Home SURAT સુરતમાં વાહન ચેકિંગ કરતી પોલીસને વેડ દરવાજા બ્રિજ પાસેથી 9.32 ગ્રામ એમ.ડી...

સુરતમાં વાહન ચેકિંગ કરતી પોલીસને વેડ દરવાજા બ્રિજ પાસેથી 9.32 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે યુવાનને પકડાયો

69
0
ક્રાંતિ સમય

સુરત ચોક બજાર પોલીસે MD ડ્રગ્સ સાથે એક યુવકને ઝડપી પાડયો છે.વેડ દરવાજા નજીક પોલીસ વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી દરમ્યાન પોલીસે શંકાસ્પદ જણાતા યુવાનને ઝડપી પાડી તેની પાસેથી 93,200ની કિંમતનો 9.32 ગ્રામ એમ.ડી ડ્રગ્સ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ વેડ દરવાજા નજીક વાહન ચેકીંગ કરી હતી. તે દરમિયાન વેડ દરવાજા બ્રિજ નીચથી એક યુવાન આવી રહ્યો હતો અને તેની હિલચાલ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે દોટ લગાવીને પકડી લઇ તેની પૂછપરછ કરી હતી. જેમાં પોતાનું નામ શોહેબ ઉર્ફે શોહેબ વાનર કમર ખાન (ઉ.વ. 22 રહે. લાલમીયા મસ્જિદ પાસે, કાકરા મહોલ્લો, રામપુરા, લાલગેટ અને મૂળ. લલોવલી, જી. ફતેપુર, યુ.પી) હોવાનું અને તેની અંગ જડતી કરતા 9.32 ગ્રામ એમ.ડી ડ્રગ્સ કિંમત રૂ. 93,200 તથા એક આઇફોન મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ અને ફોન મળી કુલ રૂ. 1.28 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here