શું હવે પણ તપાસ થશે કે કાર્યવાહી.
સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે એ.સી.બી.ની આ કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સુરત, સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એ.સી.બી.ની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસે દબોચી લીધો છે. ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં આરોપી શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી પાસે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના બહાને 30,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે નવસારી એ.સી.બી.નો સંપર્ક સાધ્યો હતો. પોલીસકર્મીએ હપ્તા પેટે કરી હતી ઉઘરાણી ફરિયાદીની વાત સાંભળ્યા બાદ એ.સી.બી. દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં 1 જાન્યુઆરી 2026ના રોજ અંત્રોલી ગામના ભૂરી ફળિયા પાસે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું. જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈ અને આરોપીએ ખાતરી કર્યા બાદ 30,000 રૂપિયા સ્વીકારી ત્યારે જ ત્યાં વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.ની ટીમે ત્રાટકીને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. નવસારી ACBની ટીમે આરોપીને જેલભેગો કર્યો આ સફળ ટ્રેપ નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. રાઠવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. એ.સી.બી.એ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વડોદરા રેન્જના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઈ IPSના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.







