સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલા દીપલી ગામમાં ખાડી કિનારે અને ઘરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યા છે. અહીંથી પોલીસે 2 હજાર લીટર દેશી દારૂ મળી કુલ 1.57 લાખનો મુદામાલ કબજે કર્યો છે. અને સાથે જ પોલીસે મહિલા સહીત 6 લોકોની ધરપકડ કરી છે. જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
સુરતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં દારૂનો વેપલો થઇ રહ્યો છે. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલને માહિતી મળી હતી કે સચિન દીપલી ગામની સીમમાં આવેલી ખાડી કિનારે તથા ભુપેન્દ્ર પટેલના ઘરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. માહિતીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અહી દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે અહીંથી 40 હજારની કિમતનો 2 હજાર દેશી દારૂ, ઠંડો વોશ, 1 વાહન, 5 મોબાઈલ, પતરાના પીપ, એલ્યુમીનીયમના તગારા વગેરે મળી કુલ 1.57 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.