Home blog ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર 1 લાખની લાંચ લેતા ઝડપાયો

ઇન્ચાર્જ ડે. ચીફ ફાયર ઓફિસર 1 લાખની લાંચ લેતા ઝડપાયો

8
0

ઉધના ઝોન A/B તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો.

હોટલની ફાયર NOCના બદલામાં 1 લાખની માગણી કરી

એક જાગૃત નાગરિકે પોતાની હોટલ માટે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવા અરજી કરી હતી. આ NOC આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં વર્ગ-3 અધિકારી ઇશ્વર પટેલે રૂપિયા 1 લાખની લાંચની માગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો.

સુરત ACBની ટીમે મુગલીસરાઈ ખાતે આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવીને ઉધના અને લિંબાયત ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઇશ્વર મગનભાઈ પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીને પગલે પાલિકાના અન્ય અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.ACB દ્વારા સ્થળ પરથી લાંચની 1 લાખની પૂરેપરી રકમ રિકવર કરવામાં આવી છે. આરોપી ઇશ્વર પટેલ (ઉ.વ. 48) સુરત મહાનગરપાલિકામાં ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે કાર્યરત છે અને તેમની પાસે ઉધના ઝોન A/B તથા લિંબાયત ઝોનનો વધારાનો હવાલો હતો. સત્તાનો દુરૂપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ સફળ ટ્રેપનું ઓપરેશન નવસારી ACB પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી. રાઠવા અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ACB સુરત એકમના મદદનીશ નિયામક આર.આર. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરા રેન્જના નાયબ નિયામક બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here