સામાન્ય રીતે પુરુષ દ્વારા મહિલા પર એસિડ-એટેકની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ આ કિસ્સામાં તો પત્નીએ જ પોતાના પતિ પર એસિડ ફેંક્યું હતું. આરોપી મહિલાએ પતિના અન્ય સ્ત્રીઓ સાથે સંબંધની શંકા રાખી એસિડ-એટેક કર્યો છે. આ એસિડ-એટેકમાં ભોગ બનનાર પતિ શરીરથી નીચેના ભાગે ગંભીર રીતે દાઝ્યો છે. સેટેલાઈટ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે.મળતી માહિતી અનુસાર, સેટેલાઈટમાં રહેતા રોનક ખીમસૂરિયા નામના શખસે બે વર્ષ પહેલાં દમયંતી પરમાર નામની મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પત્ની દમયંતીએ તેના પતિ પર અન્ય સ્ત્રીઓ સાથે આડાસંબંધ હોવાની શંકા રાખી સૂતેલા પતિ પર પહેલાં તો ગરમ પાણી વેળ્યું અને બાદમાં એસિડ ફેંક્યું હતું. એ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ આરોપી પત્નીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી પતિ અને આરોપી પત્ની વચ્ચે બે વર્ષ પહેલાં પ્રેમ પાંગર્યો હતો અને ત્યાર બાદ બંને કોર્ટ મેરેજ કર્યાં હતાં.
પરિવારજનો અને સ્થાનિકોએ મૃતદેહને કલાકો સુધી પીએમ માટે ન જવા દીધો.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર 19 વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ગંભીર ઘટના બાદ ડીંડોલી વિસ્તારમાં લોકોમાં રોષનો માહોલ સર્જાયો હતો, જ્યાં રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઇનકાર કરીને પોલીસનો વિરોધ કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. મૃતક યુવાનની ઓળખ દિલીપ સુનીલ જમાદાર (ઉ.વ. 19) તરીકે થઈ છે, જે નવાગામ ડીંડોલી ખાતેની શ્રીનાથ નગર સોસાયટીમાં રહેતો હતો અને ઉધના રોડ નંબર છ પર આવેલા જરીના કારખાનામાં નોકરી કરતો હતો. તેનું મૂળ વતન બિહારના નાલંદા જિલ્લાનું મહેતામાં ગામ છે, અને તે હાલ સુરતમાં પોતાના માસાના ઘરે રહેતો હતો, જ્યારે તેના માતા-પિતા હૈદરાબાદમાં મજૂરી કરે છે.17 ઓક્ટોબરના રોજ દિલીપ રોજની જેમ નોકરી પરથી પરત ફરતી વખતે રેલવે પટરી નજીકથી પસાર થઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન, કેટલાક અજાણ્યા શખસોએ તેને રોકીને તેના મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલીપે આ લૂંટનો પ્રતિકાર કરતાં, હુમલાખોરોએ તેના પર ચપ્પુના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસે જાહેરનામા ભંગ અન્વયે માથાભારે તત્ત્વો શક્તિ પ્રદર્શન કરવા કે સીનસપાટા કરવા જાહેર માર્ગો પર બર્થ-ડે સેલિબ્રેશન કરતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં બનવા પામ્યા છે.
સુરત ભાજપ કાર્યાલયમાં કાર્યકર અને ખજાનચીની મારામારીનો વિવાદ હજી શમ્યો નથી, ત્યાં ભાજપના વોર્ડ નં.26 ગોડાદરા-ડીંડોલીના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂત જાહેરમાં બર્થ-ડે પાર્ટી સાથે તાયફો કરી વિવાદ નોતર્યો છે. ગત 3 ઓક્ટોબરના રોજ અમિતસિંગનો જન્મદિવસ હતો, જેથી ધ ગ્રેટ મરાઠા ગૃપ (નિલગીરી) દ્વારા જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. જાહેર રોડ પર રોશની, ફટાકડા ફોડીને અમિતસિંગની એન્ટ્રી સાથે સ્ટેજ પર કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ પ્રમુખના જન્મદિવસની ઉજવણીની આડમાં જાહેર માર્ગ પર મોડી કરાયેલા આ તાયફાથી વિવાદ શરૂ થયો છે.
સામાન્ય નાગરિકો સામે જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન મુદ્દે પગલાં ભરતી પોલીસ ભાજપના નેતા સામે કાયદેસરના પગલાં ભરશે કે કેમ? તે મુદ્દો સોશિયલ મીડિયામાં ચર્ચાના ચગડોળે ચઢ્યો છે.ઉધનાના વોર્ડ નં. 24ના પ્રમુખ પ્રકાશ ખૈરનાર બાદ હવે ભાજપના કોર્પોરેટર અમિતસિંગ રાજપૂતે જાહેરમાં પોતાના બર્થ-ડે સેલિબેશનના નામે તમાશો કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ત્યારે હવે આ મામલે પોલીસ જાહેરનામા ભંગ હેથળ કાર્યવાહી કરશે કે કેમ?
લોન ક્લેઇમ પાસ કરાવી આપવાના વિશ્વાસ અને ભરોસો અપાવીને આરોપી મનોજ મિશ્રાએ ફરિયાદી અને તેમના સગાં-સંબંધીઓ પાસેથી જુદા જુદા તબક્કામાં કુલ રૂપિયા 2,74,24,700 પડાવી લીધા હતા. જોકે, તેણે કોઈની પણ લોન મંજૂર કરાવી નહોતી કે લોન પર ક્લેઈમ પણ પાસ કરાવ્યો નહોતો. લોન ક્લેઇમ પાસ ન થતાં ભોગ બનનારાઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. ગુનામાં નાસતા ફરતા આરોપી મનોજ રામનિહાર મિશ્રા (ઉં.વ. 49, રહે. ડીંડોલી, સુરત, મૂળ વતન: ભદોઇ, યુ.પી.) ને ઉધના સર્વેલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી મનોજ મિશ્રાનો ધંધો લોનનું કામકાજ કરાવવાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આરોપીએ ફરિયાદી અને તેમના સગાં-સંબંધીઓ ઉપરાંત પણ અનેક લોકો સાથે આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી આચરી હશે. ઉધના પોલીસે આરોપીની ધરપકડ કરીને આ છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કોલેજમાં અભ્યાસ કરતી એક 23 વર્ષીય વિદ્યાર્થિની પર તેના સાથી વિદ્યાર્થી દ્વારા જ બળાત્કાર
સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક 23 વર્ષીય વિદ્યાર્થિની પર તેના સાથી વિદ્યાર્થી દ્વારા જ બળાત્કાર ગુજારવાનો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત શાંતિ નગરમાં રહેતા રીષિ રાજેશભાઈ જયસ્વાલ (ઉં.વ.23) સાથે કોલેજ દરમિયાન વિદ્યાર્થિનીને મિત્રતા થઈ હતી, જે પ્રેમ સંબંધમાં પરિણમી હતી.રીષિએ વિદ્યાર્થિનીને લગ્ન કરવાની લાલચ આપીને પાલ વિસ્તારની બે અલગ-અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. લગ્નની લાલચ આપીને રીષિએ લગભગ ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થિનીનો ભોગ લીધો હતો. જોકે, વિદ્યાર્થિનીએ જ્યારે લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે રીષિએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. સતત નિરાશ રહેતી દીકરીએ માતાને હકીકત જણાવતા, માતાએ પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રીષિ જયસ્વાલ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, લાજપોર મધ્યસ્થ જેલમાં હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળીયા (ઉં. વ.42 રહે. કાજીપુર કોટડા સ્ટ્રીટ રામપુર સુરત) રાત્રે બેભાન હાલતમાં મળ્યો હતો. દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઇ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ અપ હતા. ત્યારે હવલદાર શક્તિસિંહ જે. કાઠીયાએ હાઇ સિક્યુરિટી યાર્ડ નંબર-42માં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણ તાહિલિયાનીને જાણ કરાઈ હતી. જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
હેમંત માંગરોળીયા વિરૂદ્ધ વર્ષ-2017માં કતારગામ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને લાજપોર જેલમાં ધકેલી દીધો હતો. જેથી હેમંત ગત 10 એપ્રિલ, 2017થી લાજપોર જેલમાં બંધ હતો.આરોપી હેમંત ઉર્ફે ડેનીએ ક્યાં જવાબદાર પરિબળોના કારણે આપઘાત કર્યો તે હાલ અકબંધ રહ્યું છે. આ બનાવ અંગે સચિન પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.
બે ઔદ્યોગિક પ્લોટના જૂના શેડ્સના ડિમોલિશન માટે 50 હજારની લાંચ માગી.
સુરતમાં એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા સુરતની ઇચ્છાપોર GIDCમાં ફરજ બજાવતા ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરિમલ પટેલને રૂ. 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે.આરોપી પરિમલ ખંડુભાઈ પટેલ વર્ગ-2નો અધિકારી છે અને માસિક 1.30 લાખનો ઊંચો પગાર ધરાવે છે. તેને રૂ. 50 હજારની લાંચ માગતા પકડાયો છે. આ ઘટના 11 સપ્ટેમ્બર, 2025ના રોજ બની હતી. ફરિયાદીએ તેમના બે ઔદ્યોગિક પ્લોટ પરના જૂના શેડ્સના ડિમોલિશનની પરવાનગી મેળવવા માટે અરજી કરી હતી. આ પરવાનગીની પ્રક્રિયા કરી આપવાના બદલામાં આરોપી પરિમલ પટેલે ફરિયાદી પાસેથી રૂ. 50 હજારની લાંચ માગી હતી. આરોપી 2021થી સુરત ઇચ્છાપોર GIDCમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે કાર્યરત છે અને 2001માં એડિશનલ એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે ધડુક અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું ગોઠવી આરોપી પરિમલ પટેલને તેની જ ઓફિસમાં રૂ. 50 હજારની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
આ સફળ ટ્રેપ બાદ ACB હવે આરોપી પરિમલ પટેલના તમામ બેંક એકાઉન્ટ્સ અને સંપત્તિની સઘન તપાસ કરશે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ તેની અપ્રમાણસર સંપત્તિ અને આવકના સ્ત્રોતને શોધવાનો છે. આ તપાસથી ભ્રષ્ટાચારના ઊંડા મૂળ સુધી પહોંચવામાં મદદ મળશે. આ કેસનું સુપરવિઝન આસિસ્ટન્ટ ડિરેક્ટર આર.આર. ચૌધરી કરી રહ્યા છે.
જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે એક મીડિયા રિપોર્ટની નોંધ લીધી જેમાં કહેવામાં આવ્યું હતું કે 2025 ના પ્રથમ આઠ મહિનામાં રાજસ્થાનમાં પોલીસ કસ્ટડીમાં 11 લોકોના મોત થયા છે.મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસ ઘણીવાર કસ્ટોડિયલ ડેથ કેસોમાં સીસીટીવી ફૂટેજ પ્રદાન કરતી નથી, અને ઘણા પોલીસ સ્ટેશનોમાં કેમેરાના દૃશ્યની બહાર રિમાન્ડ રૂમ હોય છે.પોલીસે સીસીટીવી ફૂટેજ રોકવા માટે વિવિધ કારણો આપ્યા હતા, જેમાં ટેકનિકલ ખામીઓ, સ્ટોરેજનો અભાવ, ચાલુ તપાસ અથવા કાનૂની પ્રતિબંધોનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં, તેઓએ ફૂટેજ શેર કરવાનો ઇનકાર કર્યો હતો અથવા તેના પ્રકાશનમાં વિલંબ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે પારદર્શિતા જાળવવા અને કસ્ટોડિયલ ટોર્ચરના બનાવોને રોકવા માટે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો છે. તેણે સીસીટીવી ઇન્સ્ટોલેશનના સંચાલનને સુવ્યવસ્થિત કરવા અને સેન્ટ્રલ ઓવરસાઇટ બોડી (COB) અને સ્ટેટ-લેવલ ઓવરસાઇટ કમિટી (SLOC) દ્વારા માનવ અધિકાર ઉલ્લંઘન માટે ફૂટેજની સમીક્ષા કરવા માટે અનેક નિર્દેશો જારી કર્યા હતા.
સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે દરેક પોલીસ સ્ટેશનના SHO ને CCTV ડેટા જાળવવા, રેકોર્ડિંગનો બેકઅપ લેવા અને ખામીઓ સુધારવા માટે જવાબદાર બનાવવામાં આવે.”રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ ખાતરી કરવી જોઈએ કે સંબંધિત રાજ્ય અને/અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યરત દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. વધુમાં, ખાતરી કરવી જોઈએ કે પોલીસ સ્ટેશનનો કોઈ પણ ભાગ ખુલ્લો ન રહે,” તેમાં કહેવામાં આવ્યું હતું.
વધુમાં, સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે સીસીટીવી કેમેરા ફૂટેજ ડિજિટલ વિડિયો રેકોર્ડર અથવા નેટવર્ક વિડિયો રેકોર્ડરમાં સંગ્રહિત હોવા જોઈએ. મહત્વપૂર્ણ વાત એ છે કે, રેકોર્ડિંગ સિસ્ટમ એવી હોવી જોઈએ કે તેમાં સંગ્રહિત ડેટા 18 મહિના સુધી સાચવી શકાય.એપ્રિલ 2023 માં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ત્રણ મહિનાની અંદર પોલીસ સ્ટેશનોની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની “છેલ્લી તક” આપી હતી.
16 ગંભીર કેસોમાં આરોપી આશિષ તિવારીએ મૌર્ય સમાજ વિરુદ્ધ આક્ષેપજનક પોસ્ટ કરી હતી
ખૂન, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ખંડણી વસૂલવા જેવા ગુનાઓ સામેલ
રાયબેરેલીના સલોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મટકા ગામના હિસ્ટ્રીશીટર આશિષ તિવારીને પોલીસએ ઝડપ્યો છે. આરોપી સોશિયલ મીડિયા પર ફેસબુક લાઈવ મારફતે મૌર્ય સમાજ અને ચક્રવર્તી સમ્રાટ અશોક મૌર્ય વિરુદ્ધ આક્ષેપજનક ટિપ્પણીઓ કરી રહ્યો હતો.રાયબેરેલી પોલીસે સોશિયલ મીડિયા પર જાતિવાદી વિદ્વેષ ફેલાવવાના આરોપમાં આશિષ તિવારીને ઝડપીને જેલમાં મોકલી દીધો છે. સલોન પોલીસએ આરોપીને 31 ઑગસ્ટે ઝડપી લીધો હતો.
આ મામલામાં ઉત્તર પ્રદેશથી લઈને થાઈલેન્ડ સુધીના મૌર્ય સમાજના લોકોએ આરોપીની ધરપકડની માંગ કરી હતી। રાયબેરેલીના ગોરા બજારમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા મૌર્ય સમાજના લોકોએ ધરણા-પ્રદર્શન પણ કર્યું હતું.
સીઓ અમિત સિંહએ જણાવ્યું કે આરોપી વિરુદ્ધ સલોન કોઠવાળીમાં કેસ નોંધાયો હતો. સાથે જ સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારા અન્ય લોકો વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમની ધરપકડના પ્રયાસો ચાલી રહ્યા છે.
રાયબેરેલી પોલીસે સોશિયલ મીડિયા પર જાતિવાદી વિદ્વેષ ફેલાવવાના આરોપમાં આશિષ તિવારીને ઝડપીને જેલમાં મોકલી દીધો છે. સલોન પોલીસએ આરોપીને 31 ઑગસ્ટે ઝડપી લીધો હતો.ચેરશાહ ગામનો રહેવાસી આશિષ તિવારી પહેલેથી જ કુખાત ગુનેગાર છે. તેના પર અત્યાર સુધીમાં 16 ગંભીર ગુનાઓ દાખલ છે. જેમાં ખૂન, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ખંડણી વસૂલવા જેવા ગુનાઓ શામેલ છે.
2015માં તેના પર હત્યાનો કેસ નોંધાયો હતો.
2017માં બે અલગ-અલગ અપહરણના કેસો સામે આવ્યા હતા.
ઉપરાંત આર્મ્સ ઍક્ટ અને ગુન્ડા ઍક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે.
પોલીસકર્મીઓ પર હુમલો કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસ પણ નોંધાયા છે.
આ જ પ્રકારનો એક અન્ય કેસ કોઠવાળી નગર પોલીસ સ્ટેશનમાં પણ દાખલ થયો છે, જેમાં કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ જાતિવાદી સંઘર્ષ ફેલાવવાનો આરોપ છે.
પોલીસએ લોકોથી અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર જાતિવાદી વિદ્વેષ ફેલાવતી પોસ્ટ અથવા ટિપ્પણી ન કરે, નહીં તો આવા લોકો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.