Home CRIME સચીન ના NGO ડિરેક્ટર સાયબર માફિયાઓના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને મની લોન્ડરિંગના મોટા...

સચીન ના NGO ડિરેક્ટર સાયબર માફિયાઓના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો ખુલાસો

11
0

ટે્કસટાઈલની આડમાં ચાલતા રૂપિયા 2000 કરોડના ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડનો પર્દાફાશ.

NGOના ડાયરેક્ટરો મિતેશ વિશ્વાસ પાટીલ અને આશીષ દલજીત શર્મા.

સુરત શહેરમાં ટે્કસટાઈલની આડમાં ચાલતા રૂપિયા 2000 કરોડના ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડનો પર્દાફાશ. સુરતમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત વેસુ વિસ્તારમાં પનાસગામ કેનાલ રોડ પરથી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ આચરતી ગેંગના બે મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવામાં આવ્યા. આ ઓપરેશનનો મુખ્ય હેતુ દેશભરમાં ફેલાયેલા સાયબર ફ્રોડના નેટવર્કને તોડી પાડવાનો હતો. 2000 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પકડાયેલા આરોપીઓ મુકેશ તારાચંદ સ્વામી અને બાબુલાલ ઉર્ફે પ્રિત કાલેર લાંબા સમયથી પોલીસની રડારમાં હતા. તેમની ધરપકડથી સાયબર માફિયાઓના આંતરરાષ્ટ્રીય કનેક્શન અને મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો ખુલાસો થયો છે.ટેક્ષટાઈલ માર્કેટની આડમાં NGOના ડાયરેક્ટરો મિતેશ વિશ્વાસ પાટીલ અને આશીષ દલજીત શર્મા સાયબર ફ્રોડના નાણાં સ્વીકારવા માટે પોતાના ટ્રસ્ટના બેંક એકાઉન્ટ્સ ભાડે આપતા હતા.આરોપીઓ ગ્લોબલ ટેક્સટાઈલ માર્કેટમાં ‘સાવરીયા ક્રિએશન’ના નામથી કાપડ વેચવાની આડમાં પોતાનું કાળું કામ કરી રહ્યા હતા. સામાન્ય જનતા અને પોલીસને એવું લાગે કે તેઓ કાપડના મોટા વેપારી છે, પરંતુ વાસ્તવમાં આ દુકાન માત્ર સાયબર ક્રાઈમના નાણાં છુપાવવા માટેનું એક કેન્દ્ર હતું. ટેક્સટાઈલ માર્કેટમાં થતા કરોડોના વ્યવહારો વચ્ચે સાયબર ફ્રોડના નાણાં સરળતાથી ફેરવી શકાય તે માટે તેમણે આ પદ્ધતિ અપનાવી હતી.

ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા વિકસાવવામાં આવેલ ‘સમન્વય-NCCRP’ પોર્ટલ પર જ્યારે આ 44 બેંક એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ એકાઉન્ટ્સ વિરુદ્ધ દેશભરમાંથી કુલ 6040 ફરિયાદો નોંધાયેલી છે. આ ફરિયાદો સાયબર ફ્રોડ, છેતરપિંડી અને ઓનલાઇન લૂંટને લગતી હતી. પોલીસના જણાવ્યા મુજબ, માત્ર 940 ફરિયાદોની પ્રાથમિક તપાસમાં જ 750 કરોડથી વધુનું કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. હજુ બાકીની 5100થી વધુ ફરિયાદોની રકમ ગણવાની પ્રક્રિયા ચાલુ છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ સમગ્ર કૌભાંડનો આંકડો 2000 કરોડથી વધુનો હોઈ શકે છે.

આ કૌભાંડમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ‘વિધ્યાપ્રધાન ધર્મા ફાઉન્ડેશન’ નામના NGOની ભૂમિકા સામે આવી. આરોપીઓએ સાયબર ફ્રોડના નાણાંને કાયદેસરના બતાવવા માટે આ NGOનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે લોકો NGOને દાન આપતા હોય છે, પરંતુ અહીં આ સંસ્થાનો ઉપયોગ લોકોના નાણાં ચોરવા માટે થતો હતો. પોલીસે આ NGOના ડાયરેક્ટરો મિતેશ વિશ્વાસ પાટીલ અને આશીષ દલજીત શર્માની પણ ધરપકડ કરી છે. આ NGOના નામે 20 થી વધુ બેંક એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા, જેમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. સેવાના નામે ચાલતું આ સંસ્થા વાસ્તવમાં ગુનાહિત પ્રવૃત્તિનું હબ બની ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here