જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં લાંચ માંગી હતી
સુરત શહેરની ઉધના મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી આ કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી 10,000ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. જમીનના દસ્તાવેજોમાં જરૂરી સુધારા કરવાના બદલામાં સરકારી અધિકારીએ લાંચની માંગણી કરી હતી.વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભી (ઉ.વ. 38) એ 10,000 ની માંગણી કરી હતી. ફરિયાદી આ રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત એસીબીમાં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.





