Home Blog Page 35

વાછરડી સાથે વિધર્મીનું અપ્રાકૃતિક સેકસ, લોકોએ પકડીને ઢોર માર માર્યો

0

સુરતમાં માનવતાને શર્મશાર કરતો વધુ એક કિસ્સો: સચિન જીઆઇડીસીમાં રાત્રિના અંધકારમાં

સચિન જીઆઇડીસી-ગભેણી રોડ સ્થિત બજરંગ નગરમાં હનુમાનજીના મંદિરની બાજુમાં પૂજારીએ બાંધેલી વાછરડીને રાત્રિના અંધકારમાં શેડની પાછળના ભાગમાં લઇ જઇ આપ્રાકૃતિક સેક્સ માણતા ચકચાર મચી ગઇ છે. સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે અબોલ પશુ સાથે હેવાનીયતને પણ શરમાવે તેવું કૃત્ય કરનાર પરપ્રાંતિય વિધર્મી યુવાનને એકત્ર થયેલા ટોળાએ માર મારી પોલીસને હવાલે કર્યો હતો.

ઇસ્માઇલ અહમદ સહબુખાન

સુરતમાં માનવતાને શર્મશાર કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો

સચિન જીઆઇડીસી-ગભેણી રોડ સ્થિત બરફ ફેક્ટરી નજીક બજરંગ નગરમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવત હરિશંકર રાજકિશોર દુબે (ઉ.વ. 46 મૂળ રહે. બસુહી, પો. હરદાસપુર, તા. ચાંદા, જી. સુલતાનપુર, યુ.પી) ઘરની બાજુમાં હનુમાનજી મંદિરમાં પૂજારી તરીકે પણ કામ કરે છે. પૂજારી હરિશંકરે મંદિરની બાજુમાં પતરાના શેડમાં બે ગાય અને એક વાછરડી પાળે છે જેને ગત રાતે 12 વાગ્યાના અરસામાં ઘાસચારો નાંખી સુઇ ગયો હતો. સવારે રાબેતા મુજબ 5 વાગ્યે પૂજારી હરિશંકર ગાય અને વાછરડીને ચારો નાંખવા ગયા ત્યારે ગાય તેની જગ્યા ઉપર હતી પરંતુ વાછરડી ગાયબ હતી. જેથી વાછરડીની શોધખોળ કરતા શેડના પાછળના ભાગે જયાં ઘાસચારો રાખવાની જગ્યા છે ત્યાં વાછરડી હતી અને તેના ગુપ્તાંગના ભાગ ઉપર સોજો હતો. જેથી વાછરડી સાથે કોઇક અઘટિત ઘટનાની શંકા જતા તુરંત જ મંદિરનું સંચાલન કરનાર સંતોષસીંગને જાણ કરી હતી. સંતોષસીંગે સ્થાનિક વિસ્તારના અમર શાહુ તથા વિનોદ પટેલ સહિતનાએ જયાં વાછરડી બાંધવામાં આવી હતી તે પતરાના શેડ નજીક જયકરણભાઇની ચાલના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવાન રાતે 1.30 વાગ્યાના અરસામાં સ્થાનિક શીવરાજ મૌર્યાની ચાલમાં રહેતો ઇસ્માઇલ અહમદ સહબુખાન (ઉ.વ. 25) નામનો યુ.પી વાસી જતા નજરે પડયો હતો. જેથી સંતોષસીંગ સહિતના તમામ ઇસ્માઇલના રૂમ ખાતે ઘસી ગયા હતા જયાં ઇસ્માઇલની ચંપ્પલ ઉપર ગોબર તથા ઘાસ લાગેલું હતું ઉપરાંત તેના અંડરવેર ઉપર પણ ઘાસ હતો. જેથી તેની પૂછપરછ કરતા ઇસ્માઇલે કબૂલાત કરી હતી કે રાત્રિના સમયે વાછરડી સાથે દુષ્કર્મ કર્યુ હતું. જેને પગલે સંતોષસીંગ સહિતના તમામ ચોંકી ગયા હતા અને એકત્ર થયેલા ટોળાએ અબોલ પશુ સાથે અપ્રાકૃતિક સેક્સ માણનાર હવસખોર નરાધમ ઇસ્માઇલને માર મારી સચિન જીઆઇડીસી પોલીસને હવાલે કર્યો હતો.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૦૬ માર્ચે રોજગાર ભરતી મેળો યોજાશે

0

ભરતી મેળામાં ૨૫ થી વધુ કંપનીઓમાં ૫૫૦ થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ યોજાશે: રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક

સુરતઃ મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તા.૦૬/૦૩/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલમાં રોજગાર ભરતી મેળો યોજાશે. જેમાં ધો.૧૦ અને ૧૨ પાસ, I.T.I.-કોપા, MMCP, વાયરમેન, ઈલેક્ટ્રીશ્યન, ફીટર, મિકેનિક, ડિઝલ મિકેનિક, લિફ્ટ મિકેનિક, B.Sc.(કોઈ પણ પ્રવાહ) M.Sc.(કેમેસ્ટ્રી),બાયોટેકનોલોજી, બી.ફાર્મ, B.Arch, ઈન્ટીરીયર ડીઝાઇન, LLB/LLM, B.C.A, B.B.A., B.Com., B.A., M.Com., MCA, MBA-HR/માર્કેટિંગ, MSC-IT, B.Tech.. M.Tech., B.E.- IT/ ECE/EEC/ Mech. નો અભ્યાસ કર્યો હોય તેવા રોજગારવાંચ્છુ યુવાનો ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

આ ભરતી મેળામાં ૨૫ થી વધુ કંપનીઓ તેમની ૫૫૦ થી વધુ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. રોજગાર કચેરી, સુરતના ફેસબુક પેજ- Model Career Center Suratઅને ટેલિગ્રામ ચેનલ- Employment Office, Surat પરથી જગ્યાઓની વધુ વિગત મેળવી શકાશે. આ મેળાનો વધુમાં વધુ લાભ લઈ રોજગારી મેળવવાની સુવર્ણ તક ઝડપવા યુવાનોને મદદનીશ નિયામક (રોજગાર)-સુરતની યાદીમાં જણાવાયુ છે.

બાંધકામ પ્લાનની ઓનલાઈન મંજુરી બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં વિલંબ અને મોટો ભ્રષ્ટાચાર ના આક્ષેપ

0

રાજય સરકારમાંથી ઓનલાઈન પ્લાન પાસ અઠવાડિયામાં જ થઈ જાય છે. પરંતુ સુરત મ્યુનિ. દ્વારા ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં મહિનાઓ નિકળી જાય છે. અને ખૂબ મોટો ભષ્ટ્રાચાર થતો હોવાનો પ્રશ્ન સંકલનની બેઠકમાં ધારાસભ્યે જ ઉઠાવતા પાલિકા કમિશ્રરે ઝડપથી થાય તેવી ખાત્રી આપી હતી.

શહેરીવિકાસ સામે ગંભીર આક્ષેપ થતા મ્યુનિ. કમિશ્નરે પધ્ધતિમાં સુધારો કરીને મંજુરી માટે સમયમર્યાદા નક્કી કરવા આદેશ કર્યો

સુરત મ્યુનિસિપલ કચેરી ખાત દર મહિના ના પ્ર્હ્ત્મ શનિવારે મળતી સંકલન ની બેઠક માં ઉપસ્થિત ધારા સભ્યોપ્રજા ના કનડતા પ્રશ્નોની રજુઆત કરતા હોય છે. આજ ની બેઠક માં પૂર્વ ના ધારાસભ્યો પાલિકા ના શહેરી વિકાસ વિભાગમાં જે બિલ્ડીંગ , ઘર, રેસીડેન્સી ના જે પ્લાન પાસ થાય છે. અને તેમાં જે વિલંબ થઈ રહ્યો છે. તેનો પ્રશ્ન ઉઠાવીને ફરિયાદ કરી હતી કે સરકાર દ્વ્રારા ઘરનું ઝડપથી બને તે માટે પ્લાન મંજુરી ની પ્રકિયા સરળ અને ઝડપી બનાવવાના હેતુ થી ઓનલાઈન પ્લાન મંજુરી માટે ની પ્રથા અમલમાં મુકેલ છે. જેમાં સરકારમાંથી અઠવાડિય માં પ્લાન પાસ થઈ જાય છે. પરંતુ ઓનલાઈન પ્લાન પાસ પહેલા પ્લોટ વેલીડેશન સર્ટીફીકેટ અને ઓનલાઇન પ્લાન મંજુરી પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે કોર્પોરેશન તરફ થઈ ખુબ જ વિલંબ થાય છે. મહિનાઓ નીકળી જાય છે. અને ખુબ મોટો ભષ્ટાચાર આચરવામાં આવે છે.
આ ફરિયાદ ના પગલે પાલિકા કમિશ્નર શાલીની અગ્રવાલે શહેરી વિકાસ અધિકારી ધર્મેશ મિસ્ત્રી ને પ્લોટ વેલિડેશન પ્રકિયામાં સુધારો કરી ને સમય મર્યાદા નક્કી કરવા આદેશ કર્યાહતો. સાથે જ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માં બીન જરૂરી વિલંબ ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવે તેવી સુચના આપી હતી.

ભેસ્તાનની નવીન ફ્લોરીન કંપનીમાં એમોનિયા ગેસ લિકેજ: માત્ર ૪૦ મિનીટમાં ગેસ લિકેજ પર કાબુ મેળવાયો

0
ભેસ્તાનની નવીન ફ્લોરીન કંપનીમાં એમોનિયા ગેસ લિકેજ

ગેસ લિકેજ ઈમરજન્સીમાં બચાવ રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ.

ઈમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહતના પગલાઓનું નિદર્શન.

સુરત:શુક્રવાર: ભેસ્તાનની નવીન ફ્લોરીન ઈન્ટરનેશનલ લિ.ના પ્લાન્ટમાં લિક્વીડ એમોનિયા ગેસથી ભરેલા ટેન્કરમાં લિકેજ થતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના ઈમરજન્સી સંસાધનો, મનપાના ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ૪૦ મિનીટની જહેમતના અંતે ગેસ લિકેજ પર કાબૂ મેળવાયો હતો. ગેસ લિકેજના કારણે સંક્રમિત થયેલા ૩ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાસ્તવમાં આ દુર્ઘટના નહીં, પણ એક મોકડ્રીલ હતી. આજે નવીન ફ્લોરીનમાં ગેસ લિકેજની ઈમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ હતી. જેનો હેતુ ગેસ લિકેજ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જાળવવા, જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો.
બપોરે ૧૨.૦૩ વાગ્યે કંપનીમાં ગેસ ટેન્કરના ટોપ અનલોડીંગ વાલ્વમાંથી ગેસ લિકેજ થવા લાગ્યો હતો. જેની જાણ વેબ્રિજ ઓપરેટરને થતા તેણે સાઈટ ઈન્ચાર્જ અને સાઈટના મેઈન કંટ્રોલરને જાણ કરી હતી, જેથી કંપનીના ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈમરજન્સી કન્ટ્રોલ ગ્રુપ દ્વારા લિકેજને રોકવાના પ્રયાસો શરૂ કરાયા હતા. પરંતુ ગેસ લિકેજ વધતું હોવાથી ૧૨.૧૦ વાગ્યે ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરાઈ હતી. ૧૨.૧૭ વાગ્યે લોકલ ક્રાઈસીસ ગ્રુપને જાણ કરાઈ હતી. સિટી પ્રાંત અધિકારીશ્રીના વડપણ હેઠળના સુરત લોકલ ક્રાઈસીસ ગ્રુપ કમાન્ડે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી તત્કાલ ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી. ટેન્કરની ચારેબાજુથી પાણીનો મારો શરૂ કરાયો હતો. આખરે લિકેજને બંધ કરવામાં સફળતા મળી હતી. લોકલ ક્રાઈસીસ ગ્રુપના અધ્યક્ષ વતી ઉપસ્થિત ઉધના મામલતદારશ્રી એ.આર. નાયકે ૧૨.૪૩ વાગ્યે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું.
ગેસ લિકેજના કારણે સંક્રમિત થયેલા ૩ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડયા હતા, કંપની અને ફાયર, ડિઝાસ્ટર તંત્રના સંયુક્ત પ્રયાસોથી ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી.


મોકડ્રીલના ડી-બ્રિફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સૂચનોની આપલે કરી હતી. અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. રાહતબચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ કરાયું હતું. ઈમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નિવારવા સાથે ગેસ લિકેજને અટકાવવાના પ્રયાસો અંગે પ્રેક્ટીકલ નિદર્શનથી જ્યારે વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહે છે એવો મત સૌએ વ્યક્ત કર્યો હતો.


સંયુક્ત નિયામકશ્રી, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરી દ્વારા આયોજિત આ મોકડ્રીલમાં લોકલ ક્રાઈસીસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી રાકેશ જોષી, નવીન ફ્લોરીનના સાઈટ હેડ રાધેશ્યામસિંઘ, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરીના આસિ. ડિરેક્ટર આર.આર. જોષી, એસ.સી.પી. આઈ.એન.પરમાર, GPCBના આર.બી.કોઠારી, ભેસ્તાન પી.આઈ. એચ.એમ.ગઢવી, જિલ્લા ડિઝાસ્ટરના સૌ સભ્યો, આરોગ્ય. ફાયર અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ભેસ્તાનની નવીન ફ્લોરીન કંપનીમાં એમોનિયા ગેસ લિકેજ

નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’ કાર્યક્રમ યોજાયો

0

લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને નવા મતદાતા તરીકે નોંધણી કરાવવા પ્રોત્સાહિત કરાયા.

સુરત:શુક્રવાર: યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના અણીતા ગામ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા વિદ્યાથીઓને જવાબદાર નાગરિક તરીકે મતદાનમાં ભાગ લઈ લોકશાહીમાં જનભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં યુવાઓને વિડીયો મારફતે ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ નવા મતદાતાઓને વોટીંગ પ્રક્રિયાથી અવગત કરી લોકશાહીમાં તેઓની મહત્વની ભૂમિકા વિષે સમજ આપી હતી. યુવા વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન અને મતદાન કાર્ડમાં સુધારણા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ ફરજિયાત મતદાન કરવાનું આહ્વાન કરાયું હતું.
આ પ્રસંગે ઓલપાડ મામલતદાર એલ.આર.ચૌધરી, નાયબ મામલતદાર ભુપેનભાઈ ચૌધરી અને રાજેશભાઈ દેવગણિયા, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિરેન દોશી ,નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક નેન્સીબેન, આકાશ રાઠોડ સહિત મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનશ્રીના હસ્તે રૂા.૪૩૭ કરોડના ખર્ચે નવી સિવિલ કેમ્પસમાં અદ્યતન ઓપીડી એન્ડ વોર્ડ બિલ્ડીંગનું ઈ-ખાતમુહૂર્ત કરાયું

0

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના નાગરિકોને અદ્યતન સુવિધાઓ સાથેની હોસ્પિટલ પ્રાપ્ત થશેઃ

કેન્દ્રિય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

સુરત: રવિવારઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળના કરોડો રૂપિયાના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રિય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રૂ.૪૩૭ કરોડના ખર્ચે ઓપીડી અને વોર્ડ બિલ્ડીંગનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. જેનો જીવંત પ્રસારણ સાથેનો સિવિલ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને મેડિકલ સ્ટાફે નિહાળ્યું હતું.
પ્રોજેકટમાં ગ્રાઉન્ડ + ૧૨ માળનો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હાઉસિંગ વોર્ડ, ઓપરેટિંગ રૂમ, સ્પેશિયલ રૂમ, ઓપરેશન થિયેટર રૂમ, તાત્કાલિક સારવાર, જીરીયાટીક, ડર્મેટોલોજી, સર્જરી, સાયક્યાટ્રીક, ઇએનટી, ઓપ્થેલમોલોજી, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી જેવા વિભાગો તેમજ વહીવટી કચેરીઓ, વેઈટીંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સાથે ડાયગ્નોસ્ટિક મશીન (એક્સ-રે, એમઆરઆઇ, સીટી સ્કેન), સર્જિકલ ઉપકરણો, દર્દીની દેખરેખ સિસ્ટમ સાથેની ૧૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનશે. તબીબી સ્ટાફ (ડોકટરો, નર્સો, ટેકનિશિયનો), વહીવટી સ્ટાફ, સહાયક સ્ટાફ (સફાઇ, જાળવણી) વગેરે માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ બનશે.

વર્તમાન કેમ્પસમાં ખૂટતી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે ડિઝાઇનનો વિચાર પ્લોટ પર માન્ય એફએસઆઇને મહત્તમ બનાવવાનો છે. દર્દીઓ, તબીબી સાધનો અને કર્મચારીઓને કાર્યક્ષમ રીતે સમાવવા માટે અદ્યતન હોસ્પિટલ નિર્મિત થશે. અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ થવાથી સુરત અને દક્ષિણ ગુજરાત સાથે બોર્ડર સ્ટેટ જેમ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોના રહેવાસીઓને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા મળશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર,મેડિકલ કોલેજના ડીન ડો.રાગીનીબેન વર્મા, એડિસનલ સુપ્રિ. ડૉ.ધારિત્રી પરમાર એચઓડી ટીબી અને ચેસ્ટ ડૉ.પારુલ વડગામા, આરએમઓ ડો.કેતન નાયક, નર્મદ યુનિ.ના બોર્ડ ઓફ મેનેગમેન્ટના મેમ્બર ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણ, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, પ્રિન્સિપાલ નર્સિંગ કોલેજ ઇન્દ્રવતી રાવ, અન્ય અધિકારીઓ, નર્સિંગ એસો.ની ટીમ, સિનિયર તબીબો,નર્સિંગના સ્ટુડન્ટો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

સુવાલી બીચ ફેસ્ટીવલમાં ખાણી પીણી, એડવેન્ચર અને દરિયાકિનારાનો આહલાદક આનંદ

0

સુવાલી બીચ ફેસ્ટીવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃતિઓમાં બીચ વોલી બોલ, દોરડા ખેંચ, ઊટ તથા ઘોડા સવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઈમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા, અન્ય પ્રવૃતિઓ- માટી કળા, બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ છે.
સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ છે. બાળકોના મનોરંજન માટે પણ અહીં સરસ મજાનું આયોજન છે. એકંદરે આ સમગ્ર ફેસ્ટિવલ આબાલ-વૃદ્ધ સૌને ગમી જાય તેવો અવસર સુરતીઓને પ્રાપ્ત થયો છે.

પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરામાં લોકસંગીતની રમઝટ બોલાવી

બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરામાં લોકસંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યાં હતા. લોકડાયરામાં સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થીરકયા હતા.

બે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૨૫મી ફેબ્રુઆરી સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક

0

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ

હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

સુવાલીમાં રાજ્યના ૧૪ જિલ્લાના આદિવાસીઓ પોતાની હસ્તકલાની ચીજવસ્તુઓ વેચી શકે એ માટે ૪૫ સ્ટોલ્સ ઉભા કરી વિનામૂલ્યે ફાળવવામાં આવશે: વનમંત્રી મુકેશભાઇ પટેલ

દોરડા ખેંચ, ઊંટ તથા ઘોડેસવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ સહિત દેશી અને પરંપરાગત રમતો યોજાશે

ખાણીપીણીના સ્ટોલ્સમાં સખીમંડળની બહેનોની મિલેટ્સની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર

વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ

સુરતઃશનિવારઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીના રોજ આયોજિત બે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો છે. વર્તમાન સમયમાં આ દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે, જે સરાહનીય છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે, જે અભિનંદનને પાત્ર છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુવાલીના દરિયાકિનારે લોકો આવીને સૌદર્યનો લહાવો લઈ શકે તે માટેની ખૂટતી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં આવનારા દિવસોમાં સુવાલીમાં વન વિભાગ દ્વારા નગરવન, સુડા દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે એડવેન્ચર પાર્ક નિર્માણ પામશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, સુવાલીમાં રાજ્યના ૧૪ જિલ્લાના આદિવાસીઓ પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે એ માટે ૪૫ સ્ટોલ્સ ઉભા કરી તેમને વિનામૂલ્યે ફાળવવામાં આવશે. આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં ન્હાવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે એ બાબતને ધ્યાને લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજય સરકારે રૂ.૪૮ કરોડની માતબર ફાળવણી કરી છે. બીચ સુધી આવવા માટે ૧૦ મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા અડાજણથી દૈનિક ધોરણે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રૂ.૨.૨૦ કરોડના ખર્ચે સરકીટ હાઉસ પણ મંજૂર થઈ ચુકયું છે. બીચનો વિકાસ થવાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે.

શ્રી દેસાઈએ ઉમેર્યું કે, સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તથા પ્રવાસી/સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા/તાલુકા વહીવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

નોંધનીય છે કે, સુરત નજીક આવેલો સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે. અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. સુવાલીમાં આપણને મિની ગોવાની ઝલક મળે છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય મનુ પટેલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, અધિક પોલીસ કમિશનર શ્રી કે.એન.ડામોર, તા. પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ,જિલ્લા સંગઠનના પ્રમુખ ભરત રાઠોડ, મામલતદારશ્રી નીરવ પરિતોષ, મનપા, જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ અને ગ્રામજનો, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુવાલી બીચ ફેસ્ટિવલ જોયા બાદ કચ્છ ફેસ્ટિવલની યાદ આવી ગઈઃ રેશ્માબેન પટેલ

0

સુરતઃશનિવારઃ- સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને સુવાલી બીચ પર ફરવા આવેલા રેશ્મા પટેલે કહ્યું કે, ફેસ્ટીવલમાં ફુડ સ્ટોલ, ડાયરો, રાઈડ, ઊંટ સવારી જેવા અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે. સરકારે બીચને ડેવલપ માટે માતબર ગ્રાંટ ફાળવી છે જેનાથી હરવા ફરવાના સુરતીઓને વધુ એક પ્રવાસન સ્થળ મળી રહેશે. આ ફેસ્ટિવલ જોયા બાદ મને કચ્છ ફેસ્ટિવલની યાદ આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજય સરકાર રૂ.૪૮ કરોડના ખર્ચે બીચને ડેવલપ કરશે, જેનાથી અમારી રોજગારીમાં વધારો થશે:ચંદુભાઈ પટેલ, સ્થાનિક દુકાનધારક

0

સુરતઃશનિવારઃ- ચોર્યાસી તાલુકાના સુવાલી બીચ ખાતે વર્ષોથી ખાણી પીણીની દુકાન ચલાવતા જુનાગામના વતની ચંદુભાઈ પટેલે કહ્યું કે, રાજય સરકાર દ્વારા સુવાલી ફેસ્ટિવલ યોજાયો છે, જે અમારા જેવા દુકાનદારો, ઘોડે સવાર, ઊંટમાલિકો, રાઈડસ ચલાવનારાઓને ખૂબ ફાયદો થયો છે. બીચને ડેવલપ કરવા માટે સરકાર દ્વારા ૪૮ કરોડ જેવી માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી છે, જેનાથી પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. હાલ રૂ.૭ કરોડના ખર્ચે સુવાલી ગામથી સુવાલી બીચ સુધીનો પહોળો રોડ બની ગયો છે, જે અભિનંદનને પાત્ર છે.