Home Blog Page 31

બનાવ ની ઘટના બને તો તપાસ થાય તો શું કાર્યવાહી આજ દિવસ સુધી થઇ તે લોકો ને એક સવાલ ?

0

સુરત, આજ સુધી માં કોઈ પણ ઘટના બને જાનહાનિ થાય તો તપાસ થાય તો શું કાર્યવાહી આજ સુધી થઇ તે કોઈ પણ સામે આવતું નથી.

*** સુરતમાં 22 માસૂમોને ભરખી જનાર અગ્નિકાંડ 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. 

કર્યા સંજોગોમાં આગ લગ્યા હતા તે પરિબળો સામે આવ્યું પછી પણ આજે શું છે.

બિલ્ડિંગની પાછળના ભાગમાં સ્પ્લિટ ઍરકન્ડીશનરના આઉટર યુનિટમાં સ્પાર્ક થવાથી આગની શરૂઆત થઈ હતી.

જાહેરાત માટે લગાડવામાં આવેલી વિશાળ પૅનલ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી.

દરમિયાન નીચેની આગ મીટરરૂમ સુધી પહોંચી ગઈ હતી અને તે સળગી ઊઠ્યો હતો.

પ્રથમ તથા બીજા માળના લોકો સિમેન્ટની સીડી મારફત નીચે ઊતરી ગયા હતા એટલે આ બંને ફ્લોર ઉપર કોઈ જાનહાનિ થઈ નહોતી.

અહીં ક્લાસરૂમમાં બનાવટી છત લગાડવામાં આવી હતી. માળની હાઇટ ઓછી હોવાને કારણે બેસવાને માટે ખુરશીને બદલે ડિઝાઇનર ટાયરનો ઉપયોગ થયો હતો.

છત તથા ટાયર જ્વલનશીલ હોવાને કારણે ઉપર સુધી પહોંચેલી આગ ભયાનક રીતે ફેલાઈ હતી.

ચોથા માળે આગ પહોંચતાં વિદ્યાર્થીઓએ ઉપરથી કૂદીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, એમાં પણ અમુક વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં હતાં.

જે કે હાલ માં રાજકોટ માં ગેમ જોન માં આગ લગતા જ ફરી ગુજરાત સરકાર તપાસ ના આદેશ આપ્યા છે. અને કમેટી બનાવી તપાસ માટે ના પરિબળો નક્કી કર્યા છે.

જે તપાસ પછી પણ અધિકારીઓ પોતની મરજી પ્રમાણે જ કામગીરી કર્તા નજરે ચડે છે.

સચીન માં લાઈબ્રેરી, રાજનેતા અને અધિકારી શું વિદ્યાર્થી ને ભવિષ્યમાં ની ચિંતા કે ભષ્ટાચાર ની ગંધ

0

વર્ક ઓર્ડર આપીને ૫૦ દિવસ વીતી ગયા છતાં હજુ કામગીરી ના નામે મીંડું

સચીન બી ઝોન ખાતે આવેલ વોર્ડ નંબર – ૩૦ માં ગુજરાત સ્લમ બોર્ડ ખાતે કોમન પ્લોટ ઉપર લાઈબ્રેરી ની કામગીરી

સામાન્ય જનતા માટે બનનારી લાઈબ્રેરી નું નિર્માણ થશે ખરી?

સુરત-સચીન , સુરત મહાનગર પાલિકા માં સમાવેશ થયેલ નવા વિસ્તાર માં વિકાસ ના કામગીરી અંગે સુરત મહાનગર પાલિકા લોકો પાસે થી વેરા રૂપે મિલકત ટેક્સ વસુલાત કરવામાં આવે છે. જેમાં જુદા-જુદા સુવિધાઓ પૂરી પડાવમાં માટે પણ ચાર્જ વેરા માં કરવામાં આવે છે. જે થી લોકો ને જીવન જરૂરીયાત પ્રમાણે ની સુવિધાઓ મળી રહે. તે માટે સુરત મહાનગર પાલિકા ના આયોજન વિભાગ તરફ થી લોકો નું જરૃરિયાત પ્રમાણે સુવિધા પૂરી પાડે છે. જેમાં ની લાઈબ્રેરી બનાવવા ના કામ નુ આયોજન કરવામાં આવ્યું છે

સુરત મહાનગર પાલિકા ના સાઉથ ઝોન-બી ના વોર્ડ નંબર ૩૦ માં આવેલા ગુજરાત સ્લમ બોર્ડ ખાતે ના COP નંબર ૪ ખાતે સુરત મહાનગર પાલિકા દ્વારા લાઈબ્રેરી બનાવવા ના કામ નુ આયોજન કરવામાં આવ્યું છે જે માટે ની તમામ પ્રક્રિયા પાલિકા દ્વારા પુરી કરી દેવા માં આવી છે અને વર્ક ઓર્ડર પણ તાં.૦૧/૦૩/૨૦૨૪ ના રોજ આપી દેવા માં આવ્યો છે છતાં ત્યાં આજદિન સુધી કામ ચાલુ કરવામાં આવેલ નથી.

સુત્રો પાસે થી મળી માહિતી પ્રમાણે કોઈ વ્યકિત રાજકીય દબાણ લાવી ને સમગ્ર કામગીરી ન્ કરવા માટે રાજકીય પ્રેસર લાવી ટેન્ડર થયેલ હોવા છતાં કામગીરી કરવા દેવામાં ન્ આવે તો કેમ કોઈ પણ આગેવાન કે રાજકીય નેતાઓ કોઈ પણ વિરોધ કે કામગીરી ન્ કર્તા હોય તો શું તે કામગીરી ન્ કરવા દેવા માટે ની ભલામણ કરી રહ્યા હોય તેવું લાગે છે. પણ જે કામગીરી કરવા માટે ખાત-મુહૂર્ત પણ કરી દેવામાં આવેલ અને અટકવા માટે પણ જો ભલામણ કર્તા હોય હોય તો શું હિત હશે તે બાબત જનતા એ વિચારું કે પ્રજા ની સુવિધા માટે છે કે અંગત લાભ માટે લાઈબ્રેરી છે. તે ચર્ચા નું વિષય બનાયા છે.

ગરબડી-લાપરવાહી-બેદરકારી બદલ ચાર આર્કિટેક્ને પાલિકાની નોટિસ

0

ઓનલાઈન પ્લાન મંજૂરી વખતે ખોટી માહિતી રજૂ થતાં આર્કિટે ભીંસમાં

ઓનલાઇન ચઢાવેલા ડેટાની ઓફલાઇન સ્ક્રૂટિનીમાં ભાંડો ફૂટ્યો.

સુરત મહાનગરપાલિકાના હદવિસ્તારમાં બાંધકામ ક્ષેત્રે હરણફાળ વિકાસ સાથે જ હાલના તબક્કે પણ અનેક પ્રોજેક્ટો નિર્માણાધીન છે અને અનેક નવા પ્રોજેક્ટો પાલિકાની મંજૂરી પ્રક્રિયા હેઠળ છે. વહીવટી તંત્રએ પ્લાન મંજૂરીની પ્રક્રિયા સરળ બને એ માટે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ અમલી કરી છે. જોકે, પ્લાન મંજૂરીની આ ઓનલાઇન પ્રક્રિયામાં કેટલાક આર્કિટેક્ટ ખોટી માહિતી આપતા હોવાનો ભાંડો ફૂટ્યો છે. ઓનલાઇન અપલોડ થયેલા ડેટાની ઓફલાઈન સ્કૂટિની વેળા આખો મામલો બહાર આવ્યા બાદ પાલિકાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગે ચાર આર્કિટેક્ટને નોટિસ ફટકારી છે. પાલિકા સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમમાં ફાઇનલ પ્લાન અને બાંધકામના પ્લાન, માલિકી સંબંધિત માહિતી અપલોડ કરવાની રહે છે. અપલોડ થયેલા ડેટાને આધારે પાલિકા દ્વારા પ્લાનને ઓનલાઇન મંજૂરી આપવામાં આવે છે. કોઈ પણ માપ કે ક્ષેત્રફળના આધારે જીડીસીઆરની જોગવાઈ પ્રમાણે પ્લાનને ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે. આ સિવાય અપલોડ કરાયેલા ડેટાની ખરાઈ અને અન્ય કેટલીક જોગવાઈઓ પ્રમાણે જો મેન્યુઅલી એટલે કે ઓફલાઇન સ્કૂટિની વેળા ફાઈલો નામંજૂર પણ કરી શકાય છે. ઓનલાઇન સિસ્ટમમાં પ્લાનના ડેટાની ખરાઈ કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે આર્કિટેક્ટની હોય છે. જેમાં હાલમાં જ મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા કરાયેલી મેન્યુઅલ સ્ક્રૂટિની વેળાએ ચાર ફાઈલોમાં રજૂ કરાયેલી વિગતો, માહિતીમાં વિસંગતતા જોવા મળી હતી. પ્લાનના સીઓપીમાં માપ, માલિકીના નામ સહિતની કેટલીક વિગતોમાં ઓનલાઇન અને ઓફલાઈ ન ડેટા ચકાસણીમાં જુદીજુદી માહિતી નીકળતા ચાર આર્કિટેક્ટને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, હવે તકનીકી કે માલિકી સંબંધિત માહિતી ઇરાદાપૂર્વક ખોટી અપલોડ કરાઇ છે કે પછી બેદરકારી દાખવવામાં આવી છે એ અંગે તપાસ કરવામાં આવશે, પરંતુ હાલના તબક્કે ચાર આર્કિટેને નોટિસ ફટકારાતા બાંધકામ ક્ષેત્રે સક્રિય આર્કિટેકુમાં ચર્ચાનું મોજું ફળી વળ્યું છે. આ સાથે જ જો આ પ્રકારે ઓનલાઇન પ્લાન મંજૂરી સિસ્ટમમાં ડેટા અપલોડ કરતી વેળા પૂરતી ચોક્સાઇ રાખવામાં ન આવે તો ભવિષ્યમાં બીજા પ્રશ્નો પણ સર્જાઈ શકે એવો મત અધિકારીઓ આપી રહ્યા છે.

મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ.

0
police

કિમત રૂ.૩૬,૬૦૦/- ની મતાનુ મેફેડ્રોન ડ્રગ્સ

લોકસભા સામાન્ય ચુટણી ૨૦૨૪ માટે દેશમાં ૧૬ માર્ચ ૨૦૨૪ થી આચાર સંહિતા અમલમા હોય જે દરમ્યાન સુરત શહેર માથી નાર્કોટીક્સની બદિને સંપુર્ણપણે નેસ્ત નાબુદ કરવા માટે મહે.પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨, નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૬ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી આઇ ડીવિઝન સુરત શહેર નાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટીક્સની ગેરકાયદેસર પ્રવ્રુત્તી અટકાવવા સારૂ સુચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગઢવી તથા ।। પો.ઇન્સ.વી.એમ.દેસાઇ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.એસ.જી.ચૌહાણ નાઓને બાતમી હકીકત મળેલ કે એક કાળા કલરની સ્કોર્પીયો જેનો રજીસ્ટેશનનં GJ-19-BJ-5229 તથા કાળા કલરની મહિન્દ્રા થાર જેનો રજીસ્ટેશન નં-GJ-05-RX-0297 એમ.ડી ડ્રગ્સ માદક પદાર્થનો ધંધો કરતો ઇસમ મોહમંદ જુનેદ અલ્તાફ હુસેન અને તેના મિત્રો સાથે એમ.ડી.ડ્રગ્સ નો જથ્થો લઇ ભેસ્તાન ત્રણ રસ્તા ખાતેથી પસાર થનાર છે.જે આધારે ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે પોલીસ અધીકારી તથા પોલીસ માણસોની ટીમ બનાવી ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે બેરીકેટીંગ કરી વાહન ચેકીગ કરી ઉપરોકત બાતમી હકીકત વર્ણન વાળી ફોરવ્હિલો આવતા તેને રોકી કોર્ડન કરી તેમાથી નીચે મુજબ ના આરોપીઓ પકડી પાડેલ છે

પકડાયેલ આરોપીઓ :-

(૧) અભય જનાર્દન યાદવ ઉ.વ.૨૭ ધંધો-વેપાર રહે- ઘર નંબર-૦૫, રિધ્ધી સિધ્ધી સોસાયાટી, બાજીપુરાગામ, બારડોલી,સુરત ગ્રામ્ય મુળ રહે- દૂપભીલાઇ, પોસ્ટ-ભીલાઇ, થાણા-સુબેલા,જી-રાયપુર (છત્તીસગઢ)

(૨) મુસ્કાન અકીલ અંસારી ઉ.વ.૨૫ ધંધો-મેકઅપ આર્ટીસ્ટ, રહે- ઘર નંબર-૩૯, અતિક પાર્ક, નુરાની મસ્જીદ ઉન પાટીય, ભેસ્તાન,સુરત.

(૩) ખુશી રાજીત પાંડે ઉ.વ.૨૦ ધંધો-ડાન્સિંગ રહે-ઘર નંબર-૨૩ ઉમિયાધામ, બંગ્લોઝ, ગંગેશ્વર મહાદેવ મંદિર, પાલ અડાજણ,સુરત

(૪) અરમાન ઉર્ફે ચોટલી અખ્તર ખાન પઠાણ ઉ.વ.૨૮ ધંધો-મજુરીકામ, રહે-પ્લોટ નંબર-૭૬,૭૭ તિરૂપતિ સોસાયટી, મદનીનગર, ઇસાદભાઇના મકાનમાં ઉન પાટીયા,ભેસ્તાન,સુરત. મુળ રહે-ગામ-બંદરાહા, પોસ્ટ-મનકાપુર, થાણા-મનકાપુર, જી.ગૌડા (ઉત્તર પ્રદેશ)

(૫) રૂબી અજય વિશ્વકર્મા ઉ.વ.૨૧ રહે-પ્લોટ નંબર-૫૧૩, તુલસીધામ સોસાયટી, દેવકીનંદન સ્કુલની બાજુમાં, ગુ.હા.બોર્ડ, પાંડેસરા,સુરત.મુળ રહે-ગામ-રાજગીર, થાણા-નાલંદા.જી-નાલંદા (બિહાર)

(૬) અસ્ફાક નજરખાન જાતે ખાન ઉ.વ.૨૭ ધંધો-વેપાર, રહે- સાદીક ભરૂચીની રૂમમાં તિરૂપતિ નદનીનગર,ઉન પાટીયા,ભેસ્તાન,સુરત.મુળ રહે-ગામ- ધુલીયા,દેવપુર, વારીબોકા રોડ, તા.જી.ધુલીયા (મહારાષ્ટ્ર)

(૭) મો.જુનેદ અલ્તાફ હુસેન કડીયા ઉ.વ.૨૯ ધંધો-લુમ્સ મશીન રીપેરિંગ, રહે-બી/૫૩૫ અર્જુમનનગર, મસ્જીદની સામે, રૂસ્તમપુરા, સલાબતપુરા, સુરત.

પકડી પાડી તેમની પાસે થી મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો ૩.૬૬ ગ્રામ નો કિમત રૂ ૩૬,૬૦૦/- ની મતા નો પકડી પાડેલ તેમજ રોકડા રૂપીયા ૧૫,૩ ૨૦/- તથા ફોન નંગ-૦૬ કિંમત રૂપિયા ૧,૧૯,૫૦૦/- તથા બન્ને ફોરવહીલ ની કિમત ૨૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૨૪,૭૧,૪૨૦/- ની મતા સાથે સાત આરોપી ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી તેમજ મેફેડ્રોન ડ્રગ્સ સપ્લાય કરનાર કાલુ વ્હોરાજી જેનુ પુરુ નામ સરનામું જણાઇ આવેલ નથી તથા (૨) સમીર જેનુ પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી નાઓને વૉટેડ જાહેર કરી નીચે મુજબ નો ગુનો દાખલ થયેલ છે.

રજીસ્ટર થયેલ ગુનો :- ભેસ્તાન પો.સ્ટે બી-પાર્ટ ગુ.ર.નં ૧૧૨૧૦૦૭૦૨૪૦૬૨૭/૨૦૨૪ એન.ડી.પી.એસ.એક્ટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી),૨૨(સી), ૨૯ મુજબ

સફળ કામાગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :-

પોલીસ ઇન્સપેકટર શ્રી એચ.એમ.ગઢવી તથા પોલીસ ઇન્સપેકટર વી.એમ.દેસાઇ તથા પો.સ.ઇ.એસ.જી.ચૌહાણ તથા વુ.પો.સ.ઇ.બી.જી.યાદવ તથા એ.એસ.આઇ.રીતેશભાઇ મોહનભાઇ તથા એ.એસ.આઇ. રાકેશ સાહેબરાવ તથા અ.હે.કો.જયપાલસિંહ ગંભીરસિંહ તથા અ.હે.કો. ચંદ્રકાત મણીલાલ તથા અ.હે.કો.દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા અ.હે.કો.ધનશ્યામસિંહ વનરાજસિંહ તથા અ.હે.કો.દિવ્યરાજસિંહ ધરમેંદ્રસિંહ તથા અ.હે.કો.દિલુભાઇ નકુભાઇ તથા અ.પો.કો.દિલુભાઇ ભીમાભાઇ તથા અ.પો.કો.બ્રીજરાજસિંહ જગદિશસિંહ તથા અ.પો.કો.જતીનભાઈ પ્રવીણચંદ્ર અ.પો.કો.સંદિપ સદાશીવ તથા અ.પો.કો.અસ્પાકહુસેન સૈયસહુસેન નાઓએ કરેલ છે.

1st May : આરસીસી સચિન દ્વારા “1st મે ગુજરાત દિવસ અને વિશ્વ મજુર દિવસ”ની 2 દિવસ પહેલા અનોખી ઉજવણી.

0
આરસીસી સચિન દ્વારા "1st મે ગુજરાત દિવસ અને વિશ્વ મજુર દિવસ"ની 2 દિવસ પહેલા અનોખી ઉજવણી.

પહેલી મે એટલે ગુજરાત દિવસ, મહારાષ્ટ્ર દિવસ, વિશ્વ્ મજૂર દિવસ. મહાગુજરાત આંદોલન’ની ચાર વર્ષની ચળવળ બાદ પહેલી મૅ, ૧૯૬૦નાં રોજ બૃહદ્ મુંબઈમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોની સ્થાપના થઇ. જે નિમિત્તે બે દિવસ પહેલા તા.30/04/24 ના રોજ રોટરી કલબ સુરત તાપી સંચાલિત રોટરી કોમ્યુનિટી કોર્પ્સ સચિન દ્વારા સ્પેશિયલ સ્થાનિક મજુરવર્ગ માટે ઠંડી છાસ પીવડાવવાનો વિચાર કરી ઉજવણી કરવા ખાસ સચિન રેલવે સ્ટેશન, સચિન બાઝાર પાસે આ કાર્યક્રમરોટરી કોમ્યુનિટી કોર્પ્સ સચિન દ્વારા આયોજિત કરાયો જેમાં સ્થાનિક મજૂરો સાથે વાહન ચાલકો, ટેક્ષટાઇલ, કેમિકલ ફેકટરીઓ, હોસ્પિટલો તથા મોલ અને દુકાનમાં કાર્ય કરતા ઉપરોક્ત તમામ પ્રકારના મજુર ભાઈ બહેનો અને યુવાનોએ વિશેષ લાભ લીધો. પહેલી મે નિમિત્તે ખાસ તેમના માટે ઠંડી ઠંડી છાસનો વિતરણ સેવા યજ્ઞ કરવામાં આવ્યો. જેમાં ૧૦૦૦થી વધુ લોકોએ ઠંડી છાસનો લાભ લીધો. સાથે સાથે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પ્રકાશ ભાવસારે એક પંક્તિ માં કહ્યું ગુણવંતી ગુજરાત ! અમારી ગુણવંતી ગુજરાત ! નમિયે નમિયે માત ! અમારી ગુણવંતી ગુજરાત!અને પછી કાર્યક્રમની શરૂઆત કરી. સમગ્ર દિવસ આજના ૪૦ ડિગ્રીમાં લૂ સહન કરીને પણ ભારતની પ્રગતિ માટે કામ કરતા મજૂરો માટે ખાસ મન અને શરીર ને ઠંડક આપતી સેવા એટલે ઠંડી ઠંડી છાસ વિતરણ સેવા યજ્ઞ આયોજિત કરાયો જેમાં વધુમાં સિટી બસ, ગાર્બેજ ગાડી, રિક્ષા ચાલકો સાથે શાકભાજી અને ફ્રૂટ ની લારી ગલ્લા વાળા, પાસેની દુકાનમાં કામ કરતા મજદૂર ભાઈ બહેનો તથા રેલવેના મુસાફિરો અને રાહદારીઓ તથા દરરોજ ટ્રેન માં આવતા જતા નોકરિયાત વર્ગ અને નાના બાળકો અને યુવા હોય કે પછી વડીલ બંધુ એવા દરેક વર્ગ ના માટે આજે ખાસ ઠંડી છાસ વિતરણ કરવામાં આવી. આજના કાર્યક્રમમાં રોટરી ક્લબના સદસ્યશ્રી રઝાક ભાઈ સૈયદ,સચિન આરસીસી પ્રમુખ પવન જૈન, સચિન આરસીસી સંસ્થાપક પ્રકાશ ભાવસાર, સેક્રેટરી સુરેશ પિછોલીયા, જો.સે. રમેશ શાહ, ખજાનચી મોહનલાલ સોની, ઓડિટર વિજય ટેલર, મહેશ પટેલ તથા જૈન સમાજ બંધુઓ અને વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા સહેલાણીઓને આપવામાં આવ્યો મતદાનનો સંદેશ

0

ભીમપોર અને ડુમસ દરિયા કાંઠે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું

સુરતઃરવિવારઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય, સુરત જિલ્લા વહીવટી તંત્ર અને નેહરુ યુવા કેન્દ્ર દ્વારા આજે નવસારી લોકસભાનાં વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યાં છે.

જે અંતર્ગત આજે નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ચોર્યાસી તાલુકાના ભીમપોર દરિયા કાંઠે સાંજે 5 વાગે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રજા માણવા આવેલા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નાટક મંડળી દ્વારા લોકોને ચોક્કસ મતદાન કરી પોતાની ફરજનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.

જ્યારે બીજો કાર્યક્રમ ડુમસ દરિયા કાંઠે કરવામાં આવ્યો હતો. રવિવારની સાંજે અહીં મોટી સંખ્યામાં લોકો આવતા હોય તેમને મતદાનનાં મહત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી. આદિવાસી કલાકાર વિકાસ મંડળ, અમદાવાદ દ્વારા નાટકની ભજવણી કરી મનોરંજનની સાથે સરળ ભાષામાં મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બંન્ને કાર્યક્રમમાં લોકોએ જાતિ, ધર્મ વગેરેથી બહાર આવી અચૂક મતદાન કરવા માટે શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મતદાન મથકમાં રાખવામાં આવતી તકેદારી, ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ મોબાઈલ એપ્લિકેશન જેવી કે સક્ષમ, વોટર હેલ્પલાઇન અને સી વિજિલ એપની જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતાઓને અતિથીઓના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં સુરત મનપાનાં આસી. કમિશ્નર અને સ્વીપ નોડલ અધિકારી અજય ભટ્ટ, હજીરા નિર્દિષ્ટ વિસ્તારના ચીફ ઓફિસર અર્જુનભાઈ વસાવા, ચૂંટણી શાખાનાં ડે. ઇજનેર સુનિલભાઈ રાજભોઈ, સિદ્ધાર્થ પ્રજાપતિ અને તેમની ટીમ તેમજ નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા, મનોજ દેવીપૂજક અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા કેન્દ્રીય સંચાર બ્યુરોના ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશનભાઈ પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જહેમત ઊઠાવી હતી.

૧૫ લાખની લાંચ માંગનારો ઈકો સેલનો ASI સાગર પ્રધાન ૫ લાખ લેતા ACBની ઝપટે ચઢ્યો

0

જમાદાર સાગર વતી તેનો ભાઈ ઉત્સવ રૂ.પ લાખની લાંચ લેતાં ઝડપાયો

અલકાપુરી બિજ નીચે ફાસ્ટફૂડ શોપ પાસે ACBનું ઓપરેશન, સાગર ફરાર

ઈકો સેલ ના એએસબાઈ સાગર પ્રધાને મુંબઈની કરોડોની છેતરપિંડી ના ગુનાના આરોપીને પકડી પડયા બાદ તેના આરોપીને પકડી પડ્યા બાદ તેના પાર્ટનરને દમદાટી આપી ધરપકડ નહી કરવા પેટે અધધ રૂ.૧૫ લાખની લાંચ માંગી હતી. એન્દટી કરપ્રશન બ્ડાીયુરોએ જમાદાર પ્રધાન વતી તેના ભાઈ સાગર ને ૫ લાખ ની લાંચ લેતા રંગેહાથ પકડી પડ્યો હતો.પાપનો ઘડો ફૂટી જતા સાગર પ્રધાન રફુચકકર થઈગયોહતો. આ લાંચ કાંડને પગલે શહેર પુલીસ બેડા માં ખળબળાટમચી ગયો હતો.

સુત્રોના મળતી વિગતો પ્રમાણે તાજેતર માં મુંબઇ ની એક કંપની સાથે જ્વેલરીના નામે ચેટીંગનો ગુનો મહારાષ્ટ્ર ના પોલીસ ચોપડે નોધણી હતો . આ ગુનામાં સુરત ના કતારગામ વિસ્તાર નો વેપારી વોન્ટેડ હતો.દરમિયાન ઇકો સેલના એએસ આઈ સાગર પ્રધાને તે વેપારી ને કતારગામ વિસ્તાર માંથી પકડી પાડ્યો હતો.. આરોપીવેપારીને પોલીસ કમિશ્નર સ્થિત પોતાની ઓફીસ લઈ જઈ કાયદેસર ની કાર્યવાહી કરી મુંબઈ પોલીસ ને વેપારી નો કબજો સોંપી દીઘો હતો. બીજી તરફ વેપારી ના પાર્ટનર ને પણ મુંબઈ ના ગુનામાં સંડોવણી હોવાની દમદાટી આપી હતી. જેથી આ ગુનામાં થી આરોપી વેપારીના પાર્ટનર ને નહીબતાવવા જમાદાર સાગર પ્રધાને ૧૫ લાખ રૂપિયા લાંચ પેટે માંગ્યા હતા. વેપારી ના ભાગીદારે આ મામલે એસીબી માં ફરિયાદ કરી દીધી હતી.

જેથી એસીબી ના સુરત એકમ ના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવાયું હતું. નવસારી પીઆઈ રાઠવા ટ્રેપમાં જોડાયા હતા. દરમિયાન ૧૫ લાખ માં થી ૫ લાખ લેવા સાગર પ્રધાને પોતના ભાઈ ઉત્સવ ને મોકલી આપ્યો હતો. અલકાપુરી સર્કલ બ્રીજ નીચે મુંબઈ તડકા ફાસ્ટફૂડ એન્ડ ચાઇનીઝ દુકાન ની સામે ટ્રેપગોઠવાઈ હતી.તે જગ્યા ઉપર સાગર ના ભાઈ ઉત્સવ પ્રધાન વેપારી ના ભાગીદાર પાસે થી રૂપિયા ૫ લાખ ની લાંચલેતા આબાદ પકડાઈ ગયોહતો. એસીબીએ આ મામલે ઇકો સેલના એએસ આઈ સાગર સંજય પ્રધાન અને તેના ભાઈ ઉત્સવ સામે ગુનો નોધ્યો હતો . અસ્=એસીબીએ ઉત્સવ ની ધરપકડ કરી હતી.જ્યારે એસીબીની ગંધ આવી જતા.સાગર પ્રધાન્ મોબાઈલ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયોહતો.

મુંબઇના કરોડોની ચિટિંગના ગુનામાં કાંડ કર્યો

એએસ આઈ સાગર પ્રધાને મુંબઈ ના ચેટીંગ ના ગુનાના આરોપીની સાથોસાથ તેના પાર્ટનર ને પણ વરૂણી લીધો હતો. ઉપરાંત ઓફીસ માંથી લેપટોપ, ડીવીઆર કંપનીના દસ્તાવેજો ડાયમંડ વિગેરે પણ કબજો લીધા હતા. જે પાર્ટનર ને મુંબઈ ના ગુના માં નહી પકડવા અને મુદામાલ પરત કરવા ૧૫ લાખ ણી લાંચ માંગી હતી.વધુમાં વર્ષ-૨૦૨૦ માં પોલીસ ખાતામાં નોકરીએ જોડાયેલા પ્રધાન ણી હાલ રૂ.૨૬ હજાર પગાર હતો.

ઇકો ણી ખૂણાની ઓફીસ માં વેપારીને રાખ્યા ણી આશંકા.

પોલીસ કમિશ્નર કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઇકોસેલની ઓફીસ આવેલી છે. ઇકો સેલના તમામ પીએસઆઈ સહિતનો સ્ટાફ બહારની બાજુએ ખૂણામાં આવેલી ઓફીસમાં અલગ થી બેસે છે. જેથી સાગર પ્રધાને ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખી ફરીયાદીને ગેરકાયદેસર ગોંધી રાખી દમદાટી આપી ખેલ કર્યા હોવાની આશંકા છે. અન્ય ગુનાઓની તપાસ માં મુંબઇ ગયેલો સાગર મંગળવારેબપોરે જ પરત ફર્યો હતો.

CISF (NTPC) ના કવાસ યુનિટ ખાતે અગ્નિ શમન સેવા સપ્તાહનું સમાપન

0
CISF (NTPC) ના કવાસ યુનિટ ખાતે અગ્નિ શમન સેવા સપ્તાહનું સમાપન

ફાયર વિંગ દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન આગથી બચવા અને તકેદારી રાખવા માટે જાણકારી અપાઈ.

સુરત:મંગળવાર: ચોર્યાસી તાલુકાના NTPC કવાસ ફાયર સ્ટેશન ખાતે અગ્નિ શમન સેવા સપ્તાહનો સમાપન સમારોહ એનટીપીસીના વરિષ્ઠ અધિકારીઓ, તબીબી અધિકારીઓ, કર્મચારીઓ, CISF ફાયર કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોની હાજરીમાં ઉજવવામાં આવ્યો હતો. એલપીજી, કેબલ ગેલેરી, પાવર ટ્રાન્સફોર્મર અને નેપ્થા ટેન્કમાં આગને લગતી સીઆઈએસએફ યુનિટ, કેજીપીપી કવાસના ફાયર વિંગના ફાયર કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી પર ફાયર ડ્રીલ કરવામાં આવી હતી. બચાવ કામગીરી અને આગ ઓલવવી એ ફાયર ડ્રીલની વિશેષતા રહી હતી, જેમાં ફાયર ફાઇટરોએ તેમની સલામતી, હિંમત અને ટેકનિકલ કૌશલ્ય દર્શાવ્યું હતું.
આગ ઓલવવા અને કાબૂમાં લેવા માટે વપરાતી વિવિધ બ્રાન્ચ પાઈપોની કામગીરીનું નિદર્શન પણ કરાયું હતું. ઘરેલું એલપીજી સિલિન્ડરને હેન્ડલ કરવાની સરળ ટીપ્સ અપાઈ હતી. જેમાંકોઈના ઘરે દુર્ઘટના બને તો એલપીજી સિલિન્ડર સાથેના નાના અકસ્માતોનો સામનો કરી શકાય.

              ફાયર સેફ્ટી વીક દરમિયાન આયોજિત વિવિધ ફાયર સેફ્ટી કાર્યક્રમો અને સ્પર્ધાઓના વિજેતાઓ અને પ્રથમ બે સ્પર્ધકોને મુખ્ય મહેમાન શ્રી ડી.કે.દુબે, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ડેપ્યુટી કમિશનર શ્રી એસ.કે.સોનકરિયા અને અન્ય વિશેષ મહેમાનોના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. બાળકો, NTPC કર્મચારીઓ અને ખાસ કરીને ગૃહિણીઓ, જેમને વિજેતા અથવા પ્રથમ ત્રણ ક્રમના વિજેતા સ્પર્ધકોને પુરસ્કારો એનાયત કરાયા હતા. ફાયર સ્ટેશન પર મુલાકાતીઓ માટે ફાયર સેફ્ટી સાધનોનું પ્રદર્શન અને નાના બાળકો દ્વારા ફાયર સેફ્ટી અંગેના પોસ્ટરો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સપ્તાહ દરમિયાન ફાયર વિંગ દ્વારા આગથી બચવા અને સાવચેતી અંગે વિવિધ કાર્યક્રમો દ્વારા માહિતી આપવામાં આવી હતી.

સુરત સચિન હાઉસિંગમાં રખડતા કુતરાઓ આક્રમક બન્યા.

0

સચિનમાં સવારે પાંચ થી દસ વાગ્યા સુધી બે બાળકોને કૂતરાએ બચકા ભર્યા.

સચીન: વોર્ડ ૩૦ ના સચિન હાઉસિંગ ખાતેના આશાપુરી સોસાયટીમાં રખડતા કુતરા આક્રમક બન્યા છે અને બાળકો પર હુમલા કરી રહ્યા છે. આજે સવારથી બે બાળકોને બચકા ભર્યા હજી અટકવાનું નામ લેતા નથી. સિવિલમાંથી સારવાર કરી ઘરે આવી એસએમસી માર્કેટ વિભાગમાં જાણ કરી તો આજે રજા હોવાથી કોઈ કર્મચારી કુતરાને પકડવા નહિ આવી શકશે જણાવ્યું. હવે જો કાલ સુધીમાં આ કાળા કુતરાનો આંતક વધે તો જવાબદાર કોણ? આજે શહેરના હાઉસિંગ વિસ્તારમાં આશાપુરી સોસાયટીના બે બાળકો પર કુતરાએ હુમલો કરી બચકા ભર્યા ના બનાવ બન્યા છે. કુતરાએ બચકા ભરતા બાળકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આવા બનાવ બાદ વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે એસ એમ સી તાત્કાલિક પગલાં ભરે એવી વાલીઓની ફરિયાદ છે.

મોબાઈલ ફોન ઉપર વાત કરતી પત્ની માટે બન્યું મોત નું કારણ

0

પત્ની મોબાઈલ પર વાત કરતી હતી તે ન ગમતાં પતિએ કરી હત્યા

સુરતના સચીન પોલીસ મથકની હદમાં મહિલાની હત્યા થઈ છે.સચીન પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પુલીસ તપાસ માં હત્યા નું કારણ મોબાઈલ ફોન ઉપર વાત કર્તા હોવાનું મોત નું કારણ બન્યું છે, તેવું વિગતવાર માહિતી તપાસ માં સામે આવી.જે કારણવશ મહિલાની તેના પતિએ જ વેલણ અને લાકડાના ફટકાથી બેરહેમીપૂર્વક માર મારી હત્યા કરી છે.20 વર્ષીય અંજલિ ઉર્ફે દીપિકાની હત્યા તેના પતિ હીરારામ ઉર્ફે હરીશ ભીલે બેરહેમીથી કરી છે. અંજલિ મોબાઈલ ફોન પર વાત કરતી હતી. તે પતિને નહીં ગમતા તેની હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. 

ગત તા. 19 એપ્રિલના રોજ સવારે અંજલિ મોબાઈલ ફોન પર કોઈની સાથે વાત કરતી હતી. તે પતિ હીરારામ જોઈ ગયો હતો. કોની સાથે વાત કરે છે એમ પૂછતા અંજલિએ પોતાની માતા સાથે વાત કરતી હોવાનું કહ્યું હતું. પતિ હીરારામે મોબાઈલ ફોન લઈ ચેક કરતા અંજલિ યુપીમાં રહેતા ઓમપ્રકાશ નામના યુવક સાથે વાત કરતી હોવાનું બહાર આવ્યું હતું. ઓમપ્રકાશ અને હીરારામ અગાઉ મહેસાણા ખાતે પ્લાયવુડની કંપનીમાં કામ કરતા હતા. ત્યારે હીરારામની પત્ની અંજલિ અને ઓમપ્રકાશ એકબીજાની નજીક આવી ગયા હતા.હોળી પર હીરારામે પત્ની અંજલિ અને ઓમપ્રકાશને એકાંતમાં રૂબરૂ વાત કરતા પકડી પાડ્યા હતા. ત્યારે પત્નીને ચીમકી આપી હતી કે, તે ઓમપ્રકાશ સાથે વાત નહીં કરે. તેમ છતાં પત્ની મોબાઈલ પર ઓમપ્રકાશ સાથે વાત કરતી હતી. આ વાતનો ગુસ્સો હીરારામને આવ્યો હતો. જેથી વેલણ, લાકડાના ફટકાથી પત્ની અંજલિને ઢોર માર માર્યો હતો. માથામાં તથા શરીરના જુદા જુદા ભાગે માર મારવાના લીધે અંજલિ બેહોશ થઈ ગઈ હતી. તેણીને રિક્ષામાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ મામલે મૃતકના કાકાએ ફરિયાદ આપતા સચીન પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.