સુરત શહેરમાં પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાજપના કાર્યકર્તા આલોક ચૌધરીએ પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી, જેમાં કેક કાપવાની સાથે આતશબાજી પણ કરવામાં આવી છે.આલોક ચૌધરીએ બાઈકની સીટ પર કેક રાખીને કાપ્યો, અને તેની આજુબાજુ 25થી વધુ લોકો ગોઠવાયેલા હતા.જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સ્વંય ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો
મહિલા તેના 3.5 વર્ષના બાળક સાથે પાલીતાણાથી મહારાષ્ટ્ર ટ્રેનમાં જઈ રહી હતી. સુરત ખાતે આવી આરોપી યુવક દ્વારા યુવતીને ઉધના રેલવે સ્ટેશને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવી હતી.
ઉત્રાણ મનીષા ગરનાળા પાસે ફૂટપાથ પર મહારાષ્ટ્રના અમરાવતીની 37 વર્ષીય મહિલા સાથે તેના 4 વર્ષીય પુત્રની નજર સામે બે શખ્સોએ ગેંગરેપ કર્યો હતો. જેમાં નરાધમો મહિલા પાસેથી 3500 રૂપિયા રોકડ અને તેનો ફોન પણ લૂંટી લીધો હતો. મહિલાની ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે બંને આરોપીઓઓ 25 વર્ષીય હરેશ મહેશ દેવીપૂજક( રહે. ઉત્રાણ, મૂળ ભાવનગર) અને 48 વર્ષીય શંકર ઉર્ફે શંકર ટકલો ધનુ નાહક( ઉત્રાણ, મૂળ ગંજામ ઓરિસ્સા)ની ધરપકડ કરી છે.અમરાવતીની 37 વર્ષીય પરિણીતા પાલીતાણામાં પોતાના 18 વર્ષના પુત્રને મળી 4 વર્ષના બાળકને સાથે વતનમાં જવા નીકળી હતી. મહિલા પાલીતાણાથી બસમાં અમદાવાદ આવી હતી. અમદાવાદ રેલવે સ્ટેશને 10મી તારીખે સવારે આરોપી હરેશ દેવીપૂજક તેને મળ્યો હતો. તેણે પોતાને મહિલાને ‘તારો પતિ મારો મિત્ર છે’ કહી વિશ્વાસમાં લીધી હતી.
ઉધના સ્ટેશનથી 10 કિમી દૂર ઉત્રાણ વિસ્તારની અવાવરૂ જગ્યાએ લઈ જઈ આરોપીએ તેના બાળકની સામે જ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ અન્ય એક ઓડિશાના શખસે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓએ બે દિવસ સુધી મહિલા પર બે બે વખત દુષ્કર્મ આચર્યું હતું અને ગંભીર રીતે માર માર્યો હતો.
આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ઉત્રાણ પોલીસ મથક વિસ્તારમાં 12 માર્ચ 2025ના રોજ બપોરે એક વ્યક્તિ અર્ધ બેભાન મહિલાને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મહિલાને પોલીસે પૂછપરછ કરતા તેને પોતાની સાથે રેપ થયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે પૂરતી વિગત આપતી ન હતી. મહિલાની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક જ પોલીસની ટીમે તેને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી અને સારવાર શરૂ કરી હતી. જ્યાં રાત્રે 11 વાગ્યે મહિલાએ પોલીસ કર્મચારીને જણાવ્યું હતું કે, તે પોતે ભાવનગર રહે છે અને મૂળ મહારાષ્ટ્રની છે. તે ત્રણ દિવસ પહેલાં પોતાના 3.5 વર્ષના બાળક સાથે ભાવનગરથી મહારાષ્ટ્ર જવા માટે નીકળી હતી. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન પર એક પરિવાર મળ્યો હતો.
પકડાયેલા આરોપીઓ કચરો વીણવાનું કામ કરે છે. મહિલાને મહારાષ્ટ્ર લઈ જવાનું પ્રોમિસ આપનાર હરેશ મહેશ વાઘેલા દેવીપુજક સમાજમાંથી આવે છે અને મૂળ ભાવનગરના નારી ચોકડી પાસે રસ્તા પર રહે છે. સુરતમાં તે કચરો વીણાવનું કામ કરે છે. રેલવે સ્ટેશન અને અવાવરૂ જગ્યા ઉપરથી તે કચરો વીણે છે. જ્યારે શંકર નામનો વ્યક્તિ મૂળ ઓડિશાનો છે અને તે પણ રેલવે સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાંથી કચરો અને પ્લાસ્ટિકની બોટલો વીણવાનું કામ કરે છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કોઇપણ ચોક્કસ પોલીસકર્મી વગર જેતે વિસ્તારમાં ચાલશે નહીં તે વાતને ખોટી સાબિતી કરી દીધી હતી.
11 માર્ચ 2025ના મંગળવારના રોજ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે એક સાથે 1543 પોલીસકર્મીઓની બદલી કરી દીધી છે. ત્રણ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI, હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલની બદલીનો ગંજીપો ચીપિયો છે.
ચાર્જ લેતાની સાથે જ વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓનું લિસ્ટ તૈયાર કરાવ્યું હતું. જોકે, બદલીનો ઓર્ડર કરતા પહેલાં જેતે કર્મચારીઓ પાસેથી પોતાના ઘરની નજીક હોય તેવા બે પોલીસ મથકોના વિકલ્પ પૂછવામાં આવ્યા હતા. પહેલાં ઓર્ડરમાં હજારો પોલીસકર્મીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ આજે મંગળવારે ફરીથી 1543 કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ શુક્લતીર્થ પંચાયતમાં વારસાઈના કામ માટે લાંચ લેતા ત્રણ લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. શુક્લતીર્થ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ઉમેશ પટેલ સહિત ત્રણ લોકોએ વારસાઈનું કામ કરવા માટે ₹8,000ની લાંચની માગણી કરી હતી. ફરિયાદી દોઢ વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા. તલાટી ઉમેશ પટેલે ફરિયાદીને VCE કેનિલભાઈને મળવા જણાવ્યું હતું. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા ACBનો સંપર્ક કર્યો હતો.
સંચાલક રોશન સિંગ તેમજ ચાર ગ્રાહકની ધરપકડ કરવામાં આવી.
પોલીસ દ્વારા દરોડો કરવામાં આવ્યો ત્યારે વેલનેસ સેન્ટરનો સંચાલક રોશન સિંગ તેમજ ચાર ગ્રાહકો પોલીસના હાથે ઝડપાયા હતા અને આ ચાર ગ્રાહકમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર હોવાનું પણ સામે આવ્યુ છે. ઉપરાંત પોલીસ દ્વારા હની અને અભય સાળુંકે નામના બે અને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ગ્રાહક પાસેથી શરીર સુખ માણવાના 5000 રૂપિયા લેવામાં આવતા હતા અને સંચાલક દ્વારા આ વિદેશી યુવતીઓને 2000 રૂપિયાની ચુકવણી કરવામાં આવતી હતી. પોલીસને એવું પણ જાણવા મળ્યું હતું કે, હની નામની મહિલા અને અભય સાળુકે નામનો ઈસમ રોશન સિંગ સાથે મળીને વેલનેસ સેન્ટરની જગ્યા ભાડે રાખીને તેની અંદર દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવતા હતા.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના યોજના સંતૃપ્તિકરણ અભિગમ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અંત્યોદય કલ્યાણની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને સુરતમાં ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હાથ ધરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ પાત્ર ગરીબ પરિવારોના લાભાર્થીઓની ઓળખ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. તેમાં ખાસ કરીને ગંગાસ્વરૂપા (વિધવા) બહેનો, વૃદ્ધ વ્યક્તિઓ, દિવ્યાંગો તેમજ હાંસિયામાં રહી ગયેલા દૈનિક વેતન મેળવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી.
સમાજ સુરક્ષા હેઠળ સંબંધિત યોજનાકીય લાભો મેળવતા લાભાર્થીઓની ચકાસણી કરતા જાણવા મળ્યું કે, સુરત જિલ્લામાં લગભગ ૧,૫૦,૦૦૦ લાભાર્થીઓ ગંગા સ્વરૂપા યોજના, વૃદ્ધ પેન્શન સહાય યોજના અને દિવ્યાંગ સહાય યોજનાના લાભો મેળવી રહ્યા છે. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાલુકા અને ઝોન કક્ષાએ ટીમો બનાવીને એ બાબતની તપાસ કરવામાં આવી કે આમાંથી કેટલા લાભાર્થીઓ NFSA હેઠળ આવરી લેવાયા છે અથવા તો તેમને કેવી રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ આપી શકાય. તાલુકા તથા ઝોન કક્ષાની ટીમોએ મિશન મોડમાં ખૂબ ટુંકાગાળામાં NFSA કાર્ડ ધરાવતા તેમજ ન ધરાવતા તમામ પરિવારોની ઓળખ કરી. પ્રવર્તમાન લાભાર્થીઓની ઓળખ કર્યા પછી બાકી રહી ગયેલા લાભાર્થીઓનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું, અને છેલ્લા ૧ વર્ષમાં વહીવટીતંત્ર દ્વારા બાકીના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી, જેથી તેમને NFSA હેઠળ આવરી લઇ શકાય.
આમ, સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ લગભગ બે લાખ લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે. જેઓને લાભ આપવા માટે વડાપ્રધાનશ્રી સુરતના આંગણે આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં પ્લોટ વેચવાનું કહી પાંચ લોકો સાથે રૂપિયા ૪.૬૬ લાખની છેતરપિંડી.
સુરતઃ મહારાષ્ટ્રના નવાપુર ખાતે શ્રી રામ રેસિડેન્સીના નામે પ્લોટિંગ કરી પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતા દુબેબંધુએ પાંચ વ્યક્તિ પાસેથી ૪.૬૬ લાખ પડાવી લઈ પ્લોટનો કબજો નહીં આપી ઠગાઈ આચરતાં મામલો પોલીસમથકે પહોંચ્યો છે.
દુબે બંધુએ ચાર જણા પાસેથી રૂપિયા ઉઘરાવ્યાઃ ફોન રિસીવ કરવાનું બંધ કરતા તપાસમાં ભાંડો ફૂટયો કે તેમના નામે કોઈ જમીન જ નથી.
શહેરના પાંડેસરા-બમરોલી રોડ આસ્થા રેસિડેન્સીમાં રહેતા યજ્ઞપ્રકાશ રામરામ મોર્ય ઉધના-મગદલ્લા રોડ નવજીવન સર્કલ ખાતે ગીરધર-૨માં આવેલા એમ્બ્રોઈડરીના ખાતામાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ છે. પાંડેસરામાં વિણાપાણી સ્કૂલમાં આવેલી શ્રી રામ રેસિડેન્સી નામે ઓફિસ ધરાવતા સંજયપ્રતાપ નારાયણ દુબે, અજય નારાયણ દુબે (રહે., કર્મયોરી સોસાયટી, પાંડેસરા) દ્વારા મહારાષ્ટ્રના નંદુરબારના નવાપુર ખાતે શ્રી રામ રેસિડેન્સીના નામે પ્લોટિંગ કર્યું હતું, જેમાં વર્ષ-૨૦૧૫માં યશપ્રકાશે પ્લોટ ખરીથો હતો. યજ્ઞપ્રકાશ પાસેથી દુબેબંધુએ પ્લોટ તેમજ ડેવલોપમેન્ટ ચાર્જ સહિત ૧,૦૬,૦૦૦ પડાવ્યા હતા અને સામે અલગ અલગ ૧૧ રસિદ તેમજ સાટાખાત બનાવી આપ્યા હતા. બાદ પ્લોટનો કબજા આપ્યો ન હતો. યજ્ઞપ્રકાશે તપાસ કરતાં દુબેબંધુએ જે જમીન ઉપર પ્લોટિંગ કર્યું હતું. એ જમીન તેમના નામે નહીં હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેમણે તેમના પૈસાની પરત માંગણી કરતાં દુબેબંધુએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. આ મામલે યજ્ઞપ્રકાશે ગતરોજ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુબેબંધુ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દુબેબંધુ અન્ય ચાર લોકો સાથે પણ ઠગાઈ કરી મહારાષ્ટ્રના નવાપુર ખાતે શ્રી રામ રેસિડેન્સીના નામે પ્લોટિંગ કરી દુબેબંધુએ યજ્ઞપ્રકાશ મોર્ય પાસેથી ૧,૦૬,૦૦૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ રીતે પડિસરા વિસ્તારમાં રહેતા બૈજનાથ રાજકિશોર મોર્ય પાસેથી ૧,૯૨,૧૦૦, બ્રિજેશકુમાર જગદીશ પટેલ પાસેથી ૬૬,૦૦૦, રામચંદ્ર માન્ગુલ પાત્રા પાસેથી રૂ.૬૬,૦૦૦ અને પ્રભાસીની બીપીનચંદ્ર બેહરા પાસેથી રૂ.૬૬,૦૦૦ મળી પાંચેય જણા પાસેથી કુલ રૂ.૪,૯૯,૧૦૦ પડાવી પ્લોટનો કબજો આપ્યો ન હતો.
સુરત શહેરમાં બીઆરટીએસનો સૌથી લાંબો રૂટ છે, એ જ રીતે ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ પણ અહીં નિર્માણ પામ્યો
અંડરપાસથી સમય અને ઈંધણની બચત થતા ઉદ્યોગકારોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે:કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ
માહિતી બ્યુરોઃસુરત:રવિવાર: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ હસ્તે સુરત મહાનગર પાલિકા દ્વારા સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે, સુરત-ભુસાવલ રેલ્વે લાઇન પર આવેલા સાઈબાબા મંદિર નજીક રૂ.૫૩.૫૮ કરોડના ખર્ચે નિર્માણ થયેલા ‘લિંબાયત-ડિંડોલી જોડતા અંડરપાસ’નું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો ૫૦૩ મીટરની લંબાઈનો અંડરપાસ નિર્માણ પામ્યો છે. મહાનગર પાલિકા અને રેલ્વેની સંયુક્ત ભાગીદારીથી રૂ.૫૩.૫૮ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અગાઉ લોકોએ ૨ થી ૩ કિલોમીટરનો લાંબે ફરી આવવું પડતું હતું, પરંતુ હવે અંડરપાસ બનતા માત્ર ૫૦૦ મીટરમાં જ પોતાના સ્થળે પહોંચી શકશે. બ્રિજ વાહનવ્યવહારમાં જીવાદોરી સમાન હોય છે, ત્યારે લિંબાયત -ડિંડોલીને જોડતા અંડરપાસથી સમય અને ઈંધણની બચત થતા ઉદ્યોગકારો સહિત વાહનચાલકોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, લિંબાયત -ડિંડોલી જોડતા નવનિર્મિત અંડરપાસ ઉપરથી સાત રેલ્વે લાઇન પસાર થાય છે, એવો સૌથી લાંબો અંડરપાસ છે, જેમાં ઓક્સિજનની માત્રા ઘટી ન જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત શહેરમાં બીઆરટીએસનો સૌથી લાંબો રૂટ છે, એ જ રીતે ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ પણ અહીં નિર્માણ પામ્યો છે. જે બદલ મહાનગર પાલિકાની આ કામગીરીની બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, સાસંદશ્રી મુકેશભાઇ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી સંગીતાબેન પાટીલ, પુર્ણેશભાઇ મોદી, પ્રવિણભાઇ ઘોઘારી, મનુભાઇ પટેલ, ડેપ્યુટી મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ, દંડકશ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, કોર્પોરેટરોશ્રીઓ, સમાજના અગ્રણીઓ, મનપાના કર્મચારી સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.
આપઘાતના પહેલા બનાવમાં, મૂળ મધ્યપ્રદેશ અને સચિનમાં ગણેભીગામ પાસે ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ઝૂંપડામાં 15 વર્ષીય તરુણી પરિવાર સાથે રહેતી હતી. તેની એક બહેન અને ચાર ભાઈ છે. તેના પિતા મજુરી કામ કરે છે. તે પણ મજુરીકામ કરતી હતી. તરૂણી આજે ઘર નજીક ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. જયારે તરૂણીના પરિવારના જણાવ્યા પ્રમાણે, તરૂણી ગત મોડી રાતે તેના પ્રેમી સાથે બેસીને વાતચીત કરતી હતી. તે સમયે તરૂણીનો ભાઈ બંનેને જોઈ ગયો હતો. જેથી પ્રેમી ત્યાં ગભરાઈને ભાગી ગયો હતો. બાદમાં તેણે આ પગલુ ભર્યુ હતું.
સુરત શહેરમાં 50.46 લાખના બોગસ બિલિંગ દ્વારા ટેક્સ ક્રેડિટમાં છેતરપિંડી કરવાના મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં આરોપી હાર્દિક રમેશભાઈ ગુરિયાને ઝડપી લેવામાં આવ્યો છે, જે ભાવનગર સ્થિત એક્સિસ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. હાર્દિક ગુરીયાએ “પરિલ ટેકસ, લીલા ટ્રેડિંગ, ફર્મ ના GST નંબરો ની ખાતરી કરી નહોતી. જે પેઢી ના ખાતાઓ ત્રાહિત વ્યક્તિઓને વીમો કઢાવી આપવાનું કહી, તેઓના ડોક્યુમેન્ટ મેળવ્યા બાદ તેના આધારે બોગસ પેઢી ઊભી કરી હતી. જે પેઢીના નામે બેન્ક ખાતાઓ ખોલાવી ત્રાહિત વ્યક્તિઓના નામના મોબાઈલ નંબરો લખી, બેંક ખાતાની પાસબુક, ચેકબુક, ATM કાર્ડ, બોગસ બિલિંગ આચરતી ટોળકીને આપ્યો હતો.