Home Blog Page 49

ઉધનામાં મીરા નગર આરોગ્ય વિભાગની વૉર્ડ ઓફિસ પરિસરમાં જ મચ્છરોનો ઉપદ્રવ વધ્યાં

0
ક્રાંતિ સમય

ઉધના ઝોન ઓફિસ નજીકની મીરા નગર વૉર્ડ ઓફિસના પરિસરમાં ગંદકી અને મચ્છરો હોવાના વિડીયો સાથે પાલિકાને ફરિયાદ કરાઇ હતી. સ્થાનિક રહેવાસી જીલરાજ પરમારે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, ઉધના ઝોન ઓફિસ નજીકના મીરા નગર વૉર્ડ નં-25Bની ઓફિસ જ્યાં છે તે પરિસરમાં પાલિકા સંચાલિત લાઇબ્રેરી પણ હોવાથી વિદ્યાર્થીઓ આવે છે. આ પરિસરમાં ઝોનની ડ્રેનેજ ઓફિસ, મલેરિયા-ફાયલેરિયા અને પાણી ખાતાની પણ ઓફિસ હોવા છતાં મેદાનમાં પાણી ભરાવાની સમસ્યા ઉકેલાતી નથી. માર્ગ પર ખાડાઓમાં ભરાઇ રહેતાં પાણીમાં હવે મચ્છરો થઇ રહ્યા છે ત્યાં સુધી સફાઇ કરવામાં આળસ કરાઇ રહી છે. ગંદકીનાં લીધે લાઇબ્રેરીમાં આવતાં વિદ્યાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સતત ફરિયાદ છતાં ખુદ પાલિકા પરિસરમાં સફાઇ કરાતી ન હોવા મામલે ખેદ વ્યક્ત કરાયો હતો. તેમણે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ઝડપથી સમસ્યા નિવારણની માંગ કરી હતી.

સુરતમાં આપઘાતના બનાવમાં ગોડાદરામાં કોઇ કારણસર મહિલાએ આત્મહત્યા કરી

0
ક્રાંતિ સમય

સુરતમાં આપઘાતના બનાવમાં ગોડાદરામાં કોઇ કારણસર મહિલાએ આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ગોડાદરાની જીગ્નેશ નગર સોસાયટીમાં રહેતી ૩૬ વર્ષની રોહીણીબેન સોનલાલ રાજપુતે શનિવારે સાંજે ઘરમાં કોઇ કારણસર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો હતો. તે મુળ ઉતરપ્રદેશના વતની હતી. તેના પતિ સિલાઇ મશીન પર કામ કરે છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

લિંબાયતમાં નાણાંકીય તકલીફ પડતી હોવાથી આધેડએ આત્મહત્યા કરી

0
ક્રાંતિ સમય

સુરતમાં આપઘાતના બનાવમાં લિંબાયતમાં શનિવારે સાંજે નાણાંકીય તકલીફ પડતી હોવાથી આધેડએ આત્મહત્યા કરી હતી. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં ગીરીરાજ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના રવિદંર પુલ્લય્યા અનુમંડલાએ શનિવારે સાંજે ઘરમાં લોકડાના મોભ સાથે લુગ્ગી બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે કહ્યુ કે, રવિદંર મુળ તેલંગણાનો વતની હતો. તે સંચાખાતામાં નોકરી કરતો હતો. જોકે, તે નિયમિત નોકરીએ જતો નહી હોવાથી નાણાંકીય તકલીફ પડતી હતી. જેથી તેણે ટેન્શનમાં આ પગલુ ભર્યું હોવાની શક્યતા છે. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે.

સુરત જિલ્લામાં છ તાલુકામાં છૂટોછવાયો અને ત્રણ તાલુકામાં ઝરમરિયો વરસાદ

0
ક્રાંતિ સમય

સુરત, દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં મેઘરાજાની હેલી અવિરત રહી છે. આજે પણ સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તા.૦૭/૦૭/૨૦૨૩ નાં રોજ વહેલી સવારે ૬.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા દરમિયાન સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં ૪૦ મિ.મી., ઉમરપાડા અને માંડવી તાલુકામાં ૩- ૩ મિ.મી., સુરત સિટીમાં ૧૩ મિ.મી., મહુવામાં ૧૧ મિ.મી., પલસાણામાં ૫૧ મિ.મી., કામરેજમાં ૧૨ મિ.મી. અને ચોર્યાસી તાલુકામાં ૧૯ મિ.મી., ઓલપાડ તાલુકામાં ૦૧ મિ.મી. વરસાદ નોધાયો હતો, જ્યારે માંગરોળ તાલુકો કોરોધાકોર રહ્યો હતો. છેલ્લા દસ દિવસમાં પડેલા અનરાધાર વરસાદના કારણે માંડવી તાલુકાના મધરકુઈ ગામે મંજુબેન પાનિયભાઈ ગામીતના ઘરની દીવાલ પડી ગઈ હોવાનું તેમજ કાચા ઘરને અંશત: નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આપધાતના બે બનાવ

0
ક્રાંતિ સમય

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આપધાતના બે બનાવ બન્યા છે. પહેલા બનાવમાં કોઇ કારણસર કારખાનામાં કારખાનેદારે અને બીજા બનાવમાં બિમારીથી કટાંળીને યુવાને આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પુણાગામમાં સાંઇ કૃર્પા રો હાઉસમાં રહેતા ૫૦ વર્ષીય અનિલભાઇ ગનુભાઇ માંડણકા લિંબાયતમાં નારાયણનગરમાં ભાગીદારીથી એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતા હતા. જોકે એક બે માસથી આ કારખાનું બંધ હતુ. બુધવારે બપોરથી રાત દરમિયાન તેણે કોઇ કારણસર કારખાનમાં લોખંડ એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર છે. બીજા અન્ય બનાવમાં લિંબાયત વિસ્તારના જ શિવકૃર્પા સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય ગંગેશ્વર વિજયસિંગ સિરાસે બધુવારે સાંજે ઘરમાં છતના હુક સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે તે બિમારીથી કટાંળીને જઇને આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. તે છુટક કામ કરતો હતો. આ બંને બનાવ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર દ્વારા જહાંગીરપુરા અને જહાંગીરાબાદનું મૂળ નામ લાવવા માટે રજૂઆત

0
ક્રાંતિ સમય

કોર્પોરેટર કૃણાલ સેલરે જણાવ્યું કે, અહીં રહેતી જાહેરજનતાની આસ્થા પણ આ વિસ્તાર સાથે જોડાયેલી છે. જેથી અત્રેની જાહેર જનતાની લાગણી સાથે માંગણી છે કે આ લેન્ડમાર્કનાં નામને ફેરબદલ કરવામાં આવે. લોકલાગણી મુજબ જહાંગીરપુરા વિસ્તારનું નામ મુળનામ મુજબ “કુરૂક્ષેત્ર” ક૨વામાં આવે અને જહાંગીરાબાદનું નામ “કુરૂધામ” નામ કરવામાં આવે તાપી નદી અને તેના તટ પર આવેલા ગામોની એક અલગ ઓળખ છે તેનું ધાર્મિક મહાત્મય પણ છે અને તેના આધારે જ નામ હોવા જોઈએ એવી સ્વાભાવિક લોકોને લાગણી હોય. જેથી જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, સાંસદ, ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરી છે.

પાંડેસરા પોલીસનું નાઈટ કોમ્બિંગ, 61 ઈસમોને અટક કરી 51 વાહનો જપ્ત કરાયા

0
ક્રાંતિ સમય

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ કરવામાં આવે છે. સુરત પોલીસ દ્વારા પાંડેસરા વિસ્તારમાં આવેલા વિઘ્નવંશી આવાસ પર કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. PI, PSI અને 46 પોલીસકર્મીઓની 7 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. કેમ્બિંગમાં 12 બિલ્ડીંગના 216 મકાનોની તપાસ કરવામાં આવી હતી. આ રાત્રિ કોમ્બિંગ દરમિયાન 61 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઓછામાં ઓછા 51 વાહનો અને ચપ્પુ અને તલવાર જેવા હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

પાંડેસરા બુડિયા રોડ ખાતે આવેલા વિધ્નવંસી આવાસમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી કરી કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા 12 બિલ્ડિંગના કુલ 216 મકાનો ચેક કરવામાં આવ્યા હતા અને હાજર મળી આવેલા લોકોની સઘન પૂછપરછ કરી તથા આવાસના રૂમોની ઝડતી અને તપાસ કરી હતી. કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા 85 ભાડુઆતો ચેક કરવામાં આવ્યા હતા. પીધેલાના 20 કેસ, 63 શંકાસ્પદ ઈસમોને ચેક કરવામાં આવ્યા હતા. આમ કોમ્બિંગ દ્વારા પોલીસે 61 ઇસમોને અટક કરવામાં આવ્યા હતા અને 51 વાહનો તેમજ તલવાર અને ચપ્પુ જેવા હથિયારો પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત અને સુરત માટે ગૌરવની વાત, હિમસન સીરેમીક કંપનીએ બનાવ્યું ચંદ્રયાન-3 માટે “સ્કિવબ્સ”

0
ક્રાંતિ સમય

ગુજરાત અને ખાસ કરીને સુરત માટે ગૌરવની વાત છે કે દેશભરના લોકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચંદ્રયાન-3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની એક કંપનીએ બનાવ્યું છે. સુરતની હિમસન સિરેમિક કંપની છેલ્લા 30 વર્ષથી ઇસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરો ચંદ્રયાન 3 લઈ ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે જણાવી દઈએ કે ચંદ્રયાન 3માં સુરતની એક કંપની જે સ્કિવબ્સ બનાવે છે તેનો ઉપયોગ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો. 

હિમસન સિરેમિક કંપનીના ડાયરેક્ટર નિમેષ બચકાની વાલાએ જણાવ્યુ હતુ કે તેમની કંપની 1994 થી સેટેલાઈટ અને સ્પેસયાન આવશ્યક સિરેમિક સ્પેરપાર્ટ બનાવીને ઈસરોને સપ્લાય કરે છે. ચંદ્રયાન ત્રણમાં પણ કંપની દ્વારા તૈયાર સ્ક્વિબ્સ કમ્પોનન્ટ્સ લાગ્યા છે. જે અમારી માટે ગર્વની બાબત છે. ભલે ગઈ વખતે ચંદ્રયાન બેમાં લેન્ડિંગ વખતે સમસ્યા સર્જાઈ હોય પરંતુ આ વખતે અમને પૂર્ણ વિશ્વાસ છે કે ભારત ચંદ્રયાન-3 ને સફળતાપૂર્વક પૂર્ણ કરશે અને વિશ્વ ભારતની વૈજ્ઞાનિક શક્તિને ફરી એક વખત જોશે. કંપનીમાં બનાવેલુ સ્ક્વિબ્સએ યાનના નીચેના ભાગમાં લગાવવામાં આવતું હોય છે જેનો ઉપયોગ ઇન્સ્યુલેશન તેમજ ઇગ્નિશનમાં થાય છે. આ ખાસ પાર્ટ્સના કારણે વાયરીંગ સુરક્ષિત રહે છે અને તેમાં કોઈપણ પ્રકારે આગ લાગતી નથી, કારણ કે જ્યારે યાનને લોન્ચ કરવામાં આવે છે ત્યારે નીચેના ભાગમાં ફાયરિંગની જ્વાળા ઉપર તરફ ન આવે અને વાયરીંગ સુરક્ષિત રહે તે માટે આ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

સુરત શહેરમાં ધોળા દિવસે શેરબજારના વેપારીનું અપહરણ, 2.5 કરોડના વ્યવહારમાં અપહરણની આશંકા

0
ક્રાંતિ સમય

સુરતમાં ધોળે દિવસે મોટા વરાછા વિસ્તારમાંથી સ્ટોક માર્કેટ ઓફિસ ચલાવતા અમદાવાદના વેપારીનું તા.૦૫/૦૭/૨૦૨૩ ના રોજ અપહરણ થયું હતું, જેના પછી સીસીટીવી પણ સામે આવ્યુ હતું. CCTVમાં જોવા મળે છે કે રસ્તાના કોર્નર પર એક કાર પાસે વેપારી અને અપહરણકારો ઊભા છે. બાદમાં તેઓ વચ્ચે બોલાચાલી થાય છે, આથી અપહરણકારો ઉશ્કેરાતાં વેપારીનું અપહરણ કરવા ઉપર ઊતરી આવે છે. વેપારી તેની ચુંગાલમાંથી છૂટવા માટે ઘણા ધમપછાડા કરે છે, પરંતુ અપહરણકારો તેને બળજબરીથી કારમાં બેસાડી લઈ જાય છે. આ અંગે ઉત્રાણ પોલીસને જાણ થતાં સીસીટીવીના આધારે ત્રણની શખસની ધરપકડ કરીને વેપારીને અપહરણકારોમાંથી છુટકારો કરાવ્યો છે તેમજ અન્ય ત્રણ શખસ ફરાર થઈ ગયા હોવાની માહિતી મળી છે.

મોટા વરાછા વિસ્તારમાં અમદાવાદના સ્ટોક માર્કેટના વેપારી શક્તિ ધડુક સુરત શહેરમાં આવ્યા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી સુરતની એક હોટલમાં રોકાયા હતા. તા.૦૫/૦૭/૨૦૨૩ ના રોજ તેનું અપહરણ થઈ ગયું હોવાની ઘટના બની હતી. પોલીસે તપાસ શરૂ કરતાં જે સ્થળ ઉપરથી અપહરણ થયું હતું તેના સીસીટીવી હાથ લાગ્યા હતા, જેના આધારે ઉત્રાણ પોલીસે તપાસ શરૂ કરી હતી. વેપારી યુવકના અપહરણ થવાની ઘટનામાં સીસીટીવીમાં સ્પષ્ટ જણાઇ આવતું હતું કે 3 શખસ બળજબરીથી તેને કારમાં બેસાડવા પ્રયાસ કરે છે, જેમાં એક શખસે વેપારીનું મોઢું દબાવતો જોવા મળે છે, જ્યારે બે શખસને તેને કારમાં ધકેલતા જોવા મળે છે. અંતે, વેપારીને કારમાં બેસાડીને ફરાર થઈ જાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અઢી કરોડ રૂપિયાની લેતીદેતીમાં અપહરણ થવાની વાત સામે આવી રહી છે. શક્તિ ધડુક અમદાવાદમાં સ્ટોક માર્કેટની ઓફિસ ધરાવે છે. યુવક છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં આવી જતાં લેણદારો તેનો પીછો કરી રહ્યા હતા. અપહરણકારો સુરતના મોટા વરાછા વિસ્તારમાં હોવાનું જણાઈ આવતાં ત્રણની ધરપકડ કરી છે.

નાસતા ફરતા બે આરોપીઓ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યું કરવામાં આવ્યું

0
ક્રાંતિ સમય

સુરત, મહિધરપુરા પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર આઈ.પી.સી. અને આઈ.ટી.એકટ કલમ હેઠળના આરોપી કરણ કુમાર રમેશભાઈ (રહે. ઘર નં- ૬૧૦૪, ગુરુદ્વારા વાળી ગલી, નબી કરીમ, પહાડગંજ જિલ્લો, સેન્ટ્રલ દિલ્હી,) પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરે છે. જેની શોધખોળ શરૂ છે. આરોપી કરણકુમાર ધરપકડ માટે કોર્ટમાંથી વોરન્ટ મેળવવામાં આવ્યું છે તેમ મહિધરપુરા પો.સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.

મહિધરપુરા પોલીસ સ્ટેશનના જણાવ્યાનુસાર આઈ.પી.સી. અને આઈ.ટી.એકટ કલમો હેઠળના આરોપી ઓમપ્રકાશ ઝુનીલાલ દિપાંકર (રહે. સૌનાઇરી, જિ. રેવા, મધ્યપ્રદેશ)ની શોધખોળ શરૂ છે. જે પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરે છે. જેના વિરૂધ્ધ કોર્ટમાંથી ધરપકડ વોરન્ટ મેળવવામાં આવ્યું છે તેમ મહિધરપુરા પો.સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.