Home Blog Page 45

સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં આરોપીઓએ સ્વાતંત્ર્ય પર્વનું આયોજન કર્યું

0
ક્રાંતિ સમય

15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાયા હતા, ત્યારે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ 77માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લાજપોર જેલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ જેલના બહારના ભાગે ત્યારબાદ જેલના અંદરના ભાગે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યાં જેલના કર્મચારીઓ, કેદીઓ, બંદીવાનો અને ક્લેરીકલ સ્ટાફએ દેશની આન બાન શાન રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.

જેલમાં બંધ જુદા જુદા ગુનાઓના ગંભીર આરોપીઓ ભલે બહાર ચોરી, લૂંટફાટ, મારામારી કે હત્યા કર્યા હશે, પરંતુ તેમનામાં પણ ભારત માતા પ્રત્યે આપાર દેશભક્તિ છે તે લાજપોર જેલમાં સ્વાતંત્ર પર્વની થયેલી ઉજવણી પરથી જાણવા મળ્યું હતું. જેલમાં બંધ બંદીવાનોએ કરેલા સ્વાતંત્ર્ય પર્વના આયોજનમાં જુદા જુદા આરોપીએ જ અવનવી સ્ટેજ કૃતિઓ રજૂ હતી. બંદિવાનોએ જેલમાં જ ચંદ્રયાન મિશન, કમાન્ડો પર્ફોમન્સ, શહીદ ભગતસિંહનો સંવાદ અને ફાંસીનો અભિનય, સર્વ ધર્મ સમભાવ તેમજ વિવિધતામાં એકતા અંગે અભિનયનું નાટક કરી રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી કરી હતી.

આ ઉપરાંત જેલમાં રહી સારી કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓ અને બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્મક્રમમાં જેલ ખાતે ફરજ બજાવતા નાયબ અધિક્ષક પી.જી.નરવાડે, નાયબ અધિક્ષક ડી.પી.ભટ્ટ, સીનીયર જેલર એમ.એન.રાઠવા, સીનીયર જેલર પી.ડી.હિહોરીયા તેમજ સટાફના અધિકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં બંદીવાનો હાજર રહી 77માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરી હતી.

સુરતમાં સ્વતંત્રતા દિવસે જ દુર્ઘટના, સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતા 3 શ્રમિક દટાયા

0
ક્રાંતિ સમય

સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સ્લેબ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. કાપોદ્રાના ધારૂકા કોલેજ કેમ્પસની અંદર ડાયમંડ એસોસિયેશન સંચાલિત ડાયમંડ ગર્લ્સ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલના ગેટનો સ્લેબ ઉતારી પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન આજે સવારે ગેટના છજાનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિક ઉપર ગેટના સ્લેબ પાડતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા.

સ્મીમેર અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગેટનો સ્લેબ ઉતારી પાડવા માટે ચાર લોકો કામ કરી રહ્યા હતા. ગેટના સ્લેબને ઉતારવા માટે સ્કૂલે કોન્ટ્રાક્ટર ભરત માલવીને કામ સોંપ્યું હતું. ત્યારે તેણે સુરેશ સોલંકી, છોટુલાલ ભાભર અને રોહિત ભાભર નામના ત્રણ શ્રમિકોને આ સ્લેબ ઉતારવા માટે કામે રાખ્યા હતા. ભરત માલવી બંને શ્રમિકોને સવારે કામ પર મૂકીને તે અન્ય સાઇટ ઉપર ગયા હતા. ત્યારે સ્લેબ ઉતારવાના ચાલુ કામ દરમિયાન અચાનક ધડાકાભેર સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં ત્રણેય શ્રમિકો દબાયા હતા. આ ઘટનામાં 32 વર્ષીય છોટુ ભાભર અને 24 વર્ષીય સૂરજ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક 29 વર્ષીય રોહિત ભાભરને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેની સારવાર ચાલી રહી છે.

સુરતમાં ગરબા ક્લાસિસના સંચાલકે ફાંસો ખાધો

0
ક્રાંતિ સમય

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં ગરબા ક્લાસિસ સંચાલકે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું. પોલીસથી મળેલી માહિતી મુજબ શહેરના નાનપુરા માછીવાડ મસ્જીદ વાળી ગલીમાં રહેતા ભરતભાઈ કનૈયાલાલ રાંદેરી(24 વર્ષીય ચૌટા બજાર ખાતે ભાગીદારીમાં કલાકક્ષ નામથી દોઢિયા ક્લાસિસ ચલાવતો હતો. તેની એક બહેનના લગ્ન થઈ ગયા છે અને અન્ય એક ભાઈ છે. ભરત રાંદેરીના માતા-પિતાનું અગાઉ અવસાન થયા બાદ તે માસી અને દાદી સાથે રહેતો હતો.

સોમવારે ભરત રાંદેરીએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા અઠવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે ભરત રાંદેરીએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ હાલ જાણી ન શકી ન હતી. હજુ એક દિવસ પહેલા જ ભરત રાંદેરી એ આહવા ડાંગની ટુરનું આયોજન પણ કર્યું હતું. ત્યારે ટુરમાંથી પરત ફર્યા બાદ સોમવારે અચાનક ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતા આપઘાતના કારણ અંગે રહસ્ય ઘેરાયું છે. ભરત રાંદેરીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સુરતમાં યુવકના આપઘાતનો જીવંત બનાવ CCTVમાં કેદ 

0
ક્રાંતિ સમય

સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકનો હચમચાવતો આપઘાતનો જીવંત બનાવ CCTVમાં કેદ થયો. મળતી માહિતી મુજબ યુવક મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલ સુરતમાં રહેતો હતો. ઉધના વિસ્તારમાં આવેલી શિવકૃપા ઇન્ડસ્ટ્રીમાં ભાડે મકાન રાખીને તે છેલ્લા સાડા આઠ મહિનાથી સિલાઈ મશીનનું ખાતું ચલાવતો હતો. મૃત્તક રાહુલ દેવકર ઉર્ફે સરકાર મશીનનું ખાતું ચલાવતો હતો અને ત્યાં જ રહેતો હતો. ગત રોજ વહેલી સવારે રાહુલ મકાનમાં એકલો હતો. CCTVમાં દેખાતા દ્રશ્યો મુજબ રાહુલ કોઈ મૂંઝવણમાં હોય તેવું લાગી રહ્યું હતું. ગળાફાંસો ખાતા પહેલા ટેબલ પર બેસે છે અને થોડા સમય બાદ તે સ્ટૂલ પર ચડે છે અને હુંક સાથે દોરી બાંધે છે. ત્યારબાદ તેણે ગળાફાંસો લગાવી લટકી જાય છે.

ગળાફાંસો ખાધા બાદ રાહુલ તરફડતો પણ સીસીટીવીમાં કેદ થયો છે. પોલીસને સવારે 8 વાગ્યે જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે મૃત્તકને ક્યા કારણોસર પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર આવ્યો? જોકે, પરિવારનો કોઈ સભ્ય હાજર ન હોવાથી આ અંગે વધુ માહિતી મળી નથી.

સુરતમાં ફિલ્મી ઢબે લૂંટના CCTV

0

શહેર અને જિલ્લામાં રેડ એલર્ટ

હાથમાં તમંચો, મોઢા પર બુકાની બાંધી પાંચ લૂંટારુએ બેન્કમાં 13 લાખની લૂંટ ચલાવી

સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે કે કોઇ ભય જ ન હોય તેવો માહોલ સર્જાયો છે. અસામાજિક તત્વો કાયદો-વ્યવસ્થાને ચેલેન્જ કરતા હોય તેમ સરેઆમ ધોળા-દિવસે બંદૂકની અણીએ બેંકમાં લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે. શહેરમાં વધતા ગુનાહિત પ્રવૃત્તિના ગ્રાફથી પોલીસની શાખ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. સચીન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વાંઝ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્ર હજુ તો ખુલી જ હતી ત્યાં બે બાઇક પર આવેલા પાંચ લૂંટારૂઓ બંદૂક સાથે બેંકમાં ઘુસે છે. બેંકનો સ્ટાફ કઇ સમજે તે પહેલા જ ફિલ્મી ઢબે આતંક મચાવી બેંકમાંથી આશરે 13 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે.

ફિલ્મોમાં બતાવવામાં આવતી લૂંટને આ બેફામ અપરાધીઓએ હકિકત બનાવી દીધી છે. બે બાઇક પર પાંચ લૂંટારૂઓ આવે છે. જેમાંથી ચાર લૂંટારૂઓ હેલ્મેટ પહેરી જ્યારે એક લૂંટારૂ મોઢે બુકાની પહેરીને બેંકમાં પ્રવેશે છે. બેંકમાં ઘુસ્તાની સાથે જ આ બેફામ આરોપીઓ બેંકમાં આવેલા ગ્રાહક અને કર્મચારીઓને એક બાજુ બંધક બનાવી બેંકમાંથી બિન્દાસ્ત 13 લાખની લૂંટ ચલાવી ફરાર થઇ જાય છે.

પોલીસના વાહન ચેકિંગનો પર્દાફાશઃ ગુજરાતમાં એક મહિનાના વાહન ચેકિંગના નામે શું થઈ રહ્યું છે

સુરતના સચિન વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં દિવસ દરમિયાન લૂંટ થઈ હતી અને પોલીસ દ્વારા વાહન ચેકિંગમાં પર્દાફાશ થયો હતો. માત્ર વાહન સવાર-સાંજ રસીદો બનાવીને પોતાનું લક્ષ્ય પૂરું કરે છે અને તેની પોસ્ટનો યોગ્ય ઉપયોગ કરે છે.

બેંક લૂટ માં લુટારુઓએ હેલ્મેટ પહેરીને કાયદા નું પાલન કર્યા.

સુરતના સચિન વાંજ ગામમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં દિવસ દરમિયાન લૂંટ થઈ તેમાં પણ લુટારુઓએ વાહનો ચલાવતી વખતે પણ ટ્રાફિકના નીતિ -નિયમ ના પાલન અર્તગત વાહનો ચાલકો અને પાછળ બેસનાર પણ હેલ્મેટ પહેરીને વાહનો ચાલતા હોવાથી કાયદાકીય રીતે જાણકારી હોવાનું પણ લોકો અનુમાનો લાગવી રહ્યા છે.

કબ્જા રસીદવાળા પ્લોટમાં ફ્રોડ નાણાં અપાયા હોવાના પુરાવા પણ ઉભા કરી જમીન વેચાણ ની કામગીરી સાથે જોડેલા લોકો સાથે ફ્રોડ થયા ની ફરીયાદ કરવામાં આવેલ

0

૨૦૧૩માં જયઅંબેનગરમાં જમીન માપન્ની બાદ નકશો બદલી

આઠ પ્લોટની ડાયરીને બદલે 25 પ્લોટની ડાયરી બિલ્ડરને આપતા મામલો પોલીસમાં

મનોજ વિરેન્દ્રપ્રતાપ સીંગ રાજપુત સ્થાનિક પ્રોપર્ટી ડીલર દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી ઉમાનાથ સિતારામ ઠાકુર

સુરત : કબ્જા રસીદથી આપેલ આઠ પ્લોટને બદલે તેને કાયદેસર કરવા માટે પ્લોટના પુરાવા માંગતા ત્યારે આઠને બદલે પચ્ચીસ જેટલા પ્લોટની માલિકી દર્શાવતા આ મામલે સ્થાનિક પ્રોપર્ટી ડીલર દ્વારા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મનોજ વિરેન્દ્રપ્રતાપ સીંગ રાજપુત (ઉ.વ.૪૫ ધંધો-જમીન લે-વેચનો,પૈકી કુલ-૦૮ પ્લોટ માનાય ઠાકુરને રહે..- ઘર નં.૧૪૫, આદર્શનગર, સચીન હાઉસીંગ, સચીન, મૂળ જી.- જોનપુર, ઉત્તરપ્રદેશ) દ્વારા ઠગાઇની ફરિયાદ લખાવવામાં આવી હતી. આરોપી ઉમાનાથ સિતારામ ઠાકુર ૨.સ.નં.૧૨૫/૧૧ તથા ૧૨૫/૨/૨ જેનો બ્લોક નં.૨૧૦ વાળી જમીન ઉપર પાડવામાં આવેલ જયઅંબેનગર’ સોસાયટીના પ્લોટને બદલે અન્ય 5 પ્લોટની માલિકીના બોગસ પુરાવા ઉભા કરી ઠગાઇ કરાઇ હતી. ર૦૧રમાં પાડવામાં આવેલ જયઅંબેનગર સોસાયટીના પ્લોટો વેચાણથી આપેલા જેના અવેજમાં તેઓએ ટુકડે ટુકડે આપેલ પૈસા અંગે તેઓને પહોંચ લખી આપેલી.

તે પછી ૨૦૧૩માં જયઅંબેનગરમાં જમીન માપન્ની બાદ નકશો બદલી.(એ-પ્લોટ નં.૭૧, જયઅંબેનગર, પાવર હાઉસ પાસે, શિવનગર પાસે,કરાવ્યા હતા. આમ કુલ-૦૮ પ્લોટની તલંગપુર) દ્વારા તેમના પ્લોટ પચાવી પાડવામાં આવ્યા હોવાની રાવ કરવામાં આવી હતી. આ ગુનો વર્ષ 2012થી 17 દરમિયાન બન્યો હતો.

નવા નકશા મુજબ તેઓએ બુક જગ્યાએ બીજા કુલ- ૦૮ પ્લોટો ફાળવી તેની બીજી પહોંચો લખી આપવમાં આવી હતી, અને ફુલ-૦૮ પ્લોટ બાબતે કબ્જા રશીદ લખીને પ્લોટનો કબ્જો તેમને આપ્યો હતો.

તે વખતે અગાઉ બુક કરાવેલા પ્લોટો અને તેના બદલામાં આપેલા બીજા પ્લોટોની પહોંચો ઉમાનાથ પાસે પરત માંગતા તેઓએ નહીં આપી તે પહોંચોમાં તેણે બીજા કુલ- ૧૭ પ્લોટના નંબરો લખી પહોંચોમાં છેડછાડ કરી કુલ-૨૫ પ્લોટો બુક કરાવ્યા હતા. અને તેની અવેજમાં પૈસા આપેલ છે તેવી ખોટી હકીકત ઉભી કરી ખોટી રીતે પ્લોટો પચાવી પાડવા માટે તે પ્લોટો ઉપર પોતાનો હક્ક દાવો કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

સ્થાનિક સુત્રો અનુસાર:- તલંગપુર ખાતે એવા અનેક સોસાયટીઓ છે . કે જેમાં કોઈ પણ નકશાઓ પ્રોપર્ટી ડીલર તરફ થી આપવામાં આવતું નથી જે થી એવા અનેક ફરીયાદ પુલીસ સ્ટેશન ખાતે દફતરે કરવામાં આવેલ હોવાથી પુલીસ તપાસ માં એવા અનેક છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે. જેથી પુલીસ તપાસ પણ જરૂરી હોવાથી અન્ય સોસાયટી ની પણ તપાસ કરવામાં આવે.

સુરત મનપા માં સોસાયટી રજીસ્ટ્રેશન કરવામાં આવેલ નથી. જેથી બિનઅધીકુત બાંધાકામ તરીકે ગ્રામ પંચાયત માં વેરા બીલ બનાવામાં આવેલ હોવાથી થી સરપંચ અને તલાટી અને સુરત મનપા ના અધિકારી સામે તપાસ પણ જરૂરી બને છે.

નવી સિવિલ દ્વારા બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ, અંગદાનની ૩૯ ઘટનામાં કુલ ૧૩૩ અંગોનું દાન

0
ક્રાંતિ સમય

સુરત, તા.૩જી ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિને જ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચરી ગામના રોહિતભાઈ રામુભાઈ પટેલ બ્રેઈનડેડ થતા તેમની બે કિડની અને લિવરના દાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી અંગદાનની કુલ ૩૯ ઘટનામાં ૭૪ કિડની, ૩૫ લિવર, ૧૦ આંખો, ૩ હ્રદય, ૭ હાથ, ૩ આંતરડા અને ૧ પેન્ક્રિયાઝ મળી કુલ ૧૩૩ અંગોનું દાન થયું છે. જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ચીખલીના ચરી ગામ નિવાસી ૫૫ વર્ષીય રોહિતભાઈ પત્ની રમીલાબેન સાથે રહેતા હતા. ગત તા.૧લી ઓગસ્ટે સવારે તેઓ બાઈક પર મુળી ગામ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગભરામણ થતાં રોડસાઈડે બાઈક થોભાવી નીચે બેસી ગયા હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિએ મદદ કરી તેઓને ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સવારે ૧૦:૦૦ વાગ્યે સારવાર માટે દાખલ કર્યા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડોકટરે તા.૦૧લીએ સાંજે ૪:૦૦ વાગ્યે ૧૦૮ ઈમરજન્સીમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર અર્થે રિફર કર્યા હતા. સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા તા.૩જી ઓગસ્ટના રોજ વહેલી સવારે ૦૩:૨૯ વાગ્યે ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા અને ન્યુરો સર્જન ડો.મેહુલ મોદી, RMO ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

પટેલ પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ટીબી વિભાગના વડા અને યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય ડો.પારૂલ વડગામા, ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો રોહિતભાઈના પરિવારે દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. ખાસ કરીને ફ્લેર પેનની કંપનીમાં નોકરી કરતી રોહિતભાઈની દીકરી અલ્કાબેને ‘પિતાના અંગોનું દાન જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે’ એમ જણાવીને આગળ વધવા સમંતિ આપી હતી.

તા.૩ ઓગસ્ટે બ્રેઈનડેડ રોહિતભાઈની કિડની અને લીવરનું દાન સ્વીકારી ત્રણે અંગોને I.K.D. હોસ્પિટલ-અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ RMO ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે વધુ એક અંગદાન સાથે ૩૯ મુ અંગદાન થયું છે એમ જણાવી ડો.ગોવેકરે રાષ્ટ્રીય અંગદાન દિને અંગદાનનો નિર્ણય લઇ પ્રેરણાદાયી પગલું ભરનાર પટેલ પરિવારનો અભાર વ્યક્ત કર્યો હતો.

પાંડેસરામાં રહેતા ૬૬ વર્ષીય બ્રેઈનડેડ મહિલાના બે કિડની, લીવર અને બે આંખોના દાનથી પાંચને નવજીવન મળશે

0
ક્રાંતિ સમય

સુરત, સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું. પાંડેસરામાં રહેતા કુશવાહા પરિવારની ૬૬ વર્ષીય મહિલા બ્રેઈનડેડ થતા તેમની બે કિડની, લીવર અને બે આંખોના દાનથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવા સાથે આંખના જરૂરિયાતમંદ દર્દીનું જીવન રોશન થશે. નવી સિવિલ દ્વારા આ ૩૮મુ સફળ અંગદાન થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના મહવી મિરાનપુર ગામના વતની રામાધીરજ કુશવાહા પત્ની અને ચાર યુવાન સંતાનો સાથે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહે છે. રામાધીરજના ૬૬ વર્ષીય પત્ની બુચિયાબહેનને તા.૩૦મી જુલાઈએ માથામાં દુ:ખાવો થયો હતો. મોડી રાત્રે માથાનો દુ:ખાવો અસહ્ય બનતા દવા લીધી હતી, પરિણામે તબિયત સારી થઈ ગઈ હતી. પરંતુ તા.૩૧મીએ વહેલી સવારે ૪:૩૦ વાગ્યે બે વાર ઉલ્ટી થઈ અને ચક્કર આવતા પરિવાર દ્વારા ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સવારે ૦૯:૦૫ વાગ્યે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દર્દીને MICU માં દાખલ કરી સારવાર શરૂ કરવામા આવી. સ્વાસ્થ્ય વધુ ખરાબ થતા તા.૦૨ ઓગસ્ટના રોજ વહેલી સવારે ૦૪:૫૧ વાગ્યે તેમને ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા અને ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તા.૨ ઓગસ્ટે બ્રેઈનડેડ બુચિયાબહેનની બે કિડની, લીવર અને બે આંખોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. કિડની અને લીવર કિરણ હોસ્પિટલ-સુરત ખાતે અને આંખો (CORNEA)ને નવી સિવિલની ચક્ષુ બેંકમાં લઈ જવામાં આવ્યા હતા.

નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના પ્રત્યક્ષ માર્ગદર્શનમાં RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિ, નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, નિવાસી તબીબો, નર્સિંગ અને સિકયુરિટી સ્ટાફ, સફાઈકર્મીઓ, સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. આમ, નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે વધુ એક અંગદાન સાથે ૩૮મુ અંગદાન થયું છે.

કુશવાહા પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ટી.બી.વિભાગના વડા ડો.પારૂલ વડગામા અને ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો પરિવારના સભ્યોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી.

સુરતનાં સચિનમાં યુવકનું કરંટ લાગતા મોત

0
ક્રાંતિ સમય

સુરત, સચિનમાં ભાડાના રૂમમાં રહેતા યુવકનું રૂમ પાસે કરંટ લાગતા મોત થયું. યુવક સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરતો હતો. આખો પરિવાર વતન યુપીમાં છે. કૃષ્ણાકાંત એક મહિના પહેલા જ વતન યુપીથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. 4 વર્ષ પહેલાં લગ્નગ્રંથી જોડાયેલા કૃષ્ણાકાંતને એક બાળક છે. પત્ની, માતા-પિતા અને ભાઈ વતનમાં રહે છે. યુવકના મોતના પગલે એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

મૃતકના પિતરાઈ ભાઈ સંજય સિંગે જણાવ્યું હતું કે ઘટના રાતની છે. કામ પરથી આવ્યા બાદ રૂમ પાર્ટનર ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ગેલેરીમાં બેસેલા કૃષ્ણાકાંતને બોલાવવા જતા તણખલા નીકળતા જોઈ હેબતાઈ ગયા હતા. તાત્કાલિક બુમાબુમ કરી મિત્રોને ભેગા કર્યા હતા. 108ની મદદથી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટરોએ કૃષ્ણાકાંતને મૃત જાહેર કર્યો હતો. રૂમની ગેલેરીમાં ખુલ્લા વીજ વાયરોને અડી જતા મોત યુવકના મોતની જાણ થતાં જ પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે પોસ્ટ મોર્ટમની કામગીરી શરૂ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.

પાંડેસરામાં રહેતા એક આધેડનું ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યું

0
ક્રાંતિ સમય

સુરત, શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા આધેડનું ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યું છે. પાંડેસરા ઉમિયાનગર ખાતે રહેતા અને મુળ ઓરિસ્સાના વતની સુદામ શત્રુઘ્ન સાવતને શનિવારે રાત્રે ઝાડા-ઊલટી થયા હતા. સવારે તબિયત વધુ લથડી હતી. જેથી તેમને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સુદામભાઈને સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે.

પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં હાથ ધરેલા સર્વેમાં 241 ઝાડા-ઊલટીના અને 900 તાવના કેસ મળ્યા હતા. આ સિઝનમાં ઝાડા-ઊલટી, તાવ સહિતના પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળામાં મૃતાંક 15 થયો છે.