આવી હતી. જ્યારે તેની ઓળખ થઈ શકે એવી કોઈ વસ્તુ મળી ન હતી. પોલીસે હાલ યુવકની ઓળખ કરવા સાથે પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.

પાંડેસરાની ડાઇંગ મીલને ઇએસઆઇ કચેરીનો બોગસ નોટીસ બતાવી રૂ. 27 લાખનું રીફંડ અપાવવાની લાલચ આપી રૂ. 25 હજાર પડાવ્યા

0
ક્રાંતિ સમય

પાંડેસરા જીઆઇડીસીની પશુપતી પ્રિન્ટ્સ પ્રા. લિ. નામની ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મીલના મેનેજર છીમુભાઇ બાબુભાઇ પટેલ એ દક્ષિણ ગુજરાત લેબર યુનિયનના પ્રમુખ સુશાંત પુરસોત્તમ ત્રિપાઠી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. મે 2016 માં ઇએસઆઇ (એમ્પ્લોયસ સ્ટેટ ઇન્સ્યુરન્સ) એ દ્વારા પશુપતી પ્રિન્ટ્સ મીલમાં દરોડા પાડયા હતા અને રૂ. 32.76 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મીલ સંચાલક દ્વારા ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં અપીલ કરતા રૂ. 10 લાખનો દંડ ભરવા કોર્ટે હુકમ કર્યો હતો. આ કેસ અંગેની લેબર યુનિયનના પ્રમુખ સુશાંત ત્રિપાઠીએ કયાંકથી માહિતી મેળવી ઇએસઆઇના અધિકારીઓ સાથે ઘરોબો છે અને હું સમાધાન કરાવી આપીશ એમ કહી રૂ. 25 હાજરની માંગણી કરી હતી. પરંતુ મીલ સંચાલકે ઇન્કાર કર્યો હતો.

ત્યાર બાદ સુશાંતે મેનેજર છીમુ પટેલને ઇએસઆઇ કચેરીની નોટીસ બતાવી હતી. જેમાં રૂ. 27 લાખનું રીફંડ 30 દિવસની મુદ્દતમાં લેવાનું હોય અને તેના માટે અરજી કરવા અને રીફંડ અપાવવા રૂ. 25 હજારની માંગણી કરી હતી. જેથી મીલ સંચાલકોએ લાલચમાં આવી સુશાંતને રૂ. 25 હજાર આપ્યા હતા. પરંતુ ત્યાર બાદ સુશાંતે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. જેથી મીલના સંચાલકોએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુશાંતે ઇએસઆઇ કચેરીનો લેટર પેડ પર બતાવેલી નોટીસ બોગસ છે.

ડીંડોલીના છઠ તળાવ ગાર્ડનમાં ધો. 11 ની વિદ્યાર્થીનીને મળવા બોલાવી જાહેરમાં છાતી પર હાથ ફેરવી બિભત્સ હરકત

0
ક્રાંતિ સમય

લિંબાયત વિસ્તારમાં રહેતા અને રીંગરોડની માર્કેટમાં પેકીંગનું કામ કરતા પરપ્રાંતિય વિવેક ગત સાંજે માર્કેટમાં હતો ત્યારે અજાણ્યાનો કોલ આવ્યો હતો કે તમારી દીકરી શાલીની ને ડીંડોલીના છઠ તળાવ ગાર્ડનમાં છોકરાઓ હેરાન કરે છે અને અમે તેમને પકડીને ડીંડોલી પોલીસ સ્ટેશન લઇ જઇએ છે, તમે પણ પોલીસ સ્ટેશન આવો. જેથી વિવેક તુરંત જ પોલીસ સ્ટેશન ઘસી ગયો હતો. જયાં વિવેકે ધો. 11 માં અભ્યાસ કરતી પુત્રી શાલિનીની પૃચ્છા કરતા જણાવ્યું હતું કે પડોશમાં રહેતી ફ્રેન્ડના મોબાઇલ પરથી પોતાની સ્કૂલના ભૂતપર્વ વિદ્યાર્થી જહેરૂદ્દીન ઉર્ફે સાહીદ સૈયદ અહેમદ સાથે વાત કરી હતી. જે રવિશંકર સોસાયટી, ભાઠેના માં રહે છે.

જહેરૂદ્દીન મિત્ર હોવાથી સાંજે 4 વાગ્યે ડીંડોલીની છઠ તળાવ ગાર્ડનમાં મળવાનું અને ત્યાંથી 6 વાગ્યે કોમ્પ્યુટર ક્લાસીસમાં જતી રહેશે એવું નક્કી કર્યુ હતું. જેથી જહેરૂદ્દીનને મળવા 4 વાગ્યે છઠ તળાવ ગાર્ડનમાં ગઇ હતી. જયાં તેઓ પતરાના શેડ વાળા બાકડા પર બેસીને વાત કરી રહ્યા હતા ત્યારે જહેરૂદ્દીને છાતી પર હાથ મુકી બિબત્સ હરકત કરી હતી. પરંતુ શાલિનીએ વિરોધ કરતા જહેરૂદ્દીનના મિત્ર માજીદ મુસ્તાક અંસારી એ હાથ પકડી પોતાની તરફ ખેંચી અડપલા કર્યા હતા. માજીદ મુસ્તાક અંસારી સંજર સોસાયટી, ઉન માં રહે છે. ખેંચી અડપલા કરતા ગાર્ડનમાં ફરી રહેલા લોકોની નજર પડતા જહેરૂદ્દીન અને માજીદને પકડી મેથીપાક આપી ડીંડોલી પોલીસને હવાલે કર્યા હતા.