નવસારી ચીખલીથી મોપેડમાં દારૂ ભરી સચીન તરફ જનાર બે વાહન ચાલકોની પોલીસે અટક કરી હતી. મોપેડની ડીકી અને બેગમાંથી 278 બાટલીઓ કિ.રૂ.33 હજાર મળી આવતા તેમની વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સેવનની પ્રવૃત્તિ અટકાવવા માટે એસપી સુશીલ અગ્રવાલે એલસીબીના પીઆઇ દીપક કોરાટને સૂચના આપી હતી. પ્રોહિબિશનની હેરાફેરી અટકાવવા માટે એલસીબી સ્ટાફના પો.કો.ગોવિંદભાઇ રાજાભાઇ અને પો.કો. દિગ્વિજયસિંહ રવજીભાઇને મળેલી બાતમીના આધારે ભુલા ફળિયાથી ખસડુપા જતા રસ્તા પર વોચ ગોઠવી હતી.
બાતમી વાળી મોપેડ નં.જીજે-21-ડીએ ટીએ 8656 આવતા તેને અટકાવી તપાસ કરતા કુલ 278 વિદેશી દારૂની બાટલીઓ કિ.રૂ.33550 મળી આવતા ધર્મેશ પટેલ રહે. ઊંડાચ ગામ તા.ગણદેવી, અને કિરણ જીણા રાઠોડ રહે. હોંડ ગામ તા.ચીખલી,ની અટક કરી હતી. બંનેની પૂછપરછ કરતા વિદેશી દારૂ સચીનના કમુબેન નામના મહિલા બુટલેગરે મંગાવ્યો હતો.
આ દારૂ ચીખલીના હિતેશ ઇશ્વર પટેલ રહે. ચીમલા ઉગમણાં ફળિયા જિ.નવસારીએ ભરાવી આપ્યો હોવાની માહિતી આપી હતી. આ બાબતે એલ.સ.બીએ ચીખલી પોલીસમાં ફરિયાદ આપતા વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાંચ દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગૂમ થઈ હતી. બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા બે યુવાનોએ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે.
બાળકી ગૂમ થયાને છઠ્ઠા દિવસે બપોરના સમયે ગૂમ થયેલી 10 વર્ષીય બાળકીનો તાંતિથૈયા ગામેથી જ અવાવરું જગ્યાએ ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પી એમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાંનું પણ જણાયું હતું. લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી. નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ શિવદર્શન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય દિપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના બે નરાધમોની પોલીસએ ધરપકડ કરી લીધી છે.
સુરતના તાંતીથૈયામાંથી 10 વર્ષની બાળકીનો ગૂમ થયા બાદ મળ્યો મૃતદેહ
પલસાણાના તાતીથૈયામાંથી ઘરની બહાર રમતાં રમતાં અગિયાર વર્ષની બાળકી ગુમ થવાના પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ કડોદરા પોલીસની અલગ અલગ ટીમે કરેલી તપાસ દરમ્યાન કોઈ ચોક્કસ કડી નહીં મળતા મામલો ગૂંચવાયો હતો. ત્યારે બાદ આ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બાળકીની કોઈ અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરી દીધી હોવાની આશંકાઓ છે. બાળકી તેની માતા અને સાવકા પિતા સાથે રહેતી હતી. બપોરના સમયે ફળિયામાં રમી રહી હતી તે દરમ્યાન ગુમ થઈ જવાની ઘટનાથી કડોદરા પોલીસની ટીમ દોડતી થઈ હતી. સમગ્ર પ્રકરણમાં અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ બનાવી આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા, રેલ્વે ટ્રેક, બંધ બિલ્ડીંગ, નહેર તેમજ ખેતરાડી વિસ્તારોમાં ભારે તપાસ કરી હોવા છતાં કોઈ માહિતી મળી ન હતી. બાળકીના અપહરણને લઈ કોઈપણ પ્રકારની માંગણી પણ કરવામાં આવી નથી. જેથી પોલીસને તપાસમાં કોઈ કડી મળી ન હતી.
પલસાણા કડોદરા વિસ્તાર માં કાયદો વ્યવસ્થા ની ગુનેગારો ને કશી પડી નથી. ધીમે ધીમે હવે જાણે ગુનાખોરી નું હબ બની રહ્યો હોય તેમ દિન દહાડે અને છાસવારે માસુમ બાળકીઓ હવસખોરો અને હત્યારા ઓ નો ભોગ બની રહી છે.
તાતીથૈયાની આજુબાજુમાં આવેલા તમામ ગામડાઓ અને હાઇવે ઉપરના અને અન્ય આંતરિક રસ્તાઓના સીસીટીવી પણ ચેક કર્યા હતા પણ પોલીસને સફળતા મળી ન હતી. મૃતક સગીરાના ઘરની નજીક 200 મીટરના અંતરે આવેલ ઝાડી ઝાંખરામાં સગીરાનો મૃતદેહ હોવાની જાણ કડોદરા GIDC પોલીસને થતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઇને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલ્યો હતો. સગીરાની હત્યા થઈ હોવાની આશંકા છે. હાલ સુરત જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરત/ગુજરાત,ગુજરાત માં શરાબ બંધી હોવા છતાં પણ દરેક જીલ્લા અને શહેર, સોસાયટીના દરેક ખુણામાં ઝેરી કેમીકલ દારૂ જેવા જ મળી રહ્યા છે. તેજ છતાં સરકારી આંકડાકીય માહિતી મુજબ
પ્રોહીબીશનતા.૦૧/૦૧/૨૦૨૪ થી તા.૨૮/૦૨/૨૦૨૪
૫૧૪૭
પ્રોહીબીશનતા.૦૧/૦૧/૨૦૨3 થી તા.૨૮/૦૨/૨૦૨૩ ૪૯૯૯ ના આંકડા રજીસ્ટર થયા હોવા છતાં. ગુજરાત માં શરાબ બંધી ના કાયદા નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેથી સ્પષ્ટ જોઈ શક્ય કે હાલ માં જે પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સંગરુરના દિડબા અને સુનામમાં ઝેરી દારૂના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. જણાવી દઈએ કે સુનામમાં સાત લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સંગરુરના સીએમઓ અનુસાર, 40 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમણે પિધેલા દારુમાં ઈથેનોલ હતો.
શહેર ના અલગ-અલગ વિસ્તાર માં દેશી શરાબ ની બનવાની આ રીતે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે. તો બીજી તરફ ગેરકાયદેસર વેચાતો દારુનો ચોક્કસ આંકડો નથી, પણ એવુ કહી શકાય કે દારૂબંધીવાળા ગુજરાતમાં ગામેગામ દારૂ પીવાય છે. જેને પોસાય છે તે લોકો ગેરકાયદે દારૂ લાવીને છુપાઈ છુપાઈને દારૂ પીએ છે. પંરતુ જે લોકો પાસે રૂપિયા નથી એ ગરીબો દેશી દારૂ પર આધાર રાખે છે. પણ, 10, 20 રૂપિયાથી લઈને 40 રૂપિયામાં વેચાતી દારૂની પોટલીમાં હકીકતમાં તો મોતનો સામાન વેચાય છે. ત્યારે આખરે આ લઠ્ઠો શું છે તે જાણીએ, અને કેવી રીતે સર્જાય છે લઠ્ઠાકાંડ. લઠ્ઠો એ દારૂ નહિ, પરંતુ એક પ્રકારનુ સ્પિરિટ છે. જેમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે. આ કેમિકલ ઉદ્યોગોમાં વપરાશમાં લેવાય છે. ઔદ્યોગિક ટર્મમાં તેને ઈથાઈલ આલ્કોહોલ કહેવાય છે, પરંતુ લોકો તેને પીએ નહિ તે માટે તેમાં મિથેનોલ નામનું ઝેરી રસાયણ મેળવે છે. ઉદ્યોગો પોતાના જરૂરિયાતનું મિથાઈલ આલ્કોહોલ પોતાની પાસે રાખે છે અને બાકીનું ગેરાકાયદેસર રીતે દારૂ બનાવનારઓને વેચી દે છે. આ એક મોટી ચેન છે, જેઓ લોકોને કેમિકલવાળો દારૂ પીવા મજબૂર કરે છે. અનેક ઉદ્યોગો પોતાની જરૂરિયાત કરતા વધુના મિથેનોલની ખરીદી કરી ગેરકાયદે દારૂ બનાવનારને વેચી દે છે. આ સતત ચાલતો વેપાર છે.
સુરત માં અલગ-અલગ પુલીસ સ્ટેશન વિસ્તાર માં નોધાયેલ કેસો ની કુલ સંખ્યા ૫૧૪૭ છે. જે ગુહ વિભાગ ની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે.
૧-અડાજણ પોલીસ સ્ટેશન-સરનામું: ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ, હની પાર્ક રોડ, અડાજણ , સુરત , ગુજરાત 395009
૨-અમરોલી પોલીસ સ્ટેશન-સરનામું: નિયર ફાયર સ્ટેશન, સાયન આરડી, અમરોલી ચાર રસ્તા, અમરોલી , સુરત , ગુજરાત 39410
૩-અઠવા પોલીસ સ્ટેશન-સરનામું: નાણાવત, સુરત, ગુજરાત 395003
૪-ચોકબજાર પોલીસ સ્ટેશન-સરનામું: પ્રાથમિક શાળા નં. 77 પાસે, પારસીવાડ, રાણીતાલો, સુરત
૫-ડીંડોલી પોલીસ સ્ટેશન-સરનામું: મધુરમ સર્કલ પાસે, ખરવાસા રોડ, ડીંડોલી, સુરત
૬-ડુમસ પોલીસ સ્ટેશન-સરનામું: સામે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડુમસ ગામ, સુરત
૭-હજીરા પોલીસ સ્ટેશન-સરનામું: હજીરાગામ રોડ, એસ્સાર કંપની પાસે, સુરત
૮-ઇચ્છાપોર પોલીસ સ્ટેશન-સરનામું: કાવાસ પાટિયા, હજીરા રોડ, સુરત
૯-જહાંગીરપુરા પોલીસ સ્ટેશન-સરનામું: મોરાભાગલ પોલીસ ચોકી બિલ્ડીંગ, મોરાભાગલ, રાંદેર, સુરત
૧૦-કાપોદ્રા પોલીસ સ્ટેશન-સરનામું: સામે. તાપી એન્જી.કોલેજ, કાપોદ્રા, સુરત
૨૭-વરાછા પોલીસ સ્ટેશન-સરનામું: સુરત – કામરેજ હ્વાય, સાધના સોસાયટી, લક્ષ્મણ નગર, વરાછા, સુરત, ગુજરાત 395006
જે ફક્ત શહેરી વિસ્તાર માં જ હોવાથી કાયદા ના અમલીકરણ યોગ્ય રીતે કરવામાં આવેલ છે. તેવું કહી શક્ય.
20 માર્ચ બુધવારે ઝેરી દારૂના કારણે પંજાબ માં4 લોકોના મોત થયા હતા. આ સિવાય ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે એટલે કે ગુરુવારે અન્ય ચાર લોકોના મોત થયા હતા. પટિયાલાની રાજિન્દર હોસ્પિટલમાં ચારના મોત થયા હતા. શુક્રવારે અન્ય આઠ લોકોના મોત થયા હતા. 22 માર્ચે જ મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો હતો. શનિવારે વધુ પાંચ લોકોના મોત થતાં મૃત્યુ આંક 21 પર પહોંચ્યો.
પોલીસનું કહેવું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે એક ઘરમાં ઝેરી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે દરોડો પાડીને 200 લિટર ઇથેનોલ જપ્ત કર્યું હતું. આ એક પ્રકારનું ઝેરી કેમિકલ હોય છે. પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય વિશેષ તપાસ ટીમની રચના કરી છે.
પોલીસનું કહેવું છે કે SIT દ્વારા આ બાબતે બારિકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. 4 સભ્યોની SITનું નેતૃત્વ ADGP લો એન્ડ ઓર્ડર IPS ગુરિન્દર ધિલ્લોન કરશે. જેમાં ડીઆઈજી પટિયાલા રેન્જ હરચરણ ભુલ્લર આઈપીએસ, એસએસપી સંગરુર સરતાજ ચહલ અને એડિશનલ કમિશનર એક્સાઈઝ નરેશ દુબે સામેલ હશે.
સુરત:શનિવાર: લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મહત્તમ મતદાન થાય તે હેતુસર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ખાસ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યાં છે. પૂણા ગામ સ્થિત શ્રીમતી એલ.પી.ડી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સાથે મળીને ‘હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબુત બનાવીશ’ તેવા સામૂહિક શપથ લીધા હતા. વિદ્યાર્થીઓ પુખ્ત વય થયા બાદ મતદારયાદીમાં નામ નોંધાવવા અને તમામ ચૂંટણીઓમાં મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. લોકોને મતદાનની પવિત્ર ફરજ અચૂકપણે અદા કરવા અને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવા શાળામાં ઉપસ્થિત સમગ્ર ટીમ, શાળા પરિવારે સૌ નાગરિકોને અપીલ કરી હતી. ખાસ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવનાર યુવા મતદારોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરાયો હતો.
વલસાડ જિલ્લામાંથી વિભાજન થઈને નવસારી સંસદીય લોકસભા બેઠક વર્ષ ૨૦૦૯માં અસ્તિત્વમાં આવી
નવસારી સંસદીય બેઠક પર ૨૦૧૯માં સૌથી વધુ ૬૬.૧૦ ટકા જ્યારે ૨૦૦૯માં સૌથી ઓછું ૪૬.૬૬ ટકા મતદાન થયું હતું.
૨૦૨૪માં કુલ મતદારોની સંખ્યા ૨૧,૯૮,૦૧૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
નવસારી સંસદીય બેઠકમાં સુરત શહેરની ચાર વિધાનસભા બેઠકો સમાવિષ્ટ છે
તા.૭મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી ૧૧,૮૩,૮૦૮ પુરૂષ અને ૧૦,૧૪,૧૦૮ સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
સુરતઃગુરૂવારઃ આગામી તા.૭મી મેના રોજ દેશભરમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગુજરાતની ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરે છે, અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક તહેવારમાં પસંદગીની સરકારના ગઠનમાં મહત્વનું યોગદાન આપે છે. નવસારી લોકસભા બેઠક વર્ષ ૨૦૦૯માં અસ્તિત્વમાં આવી હતી. તે અગાઉ નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. આ લોકસભાની પ્રથમ ૨૦૦૯ની ચૂંટણીમાં કુલ જેટલા ૧૬,૨૩,૪૧૫ મતદાતાઓ નોંધાયેલા હતા. જે પૈકી ૪૬.૬૬ ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ ૨૦૦૯થી લોકસભા ચૂંટણીઓમાં નવસારી સંસદીય બેઠક પર સૌથી વધુ ૬૬.૧૦ ટકા મતદાન ૨૦૧૯ જયારે ઓછું ૪૬.૬૬ ટકા મતદાન ૨૦૦૯માં નોંધાયું હતું. ૨૦૦૯ની લોકસભા ૮,૯૪,૩૩૫ જેટલા સૌથી વધુ મતદારો નોંધાયા હતા. જેમાં ૪,૫૫,૭૪૯ પુરૂષ મતદારો તથા ૪,૩૮,૫૮૬ સ્ત્રી મતદારો નોંધાયા હતા, જ્યારે આગામી તા.૭મી મેના રોજ યોજાનારી ચુંટણીમાં ૨૧,૯૮,૦૧૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૧૧,૮૩,૮૦૮ પુરૂષ અને ૧૦,૧૪,૧૦૮ સ્ત્રી મતદારો તેમજ ૧૧૭ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ૨૦૦૯માં કુલ ૧૬,૨૩,૪૧૫ મતદારોમાંથી ૭,૫૭,૫૬૦ મતદાતાઓએ મતદાનનો ઉપયોગ કર્યો હતો. ૨૦૦૯માં નવસારી સંસદીય બેઠકમાં કુલ ૪૬.૬૬ ટકા મતદાન થયું હતું. જેમાં પોસ્ટલ બેલેટ પેપરથી ૪૬ મતદારોએ મતદાન કર્યું હતું. ૨૦૦૯ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નવું સંસદીય સીમાંકન થયુ હતું. અને નવી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી હતી. ૨૦૦૯ ઉપરાંત ૨૦૧૪માં ૧૭,૬૪૪,૧૧ મતદારો, ૨૦૧૯ની ચૂંટણી માટે ૧૯,૭૧,૪૬૫ મતદારો જ્યારે વર્તમાન ૨૦૨૪માં કુલ ૨૧,૯૮,૦૧૯ મતદારો નોંધાયા છે. નવસારી લોકસભામાં મતદાનની ટકાવારી જોઈએ તો ૨૦૦૯ની ચૂંટણીમાં ૪૬.૬૬ ટકા, ૨૦૧૪માં ૬૫.૧૨ ટકા, ૨૦૧૯માં ૬૬.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. આગામી ૭મી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં પણ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નવસારી સંસદીય મતવિભાગમાં સુરત શહેરની ચાર વિધાનસભા જેમાં ૧૬૩-લિબાયતના ૩,૦૩,૯૯૪ મતદારો, ૧૬૪-ઉધનાના ૨,૬૩,૧૯૫ મતદારો, ૧૬૫-મજુરાના ૨,૭૮,૫૫૦ મતદારો, ૧૬૮-ચોર્યાસીના ૫,૭૦,૬૬૬ મતદારો અને નવસારી જિલ્લાની ૧૭૪-જલાલપોરના ૨,૩૭,૧૮૪ મતદારો, ૧૭૫-નવસારીના ૨,૫૧,૬૧૫ મતદારો, ૧૭૬-ગણદેવી (અ.જ.જા)ના ૨,૯૨,૮૦૫ મતદારો, ૧૭૭-વાંસદા(અ.જ.જા)ના વિધાનસભા બેઠકના ૩,૦૧,૨૬૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા જેવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વાહનોની નોîધણી ફરજીયાત
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં કોઇ પણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરો પોતાના પક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ જે તે મતવિસ્તારના ચૂંટણી અધિકારી પાસે વાહનની નોîધણી કર્યા સિવાય અને પરવાનગી લીધા સિવાય કરી શકશે નહીં. આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલા વાહન ઉપર વીન્ડ સ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય વાહનનો ઉપયોગ કરી શકશે નહીં. જ્યારે વગર પરવાનગીએ વાહનમાં લાઉડસ્પીકરથી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મિલકતોને નુકશાન પહોંચાડવા પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં રાજકીય પક્ષો કે સમર્થકો દ્વારા જાહેર કે ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણી લક્ષી પ્રચાર માટે ધ્વજ/પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો/નિશાનીઓ લખી ચૂંટણીલક્ષી પ્રચાર કરી મિલ્કતને નુકશાન પહોંચાડવા પર, એક રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા અન્ય રાજકીય પક્ષની સભામાં પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરવા પર તેમજ એક પક્ષ દ્વારા લગાવાયેલ પોસ્ટરને બીજા પક્ષ દ્વારા દૂર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ જાહેર કે ખાનગી દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ‘જાહેર મકાન’ શબ્દ પ્રયોગ મિલ્કત, ધોરીમાર્ગ, અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા, ચેતવણીરૂપ નોટિસ બોર્ડ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મીનલ કે જાહેર જનતાના સગવડ માટે પ્રદર્શિત કરેલા અન્ય કોઈપણ પ્રકારના બોર્ડનો સમાવેશ કરી શકાશે. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત:ગુરૂવાર: ૧૧મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એચ.એસ.સીબિયા સમક્ષ આવેલી ફરિયાદને આધારે આરોપી કાલુ ગોરધન ગરાસીયા રહે. પ્રેમનગર સામે આવેલી ઝુંપડપટ્ટી, પાંડેસરા, સુરત (મૂળ: પડાતિયા ગામ, પો.સ્ટે.સાકરીયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) વિરૂદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સજાપાત્ર ગુનો નોંધાયો છે. જેમાં તેનું ધરપકડ વોરંટ ઈસ્યુ થયું છે, પણ વોરંટની બજવણી અટકાવવા અને ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપી કાલુને જજશ્રી એ.એચ.એસ.સીબીયા, ૧૧મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ, રૂમ નં.૨૦૭, બીજો માળ, નવી કોર્ટ બિલ્ડીંગ, અઠવાલાઈન્સ, સુરત સમક્ષ તા.૨૬/૩/૨૦૨૪ ના રોજ હાજર થવા ફરમાન કરવામાં આવ્યુ છે.
સુરત:ગુરૂવાર: રમતો દ્વારા કર્મચારીઓની સુખાકારી અને વાઇબ્રન્ટ વર્ક કલ્ચરને પ્રોત્સાહન આપવા, ટીમ વર્ક અને ખેલભાવના, તંદુરસ્ત હરીફાઈ અને કર્મચારીઓ વચ્ચેની સમજણને મજબૂત બનાવવા ૧૦૮ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસમાં કામ કરતા કર્મચારીઓ માટે ૧૦૮ STPL ક્રિકેટ ટુર્નામેન્ટ સુરતના જુદા જુદા સ્ટેડિયમોમાં યોજાઈ હતી. જેમાં સુરત અને તાપી જિલ્લાના ૧૦૮, ખિલખિલાટ, MVD અને મોબાઈલ હેલ્થ યુનિટ (MHU) પ્રોજેક્ટ્સના સ્ટાફે ભાગ લીધો હતો. સુરત ૧૦૮ રૂરલ ઝોન અને MHUની ટીમ વચ્ચે ભાણકી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં MHU ટીમ વિજેતા બની હતી. મેચમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર વિરલ દેસાઈ, સુરત અને તાપી જિલ્લાના ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર પઢિયાર તેમજ MVD ના પ્રોગ્રામ મેનેજર પ્રિયંક પટેલ અને સુપરવાઇઝરો અને મહાનુભાવોના હસ્તે ફાઈનલના વિજેતા અને રનર અપ ટીમને ટ્રોફી અને ખેલાડીઓને મેડલ અર્પણ કર્યા હતા. ટુર્નામેન્ટના અંતે શ્રી અભિષેક ઠાકરે સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સ્ટાફગણ, સપોર્ટર, દર્શકો તેમજ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સચીન આશ્રમશાળા ખાતે આવેલ આશ્રમશાળામાં 240 બાળકો ને રોજિંદા વપરાશની વસ્તુઓ કોલગેટ, નાહવાના,કપડાં ધોવાના સાબુ, શેમ્પૂ, કોપરેલ તેમજ સૂકા નાસ્તાનું વિતરણ કરાયું હતું, બાળકોએ તાળીનાં ગડગડાટ સાથે ગણેશભાઈને જન્મદિનની શુભેચ્છા આપી હતી, પોતાની આવકમાંથી યુવાની થી જ સેવા કરતાં હોવાનું જણાવી ગણેશભાઈ એ બાળકો ને સંબોધી ઉત્સાહ વધાર્યો.. પ્રોબ્લેમ છે તો સમાધાન છે જ કદી પણ નાસીપાસ ન થતાં ઉચ્ચ ધ્યેય રાખવાનું જણાવ્યું હતું,સચીન જર્નલિસ્ટ ફેડરેશન ઉજવણી માં જોડાયું હતું જેમાં ચંદ્રકાંત દેવરે, દીપક શર્મા, સંજય સિંહ, સુરેશ મોર્યા, સુનીલ પ્રજાપતિ જોડાયા હતા, આશ્રમશાળાનાં કેમ્પસની વ્યવસ્થા જોઈ, જાણી શાળા નાં આચાર્ય ને બિરદાવ્યા શાળાના આચાર્ય વિમલ ભટ્ટ એ ગણેશભાઈ તેમજ સચીન જર્નલિસ્ટ ફેડરેશન પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી
જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ અને મદદનીશ ચુંટણી અધિકારીઓ સાથે નિષ્પક્ષ અને ન્યાયી ચુંટણી સંદર્ભે બેઠક મળી.
સરકારી જાહેરાત, હોર્ડિગ્સ, બેનર્સ વિગેરે દૂર કરવા આદેશ
સુરતઃશનિવારઃ- લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ની તારીખો જાહેરાત થતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ચુંટણી સંદર્ભે સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તાકીદે નોડલ અધિકારીઓ અને મદદનીશ ચુંટણી અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરાલયમાં બેઠક મળી હતી. જેમાં નિષ્પક્ષ અને ન્યાયી ચુંટણી યોજાઇ તે માટે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને સુચના આપી હતી. જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીની પૂર્વતૈયારીના આયોજન અંગે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા અંતર્ગતની વિવિધ પાંખના નોડલ અધિકારીઓ સાથેની સમિક્ષામાં ચૂંટણીખર્ચ પર દેખરેખ નિયત્રંણ, જાહેરાત, હોર્ડિગ્સ, બેનર્સ વિગેરે દૂર કરવા, મતદારોની જાગૃતિ માટેના અસરકારક કામગીરી, તાલીમ, ઈ.વી.એમની ચકાસણી, સ્ટોરેજ રૂમ બાબતે, હેલ્પલાઈન કમ્પલેઈન, વાહન વ્યવસ્થા, એમ.સી.એમ.સી.ની કામગીરી, લો એન્ડ ઓર્ડર કોમ્પયુટરાઈઝેશન, એસ.એમ.એસ. મોનિટરીંગ કોમ્યુનિકેશન પ્લાન, બેલેટ પેપર, સ્ટાફ, સ્થળાંતર થયેલા મતદારો સહિત અન્ય ચૂંટણીલક્ષી બાબતે નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમામ જવાબદાર અધિકારીઓ સહકાર સાથે સોંપવામાં આવેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારીએ લોકસભાની સામાન્ય ચુંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન થાય તે માટે સૌ અધિકારીઓએ સાથે મળીને કામગીરી કરવાની હિમાયત કરી હતી. આવેલી અરજદારની મળેલી ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરી નિયત ફોર્મેટમાં રીપોર્ટીંગ થાય તથા પ્રો-એક્ટિવ અભિગમ દર્શાવીને ફરજ નિભાવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ભારતના ચુંટણી પંચ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે એમ.સી.સી., ફલાઇગ સ્કોર્ડની ટીમો કાર્યરત કરવા તેમજ ફરિયાદોના નિકાલ માટે સીંગલ વિન્ડો સીસ્ટમ, કંટ્રોલ રૂમ ઉભો કરવાની સુચનાઓ આપી હતી. ઈ.વી.એમ.નિદર્શન કેન્દ્રોને બંધ કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપની એકટીવીટીઓ કરવા નોડલ અધિકારીને જણાવ્યું હતું. મતદાન સમયે દિવ્યાંગ મતદારોને મતદાન મથકમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ બેલેટ પેપરનું વિતરણ અંગે જણાવ્યું હતું.
જિલ્લા ચુંટણી અધિકારીએ આચારસહિંતાના અમલીકરણ માટે સરકારી યોજનાઓના જાહેર સ્થળો, સરકારી કચેરીઓમાંથી હોર્ડિગ્સ, બેનર ભીંતચિત્રો ત્વરિત ધોરણે દુર કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા, એમ.સી.એમ.સી., તાલીમ, ફરિયાદ નિવારણ માટે સુચારૂ વ્યવસ્થા કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલ, મહાનગરપાલિકાના ડે.મ્યુ.કમિશનરશ્રી રાજેન્દ્ર પટેલ, અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કમલેશ રાઠોડ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, ૧૬ વિધાનસભાના મદદનીશ ચુંટણી અધિકારીઓ, નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.