મહિલા કાઈમ બ્રાંચના અધિકારીઓ માટે શહેરના તમામ સ્યામાંથી હપ્તા ઉધ રાવ તા પો લી સ કર્મચારી વિજય માલી વિરુદ્ધ રાણીપ પોલીસે અપ્રમાણસર મિલકતનો કેસ કર્યો છે. અમદાવાદના ઈતિહાસમાં પહેલી જ વખત એસીબીએ નહીં પરંતુ સ્થાનિક પોલીસે અપ્રમાણસર મિલકતનો કેસ કર્યો છે. વિજય માલી 1999માં નોકરી લાગ્યા ત્યારથી તેમની કાયદેસરની આવક 3.1.02 કરોડ થતી હતી. જેની સામે તેમણે રૂ.1.34 કરોડનું એટલે કે 31.61 લાખનું વધારે રોકાણ કર્યું હતું. જે ટકાવારી પ્રમાણે 25.55 ટકા વધારે હતી. એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ માં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય માલીએ એક સ્યાના સંચાલક પાસેથી રૂ.1.25 લાખ માંગ્યા હતા. જે બાબતે પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ મળી હતી.
જેના આધારે સાઈબર ક્રાઈમના ડીસીપીને તપાસ સોંપાઈ હતી. જેમાં વિજય માલી એ ફક્ત તે એક સ્યા નહીં પરંતુ અમદાવાદમાં આવેલા તમામ સ્પામાંથી મહિને લાખો રૂપિયાના હપ્તા ઉધરાવતો હોવાનું પૂરવાર થયું હતું.
જેની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનરે તેની કે કંપનીમાં બદલી કરી હતી. જ્યારે ડીજીપી વિકાસ સહાવે વિજય માલીની દેવ ભૂમિ દ્વારકા ખાતે બદલી કરી હતી.
સુરત,નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા 27 વર્ષથી સમૂહ લગ્ન યોજાય છે એ જ રીતે આ વર્ષે પણ નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 11 જોડીનો 27 મો સમૂહ લગ્ન સોહળા તારીખ 21-04-2025 ના રવિવારના રોજ બદ્રીનારાયણ મંદિર વાળી જૂની સડક નદી કિનારા પાસે અડાજન સુરત ખાતે યોજાયો હતો.
આ સમારોહમાં શ્રી સી.આર. પાટિલ ભારત સરકારના કેબિનેટ જળશક્તિ મંત્રી,શ્રી ભરતશેઠ ગોગાવલે કેબિનેટ મંત્રી મહારાષ્ટ્ર સરકાર,શ્રી મુકેશ દલાલ સુરત લોકસભાના સાંસદ ,શ્રી વિકાસશેઠ ગોગાવલે કોર કમિટી સદસ્ય મહારાષ્ટ્ર રાજ્ય યુવાસેના ,શ્રી જીગ્નેશભાઈ પાટીલ પ્રમુખ યુથ ફોર ગુજરાત, શ્રી છોટુભાઈ પાટીલ માજી ભાજપ ઉપપ્રમુખ સુરત ભાજપ,મહાડ નગર પરિષદ ના માજી નગર અધ્યક્ષા સૌ સ્નેહલ જગતાપ,ટ્રાંસપોર્ટ કમિટી ચેરમેન સોમનાથ ભાઈ મરાઠે,સમાજ સેવક ડો ઇકે પાટીલ, સહિતના મહાનુભાવો તેમજ સમાજના અગ્રણીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળાનાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા 27 મો સમૂહલગ્ન સોહળા
આ વર્ષે કુલ 11 કપલએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, આ સમૂહ લગ્નમાં સમાજના લોકોએ ભેગા મળીને સમાજની એકતા દર્શાવી ઉજવણી કરી હતી, મહિલા મંડળની બહેનો અને યુવાનો મળીને કાર્યક્રમની વ્યવસ્થાનો કારભાર સમુપર્ણ વ્યસ્થિત અને શિસ્તબદ્ધ પાર પડાયો હતો, સમૂહ લગ્નમાં સેવા અને સહયોગ આપનાર તમામ આગેવાનોનો નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે, સેક્રેટરી ગણેશભાઈ સાવંત, ખજાનચી પ્રદીપ મોરેએ તમામનો આભાર માન્યો હતો.
શ્રી પ્રકાશ હેડાઊ સાહેબ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સુરત મહાનગર પાલિકા,શ્રી સંતોષ શંકર સનસ ટ્રસ્ટી, શ્રી વસંત ભોંસલે કાર્યકારી પ્રમુખ, શ્રી ચંદ્રકાંત નિંબાળકર, શ્રી સંતોષ શેડગે, શ્રી સંજય દિવિલકર, શ્રી પ્રવિણ મોરે, શ્રી સંતોષ કદમ, શ્રી રમેશ શિંદે એડવોકેટ એન્ડ નોટરી, શ્રી રૂપેશ કોડાલકર, શ્રી નિતીન પવાર, શ્રી રાજેશ કદમ, શ્રી દિપક શિંદે, શ્રી ગણેશ ઠૂલે, શ્રી મહેન્દ્ર કોડાલકર, શ્રી સંપત ગાયકવાડ, વિકાસ કાલગુડે, શ્રી બારકુ ગાયકવાડ, શ્રી સભાજી મહાડીક, શ્રી વસંત મોહીતે, શ્રી સંજય મોરે રાયગઢ વાડી ગ્રામસ્થ મંડળ અધ્યક્ષ શ્રી સુનિલ સાવંત, શ્રી રાકેશ કડુ, શ્રી અમર જંગમ, શ્રી સચિન મોરે, શ્રી દિનેશ દિપક શિંદે, જિતેન્દ્ર શેડગે, શ્રી દિપક કદમ, શ્રી સંપત તુકારામ કનોજે, શ્રી સંતોષ જાધવ, શ્રી મહાદેવ કનોજે, શ્રી મનોજ ઠુલે, શ્રી સંતોષ બોરખડે, શ્રી રાકેશ વાલેકર સહીત નાં સહિતના મહાનુભાવો તેમજ સમાજના અન્ય લોકોઓ ઉપસ્થિત રહ્યા હતા લોકો કાર્યક્રમ માં હાજર રહી ને કાર્યક્રમ આશીર્વાદ આપ્યા હતા.
ભેસ્તાન રેલવે સ્ટેશન પર પોલીસની લાપરવાહી: મુસાફરોની સુરક્ષા પ્રશ્નચિન્હ હેઠળ
સુરત શહેરના ભેસ્તાન રેલવે સ્ટેશન પર પોલીસ કામગીરીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ત્યાં સતત જોવા મળતી લાપરવાહી એ હાલ મુસાફરો માટે જ નહીં, પણ ખાસ કરીને મહિલાઓ માટે સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી રહી છે.
સ્થાનિક લોકો અને મુસાફરોના કહેવા મુજબ, સ્ટેશન પર રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ નહિ બનતું હોય તેમ લાગી રહ્યું છે. CCTV કેમેરા પૂરતા ન હોવા અથવા કાર્યરત ન હોવાને કારણે છેડતી, ચોરી અને મહિલા સુરક્ષા સંબંધિત ઘટનાઓ થવાની શક્યતા વધી ગઈ છે.
સવાલ એ છે કે જો અણધારી ઘટના બને, તો લોકો સહાય માટે કોની પાસે જાવું? શું કોઈ હેલ્પલાઇન છે કે જગ્યાએ તરત પોલીસ સહાય મળી શકે?
આવા પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી બની ગયું છે:
24×7 મહિલા હેલ્પલાઇન સ્ટેશન પર કાર્યરત હોવી જોઈએ.
અધિક CCTV કેમેરા સાથે લાઈવ મોનિટરિંગ.
GRP અને RPF વચ્ચે સંકલન બનાવવો.
જાહેર સ્થળે સહાય બૂથ કે પોલીસ કોન્ટેક્ટ પોઈન્ટ સ્થાપવું.
મહિલાઓ અને સામાન્ય મુસાફરો માટે ભેળસેળ અને બેદરકારીની જગ્યાએ ભયમુક્ત અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા હવે સત્તાવાળાઓએ ત્વરિત પગલાં લેવા જ પડશે.
ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર બુટલેગરો માટે સ્વર્ગ જેવી સ્થિતિ સર્જાઈ હોય એવું લાગી રહ્યું છે તો એના પાછળ ગંભીર લાપરવાહી, મોનિટરિંગની અછત અને સ્થાનિક એજન્સીઓની બેદરકારી જવાબદાર લાગી શકે.
આવા મુદ્દા માટે કેટલીક મહત્વની બાબતો ધ્યાને લેવી જરૂરી છે:
સ્ટેશન પર પોલીસની હાજરી કેટલી છે? RPF (Railway Protection Force) અને GRP (Government Railway Police) સ્ટેશન પર કેટલી સંખ્યામાં હાજર છે, અને તેઓની પેટ્રોલિંગ વ્યવસ્થા કેવી છે, એ જોવું પડશે.
CCTV કેમેરાની સ્થિતિ: શું સ્ટેશન પર પૂરતા CCTV કેમેરા લાગેલા છે? અને તેઓ કામ કરે છે કે નહિ?
બુટલેગરોના પ્રવૃત્તિઓ: શું બુટલેગરો રાત્રિના સમયે સ્ટેશન પરથી દારૂની હેરફેર કરે છે? લોકોના ટોળા ઊભા રહે છે? કોઈ ટ્રેનમાં માલ ચઢાવવામાં આવે છે?
સ્થાનિક પોલીસ અને રેલવે અધિકારીઓ વચ્ચેના સંકલનનું અભાવ: ઘણા વખત તેવું બને છે કે સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ વચ્ચે સંકલન ન હોય એટલે આવા તત્વોને અવકાશ મળી જાય.
ભેસ્તાન રેલ્વે સ્ટેશન પર પોલીસની કામગીરી અંગે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક સમાચાર સૂત્રો મુજબ, સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થામાં લાપરવાહી જોવા મળી રહી છે, જેના કારણે બુટલેગર નાં ઇગ્લીશ શરાબ હેરાફેરી માટે જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.
મુખ્ય સમસ્યાઓ:
પેટ્રોલિંગની અછત: સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસ (RPF) વચ્ચે યોગ્ય સંકલન ન હોવાને કારણે સ્ટેશન પર નિયમિત પેટ્રોલિંગમાં ખામી જોવા મળે છે.
CCTV મોનિટરિંગની અછત: સ્ટેશન પર પૂરતા CCTV કેમેરા ન હોવા અથવા તે કાર્યરત ન હોવાને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં મુશ્કેલી થાય છે.
મુસાફરોની હાલાકી: સ્ટેશનના પ્લેટફોર્મની લંબાઈ માત્ર 16 કોચ સુધીની હોવાને કારણે, 5000 જેટલા મુસાફરોને ટ્રેનમાં ચડવા અને ઉતરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જે સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે .
શક્ય પગલાં:
સુરક્ષા વ્યવસ્થામાં સુધારો: સ્થાનિક અને રેલવે પોલીસ વચ્ચે સંકલન વધારવું અને સ્ટેશન પર નિયમિત પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવું.
ટેકનોલોજીનો ઉપયોગ: CCTV કેમેરાની સંખ્યા વધારવી અને મોનિટરિંગ સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવવી.
મુસાફરો માટે સુવિધાઓ: પ્લેટફોર્મની લંબાઈ વધારવી અને મુસાફરોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાં.
સુરત મહાનગરપાલિકામાં લેવાતા કેટલાક નિર્ણયને લઈને અધિકારીઓ અને શાસકો હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઈ.અધિકારીઓ યોગ્ય રીતે ચીવટપૂર્વક ગંભીર બાબતોમાં પણ ધ્યાન આપતા નથી અને તેના કારણે નિર્ણયો ખોટા લેવાઈ જઈ રહ્યા છે. મેહકમ વિભાગે કરેલી ભૂલને કારણે સીટી ઇજનેરની નિમણૂક ટોક ઓફ ધ ટાઉન બની છે.નિયમ મુજબ જે પણ અધિકારી સામે શોકોઝ નોટિસ અથવા તો ચાર્જશીટ હોય તે અધિકારીને અન્ય કોઈ પદ ઉપર બઢતી મળવા પાત્ર થતી નથી તેમછતાં પણ જતીન દેસાઈને મેહકમ વિભાગની અનાવૃતને કારણે સીટી ઇજનેર પદ પર નિમણૂક કરી દેવામાં આવી હતી. ભેસ્તાન આવાસમાં જે આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા. તે જર્જરિત થઈ ગયા હતા, જે ખૂબ જ ચર્ચાસ્પદ પ્રકરણ રહ્યું હતું. તે પ્રકરણમાં ચાર્જશીટ આપવામાં આવી હતી.
સ્થાયી સમિતિ દ્વારા જ્યારે કમિશનરે પૂરક દરખાસ્ત કરીને જતીન દેસાઈની સામે ચાર્જશીટ હોવાને કારણે તેમની નિમણૂક રદ કરી દેવા માટે દરખાસ્ત આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પહેલા કેમ આ બાબતનો ખુલાસો કર્યો તેને લઈને અધિકારીઓનો ઉઘાડો લેવામાં આવ્યો છે. જે પણ વિભાગ દ્વારા આ ભૂલ કરવામાં આવી છે. તેની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જે પણ પગલાં લેવાયા છે તે અંગેનો રિપોર્ટ આપવામાં આવે તે પ્રકારની કડક સૂચના આપી દેવામાં આવી છે.
સુરત,પોલીસ ફરિયાદ ન લેતા નરદીપસિંહે કોર્ટમાં જ જઈને ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા આ કેસની તપાસ એસીપી જે.ટી. સોનારાને સોપવામાં આવી હતી. જો કે, કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજો અને પક્ષકારોની દલીલોના આધારે જજએ નોંધ્યું કે, “એસીપી સોનારાની તપાસ સંપૂર્ણપણે પક્ષપાતી હતી અને તેમાં આરોપી પોલીસકર્મીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.”
સુરતમાં વર્ષ 2021ના કોરોનાકાળ દરમિયાન કાપોદ્રા વિસ્તારમાં પોલીસ દ્વારા કેટલાક યુવકો પર કરાયેલા લાઠીચાર્જની ઘટનામાં આજે મોટો ન્યાયિક વળાંક આવ્યો છે. તપાસમાં ભેદભાવ દાખવનાર એસીપી જે.ટી. સોનારા સામે હવે ફોજદારી ગુનો નોંધવાનો સુરતની કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. ફરિયાદી યુવક નરદીપસિંહ છેલુભાને પોલીસે માર મારાયો હતો, ત્યારબાદ તેણે પોલીસના ખોટા વલણ સામે કોર્ટમાં અરજી કરી હતી. કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન ઉલ્લંઘનના આરોપ હેઠળ કાપોદ્રા વિસ્તારમાં પોલીસ લોકોએ રસ્તા પર ભેગા થયેલા યુવકોને લાઠી મારતા હતા.
તે સમયે નરદીપસિંહ છેલુભા નામના યુવકે સ્થળ પર જઈને પોલીસને ટોક્યું કે, “ગરીબ લોકોને કેમ હેરાન કરો છો?” આટલું કહેતા જ હાજર પોલીસકર્મીઓ ભડકી ગયા હતા અને નરદીપસિંહને ઝડપી પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસ મથકમાં તેની સાથે મારમારી કરાઈ હતી. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તત્કાલ સારવાર લઈ હતી. બાદમાં નરદીપસિંહે આ સંબંધમાં પોલીસકર્મી દીલીપ રાઠોડ, સંજય કરજાણીયા, જય હરદીપસિંહ તથા અન્ય અજ્ઞાત સામે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો,
પરંતુ પોલીસ મથકે ફરિયાદ લેવામાં નહોતી આવી. કોર્ટએ સ્પષ્ટપણે જણાવ્યું કે, “આ પ્રકારની ભેદભાવભરી તપાસ પોલીસ તંત્રના ન્યાય પ્રત્યેના જવાબદાયીત્વ પર સવાલ ઊભા કરે છે.” એસીપીના વલણને કારણે આરોપી પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહી ન થઈ શકી હોવાનો કોર્ટનો નિષ્કર્ષ રહ્યો.આ કલમ અનુસાર સરકારી કર્મચારી જો પોતાની ફરજમાં ઈચ્છાપૂર્વક બેદરકારી કરે અથવા તપાસમાં ભેદભાવ રાખે તો તેની સામે ગુનો નોંધવાની જોગવાઈ છે.
સુરત-સચીન, સચીન જીઆઈડીસી પુલીસ સ્ટેશન ખાતે સચિનના બુડીયા ગામ પાસે આવેલી ખાડીના કિનારે એક કોથળામાંથી યુવતિના કોહવાઈ ગયેલા શરીરના ભાગો મળી આવ્યા છે.જેમાં દુર્ગંધ આવતા અહીંથી પસાર થતા એક યુવકે તપાસ કરતા કોથળાની અંદરથી માનવ ખોપડી દેખાતાં તત્કાલમાં સચિન જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી.પોલીસે કોથળો ખોલતાં અંદરથી મહિલાની ખોપડી, દાંત સહિતનું જડબું, હાથ અને પગના હાડકા, લાંબા વાળ, લાલ કલરની બંગળીઓ તથા મહિલાની લાલ રંગની લેગીઝ અને કુર્તી જેવા કપડાં મળી આવ્યા હતા. દૃશ્ય અત્યંત દયનીય અને હત્યાની આશંકા ઊભી કરતા હતા.
ખાડીના કિનારેથી આશરે ૨૫ થી ૩૫ વર્ષની એક મહિલાના દાંત સાથેની ખોપડી, દાંત સાથેનું જડબુ તથા અન્ય હાડકાઓ તથા લાલ તથા સફેદ મેલી જેવી પાણીથી ભીની થયેલી કાદવવાળી ગોદડી, લાલ કલરનુ ભીનુ કાદવવાળુ કપડુ, તથા સફેદ કલરના પ્લાસ્ટકીના મીણીયાનો કોથળો જે એકબાજુ બાંધેલ તથા ફાટેલી હાલતમાં હોય જેમાં માનવ શરીરના અલગ અલગ અંગોના માંસ સહીતના હાડકાઓ તથા લાંબા વાળ, લાલ કલરની બંગળીઓ નંગ-૦૩,પગની આંગળીઓમાં પહેરવાના ધાતુના કોયડા નંગ-૦૨, પગમાં પહેરવાની ધાતુ જેવી પાયલ નંગ-૦૧, તથા પગમાં પહેરેલ કાળા કલરનો દોરો તથા થાપાના હાડકા સાથેની કોફી કલર જેવી ભીની કાદવવાળી લેગીઝ તેમજ કાળા તથા આછા લીલા કલરની કુરતી જેમાં ગોળ આકારમાં ટપકા વાળી તથા ચેક્સમાં ગોલ્ડન કલરની ડિઝાઈન છે.
12 ડિસેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે તેના એક મહત્ત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂમમાં, પોલીસ સ્ટેશન બહાર, વોશરૂમની બહાર પણ CCTV કેમેરા લગાવવા જોઇએ. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ CCTV કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે.
ગુજરાતમાં હાલ 650 પોલીસ સ્ટેશન આવેલા છે. ત્યારે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક CCTV લગાવવામાં આવી રહ્યા છે.પોલીસ દ્વારા પીડિતોની ફરિયાદ ન લેવી આ ઉપરાંત કસ્ટોડિયલ ડેથની પણ ઘણી ફરિયાદો સામે આવી હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવાના કારણે કસ્ટોડિયલ ડેથની વિગતો મેળવી શકાતી ન હતી. પરંતુ હવે CCTV કેમેરા સજ્જ હોવાના કારણે કેવી રીતે આરોપીનું મોત થયું તેની માહિતી પણ જાણી શકાશે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.
સુરતના 40 પોલીસ સ્ટેશન અને SOG-PCB કચેરીમાં 670 કેમેરા લગાવાયા.
સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત શહેરના તમામ 40 પોલીસ સ્ટેશનો તથા SOG અને PCB કચેરીઓમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં સરેરાશ 19થી 20 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ કેમેરા HD ગુણવત્તાવાળા છે. કુલ 440 ડોમ કેમેરા અને 194 બુલેટ કેમેરા મળી કુલ 670 કેમેરા લગાવવામાં આવ્યા છે. પીએસઓ (PSO) અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે લોકોનો વધુ સંપર્ક રહે છે, તેથી તેમના ચેમ્બરમાં ઓડિયો CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેથી કોઈપણ ફરિયાદ અંગે ઓડિયો અને વીડિયો આધારિત પુરાવા મળી શકે. પોલીસ સ્ટેશનોના પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના રસ્તાઓ પર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. ઘણી વખત લોકઅપમાં કસ્ટોડિયલ ટોર્ચરના આક્ષેપ થાય છે, જેથી લોકઅપની અંદર પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી આવી ફરિયાદો વખતે CCTV ફૂટેજ આધારરૂપ પુરાવા પૂરા પાડી શકે.
હાઈકોર્ટે બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં પણCCTV જાળવવા હુકમ કર્યો.
બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં યુવતીએ જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી ત્યારે તેને વસ્ત્રાપુર મહિલા પોલીસ મથકના 10 એપ્રિલથી 20 એપ્રિલ સુધીના CCTV ફૂટેજ સાચવવા માગ કરી હતી. આ માટે પરમવીરસિંહના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોનો હવાલો અપાયો હતો. એ મુજબ એક વર્ષ સુધી પોલીસ મથકના CCTV ફૂટેજ જાળવવા પડે. હાઇકોર્ટે પણ પીડિતાના પક્ષે ચુકાદો આપતાં સરકારને મહિલા પોલીસ મથકના CCTV જાળવવા હુકમ કર્યો હતો, જોકે સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, પીડિતા જ્યારે ફરિયાદ કરવા મહિલા પોલીસ મથકે ગઈ ત્યારે CCTV ફૂટેજ સાચવવા અરજી નહોતી આપી. ઉપરાંત વસ્ત્રાપુર મહિલા પોલીસ મથકે CCTV સ્ટોરેજ એક મહિનાનું જ છે. એક મહિના બાદ ઓવરરાઈટ થઈને નવું રેકોર્ડિંગ થાય છે.
ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર, આરોપી ઓમપ્રકાશ ઉર્ફે નનકા રામખદેરુ ધુરીયા છેલ્લા છ મહિનાથી જ્યારે ફરિયાદી કામ પર જતી હતી, ત્યારે પીછો કરી હેરાન પરેશાન કરતા હતા. તેણે અનેકવાર વાત કરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત તેણે મોબાઇલમાં વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલ્યા અને અલગ અલગ ફેસબુક આઈ.ડી. મારફતે પણ સેક્સ્યુઅલી હેરાનગતી કરતા મેસેજ મોકલ્યા હતા.અશ્લીલ ઇશારા કરી વાત કરવા દબાણ કરનાર શખ્સ તેમજ તેના બે સાથીઓએ યુવતીના પિતાને પોલીસ ફરિયાદ ના કરે તે માટે કારખાને જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી બેરોજગાર છે. આરોપી ઓમપ્રકાશ અને તેના બે સાથી રાહુલ જયનારાયણસિંહ અને જીતુ નવલ જાદવે ફરિયાદીના પિતાના કારખાને જઈ જાહેરમાં ધમકી આપી હતી કે જો ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.ત્રણેય આરોપીઓને તેમના નિવાસસ્થાન પરથી પકડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આ ત્રણે આરોપીઓએ અગાઉથી મળીને સંપૂર્ણ પ્લાનિંગ સાથે ફરિયાદીને તંગ કરવા અને તેની આસપાસના વાતાવરણમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રયાગરાજ, તા. ૧૦ અલ્લાહાબાદ હાઈકોર્ટે થોડા સમય પહેલાં સગીરાના બ્રેસ્ટ પકડવા કે પાયાજામાનું નાડુ તોડવું એ બળાત્કારનો પ્રયાસ ના ગણાય એવી આઘાતજનક ટીપ્પણી કરી હતી. હવે એવી જ આઘાતજનક વર્તણૂકમાં અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે બળાત્કારના કેસમાં છોકરીને તેના પર થયેલા બળાત્કાર માટે દોષિત ગણાવીને બળાત્કારના આરોપીને જામીન આપી દીધા.
અલ્લાહાબાદ હાઈકોર્ટની રેપ કેસમાં જામીન આપતી વખતે આઘાતજનક ટીપ્પણી
જસ્ટિસ સંજય કુમાર સિંહે આઘાતજનક ટીપ્પણી કરી કે, પીડિતાના બળાત્કારના આક્ષેપને સાચો માનવામાં આવે તો પણ એવું પણ કહી શકાય કે, તેણે પોતે જ મુશ્કેલીને નિમંત્રણ આપ્યું હતું અને પોતાના પર થયેલા બળાત્કાર માટે પોતે જ જવાબદાર છે. કોર્ટે એવી ટીપ્પણી પણ કરી કે, તબીબી તપાસમાં યોનિપટલ (હાઈમન) તૂટેલું જોવા મળ્યું પણ ડૉક્ટરે જાતિય હિંસા થઈ હોવાનું કહ્યું નથી તેથી બંનેની સંમતિથી સેક્સ થયું હતું. આ બળાત્કારનો કેસ ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં બન્યો હતો. ૨૧ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ ગૌતમ બુદ્ધનગરની એમએની વિદ્યાર્થિનીએ સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે ભણતા વિદ્યાર્થી સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. નોઈડાના સેક્ટર ૧૨૬માં આવેલી પીજી હોસ્ટેલમાં રહીને ભણતી વિદ્યાર્થી ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ મિત્રો સાથે દિલ્હી ફરવા ગઈ હતી. તેમણે હીઝ ખાસમાં પાર્ટી કરી હતી. તેની ત્રણ ફ્રેન્ડ અને ત્રણ છોકરાની પાર્ટીમાં નિશ્ચલ ચાંડક પણ હતો. બારમાં સૌએ દારૂ પીધો હતો.પીડિત વિદ્યાર્થિની પણ નશામાં હતી પાર્ટી પતી ત્યારે રાત્રે ૩ વાગી ગયા. હોવાથી નિશ્ચલે તેને પોતાની સાથે આવવા કહ્યું હતું અને પોતે તેને તેના સંબંધીના ઘરે મૂકી જશે એવી ખાતરી આપી હતી. નિશ્વલની વારંવારની વિનંતી પછી વિદ્યાર્થિની તેની સાથે જવા તૈયાર થઈ હતી. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, નિશ્ચલે રસ્તામાં તેને અયોગ્ય રીતે સ્પર્શ કરીને અણછાજતી છૂટ લીધી હતા અને વિદ્યાર્થિનીને નોઈડાના સંબંધીના ઘરે લઈ જવાના બદલે હરિયાણાના ગુરુગ્રામમાં પોતાના એક સંબંધીના ફ્લેટમાં લઈ ગયો હતો. ફ્લેટમાં નિશ્ચલે તેના પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.
જુદીજુદી વિધવા સહાય સ્કીમમાં સહાય અપાવવાના બહાને અને બેન્ક એકાઉન્ટ ખોલાવવાના બહાને પોતાના મોબાઇલમાં વિધવાનો ફોટો પાડયો હતો
બે બાળકની ૩૪ વર્ષીય માતા અને ૩૦ વર્ષીય અપરણિત બ્રિજેશ દુબે સાથે નોકરી કરતા હતા
સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી બે બાળકની ૩૪ વર્ષીય વિધવા માતાને જુદીજુદી સહાય અપાવવા મોબાઈલમાં ફોટો પાડી બાદમાં મોર્ફ કરી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનાર તેની સાથે નોકરી કરતા તાતીથૈયાના ૩૦ વર્ષીય અપરણિત યુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી બે બાળકની ૩૪ વર્ષીય વિધવા માતા ટિફિન સર્વિસવાળાને ત્યાં નોકરી કરે છે.ત્યાં જ ડિલિવરીમેન તરીકે નોકરી કરતા ૩૦ વર્ષીય અપરણિત બ્રિજેશ રાજેશભાઈ દુબે (રહે. તાતીથૈયા ગામ, તા.પલસાણા, જી.સુરત) એ વિધવા સાથે મિત્રતા કેળવી હતી અને તેને જુદીજુદી વિધવા સહાય સ્કીમમાં સહાય અપાવવાના બહાને અને બેન્ક એકાઉન્ટ ખોલાવવાના બહાને પોતાના મોબાઇલમાં વિધવાનો ફોટો પાડયો હતો, બાદમાં તેણે ફોટો મોર્ફ કરીને નગ્ન બનાવ્યો હતો અને તેના આધારે વિધવાને શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી. એટલું જ નહીં તે વિધવા પાસે પૈસાની પણ માંગણી કરતો હતો અને પૈસા નહીં આપે કે શરીર સંબંધ નહીં બાંધે તો વિધવાના માતાપિતા અને બાળકોને મારી નાખવાની અને તેમને ઊંચકી જવાની ધમકી આપી ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપતો હતો.આ અંગે વિધવાએ ગતરોજ બ્રિજેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.