Home SURAT પાંડેસરામાં પૈસાના લેતી દેતીમા મિત્રો ના મારથી યુવકનું મોત

પાંડેસરામાં પૈસાના લેતી દેતીમા મિત્રો ના મારથી યુવકનું મોત

61
0
ક્રાંતિ સમય

પાંડેસરા ની સોસાયટી નજીક ખુલ્લા મેદાનમાં પખવાડિયા અગાઉ પૈસાની લેતી દેતીમાં થયેલા લાકડાના ફટકાર તથા ઢિક મુક્કી નો બેરહમીપૂર્વક માર નો ભોગ બનેલા યુવકનું સારવાર દરમિયાન મોત. 15 દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં કાપડ દલાલ યુવકને મધરાત્રે ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી સારવાર માટે નજીકની હસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, સારવાર દરમિયાન ગત મોડી રાત્રિએ કાપડ દલાલનું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બીજી તરફ પોલીસે આ ગુનામાં ગત 26 મેના રોજ મારામારીનો ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલ મોકલી આપ્યા છે ત્યારે યુવકનું મોત થતા આ કેસમાં હત્યાના ગુનાનો ઉમેરો કરી તપાસ હાથ ધરી છે. માર મારનાર મૃતકના પાંચ મિત્રો હાલ લાજપોર જેલ માં છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય પંકજ મગનલાલ અગ્રવાલ(ઉ.વ. ૩૧ રહે. આર્વીભાવ સોસાયટી, પિયુષ પોઇન્ટ, પાંડેસરા) કાપડની દલાલીનું કામ કરતો હતો. પંકજે સોનુ નામના તેના મિત્ર પાસેથી કેટલાક રૂપિયા ઊછીના રૂપિયા લીધા હતા ત્યારે પંદર દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં સોનુ અને પંકજ બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. રૂપિયાની ઊઘરાણી માટે સોનુ તેના મિત્રોને લઈને કાપડ દલાલ પંકજના ઘર પાસે આવ્યો હતો અને રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ દરમિયાન સોનુ સહિત તેના સાત મિત્રો મળી કાપડ દલાલ પંકજને ઢોર માર મારી ભાગી છુટ્યા હતા. જેમાં પંકજને તેના મિત્રોએ લાકડાના ફટકા તથા ઢીકમુક્કીનો બેરહમીપૂર્વક માર માર્યો હતો. ઇજાગ્રસ્ત પંકજને તુરંત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પાંડેસરા પોલીસે પંકજને માર મારનાર તેના મિત્ર અશોક ઉર્ફે સોનુ રાધેશ્યામ દિક્ષીત (ઉ.વ.૨૯ ૨હે. દીનદયાલનગર, પાંડેસરા), ક્રિષ્ણા ઉર્ફે લાલુ પોપટ ખરે (ઉ.વ.૨૦), મોહન બાકુ સોનવણે (ઉ.વ.૨૦) અને ફિરોઝ શુભરાતી મન્સુરી (ઉ.વ.૧૯ ત્રણેય રહે. નાગસેન નગર, પાંડેસરા), યોગેશ કાશીનાથ નિકુંબે (ઉ.વ.૨૭ રહે. ઇન્દિરાનગર, પાંડેસરા) વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. જેથી પંકજને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યારે 15 દિવસની સારવાર બાદ પંકજ અગ્રવાલનું ગત મોડી રાત્રિએ મોત થયું હતું. મૃતકના પાંચ મિત્રો હાલ લાજપોર જેલ માં છે. સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યા ની કલમનો ઉમેરો કરવાની તાજવીજ હાથ ધરી છે.

આ ઘટનાને પગલે ACP ઝેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે, ગયા મહિનાની તારીખ 19 અને 20 ની મધરાત્રીએ કાપડની દલાલી કરનાર પંકજ અને સોનું નામના ઈસમ સાથે રૂપિયાની લેવડદેવડની બબાલ થઈ હતી ત્યારે મધરાત્રિએ સોનુએ પોતાના સાગરીતો સાથે પંકજને માર માર્યો હતો. આ બાબતની રજૂઆત પંકજના પિતાએ ગત 26 મેના રોજ પાંડેસરા પોલીસ મથકમાં કરી હતી અને જણાવ્યું હતું કે, રૂપિયાની લેવડદેવડમાં મારામારી કરવામાં આવી છે. જેના આધારે પાંડેસરા પોલીસે 326નો ગુનો દાખલ કરી સોનુ અને તેના અન્ય ચાર સાગરિતો મળી પાંચ આરોપીની ધરપકડ કરી હતી. ઝેડ આર દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કાપડ દલાલ પંકજની સારવાર દરમિયાન ગઈ રાત્રિએ મોત નીપજ્યું છે. સોનુ અને તેના મિત્રો દ્વારા પંકજને માર મારવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે હત્યાની કલમ-302નો ઉમેરો કર્યો છે. પોલીસની ઇન્વિસ્ટીગેશન દરમિયાન જાણવા મળ્યું છે કે, કુલ સાત જેટલા આરોપીઓએ પંકજને માર માર્યો હતો. જેમાંથી પોલીસે પાંચની ધરપકડ કરીને લાજપોર જેલ મોકલ્યા છે. અન્ય બે આરોપીઓની ધરપકડ બાકી છે, તેમને પકડવા માટે પોલીસની જુદી-જુદી ટીમો કામે લાગી છે અને આ ગુનામાં વધુ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here