Home CRIME મસાજ પાર્લર ચલાવવા માટે પોલીસકર્મીની 25000 લાંચની માગણી કરી.હવે ACB ના મહેમાન...

મસાજ પાર્લર ચલાવવા માટે પોલીસકર્મીની 25000 લાંચની માગણી કરી.હવે ACB ના મહેમાન બન્યા.

2
0

પોલીસકર્મી અને વચેટિયો ACBના સકંજામાં.

સ્ટેશન ગરનાળા પાસે 25,000 લેતા આરોપીઓ રંગેહાથ પકડાયા.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના એ.એચ.ટી.યુમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરીયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા. લોકરક્ષક ધીરુભાઈએ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા અને કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં નાગરિક પાસે 25,000ની લાંચની માંગણી કરી.લોકરક્ષક ધીરુભાઈ એકલા નહોતા, તેમણે વચેટિયા તરીકે રોનકભાઈ મણિલાલ ત્રિવેદી નામના ખાનગી વ્યક્તિની મદદ લીધી હતી. રોનક ત્રિવેદી છાપરાભાઠા રોડ, અમરોલીનો રહેવાસી છે.

ફરિયાદી જ્યારે લાંચ આપવા તૈયાર ન થયા ત્યારે તેમણે ACBના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે વડોદરા ACB ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે, સ્ટેશન ગરનાળા નજીક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBની ટીમ સ્તર પર ગોઠવાઈ ગઈ હતી અને આરોપીઓને રંગેહાથ પકડવા માટે વ્યૂહરચના તૈયાર કરી હતી.લોકરક્ષક ધીરુભાઈ ઠાકરીયાના કહેવાથી અને તેમની મદદગારીથી ખાનગી વ્યક્તિ રોનક ત્રિવેદીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. વાતચીતના અંતે રોનકે 25,000ની લાંચની રકમ સ્વીકારી હતી. જેવી રકમનો સ્વીકાર થયો, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

AI ફોટોગ્રાફ્સ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here