મતદાન જાગૃતિ અર્થે સુરતમાં ‘વોકેથોન’: પ્રથમ વાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોના પ્રોત્સાહક પ્રતિભાવો
સુરતઃમંગળવાર: આગામી તા.૭મી મેના રોજ રાજયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વધુમાં વધુ મતદારો “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એ માટે જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘વોકેથોન’ યોજાઈ હતી, જેમાં યુવા મતદારો અને ભાવિ મતદારો એવા વિદ્યાર્થીઓની પ્રોત્સાહક ભાગીદારી રહી હતી.
‘વોકેથોનમાં ભાગ લેવા આવેલ અને આગામી ચૂંટણીમાં પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહેલ યુવા મતદાર ટિયા પટેલે કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે. લોકો તહેવારોમાં ઉત્સાહભેર જોડાતા હોય છે. ચૂટણીઓ લોકશાહીના તહેવાર છે, મહાપર્વ છે. હું ભાગ્યશાળી છું કે, મારા આ વર્ષે જ ૧૮ વર્ષ પૂર્ણ થયા છે અને મતદાન ઓળખ કાર્ડ માટે અરજી કરતા કાર્ડ ઘરે બેઠા મળ્યું છે. હવે હું મતાધિકારનો ઉપયોગ અચૂક કરીશ. તા.૭મી મે ના રોજ સપરિવાર મતદાન કરવા જઈશ. મતાધિકાર એ નાગરિકનો વિશેષાધિકાર અને ફરજ પણ છે. અત્યાર સુધી ઘણીવાર ચૂંટણી શબ્દ સંભાળ્યો હતો,હવે ચૂંટણીમાં મતદાર તરીકે ભાગ લઇશ. આ લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરીને જાગૃત નાગરિક તરીકે મારી નૈતિક જવાબદારી નિભાવીશ તેની મને ઘણી ખુશી છે.
નર્સિંગ સ્ટાફને ગરમીના સમયે દર્દીઓ માટેની નર્સિંગ કેરની સમજ અપાઈ
નર્સિંગ સ્ટાફને ગરમીના સમયે દર્દીઓ માટેની નર્સિંગ કેરની સમજ અપાઈ
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે: ડો.વિકાસબેન દેસાઈ
રક્તદાન, અંગદાન, નેત્રદાન અને મતદાન જેવા મહત્વના દાન પ્રત્યે જાગૃત્ત બનીએ: અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતાશ્રી દિલીપભાઈ દેશમુખ
સુરતઃમંગળવારઃ સુરત શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન ૩૭-૩૮ ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને ૨૦ થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે લૂ ફૂંકાઈ રહી છે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવા અને આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં હીટવેવથી બચવાના ઉપાયો, સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારસંભાળ માટે નર્સિંગ સ્ટાફને માહિતગાર કરાયા હતા.
નર્સિંગ સ્ટાફને ગરમીના સમયે દર્દીઓ માટેની નર્સિંગ કેરની સમજ અપાઈનર્સિંગ સ્ટાફને ગરમીના સમયે દર્દીઓ માટેની નર્સિંગ કેરની સમજ અપાઈનર્સિંગ સ્ટાફને ગરમીના સમયે દર્દીઓ માટેની નર્સિંગ કેરની સમજ અપાઈનર્સિંગ સ્ટાફને ગરમીના સમયે દર્દીઓ માટેની નર્સિંગ કેરની સમજ અપાઈનર્સિંગ સ્ટાફને ગરમીના સમયે દર્દીઓ માટેની નર્સિંગ કેરની સમજ અપાઈ
આ પ્રસંગે સુરત સરકારી મેડિકલ કોલેજના પી.એસ.એમ.વિભાગના પૂર્વ અધિક આરોગ્ય નિયામક અને અર્બન હેલ્થ એન્ડ ક્લાઈમેન્ટ રેઝીલિયન્સ સેન્ટર ઓફ એક્સલેન્સના ઓનરરી ટેક્નિકલ ડિરેક્ટર ડો.વિકાસબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે. ગરમીના સમયે સ્વરક્ષણ અને આરોગ્ય અંગે કાળજી રાખવી ખૂબ આવશ્યક છે. ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કાળજી તેમજ સારવારની સાથે નર્સિંગ કેર મહત્વની બની રહે છે. સામાન્ય દિવસો કરતા ગરમીના સમયે દર્દીઓને નર્સિંગ કેરની વધુ જરૂર પડતી હોય છે. નર્સિંગ સ્ટાફ પોતાની નૈતિક જવાબદારી સમજીને સમગ્ર દિવસ દરમિયાન દર્દીઓને દવાની સાથે સમયાંતરે પૂરતું પાણી આપવું જોઈએ. વધુમાં ડો.દેસાઈએ કહ્યું કે, દર્દીઓએ તેમજ સામાન્ય જનતાએ ગરમીની પરિસ્થિતિમાં એર કન્ડીશનમાં રહેવાનું ટાળવું જોઈએ. ગરમીથી રાહત મેળવવા વધુ પડતા સોફ્ટ ડ્રિંકસ, ઠંડા પીણા ન પીવા જોઈએ. શરીરમાં પૂરતી માત્રામાં પ્રવાહી રહે તે માટે વારંવાર પાણી પીવાનું ન ગમે તો નારિયેળ પાણી, લીંબુ શરબત, મીઠાવાળી છાશ, સંતરાનો રસ, ગ્લુકોઝનું પાણી ઈત્યાદિ લઈ શકાય. હળવા સુતરાઉ વસ્ત્રો અને શક્યત: હળવા સફેદ રંગના કપડાં પહેરો. ગરમીની સિઝનમાં લિનનના વસ્ત્રો તથા સુંવાળા મલમલના કપડાં અત્યંત આરામદાયક રહે છે. ગરમીમાં બહાર જતી વખતે ટોપી પહેરવી, મહિલાઓએ ઘૂંઘટ, ઓઢણીથી મોં ઢાંકવું જોઈએ, માથું ઢંકાય તે રીતે કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતાશ્રી દિલીપભાઈ દેશમુખે રક્તદાન,અંગદાન,નેત્રદાન અને મતદાનને મહત્વનું દાન ગણાવી તમામ લોકોને આ દાન કરવામાં માટે જાગૃત્ત બનવા અનુરોધ કર્યો હતા. તેમણે ઉમેર્યું કે, હીટવેવથી બચવા જાતે પણ કાળજી લેવા અને દર્દીઓને પણ સુરક્ષિત કરવા માટે જરૂરી સરળ પગલાઓ લેવા પ્રેરણા આપી હતી. સરકારી મેડિકલ કોલેજ-સુરતના સુનિલભાઈ મોદીએ અસહ્ય ગરમીથી બચવા ‘સાવચેતી એ જ સલામતી’નો અભિગમ અપનાવી હીટવેવથી બચવા માટે જાગૃત્તિ કેળવવા માટે આ સેમિનાર મહત્વપૂર્ણ બન્યો છે એમ જણાવ્યું હતું. હીટવેવ સામે સાવધ રહેવા અને રક્ષણના પગલાઓ સંદર્ભે આ સેમિનારનું આયોજન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું. દિલીપભાઈ દેશમુખે ઉપસ્થિત સૌને રક્તદાન,અંગદાન,નેત્રદાન અને મતદાન માટે સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા. આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ટી.બી.અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, મેડિકલ કોલેજ ડીન ડો.રાગિણી વર્મા, નર્સિંગ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. શીતલબેન ચૌધરી, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આનંદીબેન ગામીત, સ્મીમેર હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી સુરેન્દ્ર ત્રિવેદી અને અશોક ગડારા, નર્સિંગ એસો.ના અશ્વિન પંડયા, નિલેશ લાઠીયા, વિભોર ચુગ,ચેતન આહિર, વિરેન પટેલ,જગદીશ બુહા, સિવિલના ડોક્ટરો, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં વધુ મતદારો “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે, મતદાન પ્રત્યે જાગૃત બને એવા જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો
સુરત:મંગળવાર: સુડા ભવન, વેસુ ખાતે આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની “ચુનાવ કા પર્વ”ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે ૧૬૮-ચોર્યાસીના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી જી.એમ.બોરડ, આસિ. મ્યુનિ. કમિશનર અને નોડલ ઓફિસર(સ્વિપ) અજય એચ. ભટ્ટ તેમજ સ્પેશિયલ ઓફિસર (ઇલેક્શન એન્ડ સેન્સસ) રાકેશ એન. મોદીની ઉપસ્થિતિમાં ૧૬૮-ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના બીએલઓ સાથે બેઠક યોજાઈ હતી.
ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP)ના નોડલ ઓફિસર અને ડે. મ્યુ. કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ(IAS)ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ બેઠકમાં ૬૦થી વધુ બીએલઓ હાજર રહ્યા હતા અને મતદાન વધારવાના પ્રયાસો, મતદાન પ્રત્યે જાગૃત બને એવા પ્રયાસો સાથે ઉદ્યોગકારો લોકજાગૃતિ ફેલાવે એ અંગે વિચાર વિમર્શ કરાયો હતો. આસિ. મ્યુનિ. કમિશનર અને નોડલ ઓફિસર(સ્વિપ) દ્વારા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તમામ બીએલઓને લોકસભા ચુંટણીમાં તમામ મતદારો અવશ્ય મતદાન કરે તેવા સહિયારા પ્રયાસો કરવા પર ભાર મૂકાયો હતો. મદદનીશ ચૂંટણી અધિકારી અને સ્પેશિયલ ઓફિસર (ઇલેક્શન એન્ડ સેન્સસ) દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન અંતર્ગત ૧૬૮-ચોર્યાસીના જે મતદાન મથક પર ભૂતકાળમાં ૫૦% થી ઓછું મતદાન થયું હોય તેવા અને જયાં સ્ત્રી અને પુરૂષ મતદારોની મતદાનની ટકાવારીમાં ૧૦% થી વધુ તફાવત હોય તેવા મતદાન મથક પર જનજાગૃતિ લાવી મતદારોને અવશ્ય મતદાન માટે પ્રેરણા આપવા જણાવાયું હતું. આ વેળાએ સૌએ “મતદાનથી વિશેષ કંઈ નથી, હું મતદાન અવશ્ય કરીશ”ની થીમ સાથે મતદાન જાગૃતિ બાબતે શપથ ગ્રહણ કર્યા હતા.
સુરત:લોકસભા ની ચુંટણી ની તારીખ જાહેર થતા આચાર સંહિતા અમલ માં હોવા છતાં.ગુજરાત ના સુરત ખાતે માં ખુલ્લામાં વેચાતા દારૂ ના વેચાણ કર્તા જગ્યા ઉપર જનતા રેડ કર્યા પછી પોલીસ ને ના દેખાયું પણ સ્થાનિકો ને દારૂ દેખાયો😱👇🏼
સુરત ના પુણા વિસ્તાર માં દારૂ ના અડ્ડા પર જનતા રેડ
પુણા પોલીસ ને ના દેખાયું પણ સ્થાનિકો ને દારૂ દેખાયો
વારંવાર રજુઆત છતાં અડ્ડો બંદ ના થતા સ્થાનિકો ની રેડ
રેડ બાદ pcr ઘટના સ્થળે આવી દારૂ અને દારૂ વહેંચનાર ને લઈ ગયા
સુરત ના પુણા પોલીસ મથક હદ વિસ્તાર માં ખુલ્લેઆમ દારૂ નો વેપલો
પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માં કોની રહેમ નજર હેઠળ અડ્ડો ચાલે છે ??
સ્થાનિકો એ જાતેજ જનતા રેડ કરી પોલીસ નું કામ પોતે કર્યું
નવસારી ચીખલીથી મોપેડમાં દારૂ ભરી સચીન તરફ જનાર બે વાહન ચાલકોની પોલીસે અટક કરી હતી. મોપેડની ડીકી અને બેગમાંથી 278 બાટલીઓ કિ.રૂ.33 હજાર મળી આવતા તેમની વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સેવનની પ્રવૃત્તિ અટકાવવા માટે એસપી સુશીલ અગ્રવાલે એલસીબીના પીઆઇ દીપક કોરાટને સૂચના આપી હતી. પ્રોહિબિશનની હેરાફેરી અટકાવવા માટે એલસીબી સ્ટાફના પો.કો.ગોવિંદભાઇ રાજાભાઇ અને પો.કો. દિગ્વિજયસિંહ રવજીભાઇને મળેલી બાતમીના આધારે ભુલા ફળિયાથી ખસડુપા જતા રસ્તા પર વોચ ગોઠવી હતી.
બાતમી વાળી મોપેડ નં.જીજે-21-ડીએ ટીએ 8656 આવતા તેને અટકાવી તપાસ કરતા કુલ 278 વિદેશી દારૂની બાટલીઓ કિ.રૂ.33550 મળી આવતા ધર્મેશ પટેલ રહે. ઊંડાચ ગામ તા.ગણદેવી, અને કિરણ જીણા રાઠોડ રહે. હોંડ ગામ તા.ચીખલી,ની અટક કરી હતી. બંનેની પૂછપરછ કરતા વિદેશી દારૂ સચીનના કમુબેન નામના મહિલા બુટલેગરે મંગાવ્યો હતો.
આ દારૂ ચીખલીના હિતેશ ઇશ્વર પટેલ રહે. ચીમલા ઉગમણાં ફળિયા જિ.નવસારીએ ભરાવી આપ્યો હોવાની માહિતી આપી હતી. આ બાબતે એલ.સ.બીએ ચીખલી પોલીસમાં ફરિયાદ આપતા વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામેથી 11 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પાંચ દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગૂમ થઈ હતી. બાળકીનું દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. બાળકી રહે એ જ સોસાયટીમાં રહેતા બે યુવાનોએ કૃત્ય કર્યાનું બહાર આવ્યું છે.
બાળકી ગૂમ થયાને છઠ્ઠા દિવસે બપોરના સમયે ગૂમ થયેલી 10 વર્ષીય બાળકીનો તાંતિથૈયા ગામેથી જ અવાવરું જગ્યાએ ઝાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
બાળકીના શરીર ઉપર કેટલાક ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. પી એમ રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયાંનું પણ જણાયું હતું. લાંબી તપાસ બાદ બાળકી જે વિસ્તારમાં રહેતી હતી ત્યાં જ તપાસ કેન્દ્રિત કરી હતી. નરાધમો અન્ય કોઈ નહીં પરંતુ શિવદર્શન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય દિપક શિવદર્શન કોરી તેમજ અનુજ સુમન પાસવાન નામના બે નરાધમોની પોલીસએ ધરપકડ કરી લીધી છે.
સુરતના તાંતીથૈયામાંથી 10 વર્ષની બાળકીનો ગૂમ થયા બાદ મળ્યો મૃતદેહ
પલસાણાના તાતીથૈયામાંથી ઘરની બહાર રમતાં રમતાં અગિયાર વર્ષની બાળકી ગુમ થવાના પ્રકરણમાં સુરત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ કડોદરા પોલીસની અલગ અલગ ટીમે કરેલી તપાસ દરમ્યાન કોઈ ચોક્કસ કડી નહીં મળતા મામલો ગૂંચવાયો હતો. ત્યારે બાદ આ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. બાળકીની કોઈ અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરી દીધી હોવાની આશંકાઓ છે. બાળકી તેની માતા અને સાવકા પિતા સાથે રહેતી હતી. બપોરના સમયે ફળિયામાં રમી રહી હતી તે દરમ્યાન ગુમ થઈ જવાની ઘટનાથી કડોદરા પોલીસની ટીમ દોડતી થઈ હતી. સમગ્ર પ્રકરણમાં અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ બનાવી આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા, રેલ્વે ટ્રેક, બંધ બિલ્ડીંગ, નહેર તેમજ ખેતરાડી વિસ્તારોમાં ભારે તપાસ કરી હોવા છતાં કોઈ માહિતી મળી ન હતી. બાળકીના અપહરણને લઈ કોઈપણ પ્રકારની માંગણી પણ કરવામાં આવી નથી. જેથી પોલીસને તપાસમાં કોઈ કડી મળી ન હતી.
પલસાણા કડોદરા વિસ્તાર માં કાયદો વ્યવસ્થા ની ગુનેગારો ને કશી પડી નથી. ધીમે ધીમે હવે જાણે ગુનાખોરી નું હબ બની રહ્યો હોય તેમ દિન દહાડે અને છાસવારે માસુમ બાળકીઓ હવસખોરો અને હત્યારા ઓ નો ભોગ બની રહી છે.
તાતીથૈયાની આજુબાજુમાં આવેલા તમામ ગામડાઓ અને હાઇવે ઉપરના અને અન્ય આંતરિક રસ્તાઓના સીસીટીવી પણ ચેક કર્યા હતા પણ પોલીસને સફળતા મળી ન હતી. મૃતક સગીરાના ઘરની નજીક 200 મીટરના અંતરે આવેલ ઝાડી ઝાંખરામાં સગીરાનો મૃતદેહ હોવાની જાણ કડોદરા GIDC પોલીસને થતા પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઇને પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલ્યો હતો. સગીરાની હત્યા થઈ હોવાની આશંકા છે. હાલ સુરત જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરત/ગુજરાત,ગુજરાત માં શરાબ બંધી હોવા છતાં પણ દરેક જીલ્લા અને શહેર, સોસાયટીના દરેક ખુણામાં ઝેરી કેમીકલ દારૂ જેવા જ મળી રહ્યા છે. તેજ છતાં સરકારી આંકડાકીય માહિતી મુજબ
પ્રોહીબીશનતા.૦૧/૦૧/૨૦૨૪ થી તા.૨૮/૦૨/૨૦૨૪
૫૧૪૭
પ્રોહીબીશનતા.૦૧/૦૧/૨૦૨3 થી તા.૨૮/૦૨/૨૦૨૩ ૪૯૯૯ ના આંકડા રજીસ્ટર થયા હોવા છતાં. ગુજરાત માં શરાબ બંધી ના કાયદા નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેથી સ્પષ્ટ જોઈ શક્ય કે હાલ માં જે પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સંગરુરના દિડબા અને સુનામમાં ઝેરી દારૂના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. જણાવી દઈએ કે સુનામમાં સાત લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સંગરુરના સીએમઓ અનુસાર, 40 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમણે પિધેલા દારુમાં ઈથેનોલ હતો.
શહેર ના અલગ-અલગ વિસ્તાર માં દેશી શરાબ ની બનવાની આ રીતે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે. તો બીજી તરફ ગેરકાયદેસર વેચાતો દારુનો ચોક્કસ આંકડો નથી, પણ એવુ કહી શકાય કે દારૂબંધીવાળા ગુજરાતમાં ગામેગામ દારૂ પીવાય છે. જેને પોસાય છે તે લોકો ગેરકાયદે દારૂ લાવીને છુપાઈ છુપાઈને દારૂ પીએ છે. પંરતુ જે લોકો પાસે રૂપિયા નથી એ ગરીબો દેશી દારૂ પર આધાર રાખે છે. પણ, 10, 20 રૂપિયાથી લઈને 40 રૂપિયામાં વેચાતી દારૂની પોટલીમાં હકીકતમાં તો મોતનો સામાન વેચાય છે. ત્યારે આખરે આ લઠ્ઠો શું છે તે જાણીએ, અને કેવી રીતે સર્જાય છે લઠ્ઠાકાંડ. લઠ્ઠો એ દારૂ નહિ, પરંતુ એક પ્રકારનુ સ્પિરિટ છે. જેમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે. આ કેમિકલ ઉદ્યોગોમાં વપરાશમાં લેવાય છે. ઔદ્યોગિક ટર્મમાં તેને ઈથાઈલ આલ્કોહોલ કહેવાય છે, પરંતુ લોકો તેને પીએ નહિ તે માટે તેમાં મિથેનોલ નામનું ઝેરી રસાયણ મેળવે છે. ઉદ્યોગો પોતાના જરૂરિયાતનું મિથાઈલ આલ્કોહોલ પોતાની પાસે રાખે છે અને બાકીનું ગેરાકાયદેસર રીતે દારૂ બનાવનારઓને વેચી દે છે. આ એક મોટી ચેન છે, જેઓ લોકોને કેમિકલવાળો દારૂ પીવા મજબૂર કરે છે. અનેક ઉદ્યોગો પોતાની જરૂરિયાત કરતા વધુના મિથેનોલની ખરીદી કરી ગેરકાયદે દારૂ બનાવનારને વેચી દે છે. આ સતત ચાલતો વેપાર છે.
સુરત માં અલગ-અલગ પુલીસ સ્ટેશન વિસ્તાર માં નોધાયેલ કેસો ની કુલ સંખ્યા ૫૧૪૭ છે. જે ગુહ વિભાગ ની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે.
૧-અડાજણ પોલીસ સ્ટેશન-સરનામું: ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ, હની પાર્ક રોડ, અડાજણ , સુરત , ગુજરાત 395009
૨-અમરોલી પોલીસ સ્ટેશન-સરનામું: નિયર ફાયર સ્ટેશન, સાયન આરડી, અમરોલી ચાર રસ્તા, અમરોલી , સુરત , ગુજરાત 39410
૩-અઠવા પોલીસ સ્ટેશન-સરનામું: નાણાવત, સુરત, ગુજરાત 395003
૪-ચોકબજાર પોલીસ સ્ટેશન-સરનામું: પ્રાથમિક શાળા નં. 77 પાસે, પારસીવાડ, રાણીતાલો, સુરત
૫-ડીંડોલી પોલીસ સ્ટેશન-સરનામું: મધુરમ સર્કલ પાસે, ખરવાસા રોડ, ડીંડોલી, સુરત
૬-ડુમસ પોલીસ સ્ટેશન-સરનામું: સામે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડુમસ ગામ, સુરત
૭-હજીરા પોલીસ સ્ટેશન-સરનામું: હજીરાગામ રોડ, એસ્સાર કંપની પાસે, સુરત
૮-ઇચ્છાપોર પોલીસ સ્ટેશન-સરનામું: કાવાસ પાટિયા, હજીરા રોડ, સુરત
૯-જહાંગીરપુરા પોલીસ સ્ટેશન-સરનામું: મોરાભાગલ પોલીસ ચોકી બિલ્ડીંગ, મોરાભાગલ, રાંદેર, સુરત
૧૦-કાપોદ્રા પોલીસ સ્ટેશન-સરનામું: સામે. તાપી એન્જી.કોલેજ, કાપોદ્રા, સુરત
૨૭-વરાછા પોલીસ સ્ટેશન-સરનામું: સુરત – કામરેજ હ્વાય, સાધના સોસાયટી, લક્ષ્મણ નગર, વરાછા, સુરત, ગુજરાત 395006
જે ફક્ત શહેરી વિસ્તાર માં જ હોવાથી કાયદા ના અમલીકરણ યોગ્ય રીતે કરવામાં આવેલ છે. તેવું કહી શક્ય.
20 માર્ચ બુધવારે ઝેરી દારૂના કારણે પંજાબ માં4 લોકોના મોત થયા હતા. આ સિવાય ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે એટલે કે ગુરુવારે અન્ય ચાર લોકોના મોત થયા હતા. પટિયાલાની રાજિન્દર હોસ્પિટલમાં ચારના મોત થયા હતા. શુક્રવારે અન્ય આઠ લોકોના મોત થયા હતા. 22 માર્ચે જ મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો હતો. શનિવારે વધુ પાંચ લોકોના મોત થતાં મૃત્યુ આંક 21 પર પહોંચ્યો.
પોલીસનું કહેવું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે એક ઘરમાં ઝેરી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે દરોડો પાડીને 200 લિટર ઇથેનોલ જપ્ત કર્યું હતું. આ એક પ્રકારનું ઝેરી કેમિકલ હોય છે. પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય વિશેષ તપાસ ટીમની રચના કરી છે.
પોલીસનું કહેવું છે કે SIT દ્વારા આ બાબતે બારિકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. 4 સભ્યોની SITનું નેતૃત્વ ADGP લો એન્ડ ઓર્ડર IPS ગુરિન્દર ધિલ્લોન કરશે. જેમાં ડીઆઈજી પટિયાલા રેન્જ હરચરણ ભુલ્લર આઈપીએસ, એસએસપી સંગરુર સરતાજ ચહલ અને એડિશનલ કમિશનર એક્સાઈઝ નરેશ દુબે સામેલ હશે.
સુરત:શનિવાર: લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મહત્તમ મતદાન થાય તે હેતુસર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં ખાસ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યાં છે. પૂણા ગામ સ્થિત શ્રીમતી એલ.પી.ડી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સાથે મળીને ‘હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબુત બનાવીશ’ તેવા સામૂહિક શપથ લીધા હતા. વિદ્યાર્થીઓ પુખ્ત વય થયા બાદ મતદારયાદીમાં નામ નોંધાવવા અને તમામ ચૂંટણીઓમાં મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. લોકોને મતદાનની પવિત્ર ફરજ અચૂકપણે અદા કરવા અને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવા શાળામાં ઉપસ્થિત સમગ્ર ટીમ, શાળા પરિવારે સૌ નાગરિકોને અપીલ કરી હતી. ખાસ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવનાર યુવા મતદારોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરાયો હતો.
વલસાડ જિલ્લામાંથી વિભાજન થઈને નવસારી સંસદીય લોકસભા બેઠક વર્ષ ૨૦૦૯માં અસ્તિત્વમાં આવી
નવસારી સંસદીય બેઠક પર ૨૦૧૯માં સૌથી વધુ ૬૬.૧૦ ટકા જ્યારે ૨૦૦૯માં સૌથી ઓછું ૪૬.૬૬ ટકા મતદાન થયું હતું.
૨૦૨૪માં કુલ મતદારોની સંખ્યા ૨૧,૯૮,૦૧૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
નવસારી સંસદીય બેઠકમાં સુરત શહેરની ચાર વિધાનસભા બેઠકો સમાવિષ્ટ છે
તા.૭મી મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી ૧૧,૮૩,૮૦૮ પુરૂષ અને ૧૦,૧૪,૧૦૮ સ્ત્રી મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
સુરતઃગુરૂવારઃ આગામી તા.૭મી મેના રોજ દેશભરમાં ૧૮મી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગુજરાતની ૨૬ બેઠકો પર મતદાન થશે. લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવાર પસંદ કરે છે, અને વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક તહેવારમાં પસંદગીની સરકારના ગઠનમાં મહત્વનું યોગદાન આપે છે. નવસારી લોકસભા બેઠક વર્ષ ૨૦૦૯માં અસ્તિત્વમાં આવી હતી. તે અગાઉ નવસારી જિલ્લો વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હતો. આ લોકસભાની પ્રથમ ૨૦૦૯ની ચૂંટણીમાં કુલ જેટલા ૧૬,૨૩,૪૧૫ મતદાતાઓ નોંધાયેલા હતા. જે પૈકી ૪૬.૬૬ ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ ૨૦૦૯થી લોકસભા ચૂંટણીઓમાં નવસારી સંસદીય બેઠક પર સૌથી વધુ ૬૬.૧૦ ટકા મતદાન ૨૦૧૯ જયારે ઓછું ૪૬.૬૬ ટકા મતદાન ૨૦૦૯માં નોંધાયું હતું. ૨૦૦૯ની લોકસભા ૮,૯૪,૩૩૫ જેટલા સૌથી વધુ મતદારો નોંધાયા હતા. જેમાં ૪,૫૫,૭૪૯ પુરૂષ મતદારો તથા ૪,૩૮,૫૮૬ સ્ત્રી મતદારો નોંધાયા હતા, જ્યારે આગામી તા.૭મી મેના રોજ યોજાનારી ચુંટણીમાં ૨૧,૯૮,૦૧૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૧૧,૮૩,૮૦૮ પુરૂષ અને ૧૦,૧૪,૧૦૮ સ્ત્રી મતદારો તેમજ ૧૧૭ ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ૨૦૦૯માં કુલ ૧૬,૨૩,૪૧૫ મતદારોમાંથી ૭,૫૭,૫૬૦ મતદાતાઓએ મતદાનનો ઉપયોગ કર્યો હતો. ૨૦૦૯માં નવસારી સંસદીય બેઠકમાં કુલ ૪૬.૬૬ ટકા મતદાન થયું હતું. જેમાં પોસ્ટલ બેલેટ પેપરથી ૪૬ મતદારોએ મતદાન કર્યું હતું. ૨૦૦૯ની લોકસભા ચૂંટણી અગાઉ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નવું સંસદીય સીમાંકન થયુ હતું. અને નવી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી હતી. ૨૦૦૯ ઉપરાંત ૨૦૧૪માં ૧૭,૬૪૪,૧૧ મતદારો, ૨૦૧૯ની ચૂંટણી માટે ૧૯,૭૧,૪૬૫ મતદારો જ્યારે વર્તમાન ૨૦૨૪માં કુલ ૨૧,૯૮,૦૧૯ મતદારો નોંધાયા છે. નવસારી લોકસભામાં મતદાનની ટકાવારી જોઈએ તો ૨૦૦૯ની ચૂંટણીમાં ૪૬.૬૬ ટકા, ૨૦૧૪માં ૬૫.૧૨ ટકા, ૨૦૧૯માં ૬૬.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. આગામી ૭મી મેના રોજ યોજાનાર ચૂંટણીમાં પણ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નવસારી સંસદીય મતવિભાગમાં સુરત શહેરની ચાર વિધાનસભા જેમાં ૧૬૩-લિબાયતના ૩,૦૩,૯૯૪ મતદારો, ૧૬૪-ઉધનાના ૨,૬૩,૧૯૫ મતદારો, ૧૬૫-મજુરાના ૨,૭૮,૫૫૦ મતદારો, ૧૬૮-ચોર્યાસીના ૫,૭૦,૬૬૬ મતદારો અને નવસારી જિલ્લાની ૧૭૪-જલાલપોરના ૨,૩૭,૧૮૪ મતદારો, ૧૭૫-નવસારીના ૨,૫૧,૬૧૫ મતદારો, ૧૭૬-ગણદેવી (અ.જ.જા)ના ૨,૯૨,૮૦૫ મતદારો, ૧૭૭-વાંસદા(અ.જ.જા)ના વિધાનસભા બેઠકના ૩,૦૧,૨૬૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરુદ્વારા જેવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં ઉપયોગમાં લેવાતા વાહનોની નોîધણી ફરજીયાત
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં કોઇ પણ રાજકીય પક્ષના ઉમેદવાર કે કાર્યકરો પોતાના પક્ષના ચૂંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ જે તે મતવિસ્તારના ચૂંટણી અધિકારી પાસે વાહનની નોîધણી કર્યા સિવાય અને પરવાનગી લીધા સિવાય કરી શકશે નહીં. આ ઉપરાંત ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલા વાહન ઉપર વીન્ડ સ્ક્રીન ઉપર પરમીટ લગાડયા સિવાય વાહનનો ઉપયોગ કરી શકશે નહીં. જ્યારે વગર પરવાનગીએ વાહનમાં લાઉડસ્પીકરથી ચૂંટણી પ્રચાર કરી શકશે નહી. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન મિલકતોને નુકશાન પહોંચાડવા પર પ્રતિબંધ
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં રાજકીય પક્ષો કે સમર્થકો દ્વારા જાહેર કે ખાનગી મકાન, મિલ્કત, જમીન, દિવાલ કે કંપાઉન્ડનો તે મિલ્કત ધારણ કરનાર અધિકૃત વ્યક્તિ કે માલિકની પરવાનગી સિવાય ચૂંટણી લક્ષી પ્રચાર માટે ધ્વજ/પતાકા લગાડવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો/નિશાનીઓ લખી ચૂંટણીલક્ષી પ્રચાર કરી મિલ્કતને નુકશાન પહોંચાડવા પર, એક રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા અન્ય રાજકીય પક્ષની સભામાં પોતાના પક્ષનું સાહિત્ય વિતરણ કરવા પર તેમજ એક પક્ષ દ્વારા લગાવાયેલ પોસ્ટરને બીજા પક્ષ દ્વારા દૂર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ જાહેર કે ખાનગી દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ‘જાહેર મકાન’ શબ્દ પ્રયોગ મિલ્કત, ધોરીમાર્ગ, અથવા માર્ગના મહત્વના ચાર રસ્તા, ચેતવણીરૂપ નોટિસ બોર્ડ, રેલવે પ્લેટફોર્મ, બસ ટર્મીનલ કે જાહેર જનતાના સગવડ માટે પ્રદર્શિત કરેલા અન્ય કોઈપણ પ્રકારના બોર્ડનો સમાવેશ કરી શકાશે. આ જાહેરનામાનો તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.