Home SURAT રેરા રજીસ્ટ્રેશન વગર ચાલતા પ્રોજેકટ ઉપર કાયદેસર ની કાર્યવાહી ક્યારે ?

રેરા રજીસ્ટ્રેશન વગર ચાલતા પ્રોજેકટ ઉપર કાયદેસર ની કાર્યવાહી ક્યારે ?

64
0

Suresh [email protected] WhatsApp :-9879141480

સુરત, દેશ ના અલગ-અલગ રાજ્ય અને શહેરોમાં થી રોજગાર ની તલાશ માં આવી. રોટી,કપડાં અને મકાન માટે ભણેલા અને અભણ લોકો આવતું હોવાથી પોતના આવડત ના રીતે રોજગારી માટે નોકરી કે ધંધા શુરુ કરી ને પોતના ગુજરાન ચલાવતા હોય છે. પણ અમુક લોકો જેના ખુન માં ચોરી,છેતરપીંડી,કરવાની આવડત તેની પૂર્વજોએ વિરાસત માં આપેલ હોય છે. તેના માટે કાયદાકીય કોઈ પણ રીતે યોગ્ય પગલા લઈ શકતા નથી. કારણકે ભષ્ટાચાર એ એક ભાગ રૂપે જ કામગીરી કરતા હોય છે. જેના નમુના નીચે પ્રમાણે છે.

રોટી અને કપડાં: જીવન જીવા માટે રોટી અને તન માટે કપડાં દરેક લોકો ને જરૂરિયાત હોય છે.

પણ તેના પછી મનુષ્ય ની ઈચ્છાઓ વધારે હોય તો રહેવા માટે પોતના મકાન માટે ની જરૂરિયાત ઊભા થાય છે. બસ એ સમય થી જ વ્યકિત ના કાયદાકીય રીતે કોઈ પણ છેતરપીંડી નું ભોગ ન થાય તે માટે રેરા રજીસ્ટ્રેશન ના કાયદા અમલ માં આવેલ છે.

ધી રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, ૨૦૧૬ની કલમ ૩(૧)ની જોગવાઈ મુજબ પ્રમોટર રેરામાં રજીસ્ટ્રેશન કરાવ્યાં વગર તેનાં પ્રોજેક્ટનું વેચાણ, કરી શકતા નથી પણ હાલ માં ભષ્ટાચાર ના લીધે કોઈ પણ જાત નું રજીસ્ટ્રેશન કર્યા વગર પ્રોજેક્ટ ચાલુ કરી ને વેચાણ માટે મુકવામાં આવે છે. જેમાં લોભામણી જાહેરાત આપી ને ગેરમાર્ગે દોરી ને તેનું શોષણ કરવામાં આવે છે. તેના પરિણામે લોકો ને પુલીસ અને કોર્ટ ના દરવાજે ઊભા થવાનું વારો આવે છે.

દસ્તાવેજ ના નામે વેચાણ:- સુરત ના આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કાયદેસર નું દસ્તાવેજ કરી ને વેચાણ કરવા માટે નું જાહેરાત અનેક શોશલ મીડિયા માં આપી. ને ગેરકાયદેસર રીતે અભણ અને ભણેલા લોકો ને છેતરપીંડી ના ભોગ બનેલા છે. તેવું અનેક ઘટના સુરત ના અલગ-અલગ- પુલીસ સ્ટેશન ખાતે નોધવામાં આવેલ છે.

કબજા રસીદ ઉપર ના વેચાણ:- સુરત ના આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કબજા રસીદ ઉપર મકાન વેચાણ કરવાનું કોભાંડ ચાલી રહ્યા છે. જેમાં કબજા રસીદ ઉપર માસિક અને હપ્તા થી જમીનોના વેચાણ કરવામાં આવે છે. જેમાં એક જમીન અનેક લોકો ને વેચી ને ડેવલપર પોતાના આવક ગેરકાયદેસર રીતે ઊભા કરી દેતા હોય છે. જેમાં અને કરી પુલીસ વિભાગ માં આવતું હોવા છતાં કોઈ પણ જાત ની કાર્યવાહી કર્તા નથી.

દસ્તાવેજો અને કબજા રસીદ ના વેચાણ કરવા માટે પણ રેરા રજીસ્ટ્રેશન ની જરુર નથી. કેમ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતું નથી

હવે ટૂંક સમય માં અલગ-અલગ વિસ્તારમાં થયેલ આ રીતે ના કોભાંડમાં સામેલ વ્યકિતના નામ સરનામું, પ્રોજેકટ ના નામ, લોકો કેવી રીતે છેતરપીંડી ભોગ બન્યા છે. તેનું ખુલાશો પણ કરવામાં આવશે. જેમાં અનેક રાજકીય રીતે સંકળાયેલા લોકો અને અમુક રાજકીયપક્ષો ના નામ નું દુરુપયોગ કરી પોતના કામગીરી કરી રહ્યા હોય છે.તેના પુરાવા સાથે વિભાગ ની મહેરબાની કેવી રીતે છે. તે જોતા રહેશો આવનાર દિવસમાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here