Home Blog Page 32

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

0

ઓછા મતદાનવાળા વિસ્તારોમાં મતદાતા જાગૃતિ અભિયાન- “સખી સહેલી સંગે મતદાન”

માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ગામોમાં મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી “સખી સહેલી સંગે મતદાન” અભિયાન

લોકશાહીના પર્વમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય માટે “સખી સહેલી સંગે મતદાન” આવકારદાયક પગલું

સુરતઃબુધવારઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે અને ચૂંટણી પંચનો “No Voters to be left behind” નો હેતુ સિદ્ધ થાય તેમજ લોકશાહીના પર્વમાં વધુને વધુ મહિલા મતદાતાઓ મતદાન કરે તે માટે દરેક જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકાના માંગરોળ, ભડકુવા, સીમોદ્રા, કોસંબા, લિમોદ્રા, હથોડા, ઉભારિયા, વાડી, માંડણ, મોટી દેવરૂપણ, અંબાડી અને ઉમરઝર સહિતના ગામોમાં મહિલા મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી “સખી સહેલી સંગે મતદાન” અભિયાન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી-પ્રાંત અધિકારી માંડવી, મામલતદાર અને ICDS પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ આ અભિયાનમાં મહિલા મતદાતાઓને મતદાનના મહત્વ વિશે વિવિધ ફિલ્મનું નિદર્શન, મતદાન શપથ, મતદાનના દિવસે સાથે રાખવાના વિવિધ પુરાવા,મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ વગેરે વિષય પર માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા હતા.ત્યારે લોકશાહીના આ પર્વમાં વધુ મતદાન નોંધાય અને મહિલા મતદાતાઓ વધુ પ્રમાણમાં જાગૃત થાય માટે “સખી સહેલી સંગે મતદાન” આવકારદાયક પગલું છે.
“સખી સહેલી સંગે મતદાન” અભિયાનમાં તાલુકાના BLO શ્રી, સેક્શન ઓફિસરો, CDPO, સુપરવાઇઝરો, તલાટી કમ મંત્રીઓ, શિક્ષકો આંગણવાડી કાર્યકરો, સખીમંડળના બહેનો, ગામની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

ઓલપાડ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’ કાર્યક્રમ યોજાયો

0
'મતદાન જાગૃતતા' કાર્યક્રમ

લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરાયા

સુરત:બુધવાર: યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળ-ઓલપાડ સંચાલિત ઓલપાડ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા વિદ્યાથીઓને જવાબદાર નાગરિક તરીકે મતદાનમાં ભાગ લઈ લોકશાહીમાં જનભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યુવાઓને વિડીયો મારફતે ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ નવા મતદાતાઓને વોટીંગ પ્રક્રિયાથી અવગત કરી લોકશાહીમાં તેઓની મહત્વની ભૂમિકા વિષે સમજ આપી હતી. તેમજ ફરજિયાત મતદાન કરવાનું આહ્વાન કરાયું હતું. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, ઓલપાડ પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, મામલતદારશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ અને અધ્યાપકગણ, કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા હીટવેવ દરમિયાન રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ

0

શરીરમાં પાણીની માત્રા ન ઘટે એ માટે પૂરતું પાણી પીવું: ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો

સુરત:બુધવાર: જિલ્લામાં વર્તમાન દિવસોમાં હીટવેવની અસર જોતા હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

હીટવેવ દરમિયાન શું કરવું જોઈએ?

(1) તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 12:00 કલાકથી 03:00 કલાકની વચ્ચે બહાર ના નીકળવું જોઈએ.

(2) પીક અવર્સ દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.

(૩) આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રીંકસ પીવાનું ટાળવું જોઈએ. આ પ્રકારના પીણાં શરીરને ડિહાયડ્રેટ કરે છે.

(4) ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો.

(5) બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં.

(6) અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો જે બિન જરૂરી ગરમી પેદા કરી શકે છે, જેમ કે કમ્પ્યુટર અથવા ઉપકરણો.

ચોર્યોસી તાલુકાના વાંઝગામના મહ્યાવંશી સમાજ અને ગ્રામજનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાયુંઃ

0
ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી

વાંઝગામમાં પ્રતિમાનું અનાવરણ કરી ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવીઃ

સુરતઃ રવિવાર:- સામજ સેવક એડવોકેટ જતીનભાઇ દેવેન્દ્રભાઇ વાંઝવાલાની સખત મહેનત અને પરિશ્રમ થકી આજ રોજ ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મજયંતિના પાવન અવસરે ચોર્યાસી તાલુકાના વાંઝગામ ભારત ફળિયાના આંબેડકર ભવન ખાતે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.આ અવસરે મહ્યાવંશી સમાજ અને ગ્રામજનોએ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઇ હતી. સમાજના અગ્રણીઓએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિના અવસરે સૌને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રસંગે મહ્યાવંશી સમાજના અગ્રણીશ્રીઓ, એડવોકેટશ્રી જતિનભાઇ વાંઝવાલા, ભુપેન્દ્રભાઇ સુરતી, સરપંચશ્રી હિનાબેન પટેલ,તલાટીશ્રી મહેશભાઇ, અગ્રણીશ્રીઓ પ્રિતેશભાઇ વાંઝવાલા, નિવૃત શિક્ષિકા શ્રીમતી નયનાબેન સુરતી, લક્ષ્મણભાઇ સુરતી,નરેશભાઇ વાંઝવાલા સહિત મહ્યાવંશી સમાજના લોકો અને ગ્રામજનોઉપસ્થિત રહ્યા હતા.

Sachin Railway Station માં તત્કાળ ટીકીટ ની બુકિંગ માં ક્લાર્ક અને સ્ટેશન અધિક્ષક ની કામગીરી શંકાસ્પદ

0

સચિન રેલવે સ્ટેશનના બુકિંગ કાઉન્ટર પર સવાર સાંજ ખૂબજ ભીડ રહે છે. અહી કોઈ સીસીટીવી પણ નથી. સાથે અહી તત્કાળ સમયે અહી કોઈ રેલવે પોલીસ પણ દેખાતી નથી. એક બુકિંગ કલાર્ક ને રિઝર્વેશન તથા લોકલ ટ્રેનની પણ ટિકિટ આપવી પડે છે. અહી અલગ અલગ બે વિન્ડો જરૂરી છે. અહીંની આ ભીડ જોતા ગ્રાહકો માટે કોઈ વ્યવસ્થા જણાતી નથી. આ સમયે અંદર બુકિંગ કલાર્ક પાસે પણ એક બે વ્યક્તિઓ હંમેશા દેખાય છે જે શંકા ઉપજાવે છે કે શું તત્કાળ માં કોઈ ગેરરીતિ તો નથી થતી? આ એક સંશોધનનો વિષય છે. જો રેલવે વિજીલેશન અહી આવીને તપાસ કરે તો ઘણું બધું બહાર આવી શકે છે.

સુરતમાં નકલી નાયબ કલેક્ટર બની ને, જીજા-સાળીએ પાલિકામાં નોકરીના નામે લોકો ને સાથે છેતરપીંડી કરી ને લૂંટ્યાં

0

વિશ્વાસ અપાવવા ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવ્યા

સુરતના રીંગ રોડ પર આવેલા ચામુંડા જ્વેલર્સના વેપારી સાથે રૂપિયા 12 લાખની છેતરપિંડી કરનાર ડુપ્લિકેટ નાયબ કલેક્ટર હેતલ કુમારી સંજયભાઈ પટેલને પોલીસે ઝડપી પાડી હતી. જેની ધરપકડ બાદ પોલીસે તપાસ કરતા એક પછી એક કાંડ ખુલી રહ્યા છે. સુરત શહેરમાં અલગ અલગ લોકોને અલગ અલગ રીતે ઠગ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

જેમાં હાલમાં જ રીંગરોડ પર જ્વેલર્સના વેપારી સાથે રૂપિયા 12 લાખથી વધુની ઠગાઈ કરનાર નકલી નાયબ કલેક્ટર મહિલાને પોલીસે ઝડપી પાડ્યા બાદ એક પછી એક અનેક ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ડુપ્લિકેટ નાયબ કલેક્ટર સામે અને તેના મળતીયા સામે વધુ એક છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેઓએ લોકોને સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના બહાને જીજા-સાળી પાસેથી રૂપિયા 1.40 લાખ પડાવી લીધા હતા. ગૌણ સેવા પસંદગી મંડળના ડુપ્લિકેટ કાગળો પણ બનાવી આપ્યા હતા. જેથી પોલીસે ઠગબાજ ડુપ્લિકેટ નાયબ કલેક્ટર સહિત બે સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પલસાણાના ગંગાધરા ખાતે સુરત જિલ્લા પંચાયત-આયુર્વેદ શાખા દ્વારા વિનામૂલ્યે હોમિયોપેથીક નિદાન સારવાર મેગા કેમ્પ અને યોગ પ્રદર્શન યોજાયુઃ

0
વિનામૂલ્યે હોમિયોપેથીક નિદાન સારવાર મેગા કેમ્પ અને યોગ પ્રદર્શન

નિદાન સારવાર કેમ્પમાં ૩૩૪, હોમીયોપેથી પ્રચાર પ્રસારના ૬૭૦, લૂ પ્રિવેન્ટિવના ૨૧૦, ડેન્ગ્યુ પ્રિવેન્ટિવના ૪૪૩ અને યોગના ૪૨ લાભાર્થીઓએ ભાગ લીધોઃ

સુરતઃબુધવારઃ હોમિયોપેથીક પદ્ધતિના શોધક ડો. સેમ્યુઅલ હનેમનના જન્મ દિવસ એટલે કે વિશ્વ હોમિયોપેથીક દિન નિમિત્તે નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર અને “સુરત જિલ્લા પંચાયત-આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલબેન મઢીકરની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના તમામ હોમિયોપેથીક ડોક્ટરો દ્વારા પલસાણાના “શ્રી લક્ષ્મીચંદબાપુ નકલંક સેવા ગંગાધરા (અલખધામ) ખાતે “મફત હોમિયોપેથીક નિદાન સારવાર મેગા કેમ્પ અને યોગ પ્રદર્શન યોજાયું હતું.
આ કેમ્પમાં નિદાન સારવાર કેમ્પમાં ૩૩૪, હોમીયોપેથી પ્રચાર પ્રસારના ૬૭૦, લૂ પ્રિવેન્ટિવના ૨૧૦, ડેન્ગ્યુ પ્રિવેન્ટિવના ૪૪૩ અને યોગના ૪૨ લાભાર્થીઓએ ભાગ લીધો હતો.
આ કેમ્પમાં મેડિકલ ઓફિસરો દ્વારા ચર્મરોગ, બાળ રોગ,સ્ત્રી રોગ, સાંધાના રોગો, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, સામાન્ય રોગો વગેરેનું નિદાન કરી સારવાર આપવામાં આવી હતી.સાથે જ હોમીયોપેથી વિશે લોકોને વિશેષ સમજ આપવામાં આવી હતી. ડેન્ગ્યુ તથા ફલૂ માટે પ્રિવેન્ટિવ દવાઓ પણ આપવામાં આવી હતી.
આ મેગા કેમ્પમાં ડો.રચના રાણા,ડો.જયેશ પટેલ,ડો.બ્લેસી મેથ્યુઝ,ડો.શીતલ પટેલ,ડો.જય રૈયાણી,ડો.પરિતા પટેલ,ડો.નિરાલી ચૌધરી, ઉર્વશી પરમાર,માયા પટેલ,ઉત્કર્ષ બલર,તૃપ્તિબેન પરમાર સહિત યોગ શિક્ષક ગીતાબેન પટેલે પોતાની સેવા આપી હતી.

મુગલીસરા ખાતે મતદાન જાગૃતિ અંગે અધિકારી અને કર્મચારીઓની સાથે બેઠક યોજાઈ

0
મતદાન જાગૃતિ અંગે અધિકારી અને કર્મચારીઓની સાથે બેઠક યોજાઈ

તમામ ઝોન વિસ્તારમા મોલ અને શોપિંગ સેન્ટર પર મતદારોની અવર જવર વધુ હોય ત્યાં મતદાન જાગૃતિ અંગેના બેનરો પ્રદર્શિત કરવામાં આવશેઃ

સુરત:બુધવાર: અગામી લોકસભાની સામન્ય ચુંટણીમાં મોલ, મોટા શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવતા મતદારો અવશ્ય મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અધિકારી અને કર્મચારી સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP)ના નોડલ ઓફિસરશ્રી અને ડે. મ્યુનિ. કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ (IAS) નાં માર્ગદર્શન અને સુચના અનુસાર આસી. મ્યુનિ. કમિશ્નરશ્રી અને નોડલ ઓફિસરશ્રી(સ્વિપ) અજય એચ. ભટ્ટ, સ્પે.ઓફીસર અને કાર્યપાલક ઈજનેરશ્રી રાકેશ.એન.મોદીની ઉપસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના આસીસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નરશ્રી, ICDS વિભાગના પ્રોગ્રામ ઓફિસરશ્રી, UCD વિભાગના પ્રોજેક્ટ મેનેજરશ્રી, આકારણી અને વસુલાત અધિકારીશ્રી અને ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટરશ્રી એમ કુલ ૫૦ થી પણ વધુ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.


બેઠકમાં સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન વિસ્તારમા સમાવિષ્ટ મોલ અને શોપિંગ સેન્ટર પર જ્યાં મતદારોની અવર જવર વધુ હોય ત્યાં મતદાન જાગૃતિ અંગેના બેનરો પ્રદર્શિત કરવા અને જ્યાં એલઇડી સ્ક્રીન ઉપલબ્ધ છે ત્યાં વિડીયો બેનરના માધ્યમથી દરેક મતદારો અવશ્ય મતદાન કરે તે પ્રકારના મતદાર જાગૃતિ અંગેના બેનર ડિસ્પ્લે થાય તે મુજબની કામગીરી કરવામાં માટે સુચનો આપ્યાં હતા. ઉપરાંત મોલ, મોટા શોપિંગ સેન્ટરનું સંચાલનકર્તા ધ્વારા પણ મતદાન જાગૃતિ અંગે મહત્તમ મતદાન કરવા પ્રચાર થાય તે માટે અપીલ કરવામાં આવી હતી.
વધુમાં, ICDS વિભાગ આંગણવાડી કાર્યકર્તા અને UCD વિભાગ સાથે સંકળાયેલ સ્થાયી મહિલા મંડળો સાથે સંકલન કરી જે વિસ્તારમાં ભૂતકાળમાં ઓછું મતદાન નોંધાયું હોય તેવા અને સ્ત્રી-પુરૂષ મતદારોની મતદાનની ટકાવારીમાં વધુ તફાવત હોય તેવા મતદાન મથકો પર જનજાગૃતિ લાવવા તેમજ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે સુનિશ્ચિત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કરાયો હતો. સાથે જ બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.

EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ૧૦૮ સેવા દ્વારા વિશ્વ આરોગ્ય દિન સંદર્ભે સુરતના વિવિધ સ્થળોએ નિ:શુલ્ક સ્વાસ્થ્ય ચકાસણી

0

૫૦૦ થી વધુ નાગરિકોના સ્વાસ્થ્યનું નિદાન કરાયું

સુરતઃસોમવારઃ EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસ ૧૦૮ ઈમરજન્સી સેવા-સુરત દ્વારા વિશ્વ આરોગ્ય દિન સંદર્ભે સુરત શહેરમાં વિવિધ સ્થળો જેવા કે વૃદ્ધાશ્રમ, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, બગીચા, માર્કેટસમાં ૧૦૮ વાન સાથે બ્લડપ્રેશર, ડાયાબિટીસ તેમજ સ્વાસ્થ્યને લગતી અન્ય સમસ્યાઓનું નિદાન નિ:શુલ્ક કરવામાં આવ્યું હતું. ૧૦૮-સુરતના તમામ કર્મચારીઓએ સ્વાસ્થ્ય કેમ્પમાં સેવા આપી હતી. જેમાં ૫૦૦ થી વધુ લોકોની સ્વાસ્થ્ય ચકાસણી કરાઈ હતી. આ સેવા કાર્યક્રમો સુરત જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ જિલ્લા કોર્ડીનેટર રોશન દેસાઈ, જ્યોતીન્દ્ર ચૌધરી, અજય કદમે કર્યું હતું

નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

0
નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો

ક્વોલિટી રિસર્ચ થકી દર્દી, ડોક્ટર, વિદ્યાર્થી અને સોસાયટીને ફાયદો થશેઃ ડો.અમુલ ડોંગરે

સુરતઃસોમવારઃ સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ઓડિટોરિયમ હોલ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં “Narrative of Insight:Exploring Qualitative Research In Action” જેવા વિષયો ઉપર વિવિધ નિષ્ણાતોએ વ્યાખ્યાન આપ્યા હતા.
આ પ્રસંગે સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ઇન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, નર્સિંગ કોલેજ હંમેશાં તેના ફેકલ્ટી સભ્યોને અનુકૂળ વાતાવરણ પૂરૂ પાડવાનો પ્રયાસ કરે છે, જેથી સંશોધન અને શિક્ષણ ક્ષમતા વધારી શકાય. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર અને મેડિકલ કોલેજ ડીન ડો.રાગિણી વર્માએ નર્સિંગ કોલેજને ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે,દક્ષિણ ગુજરાતની તમામ કોલેજો દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવા અતિ આવશ્યક છે, વિવિધ કોલેજોને એકત્રિત કરી પરસ્પર વિચારોનું આદાન-પ્રદાન થતા દરેક ફેકલ્ટીનો વિકાસ થશે તેમજ વેશ્વિક સ્તરે પ્રગતિ કરશે.
આ પ્રસંગે પુણે AIIMSના પીએસએમ વિભાગના આસિસ્ટન્ટ પ્રો. ડો.અમુલ ડોંગરેએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી સરળ વિષયો પર સંશોધન કરવામાં આવતું હતું, પરંતુ હવે દરેક ક્ષેત્રે ક્વોલિટી રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. જેનાથી દર્દી, ડોક્ટર, વિદ્યાર્થી અને સોસાયટીને ફાયદો થશે. ક્વોલિટી રિસર્ચમાં વૈશ્વિક સંશોધન, રીતરિવાજ, સંસ્કૃતિ અને નવા રોગો પર સંશોધનનો સમાવેશ થાય છે. આણંદ નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ ડો.સિતારામ સરાઠે અને જીએમસીના પ્રો. ડો.પ્રિતી યાદવે વિશિષ્ટ સંશોધન અને પ્રકાશનોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ટી.બી. ચેસ્ટ વિભાગ વડા અને નર્મદ યુનિ. સિન્ડીકેટ મેમ્બર ડો.પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઓબ્ઝર્વર નિલમ સરવૈયા, TNTV નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ કિરણભાઇ દોમડીયા, સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિ પારસ શાહ, વિવિધ કોલેજોના પ્રિન્સિપાલો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.