Home Blog Page 36

નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’ કાર્યક્રમ યોજાયો

0

લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને નવા મતદાતા તરીકે નોંધણી કરાવવા પ્રોત્સાહિત કરાયા.

સુરત:શુક્રવાર: યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના અણીતા ગામ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા વિદ્યાથીઓને જવાબદાર નાગરિક તરીકે મતદાનમાં ભાગ લઈ લોકશાહીમાં જનભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમમાં યુવાઓને વિડીયો મારફતે ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ નવા મતદાતાઓને વોટીંગ પ્રક્રિયાથી અવગત કરી લોકશાહીમાં તેઓની મહત્વની ભૂમિકા વિષે સમજ આપી હતી. યુવા વિદ્યાર્થીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન અને મતદાન કાર્ડમાં સુધારણા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ ફરજિયાત મતદાન કરવાનું આહ્વાન કરાયું હતું.
આ પ્રસંગે ઓલપાડ મામલતદાર એલ.આર.ચૌધરી, નાયબ મામલતદાર ભુપેનભાઈ ચૌધરી અને રાજેશભાઈ દેવગણિયા, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિરેન દોશી ,નેહરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક નેન્સીબેન, આકાશ રાઠોડ સહિત મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાનશ્રીના હસ્તે રૂા.૪૩૭ કરોડના ખર્ચે નવી સિવિલ કેમ્પસમાં અદ્યતન ઓપીડી એન્ડ વોર્ડ બિલ્ડીંગનું ઈ-ખાતમુહૂર્ત કરાયું

0

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના નાગરિકોને અદ્યતન સુવિધાઓ સાથેની હોસ્પિટલ પ્રાપ્ત થશેઃ

કેન્દ્રિય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ

સુરત: રવિવારઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળના કરોડો રૂપિયાના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્દ્રિય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રૂ.૪૩૭ કરોડના ખર્ચે ઓપીડી અને વોર્ડ બિલ્ડીંગનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરાયું હતું. જેનો જીવંત પ્રસારણ સાથેનો સિવિલ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે ઉપસ્થિત મહાનુભાવો અને મેડિકલ સ્ટાફે નિહાળ્યું હતું.
પ્રોજેકટમાં ગ્રાઉન્ડ + ૧૨ માળનો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હાઉસિંગ વોર્ડ, ઓપરેટિંગ રૂમ, સ્પેશિયલ રૂમ, ઓપરેશન થિયેટર રૂમ, તાત્કાલિક સારવાર, જીરીયાટીક, ડર્મેટોલોજી, સર્જરી, સાયક્યાટ્રીક, ઇએનટી, ઓપ્થેલમોલોજી, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી જેવા વિભાગો તેમજ વહીવટી કચેરીઓ, વેઈટીંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સાથે ડાયગ્નોસ્ટિક મશીન (એક્સ-રે, એમઆરઆઇ, સીટી સ્કેન), સર્જિકલ ઉપકરણો, દર્દીની દેખરેખ સિસ્ટમ સાથેની ૧૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનશે. તબીબી સ્ટાફ (ડોકટરો, નર્સો, ટેકનિશિયનો), વહીવટી સ્ટાફ, સહાયક સ્ટાફ (સફાઇ, જાળવણી) વગેરે માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ બનશે.

વર્તમાન કેમ્પસમાં ખૂટતી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે ડિઝાઇનનો વિચાર પ્લોટ પર માન્ય એફએસઆઇને મહત્તમ બનાવવાનો છે. દર્દીઓ, તબીબી સાધનો અને કર્મચારીઓને કાર્યક્ષમ રીતે સમાવવા માટે અદ્યતન હોસ્પિટલ નિર્મિત થશે. અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ થવાથી સુરત અને દક્ષિણ ગુજરાત સાથે બોર્ડર સ્ટેટ જેમ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોના રહેવાસીઓને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા મળશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકર,મેડિકલ કોલેજના ડીન ડો.રાગીનીબેન વર્મા, એડિસનલ સુપ્રિ. ડૉ.ધારિત્રી પરમાર એચઓડી ટીબી અને ચેસ્ટ ડૉ.પારુલ વડગામા, આરએમઓ ડો.કેતન નાયક, નર્મદ યુનિ.ના બોર્ડ ઓફ મેનેગમેન્ટના મેમ્બર ડૉ.મહેન્દ્રસિંહ ચૌહાણ, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, પ્રિન્સિપાલ નર્સિંગ કોલેજ ઇન્દ્રવતી રાવ, અન્ય અધિકારીઓ, નર્સિંગ એસો.ની ટીમ, સિનિયર તબીબો,નર્સિંગના સ્ટુડન્ટો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

સુવાલી બીચ ફેસ્ટીવલમાં ખાણી પીણી, એડવેન્ચર અને દરિયાકિનારાનો આહલાદક આનંદ

0

સુવાલી બીચ ફેસ્ટીવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃતિઓમાં બીચ વોલી બોલ, દોરડા ખેંચ, ઊટ તથા ઘોડા સવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઈમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા, અન્ય પ્રવૃતિઓ- માટી કળા, બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ છે.
સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર્સ સ્પોર્ટ્સ છે, તો ભાતીગળ વસ્તુઓના ચાહકો માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ છે. બાળકોના મનોરંજન માટે પણ અહીં સરસ મજાનું આયોજન છે. એકંદરે આ સમગ્ર ફેસ્ટિવલ આબાલ-વૃદ્ધ સૌને ગમી જાય તેવો અવસર સુરતીઓને પ્રાપ્ત થયો છે.

પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરામાં લોકસંગીતની રમઝટ બોલાવી

બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકડાયરામાં લોકસંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યાં હતા. લોકડાયરામાં સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થીરકયા હતા.

બે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૨૫મી ફેબ્રુઆરી સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક

0

કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ

હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

સુવાલીમાં રાજ્યના ૧૪ જિલ્લાના આદિવાસીઓ પોતાની હસ્તકલાની ચીજવસ્તુઓ વેચી શકે એ માટે ૪૫ સ્ટોલ્સ ઉભા કરી વિનામૂલ્યે ફાળવવામાં આવશે: વનમંત્રી મુકેશભાઇ પટેલ

દોરડા ખેંચ, ઊંટ તથા ઘોડેસવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ સહિત દેશી અને પરંપરાગત રમતો યોજાશે

ખાણીપીણીના સ્ટોલ્સમાં સખીમંડળની બહેનોની મિલેટ્સની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર

વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ

સુરતઃશનિવારઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીના રોજ આયોજિત બે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. ગુજરાત પાસે સૌથી લાંબો ૧૬૦૦ કિલોમીટર દરિયાકાંઠો છે. વર્તમાન સમયમાં આ દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે, જે સરાહનીય છે.

કેન્દ્રીય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે, જે અભિનંદનને પાત્ર છે. સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુવાલીના દરિયાકિનારે લોકો આવીને સૌદર્યનો લહાવો લઈ શકે તે માટેની ખૂટતી સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં આવનારા દિવસોમાં સુવાલીમાં વન વિભાગ દ્વારા નગરવન, સુડા દ્વારા રૂ.૧૦ કરોડના ખર્ચે એડવેન્ચર પાર્ક નિર્માણ પામશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, સુવાલીમાં રાજ્યના ૧૪ જિલ્લાના આદિવાસીઓ પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે એ માટે ૪૫ સ્ટોલ્સ ઉભા કરી તેમને વિનામૂલ્યે ફાળવવામાં આવશે. આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં ન્હાવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું કે, શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે એ બાબતને ધ્યાને લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજય સરકારે રૂ.૪૮ કરોડની માતબર ફાળવણી કરી છે. બીચ સુધી આવવા માટે ૧૦ મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા અડાજણથી દૈનિક ધોરણે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રૂ.૨.૨૦ કરોડના ખર્ચે સરકીટ હાઉસ પણ મંજૂર થઈ ચુકયું છે. બીચનો વિકાસ થવાથી આસપાસના ગામોના લોકો માટે રોજગારીનું સર્જન થશે.

શ્રી દેસાઈએ ઉમેર્યું કે, સુવાલી બીચનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય, દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તથા પ્રવાસી/સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારાની મોજ માણે, વેચાણ સ્ટોલ ધારકોને તથા સ્થાનિકોને રોજી રોટી મળી રહે તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા/તાલુકા વહીવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.

નોંધનીય છે કે, સુરત નજીક આવેલો સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે. અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે. સુવાલીમાં આપણને મિની ગોવાની ઝલક મળે છે.

આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય મનુ પટેલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, અધિક પોલીસ કમિશનર શ્રી કે.એન.ડામોર, તા. પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ,જિલ્લા સંગઠનના પ્રમુખ ભરત રાઠોડ, મામલતદારશ્રી નીરવ પરિતોષ, મનપા, જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ અને ગ્રામજનો, મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુવાલી બીચ ફેસ્ટિવલ જોયા બાદ કચ્છ ફેસ્ટિવલની યાદ આવી ગઈઃ રેશ્માબેન પટેલ

0

સુરતઃશનિવારઃ- સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને સુવાલી બીચ પર ફરવા આવેલા રેશ્મા પટેલે કહ્યું કે, ફેસ્ટીવલમાં ફુડ સ્ટોલ, ડાયરો, રાઈડ, ઊંટ સવારી જેવા અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે. સરકારે બીચને ડેવલપ માટે માતબર ગ્રાંટ ફાળવી છે જેનાથી હરવા ફરવાના સુરતીઓને વધુ એક પ્રવાસન સ્થળ મળી રહેશે. આ ફેસ્ટિવલ જોયા બાદ મને કચ્છ ફેસ્ટિવલની યાદ આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજય સરકાર રૂ.૪૮ કરોડના ખર્ચે બીચને ડેવલપ કરશે, જેનાથી અમારી રોજગારીમાં વધારો થશે:ચંદુભાઈ પટેલ, સ્થાનિક દુકાનધારક

0

સુરતઃશનિવારઃ- ચોર્યાસી તાલુકાના સુવાલી બીચ ખાતે વર્ષોથી ખાણી પીણીની દુકાન ચલાવતા જુનાગામના વતની ચંદુભાઈ પટેલે કહ્યું કે, રાજય સરકાર દ્વારા સુવાલી ફેસ્ટિવલ યોજાયો છે, જે અમારા જેવા દુકાનદારો, ઘોડે સવાર, ઊંટમાલિકો, રાઈડસ ચલાવનારાઓને ખૂબ ફાયદો થયો છે. બીચને ડેવલપ કરવા માટે સરકાર દ્વારા ૪૮ કરોડ જેવી માતબર રકમ ફાળવવાની જાહેરાત કરી છે, જેનાથી પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. હાલ રૂ.૭ કરોડના ખર્ચે સુવાલી ગામથી સુવાલી બીચ સુધીનો પહોળો રોડ બની ગયો છે, જે અભિનંદનને પાત્ર છે.

નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા વી.ટી. ચોકસી લૉ કોલેજમાં મતદાર જાગૃત્તિ તથા નોંધણી કાર્યક્રમ યોજાયો

0

લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને નોંધણી અને મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરાયા.

સુરત:રવિવાર: નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા અઠવાલાઈન્સ સ્થિત વી.ટી. ચોકસી લૉ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અને નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ મતદાર નોંધણી તેમજ મતદાન પ્રક્રિયા વિષે સમજ મેળવી હતી.


આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈવીએમનો ડેમો આપી સમગ્ર મતદાન પ્રક્રિયા તેમજ લોકશાહીમાં યુવા મતદારોની મહત્વની ભૂમિકા અને મતદાન નોંધણી અને તેમા સુધારા માટેની ઓનલાઈન પ્રક્રિયાની જાણકારી આપી આગામી ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સિટી સુપ્રિન્ટેન્ડેન્ટ હરસિદ્ધિબેન, બુથ ઓફિસર વર્ષાબેન પટેલ, EVM ટેક્નિકલ સ્ટાફ ખ્યાતિબેન ચૌધરી તથા સંજયભાઈ ચૌધરીએ મતદાન પ્રક્રિયા, EVM મશીનનો પ્રેક્ટિકલ ડેમો, વોટર હેલ્પલાઈન એપની માહિતી & ઓનલાઇન ફોર્મ ભરવાની ઉપયોગી જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં મજુરાના મામલતદાર પંકજ મોદી, નાયબ મામલતદાર કિરણબેન ગઢવી, એક સોચ એન.જી.ઓ. ના સંસ્થાપક રિતુ રાઠી, કોલેજના કાર્યકારી આચાર્ય ડો. ઈરમલાબેન, કોલેજ કોર્ડીનેટર નિકુંજભાઈ રાઠોડ, કોલેજના કેમ્પસ એમ્બેસેડર જયદીપ રાઠોડ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા (તાલુકા યુવા સંયોજક)એ NYKની કાર્યશૈલીની માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના કોર્ડીનેટર નિકુંજ રાઠોડ તથા NYKના સ્વયંસેવક ગજેન્દ્રસિંહ ચૂડાવત તથા ઉજ્જવલ પરમારે કર્યું હતુ.

સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા અને પોલીસ વચ્ચે વિવાદ સર્જાયો સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં થઈ

0

સુરત, સુરત પુલીસ ની દાદાગીરી સામે આવી જાહેર સ્થળ ઉપર ધમકીઓ આપી ને જાહેર જનતા ને જાહેર સેવક એવા પુલીસ કર્મીઓ જ કાયદા નું અભાવ ને લીધે આમ નાગરિક વતી રજુઆત કર્તા એડવોકેટ મેહુલ બોધરા અને પુલીસ કર્મી વચ્ચે વિવાદ સર્જાયો જે કે તમામ વાત સમગ્ર ઘટના સોશિયલ મીડિયા માં વાયરલ થયો.

સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વો થયા બેફામ બેકાબુ

0

સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજીક તત્વ દ્વારા એક વિધાર્થી ને માર મારવાનો વિડિઓ આવ્યો સામે

સુરતના ઉધના 60 ફૂટ રોડ પર ગાંધી કુટિરમાં શિવમ મેડિકલ સ્ટોરની સામે એક વિદ્યાર્થી ને 6થી7 અસામાજિક તત્વ દ્વારા જીવલેન હુમલો કરી મારમારવાનો વિડિઓ થયો સોસીયલ મીડિયા પર વાઇરલ

આ વિડિઓ આજનો 12,30 થી 1 વાગ્યા નો હોવાનો અનુમાન

શુ ઉધના સર્વેલન્સ પોલીસ આ વાઇરલ વિડિઓના આધારે તપાસ કરી અસામાજિક તત્વો ને પકડી પાડી આવા લુખ્ખા તત્વો ની શાન ઠેકાણે લાવશે ખરા

સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી(કનકપુર) ના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા સઘન વેરા વસુલાત ઝુમબેશ અંતર્ગત કરવામાં આવેલ કાર્યવાહી.

0
આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા કડક કાર્યવાહી

સાઉથ ઝોન-બી(કનકપુર)ના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને હજુ પણ મિલકતવેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવનાર મિલકતદારોની મિલકતોને સીલ કરવાની તેમજ નળ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા જેવી કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોઈ જે મિલકતોની વેરા બાકી છે તેઓને તાકીદે વેરો ભરપાઈ કરવા જણાવવામાં આવે છે.

મે. કમિશ્નરશ્રી તથા ડે. કમિશ્નરશ્રી ની તા. ૩૦/૦૧/૨૦૨૪ ના રોજ રેવન્યુ મિટિંગમાં મળેલ સુચનાનુસાર સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી(કનકપુર) ના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા સઘન વેરા વસુલાત ઝુમબેશ અંતર્ગત ઉન વિસ્તારના તસ્લીમ ઈંડસ્ટ્રીયલ, વી.એમ.ધમનવાલા ઈન્ડ. અને પી.એમ.ધમનવાલા ઈન્ડ. વિસ્તારમાં કુલ ૧૦૮ મિલકતોમાં વસૂલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ જે પૈકી ૬૧ મિલકતોને સીલ કરવામાં આવેલ તેમજ સ્થળ ઉપર ૨૫,૬૨,૩૨૯/- લાખની વસૂલાત કરવામાં આવેલ છે. તેમજ એડવાન્સ ચેક પેટે ૧૪,૯૭,૫૯૨/- લાખ લેવામાં આવેલ છે.

આથી જે કરદાતાઓનો મિલકત વેરો બાકી છે તેમણે તમામ ઝોન ઓફિસ તથા સિવિક સેંટરનો સંપર્ક કરી તાત્કાલિક વેરો ભરવા ખાસ જણાવવામાં આવે છે.