Home SURAT યુપીવાસી યુવકને બિમારીની પીડાઅને રેલ્વે ની ટિકિટ કન્ફર્મ ન થઈ તો આપઘાત...

યુપીવાસી યુવકને બિમારીની પીડાઅને રેલ્વે ની ટિકિટ કન્ફર્મ ન થઈ તો આપઘાત કરી લીધો.

75
0

સુરત,ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાનો વતની અને પુણાગામ સરદાર પોલીસ ચોકી પાસે રાજીવનગરમાં રહેતો 35 વર્ષીય નિલેશકુમાર રામઆશરે પ્રજાપતિ લુમ્સના કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવતો હતો.નિલેશકુમાર ઘણી વખત બિમાર થાય એટલે તેના વતન જતો રહેતો હતો.બિમાર હોવાથી તેને વતન જવું હતું. પણ વેઈટીંગ વધુ હોવાથી તેને કન્ફર્મ ટિકિટ મળતી ન હતી. નિલેશકુમારના ભાઈ રમેશકુમારે જણાવ્યું કે તાપ્તીગંગા એક્સપ્રેસ અને દાનાપુર એક્સપ્રેસની ટિકિટ કાઢી હતી. પરંતુ બંનેમાં વધુ વેઇટિંગ હતું. પરંતુ ટિકિટ કન્ફર્મ ન થતા આખરે શનિવારે સાંજે નિલેશકુમારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની તપાસ પુલીસ વિભાગ તરફ થી કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here