સુરત,સુરત ના કપડા માર્કેટમાં દર કોઈ છેતરપિંડી ના ગુનાઓ પુલીસ ના ચોપડે નોધતા જ હોય છે. તેમ છતાં છેતરપિંડી કરનાર લોકો અનેકવાર નવી-નવી રીતે ઠગાઈ કરતાજ હોય છે. જેમાં હાલમાં અઠવા લાલબંગલાની બાજુમાં પુજા અભિષેક એપાર્ટમેન્ટ ખાતે રહેતા ધવલ રમેશભાઈ ભાટીયા ઉધનામાં વેપ ફેબના નામથી ભાગીદારીમાં કાપડવેપાર કરે છે.2018માં કીમમાં રહેતા ધવલભાની પેઢી માટે કામ કરતા દલાલ રાજવીર રામકિશોર સિંહે ઉધનાના સત્યનગર ખાતે લક્ષ્મી એન્ટરપ્રાઈઝના નામે ધંધો કરતા મહેન્દ્ર કાશીરામ દલાલ અને પરવત પાટીયા રેશ્મા રેસીડેન્સી ખાતે દિશા ટ્રેડર્સના નામે પેઢી ધરાવતા મુકેશ અગ્રવાલ સાથી પરિચય કરાવ્યો હતો અને રેફરન્સ આપવાની સાથે પેમેન્ટની જવાબદારી લીધી વિશ્વાસ અપાવ્યો હતો.બાદ મહેન્દ્ર દલાલે બિલ ચલણથી રૂ. 2.47 કરોડનો માલ ખરીદ્યો હતો અને તે પૈકીના રૂ.92,75,240 ચુકવ્યા હતા. બાકીના 1.54 કરોડ ચુકવ્યા ન હતા. આ ત્રણેએ ધવલભાઈના મિત્ર હરીકેશ ધનબહાદુર સિંહની શિવશક્તિ એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ.27,97,030નો માલ ઉધારમાં ખરીદી રૂ.11,44,891 ચુકવ્યા ન હતા. આમ બન્ને વેપારીઓ સાથે આ ત્રિપુટીએ રૂ.1,66,15,088ની છેતરપિંડી કરી હતી.
ઉધનાના બે વેપારી પાસેથી ઉધાર કાપડ ખરીદી 1.66 કરોડની ઠગાઈ કરતા પોલીસે 3 સામે ગુનો નોંધ્યો છે.