સુરત, શ્રી હનુમાન ચાલીસ યુવા કથાના છઠ્ઠા દિવસે સુરત શહેરમાં તાપી નદીના કિનારે આવેલા ગજેરા મેદાનમાં 50 હજારથી વધુ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ સાથે સુરતના પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા અને તેમણે હનુમાન દાદાની આરતી કરી હતી. સુરત પોલીસ કમિશનર અજય તોમરે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 16 કરોડથી વધુનું ડ્રગ્સ સુરત પોલીસે પકડ્યું છે. આ ડ્રગ્સ ન પકડાયું હોય તો યુવાધન બરબાદ થાત.હનુમાન કથાના છઠ્ઠા દિવસે કથા પહેલાં યુવતીઓ અને મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સનો સેમીનાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યમાં યુવતીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો. મહત્ત્વનું છે કે, આ પછી સુરતના એસીપી વાય. એ. ગોહિલે સ્ટેજ પર સાયબર ક્રાઈમનો ફોર્ડ અંગેની જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
હનુમાન ચરિત્ર કથાનું રસપાન કરાવતાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ યુવાઓમાં વધતાં ડ્રગ્સ અને વિદેશી કલ્ચરના અનુકરણ અંગે વાત કરતાં કહ્યું હતું કે, ફેશનનો પ્રભાવ નથી પડતો હંમેશા માત્ર ચરિત્રનો પ્રભાવ પડે છે. આ સાથે હરિપ્રકાશ સ્વામીએ રાષ્ટ્રહિતની વાત કરતાં એવું પણ કહ્યું હતું કે, ”જેને ભારત માતા કી જય અને વંદે માતરમ્ બોલવામાં તકલીફ હોય તેને ભારતમાં રહેવાનો શું અધિકાર? તમામ હિન્દુઓને વિનંતી કે, ભવિષ્યની પેઢીને સુરક્ષિત રાખવા બે કે ત્રણ દીકરાને દીકરી હોવા જ જોઈએ.
હનુમાન કથાના છઠ્ઠા દિવસે કથા પહેલાં સેલ્ફ ડિફેન્સનો સેમીનાર યોજાયો હતો. આ પછી સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી સમુહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરત પોલીસ કમિશનરે સ્ટેજ પર કષ્ટભંજન દેવ હનુમાનજીની આરતી કરી હતી. કથાની શરૂઆત પહેલાં સુરત પોલીસ કમિશનરે સ્ટેજ પર સંબોધન આપતાં કહ્યું કે, 16 કરોડથી વધુનું ડ્રગ્સ સુરત પોલીસે પકડ્યું છે. આ ડ્રગ્સ ના પકડાયું હોય તો યુવાધન બરબાદ થાત. સપ્ટેમ્બર 2020થી ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કર્યું છે.